આ છે માત્ર 13 વર્ષનો રબર બોય કારનામાં જોઈ દંગ થઈ જશો.

0
62

મહારાષ્ટ્રમાં આજકાલ એક 13 વર્ષિય કિશોરની ચર્ચા થઈ રહી છે આદિત્યકુમાર જંગમ નામના આ કિશોરનું શરીર રબરની જેમ લવચીક છે.

એટલું જ નહીં તે કોઈપણ રીતે તેના શરીરને ટ્વિસ્ટ કરી શકે છે. આ જ કારણ છે કે રત્નાગીરી જિલ્લાના લોકો આદિત્યને સાપના બાળક તરીકે પણ ઓળખે છે.

કહેવામાં આવ્યું છે કે આદિત્ય તે લાંબા સમયથી પોતાના શરીરને લવચીક બનાવવા માટે કામ કરી રહ્યો છે જેથી ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ શામેલ થઈ શકે.

આ અહેવાલમાં જણાવાયું છે કે આદિત્ય તેના શરીરને અનેક આકારમાં વાળી શકે છે. એટલું જ નહીં તે તેના શરીરને વાળીને તેના પગની મદદથી બ્રશ પણ કરી શકે છે.

આ બાળકની સ્થિતિને હાયપરમોબિલિટી કહેવામાં આવે છે. આ સ્થિતિમાં લોકો તેમના શરીરને ઘણા આકારોમાં ફોલ્ડ કરે છે. પહેલાના સમયમાં, આ અવસ્થા ઋષિ-મુનિ યોગના પ્રભાવ દ્વારા કરતા હતાં.

આદિત્ય તેના માથાને 160 ડિગ્રી પર ફેરવી શકે છે. આ કુશળતાનો શ્રેય તે તેના કોચ મંગેશ કોપકરને આપે છે. કોપકર તેની એકેડેમીમાં 20 થી 30 બાળકોને તાલીમ આપે છે. પરંતુ કોઈ પણ બાળકનું શરીર એટલું લવચીક હોતું નથી જેટલું આદિત્યનું છે.