5 મહિને જન્મી દીકરી વજન માત્ર 500 ગ્રામ,79 દિવસ ની મહેનત બાદ આ રીતે ડોકટરોએ બચાવ્યો જીવ….

0
551

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જામનગરમાં આયુષ નવજાતશિશુ કેર સેન્ટરને મોટી સફળતા મળી છે. જેમાં 25 અઠવાડિયા એટલે કે સાડા પાંચ મહીનાના અવિકસિત ગર્ભમાંથી અધૂરા માસે જન્મ પામેલી એક બાળકીનું વજન માત્ર પાંચસો પંચોતેર ગ્રામ હતું. આ બાળકી 79 જેટલા લાંબા દિવસ સુધી વેન્ટિલેટર પર તથા એનઆઈસીયુમાં 125 દિવસ સુધી રહી હતી. અને તેને નવજીવન મળ્યું છે.

Advertisement

આ વય જૂથ માટે સૌરાષ્ટ્રમાં કદાચ આ બાળકીની સૌથી લાંબી સફર NICUમાં રહી હશે.અધૂરા માસે જન્મતા બાળકોમાં રહેલી તમામ મુશ્કેલીઓ આ બાળકીની અંદર પણ જોવા મળેલી હતી. પરંતુ આયુષ હોસ્પિટલની ટીમ દ્વારા આ પડકારને બખૂબી રીતે જીલી અને બાળકીને નવજીવન આપ્યું છે. સગર્ભાવસ્થાના 25 અઠવાડિયે જન્મ પામેલી 575 ગ્રામ વજન ધરાવતી બાળકીની 125 દિવસની લાંબી સફર બાદ તેમનું વજન 2200 ગ્રામ જેટલું વધી ગયું હતું.

બાળકને ફેફસાંની તકલીફ, હૃદયની નળી ખુલી રહેવી, આંતરડાની તકલીફ, શ્વાસ ફુલવી, ચેપ લાગવો, મગજનો યોગ્ય વિકાસ થવો, આંખનો વિકાસ, લોહીના આવશ્યક તત્વોમાં ફેરફાર તેમજ ઉણપ વિગેરે ડોક્ટર માટે અત્યંત પડકાર સ્વરૂપ હતી. પરંતુ અતિ આધુનિક ટેકનોલોજી તથા મશીનરી ધરાવતી આયુષ હોસ્પિટલની સમગ્ર ટીમે આ પડકારને હરાવી અનેક મોટી સફળતા હાથ ધરી છે.સાથે સાથે બાળકીના માતા પિતાની ધીરજ અને તેનો ડોક્ટર પરનો વિશ્વાસ એ પણ ખુબ જ સરાહનીય હતો. આવા કોરોનાના કપરા કાળમાં જેમાં દર્દીઓ પાંચ 15 કે 20 દિવસ વેન્ટિલેટર પર રહેતા હોય છે. ત્યાં આ નાનકડું બાળપુષ્પ 79 દિવસ સુધી વેન્ટીલેટર પર રહી મોતને માત આપી છે.

બાળકીના માતા-પિતાએ જણાવ્યું હતુ કે આયુષ ન્યુબોર્ન કેર સેન્ટર આપણા જામનગર વિસ્તાર માટે ખરેખર એક આર્શીવાદ સમાન છે. સમાજમાં અધૂરા માસે જન્મતા બાળકોની જો સમયસર ટ્રિટમેન્ટ કરવામાં આવે તો તેને નવું જીવન મળી શકે છે. રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં જે ફેસિલિટી મળે છે. તે ફેસીલીટી હવે આપણા જામનગર શહેરમાં મે રૂબરૂ જોઈ અને અનુભવી છે. અધુરા માસે જન્મતા આવા બાળકોને બચાવવા માટે થોડી લોકજાગૃતિ કેળવાય અને સમયસર તેની ટ્રીટમેન્ટ થાય એવી હું સમાજના નાગરિક તરીકે હિમાયત કરું છું.

ડોક્ટરોએ જણાવ્યું છે કે ચાર ચાર મહિનાઓ સુધી પણ અમે અમારી ધીરજ ન ખોઈ અને આખરે અમને સફળતા મળી છે. અભિમન્યુનું સૂત્ર અમે યાદ રાખ્યુ હતું, “હિંમતથી હારજો પણ હિંમત ન હારજો” અનેક ઉતરાવ ચડાવ બાદ અને ડોક્ટરોની 24 કલાકની હાજરી આ બધુ જ સફળતાના સોપાનો સર કરવા માટે કાફી હતું અને અમે સફળ થયા.આવોજ એક બીજો કિસ્સો, અમદાવાદ સિવિલના તબીબો દ્વારા મધ્ય પ્રદેશના શ્રમિક દંપત્તીની 430 ગ્રામ વજન સાથે જન્મેલી એક બાળકીનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. આટલા ઓછા વજન સાથે જન્મેલુ બાળક માત્ર ડૉક્ટર્સની મહેનત તેમજ પ્રયાસથી સર્વાઇવ થયાની ઘટના રાજ્યમાં સૌ પ્રથમવાર બની છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના નજીકના વિસ્તારમાં રહેતા અને કડિયાકામ કરીને રોજીરોટી મેળવનાર દંપતી જિતેન્દ્ર અંજાને અને રેણુ અંજાને હજુ જન્મ પણ નથી લીધો તેવા પોતાના સંતાનના જીવની ચિંતામાં ધકેલાયું હતું. વર્ષ 2020ના એપ્રિલ મહિનામાં રેણુબહેનને તેમની ગર્ભાવસ્થાની જાણ થઈ. માત્ર બે મહિનાની ગર્ભાવસ્થા બાદ રેણુબહેનને લીવરની ગંભીર સમસ્યા હોવાનું નિદાન થયું. ત્યારે આ દંપતી ઇન્દોરમાં તબીબોને મળ્યું પણ કોઇ સંતોષજનક પરિણામ ન આવ્યું. આ ગરીબ દંપતી લગભગ તમામ આશા છોડી ચૂક્યું હતું, ત્યારે જ અંધકારમાં એક આશાનું કિરણ દેખાય એવી રીતે એક સ્વજને તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બતાવવાની સલાહ આપી.

અંજાને દંપતીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવ્યાં. માત્ર એક જ સપ્તાહની સારવાર બાદ રેણુબહેનની તબિયત સુધરી. સ્વાસ્થ્યમાં થોડી રાહત થઈ એટલે રેણુબહેને પોતાની ગર્ભાવસ્થા આગળ વધારવાનું નક્કી કર્યું. પરંતુ સાડા છ મહિનાની ગર્ભાવસ્થા બાદ રેણુબહેનની તબિયત ફરી એકવાર બગડી. દંપતીએ ફરી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સારવાર માટે આવ્યા. આ વખતે રેણુબહેનના ગર્ભમાં રહેલા 400 ગ્રામના બાળકના જીવનો પણ પ્રશ્ન હતો. રેણુબહેનની આરોગ્યની સમસ્યાઓના કારણે તેમના ગર્ભમાં રહેલા બાળકને પણ તકલીફ થઈ રહી હતી. ડોક્ટર્સ માટે કોઇ નિર્ણય લેવો જ પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

આ અંગે સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના તબીબ બેલા શાહે જણાવ્યું હતું કે, તબીબી વિજ્ઞાન અનુભવ અનુસારના આટલા વહેલા જન્મનાર બાળકના જીવવાની સંભાવના ખુબ જ ઓછી હોય છે. રેણુબહેનના મામલામાં જો ગર્ભાવસ્થા ચાલુ રાખવામાં આવે અને બીજો કોઇ નિર્ણય ન લેવાય તો મા અને બાળક બંનેના જીવન પર જોખમ સર્જાય તેમ હતું. ગર્ભાવસ્થા ટર્મિનૅટ કરવા સિવાય કોઇ જ વિકલ્પ નહોતો.આટલા ઓછાં વજન અને આટલું વહેલું જન્મેલું બાળક જીવી શકે નહીં તેવુ જાણ્યા બાદ આ દંપતીએ પણ દિલ પર પથ્થર મૂકીને ગર્ભાવસ્થા સમાપ્ત કરવા સ્વીકૃતિ આપી દીધી હતી.

છેવટે ઓક્ટોબરમાં રેણુબહેને 430 ગ્રામના વજનની અને 36 સે.મી. લંબાઇની બાળકીને જન્મ આપ્યો. તો ગાયનેક વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રેણુ અખાનીએ જણાવ્યું કે, પ્રથમ શ્વાસથી જ આ બાળકી મોત સામે સંઘર્ષ કરી રહી હતી. ઑપરેશન થિયેટરમાં રહેલી દરેક વ્યક્તિની ધારણા હતી કે આ બાળકી થોડી મિનિટો કરતા વધુ નહીં જીવે.તબીબી વિજ્ઞાન અનુસાર જ્યારે બાળક આટલું નાનું હોય, વજન આટલું ઓછું હોય ત્યારે ડગલેને પગલે સમસ્યા સર્જાય છે. આ બાળકીના પણ ફેફસા અને હૃદય નબળા હતાં.

શારીરિક સ્વાસ્થ્યના મહત્વના પૅરામીટર્સ જાળવવાનું કામ પણ પડકારજનક હતું. જોકે આ નાની બાળકીને ઓક્સિજનના સપોર્ટની બહુ ઓછી આવશ્યક્તા પડતી હતી. આ જ વાતે અમારા ગાયનેક વિભાગના રેસિડેન્ટ તબીબોને જીવાડવા માટે પ્રયત્નો કરવાની વધુ પ્રેરણા આપી. આટલા નાના બાળકના અંગો પણ ઓછાં વિકસ્યા હોય તેવી શક્યતા રહેલી હોય છે. તેથી આ બાળકીનું ગહન પરીક્ષણ કરવામાં આવ્યું. તમામ સંભાવનાઓ પચાવીને પણ પરિવારજનોએ મોત સામેના જંગમાં આ બાળકીની પડખે રહેવાનો નિર્ણય કર્યો.

આ ઉપરાંત સ્વજનોએ બાળકીને કાંગારૂ મધર કૅર અને ઓઇલ મસાજ આપવાના મુદ્દે તબીબોની દરેક સલાહનું ચુસ્ત પાલન કર્યું. NICUમાં સતત પ્રેમાળ કાળજી અને સુશ્રુષા ધીરે ધીરે રંગ લાવી અને આ બાળકીની હાલતમાં સુધારો થવા લાગ્યો. ધીરે ધીરે જરૂર ન રહેતા ઓક્સિજન અને એન્ટિબાયોટિક્સનો સહારો પણ હટાવી લેવાયો. બાળકીએ ફીડિંગ ટ્યૂબથી ખોરાક લેવાનું પણ શરૂ કર્યું અને ક્રમિકપણે તેનું વજન વધવા લાગ્યું. હવે આ બાળકી માતાના દૂધનું પાન કરી શકે છે. 54 દિવસ એન.આઇ.સી.યુ. મેળવેલી સારવાર બાદ બાળકીનું વજન પણ વધીને 930 ગ્રામ થયું છે. હવે આ બાળકી એક સ્વસ્થ જીવન જીવવા માટે સજ્જ છે.

Advertisement