40 વર્ષ કરતાં પણ વધારે ઉંમર થઈ ચૂકી છે આ કલાકારોની છતાં નથી વાગી હજુ લગ્નની શરણાઈ…

0
132

ફિલ્મોમાં પોતાના પ્રિય કલાકારોને આપણે એક્શનથી લઈને રોમાન્સ સુધી, દરેક રોલમાં જોઈએ છીએ. સ્ક્રીન પર આ સ્ટાર્સ પોતાના કિરદારને એટલી સારી રીતે નિભાવે છે કે આપણે એ વિચારવા મજબુર થઇ જઈએ છીએ કે આ કલાકારો પોતાના વ્યક્તિગત જીવનમાં પણ આવી રીતે જ જીવતા હશે. પ્રેમી-પ્રેમિકાનો કિરદાર હોય કે પછી પતી-પત્નીનો, દરેક કિરદારમાં આ સ્ટાર પોતાની એક્ટિંગથી દર્શકોના દિલોને જીતી લે છે. શું તમે જાણો છો કે, સ્ક્રીન પર એક બેસ્ટ પતિ કે પત્નીનો કિરદાર નિભાવનારા આ કિરદારો વાસ્તવમાં અવિવાહિત છે.

Advertisement

બોલિવૂડમાં આવા ઘણા સ્ટાર્સ છે, જેઓ તેમના ચાહકોના દિલ પર રાજ કરે છે, પરંતુ આજ સુધી તેઓએ પોતાનું ઘર સ્થાપિત કર્યું નથી. હા, તેની ઉંમર 40 વટાવી ગઈ છે, પરંતુ તેમ છતાં તે લગ્નનો કોઈ ઇરાદો ધરાવતા નથી. અહીં અમે તમને બોલીવુડની આવી હસ્તીઓ વિશે જણાવી રહ્યા છીએ, જેઓ સિંગલ હોવા છતાં ખુશીથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે.

સલમાન ખાન.બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન બોલીવુડના એક મહાન અને સફળ અભિનેતા છે. સલમાનના લગ્નનો વિષય પુરા દેશમાં એક ચર્ચાનો વિષય છે. સલમાનનું જો કે ઘણી અભિયનેત્રીઓ સાથે રિલેશન રહી ચૂક્યું છે પણ હજી સુધી કોઈ સાથે લગ્ન કર્યા નથી. હાલ સલમાન 50 વર્ષના થઇ ગયા છે, અને હવે તો લાગી રહ્યું છે કે તે કદાચ લગ્ન નહિ કરે.એવું નથી કે સલમાન ખાન ક્યારેય કોઈના પ્રેમમાં નથી પડ્યો. તેમના પ્રેમ અને તેમના સંબંધોના સમાચારો હંમેશાં હેડલાઇન્સ બનાવે છે, પરંતુ સલમાનના લગ્નની પુષ્ટિ ક્યારેય કોઈને નહોતી થઈ. સલમાન હજી પણ સમાધાન કરવા તૈયાર દેખાતો નથી. તેણે એકવાર એમ પણ કહ્યું હતું કે હું પ્રેમમાં માનતો નથી

કરન જોહર.બોલિવૂડના સૌથી લોકપ્રિય નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહર હજી કુંવારા છે. તેણે બોલિવૂડમાં અત્યાર સુધીમાં ઘણી લવ સ્ટોરી ફિલ્મો કરી છે, પરંતુ આજ સુધી કરણ જોહરના લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી. કરણ જોહરને લાગે છે કે અત્યાર સુધીમાં ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણનું સુખી લગ્ન જીવન રહ્યું નથી.

સુષ્મિતા સેન.સુષ્મિતા સેન મિસ યુનિવર્સ રહી છે. સુષ્મિતા એક બોલિવૂડ અભિનેત્રી તરીકે જાણીતી છે જે માત્ર સુંદર જ નથી, પરંતુ જેનું વ્યક્તિત્વ પણ પાયમાલ કરે છે. સુષ્મિતા હંમેશાં પોતાની રીતે અભિનય કરે છે. તેઓએ પણ બે બાળકોને દત્તક લીધા છે, પરંતુ તેઓ હજી સુધી લગ્નનો કોઈ ઇરાદો જોતા નથી.

એકતા કપૂર.એકતા કપૂરે ઘણી ટીવી સિરિયલો બનાવી છે. પ્રેમથી લગ્ન અને છૂટાછેડા સુધીની દરેક વસ્તુ તેની સિરિયલોમાં જોવા મળે છે, પરંતુ એકતા કપૂર હજી કુંવારી છે. લગ્ન વખતે, તેણે એક વખત કહ્યું હતું કે મને મારું કામ ગમે છે. મને મિત્રો સાથે મસ્તી કરવી ગમે છ

અમીષા પટેલ.બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલ, જેમણે કહો ના પ્યાર હૈ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને ફિલ્મ ગદરથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવેલી તે , હજી કુંવારી છે. અમીષા પટેલે એકવાર તો એમ પણ કહ્યું હતું કે, મારા માટે એક છોકરો શોધો. હું લગ્ન કરીશ

તનિશા મુખર્જી.બોલિવૂડ એક્ટ્રેસ કાજોલની નાની બહેન તનિષા મુખર્જી પણ 40 ની વટાવી ગઈ છે, પરંતુ તે હજી કુંવારી છે. તનિષા મુખર્જી અગાઉ ઉદય ચોપરા અને અરમાન કોહલી સાથેના તેના સંબંધો સાથે ચર્ચામાં રહી છે પણ હજી સુધી તનિષા મુખર્જીને તેનો જીવનસાથી મળી શક્યો નથી.

તબ્બુ.તબ્બુ 90 ના દશકની શાનદાર અને બેસ્ટ અભિનેત્રીઓમાંની એક છે. તબ્બુએ પોતાની અદાકારીથી લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી છે. આજે પણ તબ્બુ બોલીવુડમાં સક્રિય છે અને પોતાની દમદાર ઍક્ટિંગ દેખાડતી રહે છે. જો કે તબ્બુ ઘણા અભિનેતાઓ સાથે રિલેશનમાં રહી ચુકી છે પણ લગ્ન માટે નો નિર્ણય હજી સુધી નથી લીધો.હાલ તબ્બુની ઉંમર 47 વર્ષ છે છતાં પણ લગ્ન માટે તૈયાર નથી.

અક્ષય ખન્ના.અક્ષય ખન્ના એક જમાનાના ફેમસ અભિનેતા વિનોદ ખન્નાના દીકરા છે. અક્ષય ખન્ના પણ અવિવાહિત કલાકારોની લિસ્ટમાં આવે છે. અક્ષય ખન્નાએ બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યુ, પણ શરૂઆતની કામિયાબી પછી મોટાભાગની તેની ફિલ્મો ફ્લોપ જ રહી હતી. અક્ષય ખન્ના 43 વર્ષના થઇ ગયા છે, પણ હજી સુધી તેણે લગ્ન નથી કર્યા.

ઉદય ચોપરા.ઉદય ચોપરા મહાન બૉલીવુડ ડાયરેક્ટર યશ ચોપરાના દીકરા છે. ઉદય ચોપરાને શરૂઆતના દિવસોમાં અમુક ફિલ્મોમાં સફળતા મળી, પણ પછી તેને ધીમે ધીમે કામ મળવાનું બંધ થઇ ગયું. જો કે ઉદય ચોપરાનું અમુક અભિનેત્રીઓ સાથે અફેયર પણ રહ્યું હતું, પણ કોઈ સાથે લગ્ન કર્યા નથી. ફિલ્મ ‘ધૂમ’ની સિરીઝમાં નજરમાં આવનારા ઉદયની ઉંમર 45 વર્ષ છે. ઉદય તે અભિનેતાઓમાંના એક છે જેને ફિલ્મી કેરિયરમાં કઈ ખાસ સાફકતા મળી નથી.

સંજય લીલા ભંસાલી.બાજીરાવ મસ્તાની, રામલીલા અને પદ્માત જેવી શાનદાર ફિલ્મોના નિર્દેશનથી એક ખાસ મુકામ મેળવનારા નિર્દેશક સંજય લીલા ભંસાલી હાલ 55 વર્ષના થઇ ગયા છે. છતાં પણ તેણે લગ્ન નથી કર્યા.લાગે છે કે સંજય લીલાનો લગ્ન કરવાનો કોઈ જ વિચાર નથી

દિવ્યા દત્તા.વીર ઝારા,ઈરાદા અને બદલાપૂર જેવી શાનદાર ફિલ્મોમાં સપોર્ટિંગ કલાકાર સ્વરૂપે દર્શકોનું દિલ જીતનારી અભિનેત્રી દિવ્યા દત્તા એ પણ હજી સુધી લગ્ન નથી કર્યા, હાલ તેની ઉંમર 40 વર્ષ છે.

રણદીપ હુડ્ડા.રણદીપ હુડ્ડા બોલિવૂડમાં ઘણું જાણીતું નામ છે. જેણે બોલિવૂડની કેટલીય ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ ઉભી કરવા છતાં રણદીપ હુડ્ડા હજી સુધી કુંવારા છે. એશ્વર્યા રાય સ્ટારર ફિલ્મ સરબજીતમાં સરબજીતનું રીયલ લાઈફ પાત્ર ભજવવા બદલ ખૂબ પ્રશંસા પ્રાપ્ત થઈ હતી. રણદીપ હુડ્ડાની ઉંમર અત્યારે 42 વર્ષની થઈ ગઈ છે, પરંતુ રણદીપ હુડ્ડા હમણાં તો લગ્ન કરવાના મૂડમાં નથી

પ્રભાસ.મળતા અહેવાલ મુજબ બાહુબલીની સુપર સક્સેસ બાદ પ્રભાસને લગ્ન માટે 6000 જેટલા માગાં આવ્યાં હતાં. જેને બાહુબલીએ ઠુકરાવી દીધાં છે. બાહુબલીના ચાહકોને પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીની કેમેસ્ટ્રી ખૂબ પસંદ આવી હતી. થોડા સમય પહેલા જ પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીના અફેરની ચર્ચા અને અફવાઓ પણ આવી હતી. તે સમયે પ્રભાસે કહ્યુ હતું કે, તે હાલમાં લગ્ન નહી કરે. તેથી જ ભાઈ હજુ કુંવારા છે. હાલમાં પ્રભાસની ઉંમર 39 વર્ષ છે.

નગ્મા.1990થી બોલીવુડમાં એન્ટ્રી કરનારી નગ્માએ હજુ સુધી લગન નથી કર્યા અને નગ્માની ઉંમર 44 વર્ષ છે. નગ્માએ બૉલીવુડ સિવાય તમિલ,તેલગુ,કન્નડ,બંગાળી, ભોજપુરી અને પંજાબી ફિલ્મમાં કામ કરી ચુકી છે.

સુસ્મિતા સેન.મિસ યુનિવર્સ સુષ્મિતા સેનાની ખુબસુરતીના દીવાના હર કોઈ છે. પરંતુ હજુ સુધી સુષ્મિતા સેને કોઈ સાથે લગન નથી કર્યા। સુસ્મિતાએ ઘણી હિટ ફિલ્મ આપી છે.જેમાં બીવી નંબર 1,મૈ હું ના, ક્યોંકિ મેં જૂઠ નહિ બોલતા જેવી ફિલ્મો શામિલ છે. જણાવી દઈએ કે 43 વર્ષીય સુસ્મિતા સેનનું નામપાકિસ્તાની ક્રિક્રેટર વસીમ અક્રમ સાથે પણ જોડાયું હતું। હાલમાં તે તેના કાશ્મીરી બોયફ્રેન્ડ રોમલ શોલ સાથે ચર્ચામાં છે.

મનીષ મલ્હોત્રા.બોલીવુડના ટોપ કોસ્યુમ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા 52 વર્ષની ઉંમરે લગ્નથી બચી રહ્યા છે.સુપર હિટ ફિલ્મ મહોબ્બતેમાં શાહરુખ ખાનના કોસ્યુમ ડિઝાઇન કર્યું હતા.તે ખુબ હિટ રહ્યા હતા.

જોયા અખ્તર.મશહૂર ગીતકાર જાવેદ અખ્તર અને એક્ટર ફરહાન અખ્તરની બહેન જોયા અખ્તરના હાથ પણ હજુ સુધી પીળા નથી થયા. તેની ઉંમર પણ 46 વર્ષ છે।

સાજીદ ખાન.48 વર્ષીય ફિલ્મ મેકર સાજીદ ખાન આજે પણ સિંગલ છે.સાજીદ ખાને ફિલ્મ હાઉસફુલની3 સિરીઝ ડાયરેક્ટ કરી છે. તેઓએ જ ફિલ્મ હિંમતવાલા ડાયરેક્ટ કરી હતી.જે બહુજ મોટી ફ્લોપ સાબિત થાય હતી.સાજીદ કોમેડી ફિલ્મ માટે જાણીતો છે.

રાઈમાં સેન.રાઈમા સેન એક બંગાળી એક્ટ્રેસ છે. તે ખુબ જ સુંદર છે. સુંદર અને ટેલેન્ટેડ હોવા છતાં પણ તે હિન્દી ફિલ્મોમાં સફળ થઇ શકી ન હતી.એવું નથી કે રાઈમાનું કોઈની સાથે અફેઈર નથી રહ્યું કે પછી તેનો કોઈ બોયફ્રેન્ડ નથી બન્યો, છતાં પણ તે કોઈની સાથે લગ્નનાં રીલેશન સુધી પહોંચી શકી ન હતી. પણ, બોલીવુડની આ સુંદર એક્ટ્રેસને અત્યાર સુધી કોઈ સાચો જીવનસાથી નથી મળ્યો.

રિમી સેન.બોલિવૂડની કોમેડી ફિલ્મ હંગામામાં જોવા મળેલી આ અભિનેત્રી રિમી સેન અત્યારે 38 વર્ષની થઇ ચુકી છે, પરંતુ તેને હજુ સુધી લગ્ન કર્યા નથી. બંગાળમાં જન્મેલી આ અભિનેત્રીએ કેટ્લીક હિન્દી ફિલ્મોમાં અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે.

તે હાલમાં ફિલ્મોમાં ભલે નજરે નથી આવતી પણ તે લગ્ન કર્યા વિના પણ સંપૂર્ણ રીતે સૂકુન અને શાંતિથી પોતાનું જીવન વિતાવી રહી છે. રિમી સેને પહેલી ફિલ્મ તેલુગુમાં કર્યા બાદ ‘હંગામા’, ‘ધૂમ’, ‘ગરમ મસાલા’, ‘ક્યોંકિ ‘દિવાને હુએ પાગલ’, ‘ગોલમાલ’ જેવી અનેક હિટ ફિલ્મો આપી હતી. છેલ્લે તે ‘બિગબોસ-૯’માં દેખાઇ હતી. એક્ટિંગ માટે તેને માત્ર કોમેડી ફિલ્મોમાં જ રોલ મળતો હોવાથી ફિલ્મોમાં અભિનયને અલવિદા કહી દીધું છે.

મોનિકા બેદી.બોલિવૂડની સૌથી સુંદર અને ગોરી અભિનેત્રીઓમાં જેની ગણતરી થાય છે એવી મોનિકા બેદી 44 વર્ષની થઇ ચુકી છે.પણ આ ઉંમરે પણ તે સિંગલ અને પહેલા જેવી જ સુંદર અને ખુશ દેખાય છે. જયારે મોનિકા બેદી બોલિવૂડમાં નવી આવી હતી ત્યારે તેનું અફેર અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સાથે હતું અને તેની સાથે નકલી પાસપોર્ટ પર બીજા દેશમાં પ્રવેશ મેળવવા માટે તેમને જેલની સજા પણ ભોગવી હતી.આ પછી તે સ્ટાર પ્લસ પર સરસ્વતીચંદ્ર સીરિયલમાં પણ જોવા મળી હતી. લગ્ન વિશે મોનિકા બેદીનું કહેવું છે કે ‘જયારે મને યોગ્ય પાત્ર મળી જશે કે જેના પર હું એક જીવનસાથી તરીકે વિશ્વાસ કરી શકું, હું લગ્ન કરી લઈશ. પણ અત્યારે મારુ બધું જ ધ્યાન મારા કામ પર છે.’

નરગીસ ફખરી.બોલિવૂડની સુપરહિટ ફિલ્મ રોક્સ્ટારથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર નરગીસ ફખરી મૂળ અમેરિકન અભિનેત્રી અને મોડેલ છે. ફિલ્મ રોકસ્ટાર માટે તેને બેસ્ટ ફિમેલ ડેબ્યુનો ફિલ્મફેર એવૉર્ડ પણ મળ્યો હતો. 39 વર્ષીય આ અભિનેત્રીનું નામ બોલીવૂડના અભિનેતા ઉદય ચોપરા સાથે જોડાયું હતું.

નરગીસ ફખરી.ચર્ચાઓ હતી કે નરગીસ ઉદય ચોપરા સાથે સંબંધમાં છે. પણ પછીથી બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. નરગીસ હાલમાં સિંગલ છે અને તેને પોતાની આઝાદી વ્હાલી છે. હાલ તેના લગ્ન માટેના કોઈ જ પ્લાન નથી.

શમિતા શેટ્ટી.બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી બોલિવૂડમાં આવતા પહેલા ડિઝાઈનર મનીષા મલ્હોત્રા સાથે ઇન્ટર્નશિપ કરી રહી હતી, પણ મનીષા મલ્હોત્રાએ તેનામાં સ્પાર્ક જોયો અને બોલિવૂડમાં હાથ અજમાવવા માટે પ્રેરિત કરી. આ તેને ફિલ્મ મોહબ્બતેમાં કામ કર્યું અને તેના અભિનય માટે તેને એ વર્ષે સ્ટાર ડેબ્યુ ફિમેલ તરીકે આઈફા એવોર્ડ મળ્યો હતો. આ પછી તેને કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે, પણ તે પોતાની બહેનની જેમ બોલિવૂડમાં સફળતા મેળવી શકી નહિ.તેની કારકિર્દી દરમ્યાન તેનું નામ અભિનેતા હર્મન બાવેજા, ઉદય ચોપરા અને આફતાબ શિવદાસાની સાથે જોડાઈ ચૂક્યું છે. પણ એકપણ સંબંધ સફળ ન થતા તેને સિંગલ રહેવાનું નક્કી કર્યું છે. પણ હાલ 40 વર્ષની ઉંમરે પણ શમિતા શેટ્ટી સિંગલ છે અને ખુશ છે.

Advertisement