42 વર્ષ બાદ રાજકોટના રાજવીએ કરોડોના ખર્ચે જર્મનીથી રોલ્સ રૉય્સ પાછી મેળવી હતી…..

0
407

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, રાજકોટના રાજવી પરિવારનો ઠાઠમાઠ અને જાહોજલાલી ઉડીને આંખે વળગે એવી છે. રાજકોટના રાજવી પરિવારના ‘રણજીત વિલાસ પેલેસ’થી લઈને કાર્સનો કાફલો જોઈને તમારી આંખો પહોળી થઈ શકે. આ રાજવી પરિવાર પાસે એક એવી લક્ઝુરિયર્સ વસ્તુ છે જે દુનિયામાં કોઈ વ્યક્તિ પાસે નથી.

Advertisement

વાત થઈ રહી છે ‘સ્ટાર ઓફ ઈન્ડિયા’ નામથી ફેમસ રોલ્સ રૉય્સ ફેન્મટ-2 કારની. ‘સ્ટાર ઓફ ઈન્ડિયા’ એ રાજકોટ કે ગુજરાત જ નહીં પણ આખા ભારતની શાન છે. રાજકોટના રાજવી પાસે રહેલી ભગવાની રંગની આ મોડેલની રોલ્સ રૉય્સ કાર દુનિયામાં હાલ બીજી કોઈ વ્યક્તિ પાસે નથી.રાજકોટના હાલના રાજવી માંધાતાસિંહના ગ્રાન્ડફાધર ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ વર્ષ 1934માં ઈંગ્લેન્ડથી સ્પેશ્યલ ઓર્ડર આપી રોલ્સ રૉય્સ ફેન્ટમ-2 કાર વસાવી હતી. જેનો તેઓ દૈનિક કાર્ય માટે ઉપયોગ કરતા હતા.

રજવાડા વખતે રાજકોટમાં ફરતી આ રોલ્સ રૉય્સ બ્રિટન પહોંચી ગઈ હતી. પણ રાજકોટના રાજવીએ 42 વર્ષ બાદ કરોડો રૂપિયાના ખર્ચે ‘રાજકોટની શાન’ને ભારત પરત લાવી હતી. આ કાર પાછળની ખૂબ જ રસપ્રદ વાત જોડાયેલી છે.બાદમાં રાજવી પરિવાર દ્વારા વર્ષ 1968માં બ્રિટિશિ વિન્ટેજ કાર્સ કલેક્ટર્સ બીલ મેરેડીથ-ઓવેન્સને કાર વેચી દેવામાં આવી હતી. આ કાર્સ બ્રિટિનના મ્યુઝિયમની શાન બની ગઈ હતી. બાદમાં આ કાર જર્મની પહોંચી હતી.

એક અહેવાલ મુજબ રાજકોટના રાજવી માંધાતાસિંહ પોતાના ખાનદાનની શાન એવી આ કારને કોઈ પણ ભોગે પાછી લાવવા માંગતા હતા. વર્ષ 2009માં જર્મનીમાં વિન્ટેજ કાર્સની હરાજી યોજાઈ હતી. જેમાં રાજકોટની શાન ‘સ્ટાર ઓફ ઈન્ડિયા’ પણ સામેલ હતી. આ વાતની માંધાતાસિંહને ખબર પડી. તેઓ કોઈ કારણસર જર્મની ન થઈ શક્યા, પણ તેમણે ટેલિફોન પર હરાજી માટે બીડ કરી હતી.

જર્મનીમાં 1લી મે, 2010ના રોજ હરાજી થઈ અને માંધાતાસિંહની બીડ હાઈએસ્ટ રહી હતી. માંધાતાજીસિંહે 644,000 યુરો (અંદાજે 3.9 કરોડ) રૂપિયામાં બીડ લગાવી કાર ખરીદી લીધી હતી. બાદમાં આ કાર ફરી ભારતમાં લાવવામાં આવી.આ રોલ્સ રૉય્સ કારમાં મહાત્મા ગાંધીએ સવારી કરી છે. ઈંગ્લેન્ડના રાણીના સુવર્ણ જયંતી મહોત્સવમાં પણ આ કાર સામેલ હતી. ‘સ્ટાર ઓફ ઈન્ડિયા’ રોલ્સ રૉય્સ ફેન્ટમ-2 કારનો વિશ્વના 121 પુસ્તકોમાં ઉલ્લેખ છે. એટલું જ નહીં વિશ્વના 50થી વધુ ચિત્રકારોએ આના પરથી ચિત્રો બનાવ્યા છે.

માંધાતાસિંહે પિતા મનોહરસિંહજીના 75માં જન્મદિવસે તેમને આ કાર ભેટમાં આપી હતી. આજે આ કાર રાજકોટના મહેલને શોભાવી રહી છે. આ વિશ્વની એક માત્ર કેસરી રંગની રોલ્સ રૉય્સ કાર છે. રજવાડાઓ વખતે કેસરી કે ભગવો રંગ શુદ્ધતા અને હિન્દુત્વનું પ્રતિક ગણાતું હતું. એક કારમાં 16 હેડલાઈડ એ આ કારની ખાસિયત છે. એ સમયે આ યુનિક ડિઝાઈન હતી. જે બીજી કાર કંપનીઓએ બાદમાં અપનાવી હતી.

આ કારનો લૂક અફલાતૂન છે. બોનેટમાં પોલિશ્ડ એલ્યુમિનિયમનો યુઝ કરવામાં આવ્યો છે. કાર્સની અંદર ઑકર લેધર વાપરવામાં આવ્યું છે. આ રોલ્સ રૉય્સના દરવાજા અને કાચ પર રાજકોટ સ્ટેટનું સૂત્ર ‘રંજે ધર્મી પ્રજા રાજા’ છાપવામાં આવ્યું છે.રાજકોટના રાજવી પરિવારના ઘણા સભ્યોના લગ્નપ્રસંગ અને સમાજિક પ્રસંગમાં આ રોલ્સ રૉય્સ કારનો યુઝ કરવામાં આવ્યો હતો.રાજકોટમાં હજી પણ અમુક પ્રસંગોમાં આ લક્ઝુરિયર્સ કાસ બહાર કાઢવામાં આવે છે.આ કાસ જ્યારે રોડ પર નીકળે છે ત્યારે જોનારના મોંઢા ખુલ્લાને ખુલ્લા જ રહી જાય છે.

રાજકોટના રાજવી પરિવારનો ઠાઠમાઠ અને જાહોજલાલી ઉડીને આંખે વળગે એવી છે. રાજકોટના રાજવી પરિવારના ‘રણજીત વિલાસ પેલેસ’થી લઈને કાર્સનો કાફલો જોઈને તમારી આંખો પહોળી થઈ શકે. આ રાજવી પરિવાર પાસે એક એવી લક્ઝુરિયર્સ વસ્તુ છે જે દુનિયામાં કોઈ વ્યક્તિ પાસે નથી.વાત થઈ રહી છે ‘સ્ટાર ઓફ ઈન્ડિયા’ નામથી ફેમસ રોલ્સ રૉય્સ ફેન્મટ-2 કારની. ‘સ્ટાર ઓફ ઈન્ડિયા’ એ રાજકોટ કે ગુજરાત જ નહીં પણ આખા ભારતની શાન છે. રાજકોટના રાજવી પાસે રહેલી ભગવાની રંગની આ મોડેલની રોલ્સ રૉય્સ કાર દુનિયામાં હાલ બીજી કોઈ વ્યક્તિ પાસે નથી.

મિત્રો રજવાડા વખતે રાજકોટમાં ફરતી આ રોલ્સ રૉય્સ બ્રિટન પહોંચી ગઈ હતી. પણ રાજકોટના રાજવીએ 42 વર્ષ બાદ કરોડો રૂપિયાના ખર્ચે ‘રાજકોટની શાન’ને ભારત પરત લાવી હતી. આ કાર પાછળની ખૂબ જ રસપ્રદ વાત જોડાયેલી છે.રાજકોટના હાલના રાજવી માંધાતાસિંહના ગ્રાન્ડફાધર ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ વર્ષ 1934માં ઈંગ્લેન્ડથી સ્પેશ્યલ ઓર્ડર આપી રોલ્સ રૉય્સ ફેન્ટમ-2 કાર વસાવી હતી. જેનો તેઓ દૈનિક કાર્ય માટે ઉપયોગ કરતા હતા.

બાદમાં રાજવી પરિવાર દ્વારા વર્ષ 1968માં બ્રિટિશિ વિન્ટેજ કાર્સ કલેક્ટર્સ બીલ મેરેડીથ-ઓવેન્સને કાર વેચી દેવામાં આવી હતી. આ કાર્સ બ્રિટિનના મ્યુઝિયમની શાન બની ગઈ હતી. બાદમાં આ કાર જર્મની પહોંચી હતી.rediff.comના અહેવાલ મુજબ રાજકોટના રાજવી માંધાતાસિંહ પોતાના ખાનદાનની શાન એવી આ કારને કોઈ પણ ભોગે પાછી લાવવા માંગતા હતા. વર્ષ 2009માં જર્મનીમાં વિન્ટેજ કાર્સની હરાજી યોજાઈ હતી. જેમાં રાજકોટની શાન ‘સ્ટાર ઓફ ઈન્ડિયા’ પણ સામેલ હતી. આ વાતની માંધાતાસિંહને ખબર પડી. તેઓ કોઈ કારણસર જર્મની ન થઈ શક્યા, પણ તેમણે ટેલિફોન પર હરાજી માટે બીડ

જર્મનીમાં 1લી મે, 2010ના રોજ હરાજી થઈ અને માંધાતાસિંહની બીડ હાઈએસ્ટ રહી હતી. માંધાતાજીસિંહે 644,000 યુરો (અંદાજે 3.9 કરોડ) રૂપિયામાં બીડ લગાવી કાર ખરીદી લીધી હતી. બાદમાં આ કાર ફરી ભારતમાં લાવવામાં આવી.માંધાતાસિંહે પિતા મનોહરસિંહજીના 75માં જન્મદિવસે તેમને આ કાર ભેટમાં આપી હતી. આજે આ કાર રાજકોટના મહેલને શોભાવી રહી છે આ રોલ્સ રૉય્સ કારમાં મહાત્મા ગાંધીએ સવારી કરી છે. ઈંગ્લેન્ડના રાણીના સુવર્ણ જયંતી મહોત્સવમાં પણ આ કાર સામેલ હતી.

‘સ્ટાર ઓફ ઈન્ડિયા’ રોલ્સ રૉય્સ ફેન્ટમ-2 કારનો વિશ્વના 121 પુસ્તકોમાં ઉલ્લેખ છે. એટલું જ નહીં વિશ્વના 50થી વધુ ચિત્રકારોએ આના પરથી ચિત્રો બનાવ્યા છે.આ વિશ્વની એક માત્ર કેસરી રંગની રોલ્સ રૉય્સ કાર છે. રજવાડાઓ વખતે કેસરી કે ભગવો રંગ શુદ્ધતા અને હિન્દુત્વનું પ્રતિક ગણાતું હતું.એક કારમાં 16 હેડલાઈડ એ આ કારની ખાસિયત છે. એ સમયે આ યુનિક ડિઝાઈન હતી. જે બીજી કાર કંપનીઓએ બાદમાં અપનાવી હતી.આ કારનો લૂક અફલાતૂન છે.

બોનેટમાં પોલિશ્ડ એલ્યુમિનિયમનો યુઝ કરવામાં આવ્યો છે. કાર્સની અંદર ઑકર લેધર વાપરવામાં આવ્યું છે.આ રોલ્સ રૉય્સના દરવાજા અને કાચ પર રાજકોટ સ્ટેટનું સૂત્ર ‘રંજે ધર્મી પ્રજા રાજા’ છાપવામાં આવ્યું છે.રાજકોટના રાજવી પરિવારના ઘણા સભ્યોના લગ્નપ્રસંગ અને સમાજિક પ્રસંગમાં આ રોલ્સ રૉય્સ કારનો યુઝ કરવામાં આવ્યો હતો.રાજકોટમાં હજી પણ અમુક પ્રસંગોમાં આ લક્ઝુરિયર્સ કાસ બહાર કાઢવામાં આવે છે.આ કાસ જ્યારે રોડ પર નીકળે છે ત્યારે જોનારના મોંઢા ખુલ્લાને ખુલ્લા જ રહી જાય છે.

Advertisement