16 વર્ષની પ્રેમિકા અને 25 વર્ષનો પરિણિત પ્રેમી, વચ્ચે બંધાયા શારીરિક સંબંધ અને ત્યારબાદ જે રમત રમાઈ તે..

0
292

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે.

Advertisement

16 વર્ષની છોકરી પર બળાત્કાર ગુજારી તેને પ્રેગનેન્ટ બનાવવા બદલ પોક્સોના ગુના હેઠળ જેલમાં રહેલા 25 વર્ષના યુવકને કોર્ટે જામીન પર મુક્ત કરી દીધો છે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે બંને વચ્ચેના સંબંધો પરસ્પરની સહમતિથી બંધાયા હતા, અને આરોપી છોકરી સાથે લગ્ન કરવા પણ તૈયાર છે તેવામાં તેને જામીન પર મુક્ત કરવામાં વાંધો નથી. આ કેસમાં યુવક સામે ફરિયાદ નોંધાવનારી છોકરીની માતાએ જ કોર્ટમાં એફિડેવિટ કરી હતી. જેમાં જણાવાયું હતું કે આરોપીને મુક્ત કરાય તો તેમને કોઈ વાંધો નથી, કારણકે છોકરીએ આરોપીના બાળકને જન્મ આપ્યો છે અને ફરિયાદી તરીકે તેઓ ઈચ્છે છે કે આરોપી તેમની દીકરી સાથે લગ્ન કરી લે.

આરોપીને જામીન આપતા કોર્ટે જણાવ્યું હતું કે આરોપીના પહેલા લગ્ન અંગે તેની પ્રેમિકાને જાણ નહોતી તેવું કહી ના શકાય. કોર્ટ સમક્ષ જે પ્રમાણે સોગંદનામું કરાયું છે તે અનુસાર છોકરી આરોપી સાથે લગ્ન કરવા માગતી હતી, અને આરોપી પણ તે 18 વર્ષની થાય પછી તેની સાથે લગ્ન કરવાનો ઈરાદો રાખતો હતો. આ દરમિયાન બંને વચ્ચેના સંબંધને કારણે છોકરી પ્રેગનેન્ટ થઈ ગઈ. તેવામાં આરોપીને જેલમાં રાખવાનો હવે કોઈ મતલબ નથી.આ કેસમાં આરોપીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તેમના સમાજમાં એકથી વધુ લગ્ન કરવા સામે કોઈ વાંધો નથી.

બીજી તરફ, સરકારી વકીલે આરોપીની જામીન અરજી પર વિરોધ કરતા જણાવ્યું હતું કે આરોપીની પહેલી પત્નીને તેના બીજા લગ્ન સામે વાંધો નથી તેવું કોર્ટ સમક્ષ ક્યાંય દર્શાવાયું નથી. વળી, આરોપીએ એક એવી અવયસ્ક છોકરીને ફસાવી હતી કે જે આ સંબંધનો શું અંજામ આવશે તે સમજી શકે તેમ નહોતી. હવે આ જ આરોપી સ્થિતિનો ફાયદો ઉઠાવીને છોકરી સાથે લગ્ન કરવા માગે છે. અગાઉ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી હોવાનું પણ સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું આરોપી છોકરીના પિતાને ઓળખતો હતો.

અને તેના ઘરમાં પણ તેની આવ-જા રહેતી હતી. તેણે છોકરીને લગ્ન કરવાનું વચન આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, અને તેના કારણે તે પ્રેગનેન્ટ બની હતી. જોકે, આ વાત છોકરીએ પોતાના પરિવારજનોથી છૂપાવી હતી. પરંતુ છોકરીનું વધતું પેટ જોઈ તેની માતાને તે ગર્ભવતી હોવાની શંકા પડી હતી. આ અંગે જ્યારે આરોપીને જાણ થઈ ત્યારે તેણે છોકરીને ધમકી આપતા કહ્યું હતું કે બાળકનો બાપ તે છે તેવું તે તેના પરિવારજનોને કહેશે તો તેનું પરિણામ સારું નહીં આવે.

જેથી ડરેલી પીડિતાએ કોઈ બીજા છોકરાનું નામ પરિવારજનોને આપી દીધું હતું.જોકે, છોકરીના પરિવારજનોએ આ અંગે તપાસ કરતા તેના ગર્ભમાં રહેલા બાળકનો પિતા બીજો કોઈ નહીં, પરંતુ આરોપી જ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ ઓક્ટોબર 2020માં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. જોકે, કોર્ટે જણાવ્યું હતું કે હજુ સુધી આ કેસની તપાસ પૂરી થઈ ગઈ છે, અને ચાર્જશીટ ફાઈલ થઈ રહી છે ત્યારે આરોપીની જામીન અરજી રદ્ કરવાને કોઈ કારણ નથી.

બીજી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ ઘરની બહાર થોડા સમય માટે જાય છે ત્યા તો હવસખોરો આવીને આ યુવતી પર સામૂહિક બળાત્કાર કરીને ફરાર થઈ ગયા હતા. પત્નિ અને વો નાં કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા પલસાણા ખાતે થયેલી હત્યામાં પણ કઇક આવો જ કિસ્સો હોય તેવુ સામે આવી રહ્યુ છે. અહી હત્યાનો ભેદ ઉકેલાયો છે, જ્યા મૃતકની પત્નિએ જ તેના સાથીઓની સાથે મળી તેના જ પતિની હત્યા કરી નાખી હતી. ભેદ ઉકેલાતા પોલીસે મૃતકની પત્નિની ધરપકડ કરી 2 દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે.

જ્યારે 2 આરોપીઓ ફરાર થઇ ગયા છે. હત્યા પાછળનું શું હતુ કારણ અને કેવુ હતુ રોહિતનું વ્યક્તિત્વ જેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામા આવી રહી છે.પોલીસને પલસાણા તાલુકાનાં તુંડી ગામ પાસે ખેતર નજીક કોતરમાંથી એક ખરાબ હાલતેમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહનાં પી.એમ બાદ મૃતકની હત્યા થઇ હોવાનું અને મૃતક કામરેજનાં વેલંજા ખાતે રહેતા રોહિત બોરડની હોવાનું બહાર આવ્યું હતું.

રોહિતની હત્યા કોણે કરી અને શું કામ કરી પોલીસ તેની તપાસમાં લાગી ગઈ હતી. તેણે તપાસની શરૂઆત હંમેશની જેમ પરિવારથી જ શરૂ કરી હતી. જો કે અહીથી જ સમગ્ર ભાંડો ફુટ્યો હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર મૃતક રોહિત તેની પત્નિ પાસે વેશ્યાવૃત્તિ કરાવતો હોવાનું પણ સામે આવી રહ્યુ છે.

તેટલુ જ નહી તે સ્પા અને સમાજ પાર્લરનાં નામે યુવતીઓ પાસે વેશ્યાવૃત્તિ કરાવતો હોવાનું પણ સામે આવી રહ્યુ છે. જો કે આ વાતમાં કેટલી સચ્ચાઇ છે તે જોવાનું રહેશે.રોહિત કામરેજનાં વેલંજા ખાતે જ્હાનવી નામની યુવતી સાથે લીવ ઇન રીલેશનમાં રહેતો હતો. રોહિતની ગુમ થયાની ફરિયાદ જ્હાનવીએ કામરેજ પોલીસ મથકમાં કરી હતી.

રોહિતનાં મૃતદેહની ઓળખ બાદ જ્હાનવીએ રોહિતની પત્ની પાયલ પર રોહિતની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જો કે પ્રાથમિક તબક્કે પાયલ પોલીસને ઉંધા રસ્તે દોરી ગઈ હતી પરંતુ પોલીસની કડક પૂછપરછમાં પાયલ ભાંગી પડી અને કબુલ કરી દીધું કે તેણે જ રોહિતની હત્યા પોતાના મિત્રો સાથે મળી ને કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મોરબીમાં હનીટ્રેપના કિસ્સા સામાન્ય બન્યા છે ત્યારે ગત ગુરુવારના રોજ એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં રૂપની માયાજાળમાં ફસાયેલા ઉદ્યોગપતિની કામલીલા વીડિયોમાં કેદ કરી ધ્રોલની યુવતીએ વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા એક કરોડની ખંડણી માંગતા આ ચકચારી પ્રકરણ પોલીસ મથકે પહોચ્યું હતું.

આ બનાવમાં ઉદ્યોગપતિની જાગૃતતાથી પોલીસે આ કેસમાં હનીટ્રેપથી ઉદ્યોગપતિને બ્લેકમેઇલ કરનાર યુવતી સહીત બેની ધરપકડ કરી છે. આ કિસ્સાની વિગતો જોઈએ તો મોરબીના એક ઉદ્યોગપતિ સાથે સંબંધો કેળવી ફસાવ્યા બાદ ધ્રોલની યુવતી કાજલે રૂપના કામણ પાથરી શારીરિક સંબંધ બાંધી ચૂપચાપ રીતે તેનો વીડિયો ઉતારી, આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને રૂ.૧ કરોડની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

ઉદ્યોગપતિની આ ફરિયાદના આધારે પોલોસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદ મુજબ ધ્રોલના વાડી વિસ્તારમાં રહેતી કાજલ હેમરાજભાઈ પરમાર ઉ.વ.૨૪એ મોરબીના ઉદ્યોગપતિ સાથે પરિચય કેળવ્યો હતો અને બાદમાં સંબંધો ગાઢ બનાવ્યા હતા.એક દિવસ તેણીની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢીને ઉદ્યોગપતિને પોતાના ઘરે બોલાવ્યા હતા. બાદમાં રૂપના મોહપાશમાં ભીંજવી યુવતીએ પોતાની મરજીથી ઉદ્યોગપતિ સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને ઉદ્યોગપતિની જાણ બહાર તેનો વીડિયો ઉતાર્યો હતો.

આ વીડિયો યુવતીએ ઉદ્યોગપતિને મોકલીને વીડિયો વાયરલ કરીને સમાજમાં બદનામ કરી અને બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂ.૧ કરોડની માંગણી કરી હતી. મોરબીના ઉદ્યોગપતિને ફસાવનારી આ યુવતી છેલ્લા ૧૫ દિવસથી ઉદ્યોગપતિને ધમકી આપી હેરાન પરેશાન કરતી હોય, અંતે ઉદ્યોગપતિ મહાશયે આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

હાલમાં તો પોલીસે ઉદ્યોગપતિની ફરિયાદના આધારે ગુન્હો નોંધી ત્વરિત કામગીરી કરી રૂપના કામણ પાથરનારી કાજલ હેમરાજ પરમાર, રે.ધ્રોલ જી.જામનગર હાલ, ઇન્દીરાનગર મોરબી અને તેના સાગરીત રમેશ તળશી દઢાણીયા, રે. રવાપર રોડ ગૌતમ સોસાયટી વાળાને ઝડપી લઈ કામલીલાની વિડીયો કલીપ કબ્જે કરી અગાઉ કોઈને ફસાવ્યા છે કે કેમ તે સહિતની બાબતો અંગે તપાસ શરૂ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાના ફરિયાદીનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે અને પોલીસ અધિકારીએ મીડિયા સામે મૌન ધારણ કરી લીધું હતું અને આવી ઘટના ઓ પ્રથમ એલ.સી.બી. પાસે કેમ જાય છે? તે બાબત પણ હાલ ખુબ ચર્ચા નો વિષય બન્યો છે.

Advertisement