મારું વજન 100 કિલો છે જેથી મને શારીરિક સંબંધ બાંધવામાં તકલીફ થાય તો કોઈ એવો રસ્તો બતાવો જેનાથી મને આનંદ મળે…..

0
275

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

Advertisement

સવાલ:છેલ્લા છ-સાત મહિનામાં મારું વજન ૯૭ કિલો થઈ ગયું હોવાથી સમાગમમાં ખૂબ તકલીફ પડે છે. મારી ઉંમર ૪૧ વર્ષની છે ને વાઇફ મારાથી ત્રણ વર્ષ નાની છે. મારી વાઇફ મિડિયમ છે, પણ તેને પણ પેટ પર ચરબીની જમાવટ થયેલી છે. આને કારણે અમે બીજી બધી પૉઝિશન્સ નથી અપનાવી શકતાં. હું ઉપર હોઉં ત્યારે જ મને સૌથી અનુકૂળ સ્થિતિ લાગે છે, પણ મારી વાઇફને એ ગમતું નથી. હમણાંથી ઝટપટ ઇન્ટિમસીનો સમય પતાવી દેવાનો આગ્રહ રાખે છે. જલદી કામ પતાવી દો એવો તેનો આગ્રહ હોય છે. મને લાગે છે કે અમે પૉઝિશનમાં વેરિએશન કરી શકતા ન હોવાથી તેને કંટાળો આવતો હશે. હમણાંથી મને શીઘ્રસ્ખલન થઈ જતું હોય એવું લાગે છે. પત્નીને રસ પડે અને સ્ખલન લંબાય એ માટે શું કરું? વજનને કારણે અંગત જીવનમાં ઘણી સમસ્યાઓ ઘર કરી ગઈ છે.

જવાબ:એક વાત સમજવી જરૂરી છે કે જાતીય જીવન ત્યારે જ તમને ભલે ઉપરની પૉઝિશન ગમતી હોય, પણ તમારું વજન વધી ગયું હોવાને કારણે પત્નીને ડિસકમ્ફર્ટ થઈ રહ્નાં છે એ તમારે સમજવું જરૂરી છે. મેદસ્વી પાર્ટનર જો પાતળા પાર્ટનરની ઉપર રહીને સમાગમ કરે તો પાતળી વ્યક્તિને એમાં આનંદ નહીં, પીડા જ થાય. મારું અનુમાન છે કે તેનું ચીડિયાપણું આ જ કારણે વધ્યું હશે. સૌથી પહેલાં તો તમારે ઓછામાં ઓછું દસથી પંદર કિલો વજન ઉતારવાની જરૂર છે.

એ માત્ર સેક્સલાઇફ માટે જ નહીં, ઓવરઑલ હેલ્થ માટે પણ જરૂરી છે. તમને જે જલદી વીર્યસ્ખલન થવા લાગ્યું છે એ માટે પણ વજન ઘટાડવું જરૂરી છે.સમાગમ દરમ્યાન તમારી વાઇફને ઉપરની પૉઝિશનમાં રાખશો તો વજનની સમસ્યા મટી જશે. પાછળથી યોનિપ્રવેશ કરીને અથવા તો સાઇડ બાય સાઇડ પૉઝિશનમાં પણ તમે સમાગમ કરી શકો છો. ભાર લાગવાની સમસ્યા મટશે તો તમારી વાઇફને પણ ધીમે-ધીમે પાછો રસ જાગ્રત થવા લાગશે. ફીમેલ સુપિરિયર પૉઝિશનથી તમને શીઘ્રસ્ખલનમાં પણ ફાયદો થશે.

સવાલ:કૉલેજના સેકન્ડ યરમાં ભણતી એક છોકરીને થયો હતો જેથી તેને પૂછ્યું કે હું કૉલેજના સેકન્ડ યરમાં ભણું છું. મારે એક બૉયફ્રેન્ડ છે જેની સાથે હું છેલ્લા છ મહિનાથી રીલેશનશીપ માં છું. અને હવે અમારી ઇન્ટિમસી વધી રહી છે. પરંતુ અમને એટલી બધી પ્રાઇવસી નથી હોતી કે અમે એકબીજા સાથે વધારે સમય પસાર કરી શકીએ કે કમ્પ્લીટ ઇન્ટરકોર્સ માણી શકીએ. પરંતુ અમે એકાંતમાં કોઈકવાર કિસિંગ અને એકબીજાને ઈચ્છા થાય એવી જગ્યાએ સ્પર્શ પણ કરીએ છીએ.

પરંતુ હવે તમને મારી મોટી સમસ્યા વિશે જાણવું કે મારાં બ્રેસ્ટ્સ નાનાં છે અને હું પૅડેડ ઇનરવેઅર પહેરું છું. હજી સુધી તો અમે ક્યારેય કપડાં હટાવ્યા નથી, પણ મને લાગે છે કે પૅડ વિના મારાં બ્રેસ્ટ્સ એટલાં આકર્ષિત કરે એવા નથી. ટી-શર્ટ સાથે જ જ્યારે મારો બૉયફ્રેન્ડ બ્રેસ્ટ સ્ટિમ્યુલેટ કરે છે ત્યારે શરૂઆતમાં મને ગમે છે,પણ વધુ દબાણ કરવામાં આવે તો એ પછી ભારેખમ ફીલ થાય છે. એ પછી મને બ્રેસ્ટ્સ થોડાંક મોટાં થયેલાં પણ જોવા મળે છે. શું આ નૉર્મલ છે? મેં એવું સાંભળ્યું છે કે અમુક વય સુધી સ્તન મોટાં થઈ શકે છે. મારી ઉંમર 20 વર્ષ છે તો મારો બૉયફ્રેન્ડ જયારે મારા બ્રેસ્ટ દબાવે છે તો શું તે વધી જતા હશે?

જવાબ.બ્રેસ્ટ્સ દબાવવાથી દુખાવો થાય એ વાત સ્વાભાવિક છે, ક્યારેક ક્યારેક છોકરીઓને વધારે દુખાવો થવાથી તેને ગમતું પણ નથી પણ એનાથી સાઇઝ વધે એ વાતમાં દમ નથી. દુખાવાને કારણે સોજો અથવા વધારે દબાણના કારણે તમને હેવીનેશ લાગે છે કારણે તમને એ મોટાં થઈ ગયા છે એવી ફીલિંગ આવે એવું બની શકે છે, પણ હકીકતમાં સ્તન મોટાં નથી થતાં.સામાન્ય રીતે પ્યુબર્ટી એજ દરમ્યાન સ્ત્રવતા ફીમેલ-હૉમોર્ન્સમાં આવેલો ઉછાળ શમે એ પછી સ્તનની સાઇઝ મોટી થતી નથી. જોકે ઘણા લોકોને લેટ પ્યુબર્ટી શરૂ થાય છે અને લેટ સુધી થાય છે.

થોડા વખત પહેલાં જ મને થાઈરોઈડમાં સોજો આવ્યો હતો, જેથી મારે સવાર-સાંજ નિયોમર્કાજોલની એક એક ગોળી લેવી જ પડતી હતી. હવે એ દવા બંધ કરી દીધી છે. શું હવે હું ગરભ ધારણ કરી શકું?માસિકસ્ત્રાવના દિવસોમાં કરેલા સમાગમથી ગરભ રહેતો નથી હોતો. ગરભ ત્યારે જ રહેતો હોય છે, જ્યારે અઠ્ઠાવીસ દિવસના નિયમિત માસિકચક્રવાળી સ્ત્રીઓમાં ચક્રના ચૌદમા દિવસે અથવા તેની આસપાસ બીજ છૂટું પડે છે. આ બીજ સામાન્ય રીતે ચોવીસ કલાક માટે જ નવું જીવન શરૂ કરવાને લાયક પણ હોય છે, એટલે આ સમય દરમિયાન શુક્રાણુ સાથે એનો મેળ જરૂરી હોય છે.બીજી બાજુ પુરુષના સ્ખલન વખતે સ્ત્રીના શરીરમાં પહોંચેલા શુક્રાણુ સામાન્ય રીતે તો અડતાલીસથી બોત્તેર કલાક સુધી જીવતાં રહેતા હોય છે, એટલે કે બીજ છૂટું પડે તેના ત્રણ દિવસ પહેલાંથી લઈને ત્રણ દિવસ પછી સુધીનો સમાગમ ગરભ ધારણ કરવા માટે ઉત્તમ હોય છે. આમાં કેટલાક દિવસ વધીઘટી શકે છે, કેમ કે માસિકધર્મ નક્કી કરેલી તારીખે જ આવે, એવું હંમેશા બનતું નથી હોતું અને બીજ ક્યારે છૂટું પડે તેની પણ સાચી ગણતરી કરી પણ શકાતી નથી.

આમ છતાં અઠ્ઠાવીસથી ત્રીસ દિવસનું માસિકચક્ર ધરાવનાર સ્ત્રીઓમાં મોટા ભાગે ચક્રના અગિયારમાથી સત્તરમાં દિવસની વચ્ચે કરાયેલો સમાગમ ગરભ ધારણ કરવા માટે સૌથી ઉત્તમ સમય હોય છે.તમારી થાઈરોઈડની સમસ્યાની વાત કરી એ તો સારું જ થયું કે તમે નિયોમર્કાજોલનો કોર્સ કરતી વખતે ગરભ ધારણ નથી કર્યો, કેમ કે એથી બાળકના થાઈરોઈડ પર ખરાબ અસર થઈ શકે છે. હવે જ્યારે તમે ગર્ભધારણ કરો ત્યારે સામાન્ય સાવધાનીઓની સાથે સાથે થાઈરોઈડનું પણ ધ્યાન રાખજો. થોેડા થોડા સમયે થાઈરોઈડના ડોક્ટરને બતાવતા રહેવાથી અને થાઈરોઈડ હોર્મોનની તપાસ કરાવતાં રહેવાથી એમને સામાન્ય રાખી પણ શકાય, એ તમારા અને તમારા ગરભમાં ઊછરતા બાળકના સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે.

સવાલ:મારાં સ્તન બહુ જ નાનાં છે, એટલે મારી બહેનપણીઓ ઘણીવાર મારી મજાક ઉડાવતી હોય છે, એમનું કહેવું છે કે, સ્તન દબાવતાં રહેવાથી તે મોટાં થઈ જાય છે. હું એ પણ અજમાવી ચૂકી છું, પણ એથી કંઈ જ ફાયદો નથી થયો. તમે કોઈ એવી દવા બતાવો જેથી હું મારા સ્તનને ખુબજ મોટાં કરી શકું.શરીરનાં રંગરૂપ અને ચહેરામહોરાની જેમ સ્તનનું કદ પણ દરેક સ્ત્રીમાં અલગ અલગ જ હોય છે. એના અનુવાંશિક ગુણ, જે એના જીન્સમાં જીવિત હોય છે, તદાનુસાર હોર્મોનલ સ્ત્રાવના પ્રમાણમાં વિકાસ પણ થતો હોય છે. એને કોઈપણ પ્રકારની દવા, ક્રીમ કે તેલ કે વનસ્પતિઓના લેપ કે માલિશથી વધારી કે ઘટાડી શકાય જ નહીં, કોઈ વ્યાયામથી પણ એમનું કદ બદલી નથી શકાતું હોતુ , સ્તનમાં સ્નાયુઓ પણ હોતા નથી, તેથી કોઈ ખાસ વ્યાયામ કે તેના સાધનથી તેમને વધારે માંસલ બનાવી શકાય જ નહીં. એ પણ સાચું છે કે નાનાં હોય કે મોટાં, એની લગ્નજીવન પર કોઈ ખરાબ અસર પડતી નથી.

યૌનસુખમાં પણ તે અવરોધક હોતુ નથી. હા, કોઈના મનમાં પૂર્વગ્રહ હોય તો એ વાત જુદી છે. છેલ્લાં બે-ત્રણ વર્ષથી મને માત્ર દોઢ દિવસ માટે જ માસિક આવે છે. અને મેં એક ગાઈનેકોલોજિસ્ટ પાસે તપાસ કરાવી હતી તો તેમણે ચેકઅપ કર્યા વગર એક ટેબ્લેટ લખી આપી હતી. મેં એ ટેબ્લેટનો કોર્સ કર્યો છે પણ કોઈ ફેર પડયો નથી. ઊલ્ટાનું મને એવું લાગે છે કે મારું પેટ ખુબજ વધી ગયું છે. કસરત કરવા છતાં એમાં કોઈ સુધારો થયો નથી. અલ્ટ્રા સાઉન્ડ કરાવતાં રિપોર્ટ નોર્મલ આવ્યો છે. પહેલા દિવસે મને ભયંકર દુખાવો થયો. આથી મારા ડોક્ટરે મને મેફાનેમિક એસિડ નામની એક કેપ્સ્યુલ લખી આપી હતી. એ સિવાય મને રોજ પેશાબ સાથે સફેદ પ્રવાહી નીકળે છે . હું અપરિણીત છું. મારી આ સમસ્યાઓ માટે યોગ્ય ઉપચાર જણાવશો

મને એવું લાગે છે કે તમારું વજન વધી જવાને લીધે તમને પૂરતા પ્રમાણમાં માસિકસ્ત્રાવ થતો જ નથી. એટલે તમે કસરત અને ડાયેટિંગ દ્વારા તમારું વજન ઘટાડશો તો તમારી સમસ્યા લગભગ દૂર થઈ જ જશે. જો વજન ઘટાડવા છતાં તમને બરાબર માસિક ન થાય તો તમારે તપાસ પણ કરાવવી જોઈએ. તમારું સફેદ પ્રવાહી જોે વાસ મારતું ન હોય કે તેનાથી કોઇ પીડા ન થતી હોય તથા તમે કોઈની સાથે સે ક્સ માણતા ન હો તો તમારે એ સમસ્યાને ગંભીરતાથી લેવાની કોઈ જરૂર નથી.છેલ્લાં ૪ વર્ષથી મારો માસિકનો ગાળો અનિયમિત થયો છે, મેં ડોક્ટર પાસે જઈને ગર્ભાશય, અંડાશય, ફેલોપિયન ટયૂબ વગેરેની તપાસ કરાવી હતી. તેનો રિપોર્ટ તો બરાબર જ છે. પણ ડોક્ટરે કહ્યું હતું કે બીજ બરાબર બનતું નથી. દવા લેવાથી મારો માસિકનો ગાળો નિયમિત થઈ ગયો છે. બાકી એ પહેલાં મને અઢી-ત્રણ મહિને માસિક આવતું હતું. મારી આ સમસ્યા માટે મારે કયા પ્રકારની સારવાર લેવી એ જણાવશો?

માસિકનો ગાળો જુદાં જુદાં કારણોસર અનિયમિત થઈ જતો હોય છે. જેમ કે, અસંતુલિત હોર્મોન, વધારે પડતું વજન, અમુક ચોક્કસ પ્રકારની દવાઓ લેવાથી, થાઈરોઈડની ગરબડથી, તાણના લીધે વગેરે. એ સિવાય બ્રેઈન ટયુમર પણ માસિકની અનિયમિતતાનું કારણ પણ હોઈ શકે છે. માટે તમારા રિપોર્ટ જોયા વગર નિદાન કરવું કે સારવારની સલાહ આપવી શક્ય નથી હોતું. આથી બીજ શા માટે બરાબર નથી બનતું પહેલાં એની તપાસ કરાવી લો એ પછી જ યોગ્ય સારવાર કરાવો.મારાં લગ્ન ૩ વર્ષ પહેલાં થયા છે. પહેલી વાર જ્યારે હું સગર્ભા થઈ હતી ત્યારે મેં એબોર્શન કરાવી દીધું હતું. હવે હું મા બનવા માગુ છું, પણ કમનસીબે એવું થઈ શકતું નથી. મેં ડોક્ટર પાસે તપાસ કરાવી હતી. આમ તો બધું જ બરાબર છે, પણ મારું એક અંડાશય કાઢી નાખ્યુ છે. શું મારા પતિમાં ઓછા શુક્રાણુ બનવા જેવી કોઈ ખામી થઈ હશે? એમની ઉંમર ૨૬ વર્ષ છે. જેમ બને તેમ જલદીથી મને ઉપચાર બતાવવા વિનંતી.

તમે એક અંડાશય હોવા છતાં પણ અગાઉ સગર્ભા થયાં જ હતાં, એ ઉપરથી લાગે છે કે એ કારણ જવાબદાર નહીં જ હોય, પણ તમે તમારી ફેલોપિયન ટયુબની તપાસ પણ કરાવો. ઘણી વાર એબોર્શન વખતે ચેપ લાગી જ જતો હોય છે. તમારા પતિના વીરયની પણ તપાસ કરાવી જોઈએ. હું ૨૪ વર્ષનો છું. ફિઝિકલ ફિટનેસ માટે ખૂબ સજાગ છું. અઠવાડિયામાં પાંચથી છ દિવસ જિમમાં કસરત કરું છું. મેં જોયું છે કે ઑર્ગેઝમ ફીલ કર્યા પછી એક્સરસાઇઝ કરવાનો કંટાળો મટી જાય છે. શું આવું શક્ય છે? હું કસરત કરવાનું ટાળવા માટે ઘણી વાર ઍડલ્ટ મૅગેઝિન લઈને વાંચવા બેસી જાઉં છું. એ જોતાં-જોતાં જ મને મૅસ્ટરબેશન કરવાનું મન થતું. એકલો હોઉં તો કરી લઉં. જોકે એ પછી હું એટલું ફ્રેશ ફીલ કરવા લાગ્યો કે મને કસરત કરવાની ઇચ્છા આપમેળે થતી. બીજી તરફ ક્યારેક હું જીમમાં જાઉં અને હૉટ યુવતી જોવા મળી જાય તો એ વખતે પણ મૅસ્ટરબેશન કરવાની ઇચ્છા થઈ આવે. ત્યાં પ્રાઇવસી ન મળતાં મૅસ્ટરબેશન ન કરી શકાય.

જ્યારે પણ આવું થાય ત્યારે મને અંડકોષ ભારે થઈ ગયા હોય એવું લાગે અને કસરત કરવાની ઇચ્છા જ મરી પરવારે. મારે જાણવું છે કે કસરત અને સેક્સ વચ્ચે કોઈ સંબંધ છે? મૅસ્ટરબેશનની ઇચ્છાને મારીને જો કસરત કરવામાં આવે તો વૃષણ ભારે થઈ જાય એવું બને?એકંદરે જોવા જઈએ તો મૅસ્ટરબેશન અને એક્સરસાઇઝને કોઈ લેવાદેવા નથી. જોકે તમે આ બે વચ્ચે જબરું કૉમ્બિનેશન ઊભું કર્યું છે. મને લાગે છે કે મૅસ્ટરબેશન કરવાથી એક્સરસાઇઝ કરવાની ઇચ્છા થાય છે એમાં કંઈ નવાઈ નથી. એવું દરેક વ્યક્તિને થાય જ એવું માનવા જેવું નથી. નિયમિત એક્સરસાઇઝ કરવાથી ઓવરઑલ સ્વાસ્થ્ય અને સેક્સ-લાઇફ પણ સુધરે એ વાત યોગ્ય છે. પણ મૅસ્ટરબેશન કરવાથી કસરત કરવાનું મન થાય એ વાજબી નથી લાગતું.

હવે વાત કરીએ વૃષણ ભારે થવાની. તો એક વાત સમજવા જેવી છે કે વ્યક્તિને યુરિન પાસ કરવાની ઇચ્છા થઈ હોય અને જો તે લાંબો સમય સુધી ન કરે તો જેમ બ્લૅડર ફુલ થઈ જાય છે અને ભારે લાગે છે એવું જ વૃષણનું પણ છે. લાંબા સમય સુધી મૈથુન ન કરવામાં આવે અથવા તો મૈથુનની ઇચ્છાને રોકી લેવામાં આવે તો લાંબો સમય વીર્યસ્ખલન ન થાય ત્યાં સુધી વૃષણમાં ભાર વર્તાય એ સ્વાભાવિક છે. લાંબા સમય સુધી ઇરેક્શન રહે અને સ્ખલન ન થાય તો પણ આવું થઈ શકે છે. મારી ગર્લફ્રેન્ડ મને ઓરલ સેક્સ કરાવી આપે છે ત્યારે ક્યારેક મને તેના મોંમાં જ સ્ખલન થઈ જાય છે. તેને ર્વીયનો સ્વાદ ગમે છે એટલે તે ગળી જાય છે. શું ર્વીય ગળી જવાથી ગર્ભ રહે ખરો? બીજું, ઓરલ સેક્સથી એચઆઇવી ફેલાવાની શક્યતાઓ કેટલી?

મુખમૈથુન દરમ્યાન સ્ત્રી ર્વીય ગળી જાય તો પ્રેગ્નન્સીની કોઈ જ શક્યતાઓ નથી. કેમ કે પાચનતંત્ર અને પ્રજનનતંત્રને કોઈ ડાયરેક્ટ કનેક્શન નથી હોતું. પેટમાં ગયેલું ર્વીય પ્રજનનમાર્ગમાં કોઈ કાળે પહોંચી નથી શકતું ને સ્ત્રીબીજ પેટમાં નથી ઊગતું.બે વફાદાર પાર્ટનર્સ વચ્ચે મુખમૈથુન કરવાથી એચઆઇવીનો ફેલાવો થવાની શક્યતાઓ નહીંવત્ છે, પરંતુ જો એક પાર્ટનરને ઇન્ફેક્શન હોય તો કાળજી રાખવી જરૂરી બની જાય છે. બેમાંથી બિનચેપી પાર્ટનરને મોંમાં છાલાં કે ચાંદાં પડી ગયાં હોય ને લોહી તાજું હોય તો ચેપી વ્યક્તિનાં જનનાંગોમાંથી ઝરતા પ્રવાહીના સંપર્કમાં આવવાથી ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ રહે છે. અજાણી વ્યક્તિ સાથે મુખમૈથુનમાં રાચવાનું રિસ્કી જરૂર છે.

મેં અને મારી પત્નીએ લગ્ન પછી ત્રણ વરસ સુધી પ્રેગ્નન્સી ન રાખવાનું નક્કી કર્યું હતું. જોકે હનીમૂનના એક્સાઇટમેન્ટમાં અમે પ્રોટેક્શન રાખવાનું ભૂલી ગયાં ને તેને પ્રેગ્નન્સી રહી ગઈ. બહુ વિચાર કર્યા પછી વાઇફે બીજા જ મહિને અબૉર્શન માટેની ટૅબ્લેટ લઈ લીધી. એ પછી માસિક આવીને ખૂબબધો કચરો નીકળ્યો. જોકે એ પછી બે મહિના થઈ ગયા છતાં હજી માસિક નથી આવ્યું. પ્રેગ્નન્સી ટેસ્ટ પણ નેગેટિવ છે. આમ થવાનું કારણ શું? સામાન્ય રીતે બાળક ન થયું હોય ત્યારે ગોળી લઈને ગર્ભપાત કરી લેવાની મેથડ રિસ્કી છે. બને ત્યાં સુધી એ રીત ન અપનાવવી. ગર્ભપાત પછી માસિક નિયમિત ન થવાનાં અનેક કારણો હોઈ શકે. હૉમોર્નલ ચેન્જિસથી લઈને ગર્ભાશયમાં હજી ગર્ભનો કચરો રહી ગયો હોવાના ચાન્સિસ પણ છે. જોકે એના ચોક્કસ નિદાન માટે ગાયનેકોલૉજિસ્ટનો જ સંપર્ક કરો એ બહેતર છે.

Advertisement