આ પાંચ ઘરેલું ઉપાય તમારાં ચેહરાનાં ડાઘ ખીલ દૂર કરવાની સાથે સાથે વાળને પણ બનાવી દેશે એકદમ સુંદર…..

0
85

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વાળ અને સ્કિનની સમસ્યાઓને ઘરે જ સસ્તામાં ઠીક કરવી હોય તો અહીં જણાવેલાં સામાન્ય પરંતુ અસરકારક ઉપાયો કરવાનું શરૂ કરી દો.ઠંડીની સીઝન આવે કે તેની સીધી અસર આપણા વાળ પર જોવા મળે છે. સૌથી વધુ શુષ્ક અને નિસ્તેજ બની જાય છે. એવામાં તેની થોડી વધુ કેર કરવી જ પડે છે. તો ચાલો વાળ માટેની બેસ્ટ ટિપ્સ જાણીએ. કોપરેલમાં કપૂર ભેળવીને વાળના મૂળમાં માલિશ કરો. વાળમાં થતો ખોડો એનાથી દૂર થઇ જશે.

Advertisement

વાળમાં જે તેલ લગાવતાં હો એને ગરમ કરીને આંગળીના ટેરવાંથી માથામાં પંદર મિનિટ મસાજ કરો. ગરમ પાણીમાં ભીંજવેલો ટુવાલ માથા પર બે-ત્રણ મિનિટ લપેટીને ટુવાલને ફરીથી ગરમ પાણીમાં ભીનો કરીને માથા પર વીંટાળી દો. ચાર-પાંચ વાર આમ કરવાથી તેલ વાળના મૂળમાં ઉતરશે અને વાળ મજબૂત બનશે.કોપરેલને થોડું ગરમ કરીને તેમાં એક લસણની કળી અને એક ચમચી તલનું તેલ ભેળવીને રાખો, આ તેલ ઠંડુ પડ્યા પછી માથામાં નાખવાથી ઠંડક રહે છે અને વાળ ઓછા ખરે છે.

ખીલ વધારે થતાં હોય તો લીમડા પાંદડા લઇને મિક્ચરમાં પીસી લો. તેમાં મુલતાની માટી અને ગુલાબજળની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવી સૂકાઇ જાય એટલે નવશેકા પાણીથી ચહેરો ધોઇ લો. આ રીતે રોજ કરવાથી ખીલ દૂર થઇ જશે.તમારી ત્વચા શુષ્ક હોય તો કેળાંને છુંદીને તેનો ગર ચહેરા પર લગાવો અને તે સૂકાઇ જાય એટલે તેને પાણીથી ધોઇ લો. દિવસમાં બે વખત આ પ્રયોગ કરો. ત્વચા કોમળ બની જશે.રોજ દિવસમાં એક વખત નાળિયેર પાણી પીઓ, જેથી ચહેરા પર કુદરતી ચમક જળવાઇ રહે તાપ સામે ત્વચાનો રંગ પણ જળવાઇ રહેશે. ચાને આખી રાત દૂધમાં પલાળીને રાખો. સવારે તેની ઘટ્ટ પેસ્ટ બનાવીને ચહેરા પર કાળા ડાઘ પડ્યા હોય ત્યાં લગાવી દો. આવું કરવાથી એક અઠવાડિયામાં તમે ફરક જોઇ શકશો.

શિયાળામાં વાળ પર ધ્યાન આપવાની ઘણી જરૂર છે. શિયાળાની ઋતુમાં ત્વચાની સાથે વાળનો ​​ભેજ પણ અદૃશ્ય થઈ જાય છે. આ કારણે વાળ પણ સુકાઈ જાય છે અને માથા પરની ચામડી પણ સુકાઈ જાય છે. આવી સમસ્યા દૂર કરવા માટે અમે તમને કેટલીક ટીપ્સ વિશે જણાવીએ, જેના દ્વારા તમે શિયાળાના દિવસોમાં તમારા વાળની ​​ખાસ કાળજી લઈ શકો છો.ઓલિવ તેલનો ઉપયોગ કર.શિયાળામાં ઓલિવ તેલનો ઉપયોગ કરવાથી વાળ સ્વસ્થ બનાવે છે. આ માટે બે ચમચી ઓલિવ તેલ ગરમ કરીને તમારા વાળના ​​મૂળમાં માલિશ કરો. તેનાથી વાળના ​​મૂળમાં ભેજ રહેશે અને તમારા વાળ ઓછા તૂટશે.

મધ અને ઓલિવ તેલનો ઉપયોગ.ઓલિવ તેલ તો તમારા વાળ માટે ફાયદાકારક છે જ, સાથે મધ વાળમાં પોષણ પૂરું પડે છે. મધ તમારા વાળ માટે એક અદ્ભુત તત્વ છે. મધ એક ઇમોલિએન્ટ છે, જેનો મૂળભૂત અર્થ એ છે કે તે તમારા વાળમાંથી ભેજને દૂર થવા દેતું નથી, તેના બદલે તે વાળમાં ભેજ જાળવી વાળને નરમ અને ચમકદાર બનાવે છે, જેથી શિયાળાના દિવસોમાં પણ તમારા વાળ ચમકદાર અને મજબૂત બને છે, મધમાં વિવિધ પ્રકારના એન્ટીઓક્સિડેન્ટ તત્વો જોવા મળે છે,

જે વાળના તૂટવા, વાળ ખરતા ઘટાડવામાં મદદ કરે છે અને આપણા વાળ મજબૂત અને આરોગ્યપ્રદ બનાવે છે. મધમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ પણ હોય છે, જે વાળમાં બેક્ટેરિયાના ચેપને અટકાવે છે અને આપણને વાળની દરેક સમસ્યાથી દૂર રાખે છે. આ માટે 2 ચમચી ઓલિવ તેલ ગરમ કરો અને તેમાં 2 ચમચી મધ ઉમેરો. આ મિશ્રણને માસ્કની જેમ વાળ પર લગાવો. તેને 10 મિનિટ સુધી વાળ પર રાખો અને પછી વાળને શેમ્પૂ કરો. આ કરવાથી વાળને પોષણ મળશે અને શિયાળાના દિવસોમાં પણ તમારા વાળ નરમ બનશે.

લીંબુ અને નાળિયેર તેલ.ડેન્ડ્રફની સમસ્યાથી બચવા માટે લીંબુનો રસ અને નાળિયેર તેલ મિક્સ કરીને રાત્રે મસાજ કરો. તેને આખી રાત માટે વાળ પર રહેવા દો. સવારે શિકાકાઈ શેમ્પૂથી તમારું માથુ ધોઈ લો. આ ઉપાય કરવાથી તમને માત્ર એક જ દિવસમાં ડેન્ડ્રફથી રાહત મળશે.વાળને બાંધીને બહાર નીકળો.શિયાળામાં શક્ય હોય ત્યાં સુધી ભીના વાળ રાખીને ઘરની બહાર નીકળશો નહીં. હંમેશા વાળને સંપૂર્ણ સુકાવો પછી ઘરની બહાર નીકળો અને હંમેશા બહાર નીકળતી વખતે તમારા વાળ બાંધી લો.આ કરવાથી, તમે ઠંડી અને શરદીની સમસ્યાથી બચશો જ સાથે તમારા વાળ પણ સુકા અને નબળા નહીં થાય.

હેર ડ્રાયરનો ઉપયોગ કરવાનું ટાળો.શિયાળામાં વાળ સુકાવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ ન કરો. તમારા વાળને કુદરતી રીતે સુકાવો, કુદરતી રીતે વાળ સૂકવવામાં તમારો જ ફાયદો છે. જો તમારે ક્યારેય કટોકટી દરમિયાન હેર ડ્રાયરનો ઉપયોગ કરવો હોય તો વાળને પુરા ના સૂકાવો, જો પુરા વાળ સુકાવશો તો વાળમાં નુકસાન થઈ શકે છે. સાથે વાળ ડ્રાય અને બેમોવાળા પણ થઈ શકે છે.સૂતા પહેલા રાત્રે તમારા વાળને ધોઈ લો. ત્યાર બાદ ભીના વાળ પર velcro curlers નો ઉપયોગ કરો. અને તેને લગાવીને સૂઈ જાવ. સવારે ઉઠો ત્યારે તેને વાળમાંથી કાઢી લો. વાળને આંગળીની મદદથી ફેલાવી દો. તમને મળશે અમેઝિંગ હેર સ્ટાઈલ. છે ને એક ફેબ્યુલસ આઈડિયા.

વાળમાંથી વધેલા ગ્રીસને હટાવવા માટે ડ્રાય શેમ્પૂનો ઉપયોગ કરો. આવા વાળને ફેલાવીને કાંસકો કરો. જો તમારી પાસે ડ્રાય શેમ્પૂ ન હોય તો, તમે બેબી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. આવા વાળના છેડા પર, તેના વ્હાઈટ સ્ટફને નીકાળી દો. તમને વાળ ફ્રેશ અને ભરાવદાર લાગશે. પરંતુ આવું કરતા પહેલા તમે સ્કલ્પને ટિસ્યુથી લૂછી લો. જેથી કરીને તે તમારા વાળમાં રહેલા વધારાના તેલને ચૂસી લે.જલ્દીમાં છો! તો પછી બન બનાવી લો અને તમારી મન પસંદ હેર બેન્ડ બાંધી લો. બની ગઈ તમારી એકદમ બેસ્ટ હેર સ્ટાઈલ.તમારા સ્કલ્પમાં વાળ જેવા જ શેડ્સની આઈશેડો લગાવી લો. એ તમારા વાળને વધારે ભરાવદાર દેખાડશે. પરંતુ ધ્યાન રહે કે, તમારી આઈ શેડો મેટ હોય. કારણ કે, તમે તમારા સ્કલ્પને શિમરિ દેખાડવા નહીં જ માંગતા હોવ.

જો તમે ખરેખર ઉતાવળમાં છો,તો તમારા વાળના મૂળને ડ્રાય કરો. આમ કરવાથી તે વધારે ભરાવદાર બનશે અને તમારા બેજાન વાળને એક ફેબ્યુલસ લુક મળશે.તમારી મનપસંદ હેર સ્ટાઈલ કર્યા બાદ એક શાઈની સ્પ્રે બોટલ લો. અને તેને તમારા લાંબા વાળ પર સ્પ્રે કરો. આમ કરવાથી તમારા વાળ વધારે ભરાવદાર અને સુંદર લાગશે.જો તમારા વાળ સફેદ થઈ ગયા છે, તો તમે તેના મૂળ પર મસ્કરા લગાવી શકો છો.

એવી ઋતુ હોય જે તમારા વાળ માટે બિલકુલ યોગ્ય નથી, તો તમે તેને બાંધીને તેના પર કોઈ સ્ટાઈલિશ એક્સેસરિઝ લગાવી શકો છો. આ સિવાય તમે હેટ પણ પહેરી શકો છો, જે ફેશનેબલ પણ લાગશે.વાળને બેક કોમ્બિંગ કરીને તમે પોનીટેલ બનાવી શકો છે. જે મેશી હોવી જોઈએ. બેક કોમ્બિંગ તમારા વાળને એક રિફ્રેસિંગ બ્રેક આપશે. ફ્રિઝી વાળથી બચવા માટે કોઈ પણ પ્રકારની હેર સ્ટાઈલ પહેલા તમે હેર સિરમનો ઉપયોગ ચોક્કસથી કરો.

Advertisement