૯૯% લોકો નહિ જાણતાં હોય ફેંગશુઈ શાસ્ત્રમાં બતાવવામાં આવેલા લાલ દોરીવાળા ત્રણ સિક્કાનું શું હોય છે મહત્વ જાણો એનું મહત્વ

0
313

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વાસ્તુશાસ્ત્ર તરફ દરેક લોકોનું આકર્ષણ ફક્ત વધી જ નથી રહ્યું પરંતુ તેના સારા પરિણામો મળવાને કારણે વાસ્તુશાસ્ત્ર તરફ આસ્થા પણ ઘણી વધી છે. ભારતીય વાસ્તુવિંદોનું ધ્યાન ભારતીય તત્વ મીમાંસાની અપેક્ષા ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈની તરફ વધારે જઈ રહ્યું છે. ભારતીય વાસ્તુશાસ્ત્રની જેમ ફેંગશુઈ ચીનનું વાસ્તુ વિજ્ઞાન છે. ફેંગશુઈ 7000 વર્ષ જુનુ વિજ્ઞાન છે.

Advertisement

વાસ્તુ શાસ્ત્ર માં જેમ વાસ્તુ દોષ ના ઉપાયો જાણવામાં આવેલ છે એવી જ રીતે ફેંગશુઈ માં પણ કેટલાક ઉપાયો જણાવેલ છે જેના પ્રમાણે આપને ઘરમાંથી નકારાત્મકતા અને દોષ દુર કરી શકીએ છીએ. જે પ્રકારે ભારતમાં વાસ્તુ પ્રચલિત છે, ઠીક તેવી જ રીતે ચીનમાં ફેંગશુઈનું ચલણ છે. ફેંગશુઈ પોઝિટિવ અને નેગેટિવ એનર્જી ઉપર આધારિત છે. જો ઘરમાં પોઝિટિવ એનર્જી હોય તો મન પ્રસન્ન રહે છે અને વિચારોમાં પોઝિટિવિટી જળવાયેલી રહે છે. નેગેટિવ એનર્જીના કારણે માનસિક તણાવ વધે છે અને કાર્યોમાં મન લાગતું નથી.

વાસ્તુ પ્રમાણે ઘરમાં પોઝિટિવિટી વધારવા માટે ઘરમાં ફેંગશુઈના સિક્કા રાખી શકો છો. આ સિક્કા કેવી રીતે અને ક્યાં તેમજ કેટલા રાખવાથી શું ફાયદો થશે એ વિશે આજે અમે તમને જણાવીશું. એવું કહેવામાં આવે છે કે જો આ સિક્કા ઘરમાં લગાવવા માં આવે તો વાતાવરણ સકારાત્મક બની રહે છે. ઘરમાં હંમેશા પોઝીટીવ ઉર્જા મળે છે. નકારાત્મકતા દુર થાય છે.

બજારમાં ફેંગશુઈના લાલ રિબિનમાં બાંધેલાં 3 અને 5 સિક્કા સરળતાથી મળી જાય છે. આ સિક્કા પીત્તળથી બનેલાં હોય છે અને લાલ રિબિનમાં ગૂંથેલાં હોય છે. આ સિક્કા પ્રાકૃતિક તત્વોને સંતુલિત કરે છે, જેનાથી આ સિક્કાની આસપાસ પોઝિટિવિટી વધે છે.ફેંગશુઈમાં લાલ રિબિનમાં બાંધેલાં સિક્કા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિક્કા ઘરની નેગેટિવ એનર્જીને દૂર કરે છે અને પોઝિટિવિટી વધારે છે. ઘરના મુખ્ય દરવાજાની અંદર લાલ રિબિનમાં બાંધેલાં ત્રણ સિક્કા લટકાવવા જોઇએ. જેથી ઘરનું વાસ્તુદોષ દૂર થાય છે.

વેપારીઓએ તેમની દુકાન અથવા ઓફિસમાં ઉત્તર દિશાના દરવાજામાં લાલ રિબિનમાં બાંધેલાં ત્રણ સિક્કા લટકાવવા જોઇએ. તેનાથુઈ વેપાર માં પ્રગતિ જોવા મળે છે અને ક્યારેય તેમાં કોઈ જાતની મીશ્કેલી કે રુકાવટ આવતી નથી.માનસિક તણાવ દૂર કરવા અને સારી ઊંઘ લેવા માટે બેડરૂમની બારી ઉપર લાલ રિબિનમાં બાંધેલાં સિક્કા લટકાવવા જોઇએ. જો ર્તામને ઊંઘ ની સમસ્યા છે તો તે પણ આ સિક્કા ની મદદ થી દુર કરી શકાય છે. એ માટે આ સિક્કા ને બેડરૂમ માં લગવવાથી ફાયદો થાય છે.

ચાઇનીઝ વાસ્તુ એટલે ફેંગશુઇમાં લાલ રિબિનમાં બાંધેસા 3 અને 5 સિક્કાઓનું મોટું મહત્વ માનવામાં આવે છે માન્યા છે કે તેને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. પીતળથી બનેલા આ સિક્કા એક લાલ રીબિનમાં ગૂંથેલા હોય છે. ક્યાંક ત્રણ અને ક્યાંક 5 સિક્કાઓ લગાવવાનું મહત્વ હોય છે. ફેંગશુઇમાં તેને તત્વોનું પ્રતિનિધિનું રૂપ માનવામાં આવે છે. 3 સિક્કા સ્વર્ગ, ધરતી અને પ્રકૃતિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે 5 સિક્કા ચાઇનીઝ માન્યતાઓ અનુસાર પંચ તત્વ એટલે લાકડા, હવા, પાણી, આગ અને ધરતીનું પ્રતીક છે. આ સિક્કાઓ પર ચાઇનીઝ ભાષામાં આ તત્વોનો સંકેત પણ હોય છે.

આ 3 અને 5ના સિક્કા, તમારી આસપાસ સકારાત્મક ઉર્જા અને તેનાથી જોડાયેલા તત્વોથી સંતુલન બનાવવાનું કામ કરે છે. તેનાથી પ્રાકૃતિક તત્વોના અસંતુલનના કારણે થનારા નુકસાન અને પ્રભાવને ઓછા કરી શકાય છે. તેમા કોઇ ચમત્કારી ગુણ હોતા નથી તે બસ પ્રાકૃતિક તત્વોના સંતુલનનું કામ કરે છે. જેનાથી આપણી આસપાસ એક સકારાત્મકતા ઉત્પન્ન થાય છે. જે આપણને સફળતાથી વધારે નજીક લઇ જાય છે.

ઘરમાં કયાં-ક્યા લગાવી શકાય છે સિક્કા. ઘરના મુખ્ય દરવાજાની ઉપરની તરફ જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાથી રોકાય છે. ઘરના ઉત્તરી ભાગમાં જ્યા આ સકારાત્મક ઉર્જા એકઠી કરે છે. બાળકોના સ્ટડી રૂમમાં.. અહીં બાળકોને અભ્યાસ પર ફોકસ કરવા અને એકાગ્ર રહેવામાં મદદ કરે છે.ઘરના ડ્રોઇંગ રૂમમાં અહી આ પરિવારના સદસ્યોમાં સારા સંબંધ કરી શકાય છે. ઓફિસ કે દુકાનમાં, કાર્યસ્થળની નકારાત્મકતા દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશૂઈના ઉપાયોને યોગ્ય રીતે અમલમાં મુકવામાં આવે તો તેનાથી ચમત્કારી પરિણામ મળી શકે છે. આ ઉપાયો કરવામાં વધારે ખર્ચ પણ કરવો પડતો નથી. ફેંગશૂઈની શુભ વસ્તુઓને ઘરમાં લાવી અને યોગ્ય દિશામાં રાખવા માત્રથી પણ જીવનમાં બદલાવ કરી શકાય છે. આ વસ્તુઓની શુભ અસર આર્થિક સંકડામણ પણ દૂર કરી દે છે અને ઘરના વાતાવરણામાં શાંતિ લાવે છે. તો જાણી લો ઘરમાં ફેંગશૂઈની વસ્તુઓ કેવી રીતે રાખવાથી લાભ થઈ શકે છે.

ઘરની પૂર્વ દિશામાં લાફિંગ બુદ્ધા રાખવા. જો કોઈના તરફથી આ બુદ્ધા તમને ભેટમાં મળ્યો હોય તો તે ઉત્તમ ફળ આપે છે. આથી બને ત્યાં સુધી ભેટમાં મળે તેવા લાફિંગ બુદ્ધા વધુ ફળ આપે છે.ફેંગશુઈ અનુસાર જો ઘરમાં બીમારીએ ઘર કરી લીધું હોય તો તેનો રામબાણ ઈલાજ છે કાચબો. જો તમારા ઘરમાં કાચબાની ઉપસ્થિતિ હશે તો તમારાથી બીમારી અને શત્રુઓ દુર જ રહેશે. ધંધા રોજગારમાં વધારો કરવાની ઈચ્છા હોય તો ધાતુના કાચબાને પાણી ભરેલા વાસણમાં રાખી ઓફિસની ઉત્તર દિશામાં મુકવો.

કાચબો લાંબા આયુષ્યનું પ્રતિક પણ ગણાય છે. જે ઘરમાં કાચબો હોય છે ત્યાં અપમૃત્યુનો ભય રહેતો નથી. સુખી દાંપત્યજીવન માટે બેડરૂમમાં પણ કાચબો રાખી શકાય છે પરંતુ તેને પાણી વિના રાખવો.ઘરમાં વાસનો છોડ ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઉર્જા આવશે. મનમાં ઉઠતા વમળો પર કાબૂ મેળવી શકશો.

ફેંગશૂઈમાં કેટલીક એવા ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે જેને અમલમાં મુકવામાં આવે તો જીવનમાં સુધારો આવી શકે છે. તેમાંથી સૌથી વધારે અસરકારક છે બામ્બુ પ્લાંટ. આ છોડને અત્યંત શુભ માનવામાં આવે છે. આ છોડ વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે. ઘરમાં તેને યોગ્ય સમયે અને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તે ઉત્તમ અને ઝડપી ફળ આપે છે.

આ છોડનો ઉપયોગ ઘરની સજાવટ માટે કરી શકાય છે, કારણ કે તેને કોઈપણ સ્થળે ગોઠવી શકાય છે ઉપરાંત તે સફળતાથી ઊગી પણ જાય છે. જો તમારા ઘરમાં માછલી ઘર હોય તો તેમાં પણ તમે બામ્બુ પ્લાંટ રાખી શકો છો. આ પ્લાંટમાંથી નીકળતું ઓક્સીજન માછલીઓ માટે પણ લાભદાયી સાબિત થશે.ઘરના મુખ્ય રૂમ એટલે કે બેઠક રૂમમાં આ છોડ રાખવામાં આવે તો તે ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતામાં વધારો કરે છે.

બામ્બુ પ્લાંટમાં બાંધેલો લાલ દોરો ઘરને બાંધી રાખવાનું પ્રતિક માનવામાં આવે છે. જે યુવક-યુવતીઓના લગ્નમાં અકારણ વિલંબ થતો હોય તેમના રૂમમાં આ છોડ અવશ્ય રાખવો જોઈએ. તેના પ્રભાવના કારણે એકલતા પણ દૂર થાય છે. બામ્બુ પ્લાંટ માટે યોગ્ય સ્થાન.જો ઘરના સભ્યો બીમારીઓથી ત્રસ્ત હોય તો આ પ્લાંટને ઘરની પૂર્વ દિશામાં રાખવો. આર્થિક સ્થિતી નબળી હોય તો દક્ષિણ દિશા આ પ્લાંટ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.ક્રાસુલાનો છોડ. આપણે ધન પ્રાપ્તિની વાત કરીએ તો ફેંગશુઈ મુજબ આ છોડ ઉર્જાની જેમ ધનને પણ ઘર તરફ ખેંચે છે.એવું કહેવામાં આવે છે કે વૃક્ષો વાવવાથી આપણી આજુબાજુનું વાતાવરણ ખુશનુમા રહે છે, પરંતુ તે આપણા મન ને પણ પ્રસન્ન કરે છે.

હવે તેમાં કોઈ શંકા નથી કે ઝાડના છોડ આપણને માત્ર છાંયો જ નથી આપતો, ફળ પણ આપે છે.આ છોડને ઘરના પ્રવેશ દ્વાર પાસે જ જમણી બાજુ લગાવવું, જ્યાં થોડા જ દિવસોમાં આ છોડ એમની અસર બતાવવાનું શરૂઆત કરી દેશે. ઘરમાં રાખી મુકવાથી જ આ છોડ પૈસાને એની તરફ ખેચી લાવે છે. આ છોડને લગાવવાથી પૈસાની સાથે સાથે ઘરમાં સુખ શાંતિ પણ રહે છે.આ ઉપરાંત વૃક્ષો વાવવાથી આપણી ચારે બાજુ હરિયાળીનું વાતાવરણ રહે છે.

આ જ કારણ છે કે દરેક વ્યક્તિએ તેની આજુબાજુમાં વૃક્ષો રોપવા જ જોઇએ. જોકે આજે અમે તમને એક એવા છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ કિંમતી છે. ચોક્કસ આ છોડ વિશે જાણ્યા પછી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.આ છોડને મની ટ્રી કહેવાય છે.

Advertisement