આ છે કચ્છ ની સુંદર ગુફાઓ,અનેક વાર ગયા હશો તો પણ ખબર નહિ હોય..

0
180

ભારત દેશમાં અનેક પ્રસિદ્ધ અને જોવા લાયક સ્થળો આવેલાં છે.જે દુનિયા ભરમાં પ્રચલિત છે.જેને ભારત દેશનું માન-ગૌરવ વધાર્યું છે .આ પ્રસિદ્ધ સ્થળો અને કલાઓ ને જોવામાં માટે લોકો દૂર દૂરથી આવે છે.ભારત દેશના વ્યક્તિઓ જ નહિ પણ વિદેશના લોકો પણ આ પ્રસિદ્ધ સ્થળો અને કલાઓને નિહાળવા આવે છે. આજે તમને એક એવાજ પ્રસિદ્ધ સ્થળ વિશે બતાવવા જાઈ રહ્યા છે. તે ભરતા દેશના સૌથીમોટા જિલ્લો ક્ચ્છમા આવેલું છે.તેમે અનેક વાર કચ્છમા ગયા હસે પણ આ સ્થળની મુલાકાત ભાગ્ય લીધી હસે.તો આવો જાણીએ આ લેખના માધ્યમથી કે કચ્છના કયા સ્થળની વાત કરીએ છીએ. જે સ્થળની વાત કરીએ છે તે છે સિયોતની ગુફાઓ.

સિયોતની ગુફાઓ. કચ્છના લખપત તાલુકામાં એક નાનકડું ગામ આવેલું છે સિયોત. નક્શા પર બિલોરી કાંચ લઈ ગોતવું પડે એવા નાનકડા ગામમાં એક એવી જગ્યા આવેલી છે જે તેની સુંદરતાથી તમારુ મન મોહી લેશે. કચ્છ અનેકવાર ફરવા ગયેલા લોકોને પણ આ જગ્યા વિષે ખ્યાલ નહિ હોય. અહીં વાત થઈ રહી છે કચ્છમાં આવેલી સિયોત ગુફાઓ જે બૌદ્ધ કાળમાં બનાવવામાં આવી હતી. તેને કટેશ્વર બૌદ્ધ ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે. સિયોતમાં પાંચ શૈલ ગુફાઓ આવેલી છે જે સુંદરતામાં બેજોડ છે.

આ છે ખાસિયત. પાંચ ગુફામાંથી મુખ્ય ગુફાનું મુખ પૂર્વ દિશા તરફ છે. તેમાં પ્રદક્ષિણાપથ અને પરસાળ હોવાથી તે પહેલી કે બીજી સદીનું શિવમંદિર હોવાનો અંદાજ બાંધવામાં આવે છે. એવું મનાય છે કે આ ગુફાઓ બૌદ્ધ સાધુઓ ઉપયોગમાં લેતા હતા. અહીંથી બૌદ્ધ મુદ્રા અને બ્રાહ્મી લિપિના લખાણો પણ મળી આવ્યા છે. દરેક ગુફામાં ફક્ત એક જ ખંડ આવેલો છે.

પુરાતત્વ વિભાગને મળી અમૂલ્ય ચીજો. 1988-89માં પુરાતત્વ વિભાગે આ ગુફાઓમાં ખોદકામ હાથ ધર્યું હતું. ત્યારે તેમને બૌદ્ધ મુદ્રાઓ, બ્રાહ્મી અને દેવનાગરી લિપિના લખાણ, તાંબાની વીંટી, સિક્કા, ટેરાકોટાનો નંદી, માટીના વાસણો, ઘંટ તથા સાંકળ વગેરે જેવી અમૂલ્ય ચીજો મળી આવી હતી. માટીની ઉંમર પારખવાની પદ્ધતિથી જણાય છે કે આ જગ્યાને બૌદ્ધ સાધુઓ ઉપયોગમાં લેતા હતા. ત્યાર પછી બારમી કે તેરમી સદીમાં તેનો શિવ મંદિર તરીકે ઉપયોગ થવા માંડ્યો હતો.

કેટલી દૂર છે. 2001ના ભૂકંપમાં આ ગુફાને પણ નુકસાન થયું હતું અને ત્યાં જરૂરી સમારકામ કરવામાં આવ્યું હતું. ગુફાની નજીક એક બીજુ આકર્ષણ છે વાવનું. ગુફાની નજીક એક પ્રાથમિક કક્ષાની વાવ આવેલી છે. ભૂજથી સિયોતની ગુફા 130 કિ.મી જેટલા અંતરે આવેલી છે જ્યારે સિયોત ગામથી તેનું અંતર પાંચ કિ.મી જેટલું છે.

શું જોવા મળશે. આ પ્રાચીન ગુફામાં તમે પ્રવેશશો તો કદાચ ચામાચિડીયા તમારુ સ્વાગત કરવા તૈયાર જ ઊભા હશે. ગુફામાં અમુક પ્રાચીન પ્રતિમાઓ પણ છે. આ ગુફામાં વીતાવેલો સમય તમને પ્રાચીન સંસ્કૃતિના ભવ્ય વારસાની અનુભૂતિ કરાવશે. જો તમને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી ગમતી હોય તો ભારતની સૌથી પ્રાચીન ગુફાઓમાંની એક સિયોત ગુફાની મુલાકાત જરૂર લેવી જોઈએ. ગુફામાં તમે કોઈ લોકલ ટૂરિસ્ટ ગાઈડને લઈને જશો તો વધુ મજા આવશે.

કોટેશ્વર મંદિર. સિયોત ગુફા નજીક જ કોટેશ્વર શિવનું મંદિર આવેલું છે. વાયકા મુજબ રાવણે તપસ્યા કરતા શિવજીએ તેને શિવલિંગના સ્વરૂપે એક વરદાન આપ્યું હતું પરંતુ રાવણે ઘમંડમાં મૂળ શિવલિંગને જમીન પર મૂકી દીધું જે કોટેશ્વરની જમીન પર પડ્યું. રાવણની ઘોર બેદરકારીની સજારૂપે આ શિવલિંગના અસંખ્ય લિંગો સર્જાયા જેમાંથી રાવણ મૂળ શિવલિંગને ઓળખી ન શક્યો અને બીજુ લિંગ ઊઠાવી ચાલ્યો ગયો. જ્યાં મૂળ લિંગ રહી ગયું ત્યાં કોટેશ્વર મહાદેવનું મંદિર બન્યું હોવાની વાયકા છે. રસપ્રદ વાત એ છે કે આ મંદિર ભારતની સરહદે આવેલું છે અને ત્યાર પછી પાકિસ્તાનની હદ શરૂ થતી તમે જોઈ શકો છો.