લગ્નના 17 વર્ષ છતાં ‘મારો પતિનું અન્ય સ્ત્રી સાથે અફેર ચાલે છે,હવે તો હું….

0
281

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી. પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે,

Advertisement

પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો મહેસાણા જિલ્લામાં સામે આવ્યો છે. અહીં એક મહિલાના પતિના બીજી સ્ત્રી સાથે આડા સંબંધોના કારણે મહિલા ઉપર ત્રાસ ગુજારવામાં આવતો હતો. જેના કારણે ચાર સંતાનોની માતાએ પતિના ત્રાસમાંથી બચવા માટે 181 અભયમને ફોન કર્યો હતો. અને મહેસાણા અભયમની ટીમે મહિલાના ફોન બાદ તેના ઘરે પહોંચીને સમગ્ર મામલો જાણીને મહિલા અને તેના પતિનું કાઉન્સિલિંગ કર્યું હતું. અને કલાકોની મહેનત પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધો ન રાખવાની શરતે મહિલાનું લગ્ન જીવન ફરીથી પાટા ઉપર આવ્યું હતું.

ઘટના અંગે વાત કરીએ તો મહેસાણા 181 અભયમ ટીમ ઉપર એક મહિલાનો ફોન આવ્યો હતો. ફોનમાં મહિલાએ જણાવ્યું હતું કે, મારા પતિ દ્વારા મને હેરાન કરવામાં આવે છે. મારે 181ની મદદની જરૂર છે. જેના પગલે મહેસાણા અભયમની ટીમના કાઉન્સિલર રશિલા કુંભાણી અને તેમની ટીમ મહિલા પાસે પહોંચી ગયા હતા.

જ્યાં કાઉન્સિલર રશિલાબહેને મહિલા સાથે વાતચિત કરી હતી. જેમાં મહિલાએ જણાવ્યું હતું કે, ‘મારા લગ્નને 17 વર્ષ થયા છે. અને મારે ચાર બાળકો પણ છે. પરંતુ મારા પતિનું અન્ય સ્ત્રી સાથે અફેર ચાલે છે. આથે તે મને અને મારા બાળકોને હેરાન કરે છે.’ત્યારબાદ રશિલાબહેને મહિલાનું કાઉન્સિલિંગ કરવાનું શરું કર્યું હતું. ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે, ‘પતિના અન્ય સ્ત્રી સાથેના આડાસંબંધોના કારણે બંને વચ્ચે બોલાચાલી થાય છે. મારી ઉપર હાથપણ ઉપાડે છે. અને વારંવાર ઘરમાંથી બહાર નીકળી જવા માટે પણ કહે છે.’

અભયમની ટીમે પીડિત મહિલાને લીગલ એડવાઈઝરી આપી અને તેમને મોટીવેટ કર્યા હતા અને પીડિત મહિલા અને તેના પતિની બે કલાકની સમજાવટ બાદ સમાધાન ઉપર આવ્યા હતા. બીજી તરફ મહિલાના પતિએ પણ સ્વીકાર્યું કે આજ પછી તે કોઈ સ્ત્રી સાથે સંબંધ નહીં રાખે. અને તેની પત્ની અને બાળક પ્રત્યે જવાબદાર રહેશે.પત્ની ઉપર ત્રાસ નહીં ગુજારે તેમજ પત્નીને ઘરમાંથી વારંવાર બહાર જવાનું પણ નહીં કહે. આમ પતિએ બાહેધરી આપ્યા બાદ પતિ પત્ની વચ્ચેની સમસ્યાનું સમાધાન લાવવામાં આવ્યું હતું. આ સાથે 181 અભયમની ટીમે ફરી એકવાર એક પરિવારને તૂટતા બચાવી લીધો હતો.

આવોજ એક બીજો કિસ્સો, ચાંદલોડિયાની ગુરુમંદિર સોસાયટીમાં રહેતી સાળીના ઘરે જઈને બનેવીએ રવિવારે સવારે ધમકી આપી કે, ‘તું ફરિયાદ પરત ખેંચ નહીં તો હું અહીયા જ મરી જઈશ’, જો કે, સાળી ટસની મસ ના થતાં બનેવી જાનથી મારવાની ધમકી આપી જતો રહ્યો હતો. સોલા પોલીસે આ અંગે સોમવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, સોલા વિસ્તારમાં પતિએ જ પત્નીના અશ્લીલ ફોટો અને ધમકીભર્યા મેસેજ સાસરિયાઓને કરી બદનામી ભર્યું કામ કર્યું છે. આરોપી પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેની પત્ની પિયરમાં રહેતી હતી. આ ઘટના બનતા જ સાળાએ બનેવી સામે સોલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે બનેવી ભડકીને સાળીના ઘરે પહોંચ્યો હતો અને તેને ખુલ્લેઆમ ધમકી આપી હતી. ચાંદલોડયાની ગુરુમંદિર સોસાયટીમાં રહેતી મમતાબહેન રવીભાઈ સુથાર (ઉં.27)એ તેના બનેવી છોટુભાઈ સુથાર વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં જાનથી મારવાની ધમકી આપવા અંગે ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ અગાઉ મમતાબહેનએ તેમના બનેવી છોટુભાઈ વિરુદ્ધ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં દારૂ પીને ઘરે આવી ધમાલ કરવા અંગે ફરિયાદ આપી હતી.

આ ફરિયાદને અનુસંધાને રવિવારે સવારે મમતાબહેન ઘરે એકલા હતા તે સમયે તેનો બનેવી છોટુ સુથાર આવ્યો હતો. છોટુએ ધમકી આપી કે, તું મારી સામેની ફરિયાદ પરત ખેંચી લે, નહી તો હું અહીયા જ મરી જઈશ. જોકે, મમતાબહેનએ કોઈ જવાબ આપ્યો ન હતો. આખરે છોટુએ જતા જતાં હવે મારી વિરુદ્ધ ફરિયાદ કરી તો તને અને તારા પતિને જાનથી મારી નાંખીશ તેવી ધમકી મમતાબહેનને આપી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં પતિએ જ પત્નીના અશ્લીલ ફોટો અને ધમકીભર્યા મેસેજ સાસરિયાઓને કરી બદનામી ભર્યું કામ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેની પત્ની પિયરમાં રહેતી હતી. આ ઘટના બનતા જ સાળાએ બનેવી સામે સોલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ ડોક્ટર યુવકની બહેનના વર્ષ 2018માં ગાંધીનગરના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ બંને વચ્ચે મનમેળ ન રહેતા અને આ યુવકનું અન્ય સ્ત્રી સાથે લફડું સામે આવતા ડોક્ટરની બહેન પિયરમાં આવી ગઇ હતી. આ બાબતને લઇને ગાંધીનગર મહિલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ગઇકાલે સવારે ડોક્ટર યુવકે મોબાઇલ ફોન ચેક કરતા તેમના બનેવીના મેસેજ વોટ્સએપ પર આવ્યા હતા. જેમાં સાતથી આઠ અશ્લીલ ફોટો તેમની બહેનના હતા અને એવું લખ્યું હતું કે તારી બહેનના ધંધા આખું ગામ જોશે એક્ઝામ્પલ જોઇ લે તમે હોશિયાર છો ને હવે જોઇ લો મને હું નહિ આખી દુનિયા જોશે.

આવોજ એક બીજો કિસ્સો,પતિ-પત્ની અને વોના કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદમાં પતિ તેની પત્ની અને ત્રણ સંતાનોને છોડીને અન્ય સ્ત્રી સાથે રહેવા જતો રહ્યો હોવા બાબતની ફરિયાદ પરિણીતાએ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદમાં રહેતી મનીષાના(નામ બદલ્યું છે) લગ્ન મનોજ(નામ બદલ્યું છે) નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ થોડા સમય મનીષા અને મનોજ રાજી ખુશીથી રહેતા હતા. લગ્નબાદ મનીષાએ દીકરીને જન્મ આપ્યો હતો જેના કારણે સાસરિયાઓ મનીષાથી નારાજ થઈ ગયા હતા. કારણ કે, સાસરિયાઓને દીકરો જોઈતો હતો. દીકરીના જન્મ બાદ સાસરિયાઓ સતત હેરાન પરેશાન કરતા હોવાના કારણે મનીષા અને મનોજ પરિવારના સભ્યોથી અલગ જગ્યા પર રહેવા ચાલ્યા ગયા હતા. જુદા થયા પછી મનીષાએ અન્ય બે બાળકોને જન્મ આપ્યો હતો.

પરિવારના સભ્યોથી અલગ રહેવા ગયા બાદ મનોજના વર્તનમાં ખૂબ જ બદલાવ આવી રહ્યો હતો. મનોજ અવાર નવાર પત્ની સાથે ઝઘડો કરતો હતો. આ ઉપરાંત પત્ની મનોજને કોઈ પણ સવાલ પૂછે તો તે તેને માર મારતો હતો. હદ તો ત્યારે થઈ ગઈ કે, મનોજ ઘરે પણ આવતો ન હતો અને ઘરે ન આવવાનું કારણ મનીષા મનોજને પૂછતી હતી ત્યારે તે ગુસ્સે થઇને પત્નીને માર મારતો હતો. એક દિવસ મનીષાને જાણવા મળ્યું હતું કે, પતિ મનોજને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ છે અને તે તેની સાથે રહે છે. પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની માહિતી મળતાની સાથે જ મનીષાએ તાત્કાલિક સમગ્ર ઘટનાની જાણ વાડજ પોલીસ સ્ટેશનમાં કરી હતી અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મનીષાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં અવાર નવાર પતિ-પત્નીના ઝઘડાના કિસ્સાઓ સામે આવે છે. કેટલીકવાર તો નાની-નાની બાબતોમાં પતિ-પત્ની વચ્ચે થયેલો ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત થોડા દિવસો પહેલા અમદાવાદમાં એક પત્નીએ પતિને પ્રેમિકા પાસેથી પૈસા લઈને વેંચ્યો હોવાનો એક કિસ્સો સામે આવ્યો હતો. તો કોરોનાની મહામારી વચ્ચે આપવામાં આવેલા લોકડાઉનના સમયમાં ઘરકામને લઈને પતિ પત્નીના ઝગડા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે

Advertisement