1959 થી લઈને અત્યાર સુધી કોઈપણ વ્યક્તિ બાપાસીતારામ નાં ધામમાંથી ભૂખ્યું નથી ગયું,જુઓ બાપાનાં રસોડા ની તસવીરો…….

0
84

મિત્રો આજના અમારામાં આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારા માટે આ લેખમાં સૌરાષ્ટ્રના બગદાણા ના બજરંગદાસ બાપા ના અન્ન ભંડારા વિશે જણાવવા જઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે. અહીં વાત છે સૌરાષ્ટ્રના એક એવા સંતની જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણા ગામમાં આવ્યો છે. જેમને ફકત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધે જ બગદાણા એક પવિત્ર ધામ બની ગયું છે.

વાત છે બગદાણાવાળા બાપુની, જેમને લોકો “બાપા સીતારામ” ના હુલામણા નામથી ઓળખે છે. સમગ્ર દુનિયામાં ‘બાપા સીતારામ’ નામ ગૂંજતું કરનાર સંત બજરંગદાસબાપુની કર્મભૂમિ બગદાણા ખાતે હાલમાં પૂજ્ય બાપુની 43મી પૂણ્યતિથિ ઉજવાઈ ગઈ હતી. અને આમ તો બગદાણામાં બારેમાસ ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ જ રહેતો હોય છે, પણ આ બે દિવસ વિશેષ ઉજવણી થાય છે. બજરંગદાસ બાપાની પૂણ્યતિથિ (પોષ વદ 4) અને ગુરુપુર્ણિમાનો ઉત્સવ અહીં ખુબજ ધામધૂમથી ઉજવાય છે.

અહીં તારીખ 14મી જાન્યુઆરીએ ઉજવાયેલી પૂણ્યતિથિ નિમિત્તે દેશ-વિદેશથી લાખો ભક્તો અહીં ઉમટી પડ્યા હતા. દર્શન કરવા માટે આવેલા ભક્તો માટે પ્રસાદ અને ભોજનની સુંદર વ્યવસ્થા જોઈને સૌ કોંઈ અચંબિત પણ થઈ ગયા હતા. 10 હજારથી વધુ સેવકોએ ખડેભગે રહેવા તથા જમવાની સગવડો સાચવી હતી.બજરંગદાસ બાપાનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું.

મુળથી રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા.વર્ષ ૧૯૦૬ માં ઝાંઝરીયા હનુમાન મંદિરમાં ગામ અધેવાડામાં ભકિતરામ તરીકે માતા શિવકુંવરબાના ખોળામાં તેમનો જન્મ થયો.તેમના પિતાજીનું નામ હરીદાસબાપુ હતું. ભકિતરામ ૧૧ વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા.ફરતા ફરતા અયોધ્યામાં તેમની મુલાકાત તેમના ગુરૂ સીતારામ બાપુ સાથે થઈ. બાદમાં તેઓ તેમના શિષ્ય બન્યા.

એક કેટલાય પ્રસિદ્ધ પરચા છે. જેમકે, એક વાર જ્યારે બજરંગદાસબાપા ઊનાળાના સમયમાં મુંબઈમાં સાધુની જમાત જોડે હતીહતા, ત્યારે સાધુની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી અને ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી.ગુરૂજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજીની આજ્ઞા માની ને બાપા બજરંગદાસ એ ત્યાં મુંબઈ માં દરિયાકિનારે એક ડાર બનાવ્યો, (દરિયાની રેતીમાં હાથથી ખાડો ખોદીને પાણી કાઢવુ તે ડાર) અને એ ડાર માં થી મીઠુ પાણી નીકળ્યુ.

આ ઉપરાંત મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક બાળક તેના ઘરની અગાસી પરથી નીચે પડી ગયો હતો અને બજરંગદાસબાપાએ તેને તેડીને બચાવી લીધો હતો.એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુઓ જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળેલ અને બાપાએ સીતારામ નામનો મંત્ર જપીને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો, સિંહોના ટોળાએ હટીને જગ્યા કરી આપતા સાધુની જમાત આગળ વધી.

તેઓ સૂરત (લક્ષ્‍મીનારાયણ મંદિર), હાનોલ (રણજીત હનુમાનજી), ભાવનગર, પાલિતાણા, જેસર વગેરે જગ્યાઓએ ફરતા અને સેવા કરતા કળમોદર પહોંચ્યા. જ્યાં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ રહ્યા.બજરંગદાસબાપા ત્યારપછી ૪૧ વર્ષની ઉંમરે બાપા બગદાણા પહોંચ્યા.બગદાણામાં 5 મુળતત્વો, બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ, બજરંગદાસ બાપા.બજરંગદાસ બાપાએ વર્ષ 1951 માં બગદાણામાં આશ્રમની સ્થાપના કરી, બાદમાં વર્ષ 1959 માં સદાવ્રત ચાલું કર્યુ.

આ ઉપરાંત વર્ષ ૧૯૬૨ માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી, વર્ષ 1965 માં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી, વર્ષ 1971 માં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી,બગદાણાનો ગુરૂ આશ્રમ તેમના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે. બાપા સીતારામની મઢૂલીઓ સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં આવેલી છે.

બગદાણા ધામમાં બાપુની પૂણ્યતિથિએ ભક્તો માટે 1200 કિલો લાડવા, 1200 કિલો શાક, 5500 કિલો શાક, 5500 કિલો ગાંઠિયા, 3700 કિલો દાળ, 7400 કિલો ભાત અને 11000 કિલો રોટલી બનાવવામાં આવી હતી અને ભક્તોને પરંપરાગત રીતે પંગતમાં બેસાડીને ભાવભેર જમાડવામાં પણ આવ્યા હતા. લાખો ભક્તો એક સાથે પ્રસાદ લેવા આવ્યા છતાં ક્યાંય અગવડ દેખાતી જ નહોતી.

ગુરૂઆશ્રમ ખાતે તારીખ 14મી જાન્યુઆરીએ વહેલી સવારે 5 વાગ્યે મંગળા આરતીથી ધાર્મિક કાર્યક્રમોનો આરંભ થઈ ગયો હતો. બાદમાં ધ્વજારોહણ અને ગુરૂપુજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે યોજાતી નગરયાત્રા ગુરૂઆશ્રમથી સવારે 10.15 વાગ્યે નીકળી હતી, જે આખા બગદાણામાં પણ ફરી હતી. અને બાદમાં ભોજન અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.બજરંગદાસ બાપાની પૂણ્યતિથિના
પાવન દિવસે ભક્તોનું ઘોડાપૂર અહીં ઉમટી પડ્યું હતું. લાખો ભક્તોએ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

બગદાણામાં 15 હજારથી વધુ સ્વંયસેવકોએ દર્શનાર્થે આવતા ભાવિકોની રહેવા, ભોજન, ચા-નાસ્તાની સગવડો સચાવી હતી અને આખો દિવસ ખડેપગે જ રહ્યા હતા.બજરંગદાસબાપા બગદાણાના ગુરૂઆશ્રમ ખાતે તારીખ 9/1/1977ના રવિવારના વહેલી સવારે બ્રહ્મલીન થઇ ગયા હતા. આ દિવસે વિક્રમ સંવત મુજબ પોષ માસની વદ ચોથની જ તિથી હતી.. એ મુજબ દર વર્ષે અહીંયા બાપાની પૂણ્યતિથિ ઉજવવમાં આવે છે.પૂજ્ય બજરંગદાસપાપાનું જીવન શ્રદ્ધાળુઓને સત્કર્મ કરવાની એક પ્રેરણા આપે છે.

પૂજ્ય બાપુનું નામ આજે સૌરાષ્ટ્ર અને ગુજરાત જ નહીં પણ વિદેશમાં પણ ભક્તોના હ્રદયમાં દેવ કક્ષાએ બિરાજમાન થઈ ગયું છે.બગદાણામાં આમતો બારેય મહિના ભક્તો આવતા હોય છે પણ વિશેષરૂપે બજરંગદાસબાપાની પુણ્યતિથી અને ગુરુપૂર્ણિમાએ આશ્રમ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. હાલમાં બગદાણા બજરંગદાસબાપાના આશ્રમનું સંચાલન તેમના શિષ્ય શ્રી મનજીબાપા દ્વારા કરવામાં આવે છે.

બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ ચોથનાં દિવસે છે, આ દિવસ અને બીજો ઉત્સવ અષાઢ સુદ ૧૫ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે બગદાણામાં ધામધુમથી ઉજવાય છે. આમ તો ગમે ત્યારે દર્શનાર્થીઓ અહીં આવે છે. પરંતુ આ બે દિવસે અહીં દૂર દૂરથી ભાવિક ભક્તો અહીં ઉમટી પડે છે. આ દિવસે મોટા મેળાઓનું આયોજન થાય છે અને લાખો ભક્તો આવે છે. તહેવારનાં દિવસોમાં ભારે ધસારો જોવા મળે છે. ઉપરાંત વિદ્યાર્થીના વેકેશન પ્રવાસો ચાલુ રહે છે.

અહીં યાત્રાળુઓ માટે અન્ન્શ્રેત્ર તથા રહેવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેના હાલના ટ્રસ્ટી મનજીબાપા છે. જે આશ્રમની જવાબદારી સંભાળે છે.અમદાવાદથી બગદાણા ૨૫૦ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે, ભક્તોની સંખ્યા કેટલીય પણ હોય પરંતુ બાપા સીતારામના મંદિરેથી કોઈ ભૂખ્યું નથી જતું. આ ઉપરાંત બગદાણા ગામમાં રહેવા માટેની ગેસ્ટ હાઉસ – હોટલ જેવી અનેક સુવિધાઓ છે.