પતિ પત્નીને સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો, મગજ જતા પત્નીએ ન કરવાનું કરી નાખ્યું…

0
340

મિત્રો આપણા સમાજમા પતિ અને પત્ની નો સબંધ ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને જો જો આ પ્રેમભર્યા સબંધમા કોઈ કડવાશ આવી જાય છે તો પછી આ સબંધ નો અંત પણ ખુબજ ખરાબ આવે છે મિત્રો આવો જ એક કિસ્સો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે જે આપણે ને જણાવે છે કે પતિ પત્નિનો સબંધ ખુબજ પવિત્ર છે પરંતુ અમુક લોકોના કારણે અત્યારે આ સબંધ ખાલી નામનો સબંધ રહી ગયો છે.

Advertisement

મિત્રો આજના કિસ્સા વિશે જો વાત કરિઍ તો તમને જણાવી દઇએ કે આ કિસ્સો બન્યો છે એક મહિલાએ અકુદરતી સેક્સ માટે પ્રેશર કરી રહેલા પોતાના પતિની હત્યા કરી નાખી. મૃતક 34 વર્ષનો એક એન્જિનિયર હતો. તેના પર આરોપ છે કે અકુદરતી સેક્સ માટે પ્રેશર કર્યા બાદ પત્ની રાજી ન થતા તેની સાથે મારપીટ કરી હતી. મૃતકનું નામ ઈ. સુંદર ઉર્ફે સુદીર છે. જાણકારી મુજબ સુદીર તમિલનાડુના તિરુમંગલમથી હતો અને તે સર્વે વિભાગમાં આસિસ્ટન્ટ અધિકારી હતો.

સુદીરના અંદાજે 8 વર્ષ પહેલા સરકારી સ્કૂલની શિક્ષિકા એસ. એરીવુસેલ્વમ સાથે લગ્ન થયા હતા. આ કપલને એક દીકરી પણ છે. ઘટના મુજબ શુક્રવારે પત્ની પતિને લઈને હોસ્પિટલમાં પહોંચી અને કહ્યું કે, તે બેડ પરથી નીચે પડ્યા બાદ બેભાન થઈ ગયા. ડોક્ટર્સે હોસ્પિટલમાં એન્જિનિયર પતિની તપાસ કરી અને મૃત જાહેર કરી દીધો.

થિરુમંગલમ પોલીસને આ ઘટના વિશે માલુમ પડતા તેમણે તપાસ શરૂ કરી. મૃતક એન્જિનિયરના પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન હતા, જે જોઈને પોલીસને શંકા ગઈ. પોલીસે આ બાદ પત્નીની પૂછપરછ કરી, જેમાં તે ભાંગી પડતા પતિની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. સ્કૂલ શિક્ષિકાએ પોલીસને જણાવ્યું કે, તેણે પોતાના બે સંબંધીઓ સાથે મળીને પતિની હત્યા કરી હતી.

મહિલાએ પોલીસને જણાવ્યું કે, તેના પતિને દારૂ પીવાની લત હતી અને તેને અકુદરતી સેક્સ માટે દબાણ કરતો હતો. જ્યારે તેણે પ્રતિકાર કર્યો તો પતિએ તેની સાથે મારપીટ કરી. ગુરુવારે મહિલાએ પતિના દૂધના ગ્લાસમાં ઊંઘની ગોળીઓ નાખીને પીવડાવી દીધી. આ બાદ મહિલાએ પોતાના બે સંબંધીઓને ઘરે બોલાવ્યા અને ત્રણેયે મળીને પ્લાસ્ટિકની કોથળીથી સુદીરનું મોઢું ઢાંકી દીધું અને ગૂંગળાવીને હત્યા કરી. આ દરમિયાન જ એક સંબંધીએ તેના પ્રાઈવેટ પાર્ટ પર પણ હુમલો કર્યો હતો.

આવોજ એક બીજો કિસ્સો કપલને લગ્નના માત્ર દસ દિવસ પસાર થયા હતા, પરંતુ પત્ની જે પ્લાન વિચારીને આવી હતી તેઓ હજી સુધી થયું ન હતું. ત્યારબાદ એક દિવસ તેણે એક બીજો પ્લાન બનાવ્યો. આ દિવસે પત્ની એક અલગ જ મૂડ માં હતી. રોજની જેમ તેણે પતિ માટે દૂધ તૈયાર કર્યું અને દૂધની અંદર કોઈ દવા ભેળવી દીધી.

પરંતુ પતિએ તેની પત્ની ની આ ચાલાકી પકડી લીધી, પતિને ખબર પડી ગઈ કે પત્ની દ્વારા જે દૂધ આપવામાં આવ્યું છે તેની અંદર કંઈક ભેળવેલું છે. ત્યારબાદ આખી ઘટના પરથી પડદો ઉઠી ગયો અને પત્નીનું સત્ય સામે આવી ગયું.મિત્રો આપણે જે ઘટનાની વાત કરી રહ્યા છીએ તે ગાઝીપુર જીલ્લાના ખાનપુર પોલીસ સ્ટેશનના ભુજહુઆ ગામની છે. આ વિસ્તારમાં રહેવાવાળા દયા ગીરીના દીકરા પીયુષ ગીરીના લગ્ન જોનપુરની રહેવાસી છોકરી સાથે થયા હતા. પરંતુ લગ્ન પહેલા કે બીજા વ્યક્તિ સાથે પ્રેમ કરતી હતી. આ છોકરીના બીજા સાથે અનૈતિક સંબંધ પણ થઈ ગયા હતા.

તેમ છતાં તેના લગ્ન પીયુષ સાથે થવાના હતા. લગ્ન થઇ ગયા બાદ પણ આ યુવતી પોતાના પ્રેમી રાજન સાથે સંપર્કમાં રહીને અવારનવાર તેની સાથે ફોનમાં વાત કરતી રહેતી. ત્યારબાદ તે બંને એ એક થવાનો એક ખતરનાક પ્લાન બનાવ્યો.આ બંને જણા એકબીજા સાથે પ્રેમ કરતા હતા તેથી તેઓએ પિયુષ ને પોતાના રસ્તામાંથી દૂર કરવાનો એક પ્લાન તૈયાર કર્યો. તે બંને પિયુષ ના ઘરેથી રૂપિયા તથા સોનુ લઇને ભાગી જવાનો પ્લાન બનાવી રહ્યા હતા. ગુરુવારની રાત્રિએ તેના પ્રેમીએ તેની પ્રેમિકાને સલ્ફાસની ડબ્બી આપી.

પરંતુ પોતાના પતિને પોતાના રસ્તામાંથી દૂર કરવા માટે તેને દસ દિવસ પછી તક મળી.તે પત્ની પોતાના પતિ માટે દરરોજ દૂધ તૈયાર કરતી, આવી જ રીતે આજે પણ તેણે દૂધનો ગ્લાસ તૈયાર કર્યો. દૂધની અંદર તેણે સલ્ફાસ ભેળવી દીધું.પરંતુ એ જ સમયે પછી તે આવી ચડ્યો અને તેને આ બાબતનો અણસાર આવી ગયો. તેને લાગ્યું કે દૂધમાં કંઈક ભેળવવામાં આવ્યું છે.

પતિને શંકા જતા પતિએ દૂધમાં મિક્સ કરવામાં આવ્યું છે એ ચેક કરવા લાગ્યો, જેથી કરીને પત્ની સલ્ફાસ ની ડબ્બીને છુપાવવા લાગી. બંને વચ્ચે ખુબ જ ઝપાઝપી થઈ, અંતે પતિએ સલ્ફાસ ની ડબ્બી જોઈ લીધી. દેકારામાં કુટુંબ વાળા પણ ઉઠીને ત્યાં આવી ગયા, અને સંપૂર્ણ હકીકત જાણ્યા પછી પત્નીના કુટુંબ વાળાને તેની જાણ કરી.આ ઘટના પછી તે ગામના સરપંચ ગડ્ડુ યાદવે ખાનપુર પોલીસ સ્ટેશનમાં આ બનાવની તમામ માહિતીની જાણ કરી. ત્યારબાદ ગામ લોકોએ ભેગા મળીને રાજનને ખૂબ માર્યો અને પોલીસને સોંપી દીધો. પોલીસની પુછપરછ દ્વારા રાજને બધી વાતોનો સ્વીકાર કર્યો.

આ બંને પ્રેમીઓ એ એવો પ્લાન બનાવ્યો હતો કે તે પુરુષની હત્યા કરીને ભાગી જશે. પરંતુ આ તમામ પ્લાન ઉપર પાણી ફરી વળ્યું. પંચાયત દ્વારા સાસરીયા વાળા ને સમજાવવામાં આવ્યા પરંતુ સાથે વાળા તેને રાખવા માટે તૈયાર ન હતા. તેમજ પોતે આરોપી પત્નીના કુટુંબ વાળાએ પણ તેને પોતાની સાથે રાખવાની ના કહી દીધી.હજી આ કેસ પોલીસ સ્ટેશનમાં જ છે. બંને કુટુંબ વાળા પ્રેમી પ્રેમિકાના લગ્ન કરવાને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે. આ બાબતમાં પિયુષ નું સ્પષ્ટ કહેવું છે કે તે એક વખત તો મરતાં મરતાં બચી ગયો. હવે જો તે પોતાની પત્ની ને માફ કરી દે અને પોતાની સાથે રાખે તો તે ફરી આવા પ્રકારનું મોટું કામ કરી શકે છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.તાજેતરમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગર્ભવતી પત્ની અન્ય યુવક સાથે વાત કરી રહી હતી જેની જાણ તેના પતિને થઈ તો તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

આ ઘટના દક્ષિણ દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારનો છે જેમાં પત્ની અને પતિ સાથે રહેતા હતા.તે સમયે પત્ની 5 મહિનાની ગર્ભવતી હતી. પોલીસે આપેલી મહીતી અનુસાર પતિનું નામ તારક(નામ બદલેલ છે.) છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે ઘરે પરત ફરતી વખતે મનોજને તેની પત્ની દક્ષિણપુરી સ્થિત ઘરે મળી ન હતી.

તે તેની પત્નીની શોધમાં નજીકની સુસરાલમાં ગયો હતો, પરંતુ ત્યાં પણ મળી શક્યો ન હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. દરમિયાન, જ્યારે તેણે તેની પત્નીને શેરીમાં કોઈની સાથે વાત કરતા જોઇને ગુસ્સો આવ્યો. તેમની વચ્ચે ભારે દલીલ થાય છે, ત્યારબાદ મનોજ તેની પત્નીને મારી નાખે છે.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ) અતુલકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે આરોપીની પહેલા તેની પત્ની સાથે દલીલ થઈ હતી જે ઝઘડામાં ફેરવાઈ હતી અને ત્યારબાદ હત્યા કરવામાં આવી હતી. ડીસીપી ઠાકુરે જણાવ્યું હતું કે મહિલાનો મૃતદેહ પલંગ પરથી મળી આવ્યો હતો અને તેના ગળા પર ગળું દબાવવાનાં નિશાન છે. તેમણે કહ્યું કે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પતિએ ગળું દબાવીને તેની હત્યા કરી હતી અને બીજા જ દિવસે તે જાતે જ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસને ઘટનાની જાણ કરી હતી.ઓટો રિક્ષા ચલાવનાર તારક કુમાર રવિવારે રાત્રે આંબેડકર નગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને કબૂલ્યું હતું કે તેની પત્નીની શનિવારે રાત્રે હત્યા કરવામાં આવી હતી.

બીજી એક ઘટના સામે આવી છે જે આનાથી બિલકુલ વિરુદ્ધ છે આ ઘટનામાં પત્નીએ પતિની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.પતિ પત્ની અને વો જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.પોતાના પ્રેમીને પામવા માટે એક પત્નીએ પોતાના જ પતિનું પ્રેમી સાથે મળીને કાસળ કાઢી નાખ્યુ. મૃતક પુરૂષનો મૃતદેહ મળ્યો ત્યારે તેની જ પત્નીએ એવી તો સ્ટોરી બનાવી કે પોલીસ પણ અવળે રસ્તે પહોંચી ગઇ હતી જો કે કહેવાય છે કે સત્ય છાપરે ચડીને પોકારે છે. એમ આ મર્ડર મિસ્ટ્રીનો પણ થઇ ગયો પર્દાફાશ,કઇ રીતે વાંચો આ ખાસ અહેવાલ.

પોલીસના સકંજામાં રહેલા આ બંન્ને શખ્સો હત્યારા છે. કાળા મુખોટાથી પોતાનું મોં છુપાવી રહેલા આ બંન્નેએ એક નિર્દોષને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ બંન્નેમાં જે મહિલા છે તેનું નામ કિરણ ગોહેલ છે જેના પર  તેની બાજુમાં ઉભેલા મયુર ઉર્ફે મયલો ચાવડીયા નામના પ્રેમી સાથે મળીને તેના જ પતિ પરેશ ઉર્ફે પવો ગોહેલની હત્યા કરવાનો આરોપ છે.

રાજકોટના કોઠારિયા વિસ્તારમાંથી પરેશની લાશ મળી હતી જેમાં પોલીસને પરેશની પત્ની કિરણ પહેલા જ શંકાના ઘેરામાં લાગતી હતી જ્યારે તેની પુછપરછ કરી ત્યારે તે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરતી હોવાની કબુલાત આપી જો કે કિરણ પાસેથી મોબાઇલ ફોન પણ મળ્યો જ્યારે મોબાઇલનું જુઠ્ઠાણું પકડાયું ત્યારે કિરણે પોતાનો પતિ પરેશ તેને ઢોર માર મારતો હોવાથી તેના બે દિયર અને સંતાન સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીઘાની સ્ટોરી ઉભી કરી હતી.

આ અંગે પણ પોલીસે તપાસ કરી જો કે કિરણે ઉભી કરેલી સ્ટોરી અને ઘટના સ્થળમાં મળેલા પુરાવામાં વિસંગતતા જોવા મળતા પોલીસે તેની આગવી ઢબે પુછપરછ કરી જેમાં કિરણ પોપટ બની અને પોતે તેના પ્રેમી મયુર સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.

પોલીસના કહેવા પ્રમાણે કિરણ અને મયુર છેલ્લા બે વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. બંન્ને બે વર્ષ  પહેલા દ્રારકા ખાતે સંપર્કમાં આવ્યા હતા. અને ત્યારબાદ એકબીજાને અવારનવાર મળતા હતા. જો કે કિરણ અને મયુરના આ સબંધો વિશે કિરણનો પતિ પરેશ બધુ જ જાણી ગયો હતો.  તેના કારણે જ તે કિરણના વર્તન પર નજર રાખતો હતો જે વાત કિરણે તેના પ્રેમી મયુરને કરી હતી. કિરણે મયુરને પરેશ ક્યાં ક્યાં સ્થળે ક્યારે અને કેટલા વાગ્યે જાય છે તેની માહિતી આપી હતી.

જ્યારે પરેશ તેના ઘરેથી નિકળ્યો ત્યારે મયુરે તેનું અપહરણ કરીને અવાવરૂ સ્થળે તેને ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ તો પોલીસે આ બંન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે,જો કે રાજકોટમાં ફરી પતિ,પત્ની અને વોની વારદાતમાં એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. જ્યારે પોતાના જ પતિનું કાસળ કાઢી નાખનાર કિરણને હવે પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી.

Advertisement