સત્સંગના નામે ચરીખાતો મહારાજ પોતાની કામવાસના સંતોષવા પતિને સુરત સત્સંગમાં મોકલી દેતો,અને પત્ની સાથે કામલીલા કરતો,પણ એક દિવસ…

0
545

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે.

Advertisement

ઠગ પ્રશાંત મહારાજે તેના આશ્રમમાં બળાત્કાર ગુજાર્યા બાદ પરિણીતાને કહ્યું હતું કે,આપણે કોઇ પ્રિકોશન રાખ્યા નથી.જેથી હવે થી હું લખી આપું તે દવા તારે મેડિકલ સ્ટોરમાંથી લેવી પડશે.જેથી મેં દવા લીધી હતી.ત્યારબાદ જ્યારે જ્યારે બળાત્કાર ગુજારાતો ત્યારે હું દવા લઇ લેતી હતી. પતિને સુરત સત્સંગમાં મોકલી પત્નીને બોલાવી લેતો હતો.ઠગ પ્રશાંત મહારાજ પોતાની કામવાસના સંતોષવા માટે મહિલાના પતિને સુરત ખાતે સત્સંગમાં મોકલતો હતો.પતિ સુરત જાય એટલે મહિલાને પોતાના ગોત્રી ખાતેના આશ્રમે બોલાવી લેતો હતો.

કોઇ પુરાવો ના રહે તે માટે પ્રશાંત વોટ્સઅપ ઉપર જ વાત કરતો.મહિલાએ પોલીસને કહ્યું છે કે,પ્રશાંત મહારાજે પહેલીવાર વોટ્સઅપ ઉપર ફોન કરી મને આશ્રમે બોલાવી હતી અને ત્યાં દુષ્કર્મ આચર્યુેં હતું.ત્યારપછી પણ તેઓ મારી સાથે વોટ્સઅપ ઉપર જ વાત કરતા હતા અને આશ્રમે બોલાવતા હતા.આમ,મોબાઇલમાં કોઇ પુરાવો ના રહે તે માટે પ્રશાંત સતર્ક રહેતો હતો.

આવીજ એક ઘટના વડોદરાની છે જેમાં વડોદરામાં રહેતા એક ઠગબાજે તેની પત્ની સાથે મળી ભાવનગરમાં પીયર ધરાવતી એક મહિલા તથા તેના ભાઈ-ભાભી, બહેન-બનેવી પાસેથી તાંત્રિક વિધિ કરાવવાના બહાને રૂપિયા 31 લાખ જેટલી રકમ પડાવી મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.આ ચકચારી બનાવ અંગેની વિગત એવી છે કે, ભાવનગર શહેરમાં પીયર ધરાવતાં.

ત્યાર બાદ એવી માહિતી મળી છે કે વડોદરામાં સાસરૂં ધરાવતાં બે સંતાનોની માતા એવા મહિલાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આપવીતી જણાવી હતી કે, મહિલાના ભાવનગર સ્થિત ભાઈ-ભાભી વચ્ચે ઘરકંકાસ ચાલતો હોય વડોદરાના તરસાલી શરદ નગર સાંઈ મંદિર પાસે રહેતા હિરેન નરેન્દ્રભાઈ પુરોહિત નામક શખ્સનો જ્યોતિષ હોવાના કારણે સંપર્ક કર્યો હતો.હિરેન પુરોહિતે ભાવનગર સ્થિત મહિલાના ભાઈના ઘરે આવી ગૃહદોષ અને અનિષ્ટ તત્વોના નિવારણ માટેની વિધિ કરવાના બહાને મહિલાના ભાઈ પાસેથી રૂપિયા 90,000 લીધા હતા.

બાદમાં હિરેન પુરોહિત મહિલાના સંપર્કમાં હોવાથી તેણે જૂન 2019માં મહિલાના ઘરે કથા કરવાના બહાને આવી તેમને પ્રસાદ આપ્યા બાદ મહિલાની શારીરિક હાલત બગડી હતી. જે અંગે મહિલાના પતિએ હિરેન પુરોહિતને પુછતાં તેણે મહિલામાં અનિષ્ટ તત્વો પ્રવેશી ગયા હોવાનું જણાવી ભાવનગર પીયરમાં રહેવા મોકલી દેવા સલાહ આપતાં મહિલા ભાવનગર પીયર ખાતે રહેવા આવી ગઈ હતી. જ્યાં થોડા દિવસો બાદ હિરેને ભાવનગર આવી એકાંતમાં વિધિ કરવાના બહાને તેના જ ઘરે કંઈ ખવડાવી દઈ.

તેણીને અર્ધબેભાન કરી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.જોકે, બાદમાં પણ હિરેને મહિલાના માતા-પિતા અને ભાઈને તેની 15 માસ સુધી વિધિ કરવાની હોવાનું કહી વડોદરા પતિ સાથે ન રહેવા દેવાનું કહી ભાવનગર પીયરમાં જ રહેવા જણાવ્યું હતું. દરમિયાનમાં મહિલાના બહેન અને બનેવી પણ હિરેનના સંપર્કમાં આવતાં હિરેન પુરોહિતે મહિલાના બહેનના શરીરમાં પણ અનિષ્ટ તત્વોનો વાસ હોવાનું કહી વિધિ અને સુખાશાંતિ તથા ધંધો સારો ચાલશે તેમ કહીને તેમની પાસેથી રોકડા રૂપિયા 7 લાખ તથા રૂપિયા બે લાખના દાગીના પડાવી લીધા હતા.

જો કે આ તમામ પ્રવૃતિ વચ્ચે મહિલાની વિધિ ચાલતી હોવાથી તે વડોદરા સ્થિત હિરેન પુરોહિતના ઘરે ગઈ હતી. જ્યાં હિરેન પુરોહિતે તેના પત્ની મિતલની હાજરીમાં વિધિના નામે નિર્વસ્ત્ર થવા કહ્યું હતું.જેનો મહિલાએ વિરોધ કરતાં હિરેન પુરોહિતે મહિલાને ભાવનગર સ્થિત મકાનમાં મહિલાના લીધેલા આપતિજનક તસવીરો વાયરલ કરવાની ધમકી આપી સાત દિવસ સુધી ઘરમાં રાખી એકથી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યો હતું.

જ્યારે, મહિલા અને તેના ભાઈની વિધિના બહાને મહિલાના ભાઈ પાસેથી રૂપિયા 22,41 લાખ પડાવ્યા હતા.બનાવ અંગે ભરતનગર પોલીસ વડોદરામાં રહેતા હિરેન પુરોહિત અને તેના પત્ની મિતલ સામે તાંત્રિક વિધિના નામે ઠગારી આચરી મહિલાના ભાઈ પાસેથી વિધિના બહાને કટકે કટકે રૂપિયા 22.41 લાખ તથા મહિલાના બહેન બનેવી પાસેથી રૂપિયા 7 લાખ રોકડા તથા રૂપિયા બે લાખના દાગીના પડાવી પતિ-પત્નીએ એકબીજાને મદદગારી કરી ગુનો આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આઈપીસી કલમ 406, 420, 376, 328, 344, 506(2) તથા 34 અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ ભારે ચકચાર મચાવી છે.પોલીસ ફરિયાદના અંતે મહિલાએ જણાવ્યું કે, હિરેન પુરોહિતે વડોદરા પોલીસને આપેલ અરજીના આધારે પોલીસે કરેલી કાર્યવાહીના પગલે તેની પાસેથી પરત લીધેલ પોતાની માહિલીકીના રૂપિયા 12લાખ, હિરેને આપેલ કબૂલાતનામું તથા કારના કાગળો પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધા હતા.મહિલાએ પોલીસ ફરિયાદમાં ઉમેર્યું કે, તાંત્રિક વિધાના નામે હિરેન પુરોહિતે પ્રથમ મહિલાને વડોદરાથી ભાવનગર મોકલી પતિ-પત્નીને અલગ કર્યા હતા.

બાદમાં સમય જતાં પતિ દ્વારા જ પત્ની પર મેલું કરાવવામાં આવ્યું હોવાનું કહી બન્ને વચ્ચે છૂટાછેડા પણ કરાવી દીધા હતા. જો કે, હાલ આ મુદ્દે કોર્ટ મેટર ચાલું હોવાનું ફરિયાદીએ ફરિયાદમાં ઉમેર્યું હતું.મહિલાએ પોલીસ ફરિયાદમાં વિગત આપતા જણાવ્યું કે, ઠગ તાંત્રિકની અરજીના આધારે પોલીસે જવાબો લીધા બાદ હિરેને પરિવારને સામે થવાનું પરિણામ જોઈ લીધું તેમ કહીને જીવતા નહીં રહેવા દેવાની તથા ફોટા વાયરલ કરી દેવાની વધુ એક વખત ધમકી આપી હતી.

મહિલાએ પોલીસ સમક્ષ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે ભાવનગર આવેલા હિરેન પુરોહિતનો પોતે ઢોંગી અને તાંત્રિક વિધિના બ્હાને નાણા પડાવ્યા હોવાનો ભાંડોફોડ થઈ જતાં તેણે પરિવાર સમક્ષ સમપર્ણ કરી દીધું હતું. અને પોતે કઢંગી હોવાનો સ્વીકાર કરી નાણાં પરત આપવાની ખાત્રી આપી હતી. બાદમાં પરિવારના સભ્યોને લઈ હિરેન પોતાની કાર લઈ વડોદરા ગયો હતો અને ઘરમાંથી રૂપિયા 11 લાખ રોકડા તથા પોતાની કારનું ટીટીઓ ફોર્મમાં સહી કરી આપી હતી.

બીજા દિવસે વડોદરાના પોલીસ સ્ટેશનમાં ભાવનગર સ્થિત પરિવાર વિરુદ્ધ રૂપિયા 12 લાખ રોકડા અને કારની લૂંટ ચલાવ્યાની અરજી આપી હતી. આ અરજીના પગલે વડોદરા પોલીસ તથા ભરતનગર પોલીસે પરિવારને જવાબ માટે બોલાવ્યો હતો. આમ ઠગબાજ તાંત્રિકે ગુજરાતી કહેવત ચોરી ઉપર સે સીના જોરી મુજબ પરિવાર સાછે ઠગાઈ કરી લૂંટની સામી અરજી આપી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ કિસ્સો વડોદરાનો છે તેવું જાણવા મળ્યું છે.મિત્રો તમને જણાવી દઈએ કે આવા કિસ્સાઓ સામન્ય રીતે તમે સાંભળ્યા જ હશે જેમાં તમને જણાવી દઈએ કે વડોદરા જિલ્લાની સરપંચ યુવતી પર વશીકરણ કરીને યુવકે તેના ઘરમાં જ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો આક્ષેપ કરીને યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.હાલમાં વડોદરાના માણેજા વિસ્તારમાં રહેતી સાવલી તાલુકાના એક ગામની સરપંચ રહી ચૂકેલી યુવતી પર તાંત્રિક દ્વારા વશીકરણ કરાવીને યુવક તેના પતિની ગેરહાજરીમાં ઘરે આવતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો.

મળતી માહિતી મુજબ નરાધમ યુવકે સરપંચ પર વારંવાર બળાત્કાર ગુજારનાર આ યુવક તેમજ વશીકરણ કરનાર તાંત્રિક સામે મહિલાએ પોલીસ સ્ટેશનમાં આખરે ફરિયાદ નોંધાવી છે.આ અંગેની વિગત એવી છે કે, સાવલી તાલુકાના એક ગામમાં 2012થી પાંચ વર્ષ સુધી આ યુવતી સરપંચ પદે હતી. આ સમયે ઝુમખા ગામમાં રહેતો તેમજ મજૂરી કામ કરતો કનુ ઉર્ફે ભોયો દેવાભાઇ વણકર તેમના ઘેર આવતો.

તેની નજર યુવતી પર હતી તેથી કનુએ યુવતીને પોતાની સાથે સંબંધો રાખવા કહ્યું હતું. યુવતીએ તેને ધૂત્કારી કાઢ્યો હતો.યુવતીની ફરિયાદ છે કે, પોતે કનુના વશમાં કરવાનો પ્રયત્ન કરતા વશમાં આવી નહોતી જેથી કનુએ ઝુમખા ગામમાં જ રહેતા તાંત્રિક ભીખા ચીમનભાઇ રાવળ પાસે વશીકરણની વિધિ કરાવી હતી. યુવતીનો પતિ બહારગામ હોય ત્યારે કનુ ઉર્ફે ભોયો તેના ઘેર પહોંચી જતો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજારતો હતો.

આ વાતની જાણ પતિને થતાં યુવતી અને તેના પતિ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો . બાદમાં યુવતી તેના બે સંતાનો તેમજ પતિ સાથે વડોદરાના માણેજા વિસ્તારમાં રહેવા માટે આવી ગઇ હતી. પતિએ બાદમાં અન્ય ભુવા પાસે વિધિ કરાવતા યુવતીને સારું થયું હતું. કનુ ઉર્ફે ભોયાની હરકતો ચાલુ રહેતાં આખરે યુવતીએ પતિ સાથે આવીને કનુ અને તાંત્રિક ભીખા સામે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બંને ફરાર થઇ ગયા છે. પોલીસના જણાવ્યા મુજબ કનુ પોતે પરિણીત છે અને તે પત્ની તેમજ ત્રણ સંતાનો સાથે મજૂરી કરવા માટે સુરત તરફ ભાગી ગયો છે.

Advertisement