18 વર્ષની છોકરી બેવાર ઘરેથી ભાગી ગઈ, પણ ત્રીજીવાર પાછી આવી ત્યારે જે થયું એ જાણીને તમે પણ ચોંકી જશો…

0
279

દોસ્તો આજ ના સમય માં એવા એવા કિસ્સાઓ બહાર આવે છે જેના વિશે કલ્પના કરવી પણ ખુબજ મુશ્કેલ છે કારણ કે આજ ના સમય માં આવા કિસ્સાઓ લગભગ આવતાજ હોય છે અને તેના કારણે દુનિયામાં મહિલાઓ ને આજે ક્યાંય પણ હરવા ફરવા માં એક પ્રકાર નો ભય રહે છે પરંતુ આમુક સમયે એવા કિસ્સાઓ જોવા મળે છે જેના કારણે આખી માનવ જાતી ને સરમ નો સામનો કરવો પડે છે તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે જે જાણી ને તમે પણ હેરાન થઈ જશો તો ચાલો તેના વિશે વધુ માહિતી મેળવીએ.

Advertisement

દોસ્તો અમદાવાદ: ભાવનગર જિલ્લાની એક ઘટના 18 માં વર્ષની એક છોકરી ઘરેથી બે વાર ભાગી ગઈ હતી. આ મામલે હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ થતાં છોકરીને કોર્ટમાં હાજર કરાઈ હતી. છોકરી સાથે બાળક પણ હોવાથી તેના મા-બાપે દીકરીને રાખવાનો ઈનકાર કરી દીધો હતો. વળી, છોકરીએ પણ કોર્ટને પોતે મા-બાપના ઘરે ના જવા ઈચ્છતી હોવાનું કહેતા આખરે તેને પુખ્ત ના થાય ત્યાં સુધી નારી સંરક્ષણ ગૃહમાં મોકલી અપાઈ હતી.

કેસની વિગત એવી છે કે 12 મા ધોરણ માં ભણતી છોકરી કોચિંગ ક્લાસમાં આવતા એક છોકરાના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે પ્રેમ થઈ જતાં છોકરી તેની સાથે ઘરેથી ભાગી ગઈ હતી. તે વખતે તેની ઉંમર 15 વર્ષ અને 11 મહિના હતી. થોડા સમય બાદ તે પોલીસ સમક્ષ હાજર થઈ હતી. દીકરીથી કાચી ઉંમરમાં ભૂલ થઈ ગઈ તેવું માની મા-બાપે તેને રાખી લીધી હતી. જોકે, થોડા સમય બાદ તે ફરી એકવાર ગુમ થઈ ગઈ હતી.

આ વખતે તેના મા-બાપે પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવીને દીકરીની ભાળ મેળવવા માટે હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ અરજી કરી હતી. કોર્ટના આદેશ બાદ પોલીસે છોકરીને શોધીને તેને હાજર કરી હતી. જોકે, તે બાળક સાથે આવી હતી, અને પોતાના મા-બાપના ઘરે જવાનો ઈનકાર કરી દીધો હતો. તે વખતે તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે ફરી છોકરીને મા-બાપ સાથે જવું છે કે નહીં તેમ પૂછતા તેણે ના પાડી હતી, અને મા-બાપે પણ તેનો કબજો લેવાનો ઈનકાર કરી દીધો હતો.

છોકરીની ઈચ્છાને માન આપીને કોર્ટે તેને અને તેના બાળકને નારી સંરક્ષણ ગૃહમાં રાખવાનો આદેશ આપ્યો હતો.સાથે જ તે પોતાની રીતે પગભર થઈ શકે તે માટે તેને વોકેશનલ ટ્રેનિંગ આપવા માટે પણ જણાવ્યું હતું. છોકરીને કપડાં કે બીજી કોઈ વસ્તુ માટે નાણાંકીય મદદની જરુર હોય તો તે પણ પૂરી પાડવાના આદેશ સાથે રીટનો નિકાલ કર્યો હતો.

દોસ્તો એવોજ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે હિંમતનગરની પાસે આવેલા ગામમાં રાત્રી દરમિયાન કારમાં આવેલા પાંચ લોકોએ ઘરનું બારણું ખખડાવીને મદદની માંગી કરી હતી. અને ત્યારબાદ પતિ સહિત બાળકોને ઓરડામાં બંધ કરીને પરિણીતા ઉપર ગેંગરેપ કર્યો હતો. કાર બગડી હોવાનું બહાનું કાઢીને મહિલાની ઇજ્જત લૂંટવાની ઘટનાએ પોલીસને દોડતી કરી હતી. પોલીસે નાકાબંધ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

હિમતનગર તાલુકાના ગઢોડા ગામમાં વહેલી પરોઢે ગેંગ રેપની ઘટના બનતા પોલીસ દોડતી થઇ ગઈ છે. હિમતનગર તાલુકા ના હડીયોલ અનેરા રોડ પર રહેતા આદિવાસી પરિવાર પાસે આજે બુધવારે પરોઢે ત્રણ વાગે સફેદ કલરની કારમાં આવેલા લોકોએ પાણી માંગ્યું હતું. બાદમાં એ લોકોએ પીડિતાના પતિ સહીત પાંચ સંતાનોને ખેતરની ઓરડીમાં બંધ કરીને બે ઇસમો એ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ પરિવાર જ નો સાથે મહિલાને પણ ઓરડીમાં બંધ કરી બહાર થી સ્પોપર બંધ કરીને અંદર પુરી દીધા હતા. ત્યારે આ અંગેની ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોધા તા એલ.સી.બી સહીત એસ.ઓ.જી પોલીસે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

આ સમગ્ર મામલે પોલીસે એસઓજી, એફએસએલ વાન, ડોગ સ્કોર્ડ, અને વિવિધ પોલીસની ટીમો બનાવી હતી. તો સીસીટીવીમાં કેદ થયેલ સફેદ કલરની મહિન્દ્રા જાયલો રામાભાઈ અભાભાઈ વાદીની હોવાનુ શોધી કાઢી ખાનગી રાહે બાતમીદારોથી માહિતી મેળવતા ચાંદ ટેકરી મોડાસા ખાતે ઢોર ટરાવવાની ટેવ વાળા ઈસમોને લઈને કારમાં લઈ જુદા જુદા ઠેકાણે ફરતો હતો. દુષ્કર્મના દિવસે પણ રાત્રી સમયે આ કાર લઈને તમામ લોકો ત્યા ગયા હતા અને પાણીના બહાને અંદર ગુસીને શાહરુક મુલ્તાની અને તોફિક મુલ્તાનીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું.

અન્ય ત્રણ લોકોએ પતિ સાથે મારામારી કરીને પાંચ બાળકોને ઓરડીમાં પુરી દીધા હતા. પોલીસે સીસીટીવીના આધારે કારનો નંબર જોઈ પોલીસે પહેલા બે આરોપીઓને ઝડપ્યા અને બાદમાં અરવલ્લી ખાતે અન્ય એક આરોપીઓની પણ અટકાયત કરી હતી. તો અન્ય બાકી બે આરોપીઓને ઝડપવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

વહેલી પરોઢે આ સમગ્ર ઘટનાને અંજામ આપી કારમાં સવાર પાંચ શખ્શો ફરાર થઈ ગયા છે તો પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરીને ગણતરીના દિવસોમાં ત્રણ આરોપીઓની અટકાયત કરી છે તો અન્ય બે આરોપીઓને ઝડપવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.

મિત્રો એવોજ બીજો કિસ્સો લઇ ને આવ્યા છે દેશની રાજધાની દિલ્હીમાં એક મોટાં સમાચાર સામે આવ્યા છે. અહીં એક વ્યક્તિએ પોતાની બે પત્નીઓની ગળું દબાવીને હત્યા કરી નાખી છે. આ ઘટના બાદ આસપાસના લોકોમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. જાણકારી બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. સાથે જ આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે, આ બનાવ દક્ષિણ દિલ્હીમાં બન્યો છે. આરોપીનું નામ જમશેદ આલમ છે. આલમે બે લગ્ન કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આલમે પોતાની પત્નીઓનાં ઝઘડાથી પરેશાન થઈને બંનેની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી આલમની બંને પત્નીએ એકબીજા સાથે ઝઘડાં કરતી હતી, જેનાથી તે પરેશાન થઈ ગયો હતો. આનાથી છૂટકારો મેળવવા માટે આલમે ઇસ્મત પરવીન અને જબનાની હત્યા કરી નાખી હતી. હત્યાના આરોપમાં આલમન ના રોજ ઘરપકડ કરી લેવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે બંને પત્નીઓની હત્યા કર્યા બાદ જમશેદ આલમ બિહાર ખાતે આવેલા પોતાના ઘરે ભાગી ગયો હતો. પરંતુ જ્યારે દિલ્હી પોલીસ ત્યાં પહોંચી તો તે દિલ્હી આવી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આલમની હિન્દુરાવ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે પોતાના એક મિત્રને મળવા માટે જઈ રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે તેની બંને પત્નીઓ એકબીજા સાથે રોજ ઝઘડા કરતી હતી, જેનાથી તે પરેશાન થઈ ગયો હતો. આ જ કારણે તેણે બંનેની હત્યા કરી નાખી હતી.

Advertisement