4 દિવસ ના અતિભારે વરસાદ સાથે થઈ સુરતની ખાડીઓ ઓવરફ્લો,સુરતની હાલત ખરાબ…જાણો શુ છે સુરતની સ્થિતિ

જેના પાક માટે વરસાદની રાહ જોતા હતા તે ખેડુતો માટે અચાનક વાદળોનો ગરજ્વુ ફાયદાકારક હતું તો કયાંક વીજળીની સમસ્યા ક્યાંય પાણી કેનાલ સુધી ન પહોંચતા લોકો પરેશાન હતા અને આ સમસ્યા વાદળો દ્વારા ભૂંસી નાખવામાં આવી હતી મંગળવાર અને બુધવારે રાત્રે અચાનક વરસાદ પડ્યો હતો. ત્યારબાદ સવારે વાદળો વરસવા લાગ્યા હતા તેમ છતાં વરસાદ બહુ રહ્યો નથી પણ રિમજીમ ટીપાં પાકને મજબુત બનાવવાનું કામ કર્યુ હતુ.

Advertisement

અને જ્યારે લોકો સવારે ઉઠ્યાં ત્યારે તેઓએ રસ્તાઓનો ખાડાઓ ભરાયેલા જોયા અને ઝરમર વરસાદ રાત્રે 15 થી 20 મિનિટ અને સવારે લગભગ 20 મિનિટ સુધી ચાલુ રહ્યો હતો જેને કારણે લાગ્યું હતુ કે હવામાનનો મૂડ બદલાઈ ગયો છે અને બે દિવસ પહેલા નીકળતો સૂર્ય બુધવારે પણ જોવા મળ્યો ન હતો અને આખો દિવસ ઠંડો પવન ચાલુ રહ્યો અને ધુમ્મસની વચ્ચે વરસાદે પોતાનુ રુદ્ર રૂપ બતાવું હતુ.

varsad

જેના કારણે ઘણા રાજ્યોમા અતિભારે વરસાદ થવાના સમાચારો આવ્યા હતા અને તેવી જ રીતે સુરતમા પણ વરસાદની ગતિએ જોર પકડતા સુરતની સ્થિતિ કફોડી બનાવી દીધી હતી જે લોકો વરસાદ આવવાની રાહ જોતા હતા તે માટે આ સારા સમાચાર હતા પરંતુ અમુક લોકોને આ વરસાદ મુશ્કેલી લઈને આવ્યો હતો કારણ કે ઘણા વિસ્તારોમા એટલો ભારે વરસાદ થયો હતો કે તેમના ઘરોમા પણ વરસાદનુ પાણી ફરિ વળ્યુ હતુ જેના કારણે તે લોકોને પોતાનુ ઘર ખાલી કરવુ પડ્યુ હતુ.

varasad

દક્ષિણ ગુજરાતના સુરતમાં વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતુ અને સુરતમાં ખાડીપુરના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. સુરતના લિંબાયત અને પર્વત પાટિયા વિસ્તારોમાં પાણી ઘૂસતાં જ દુકાનો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં અને લિંબાયત વિસ્તારની સોસાયટીનાં ઘરોમાં પાણી ઘુસતાં 200 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતુ અને માધવબાગ સોસાયટીઓના લોકોના સ્થળાતર માં ફાયર વિભાગની સાથે સાથે આરએસએસ પણ લોકોની મદદે આવ્યું છે.

varsad

સુરતના લિંબાયત વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જોવા મળી રહ્યાં હતાં તેમજ સ્તાઓ, દુકાનો, મકાનોમાં ખાડીપુરના પાણીનો પ્રકોપ જોવા મળ્યો હતો અને અનેક લોકોના ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા હતાં જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ ઉપરાંત ખાડીના આસપાસના વિસ્તારોમાં પણ પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં.

varsad

સુરત મા થયેલા અતિભારે વરસાદને કારણે સુરતમાં સ્થિતિ બહુ ખરાબ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સુરતના લિંબાયત વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં જ્યારે ડુભલ સર્કલ પાસે સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં મુશ્કેલી પડી રહી છે.સુરતમાં અતિભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે જેને લઈને NDRFની ટીમ રેસ્ક્યૂ માટે કામે લાગી ગઈ હતી અને NDRFની ટીમ અસરતગ્રસ્ત ઓલપાડના કાઠોદરા ગામે પહોંચી હતી અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યુ છે.

varsad

મિત્રો સુરતમા થયેલા અતિભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવી રહેલા વરસાદી પાણીને કારણે કિમ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી તેમજ નદીનું પાણી કઠોદરા ગામ વિસ્તારમાં સોસાયટીઓમાં ઘૂસી ગયા હતા અને કોસંબાની ત્રણ જેટલી સોસાયટીમાં પણ પાણી ભરાઇ ગયા હતા તેમજ સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

જાણવા મળ્યું છે કે દક્ષિણ ગુજરાતના સુરતમાં સારા વરસાદને કારણે નદી અને ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે જળ સપાટીમાં વધારો થતાં ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે ઉકાઈ ડેમમાં હાલ 85042 ક્યુસેક પાણીની આવક થઈ ગઈ છે તો ડેમમાંથી હાલ 70,524 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતુ અને ઉકાઈની હાલની જળ સપાટી 332.61 ફૂટ સુધી પહોંચી છે અને આ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.

varsad

ઉકાઈમાંથી પાણી છોડાતા તાપી નદીનું સ્તર વધી ગયું હતુ જેના કારણે તાપી નદી ઉપર આવેલો કોઝવે પર પાણી ફરી વળ્યાં છે તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વરસાદી આફતને લઈને ટેલિફોનિક વાત કરી હતી ત્યાર બાદ વિજય રૂપાણીએ સુરત કલેક્ટર સાથે વાત કરીને પ્રશાસનને એલર્ટની સૂચના આપી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને જરૂર પડ્યે તો સલામત સ્થળે ખસેડવાની પણ સૂચના આપી હતી.

varsad

ચોમાસાએ વેગ પકડ્યો છે ત્યારે આગામી બે દિવસમાં ચોમાસાની ગતિએ વધુ વધારો થવાની સંભાવના છે અને આવતા બે અઠવાડિયાની વાત કરીએ તો ચોમાસામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ પડે તેવી સંભાવના છે અને છેલ્લા કેટલાક દિવસોમાં આખા દક્ષિણ ભારતમાં વરસાદ પડી રહ્યો છે અને તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે અને હવામાન વિભાગનો અંદાજ છે કે, આગામી બે દિવસમાં ઘણા રાજ્યોમાં જોરદાર વરસાદ પડશે.

Advertisement