આ છે વિશ્વની સૌથી સુંદર “વડા પ્રધાન”,તસવીરો જોઈ હોશ ઉડી જશે.

0
751

આજે અમે તમને વિશ્વની સૌથી સુંદર મહિલા વડાપ્રધાન વિશે જણાવીશું જેનું રૂપ જોઈ તમે પણ ચોંકી જશો. સના મારિન નામની 34 વર્ષની યુવતી યુરોપિયન દેશ ફિનલેન્ડની વડાપ્રધાન બનવા જઈ રહી છે. આ સપ્તાહે એ વડાપ્રધાન તરીકે શપથ લેશે ત્યારે એ દુનિયાની સૌથી નાની વયની પ્રાઈમ મિનિસ્ટર હશે. ફિનલેન્ડમાં અત્યારે સોશિયલ ડમોક્રેટિક પાર્ટીની સત્તા છે. સના દેખાવ માં ખુબજ બોલ્ડ લાગે છે તેનો નોર્મલ લૂક પણ ખુબજ ડેસિંગ લાગી રહ્યો છે.

હાલની રુલિંગ પાર્ટી સોશિયલ ડેમોક્રેટિક છે. આ પાર્ટીના એન્ટી રીન વડા પ્રધાન હતા. હવે તેમણે રાજીનામુ આપતા પક્ષે તેમના ઉતરાધિકારી તરીકે સનાની પસંદગી કરી છે. ફિનલેન્ડમાં અત્યારે પાંચ પક્ષોની ગઠબંધન સરકાર છે. આ પાંચેય પક્ષની પ્રમુખ મહિલા છે અને આ દેશની સરકાર મહિલાઓના હાથમાં છે ત્યારે ત્યાંના લોકો પણ ખુબજ ખુશ છે. કહેવાય છે સના પોતાના અડગ નિર્ણય માટે ખુબજ જાણીતી છે.

વધુ વાત કરીએ સના વિશે તો સના 2015માં સાંસદ તરીકે ચૂંટાઈ ત્યારે સનાની રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી. એ પછી 2019માં તેમને કેબિનેટમાં સ્થાન આપી ટ્રાન્સપોર્ટ અને કમ્યુનિકેશન મિનિસ્ટર બનાવાયા હતા. ત્યારબાદ થી જ તેઓ પોતાની અલગ છબી માટે પ્રખ્યાત થયાં હતાં પોતાનાં અડગ નિર્ણય નાં કારણે તે ખુબજ ચર્ચામાં પણ રહેતાં હોય છે.

કહેવાય છે કે સના ખુબજ ટૂંકા ગાળા માં પ્રસિદ્ધ ધનાર નેતા છે તે માત્ર ને માત્ર પોતાના અડગ મનો બળના કારણે અહીં છે. ચાર વર્ષના ટુંકા ગાળામાં તેઓ વડા પ્રધાન પદ સુધી પહોંચ્યા છે. ન્યુઝિલેન્ડના વડા પ્રધાન જેસિંડા 39 વર્ષના છે. જ્યારે યુક્રેનના નેતા ઓેલેક્સી 35 વર્ષના છે.

સના એ બન્ને કરતાં પણ નાનાં છે. સનાનો ઉછેર ગરીબ અને સંઘર્ષમય પરિવારમાં થયો છે. સના તેના પરિવારમાંથી યુનિવર્સિટી સુધી પહોંચનારી પહેલી વ્યક્તિ હતી. આજે જ્યારે સના હવે આ પદ ની દાવેદાર થઈ છે ત્યારે તેના પરિવાર જાણો પણ ખુબજ ખુશ છે.