આ છે દુનિયાનું સૌથી રહસ્યમય શિવલિંગ જ્યાં,પરપોટાનાં રૂપમાં જોવા મળે છે શિવલિંગ, જુઓ તસવીરો……

મિત્રો આજે હુ આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરુ છુ મિત્રો આપણા દેશ મા ઘણા બધા દેવી દેવતાઓ ના મંદિરો આવેલા છે તેમજ મિત્રો હિંદુ સમાજમા ઘણા બધા મંદિરો આવેલા છે તેમજ મિત્રો આપણા દેશના દરેક ભાગમા કોઈને કોઈ મંદિર આવેલુ છે મિત્રો આપણો દેશ માન્યતાનો દેશ છે મિત્રો અહિ લોકો અલગ અલગ રીતે માન્યતાઓમા માને છે અને અલગ અલગ રીતે તેને પુરી કરવામા કોઈપણ મંદિરમા જાય છે મિત્રો પરંતુ આજે હુ તમને એક એવા મંદિર વિશે જનાવવા જઇ રહ્યો છુ જ્યા ભગવાન શિવના શિવલિંગ રુપે પાણીના પરપોટાની પૂજા કરવામા આવે છે તો મિત્રો આવો જાણીએ આ મંદીર વિશે.

Advertisement

મિત્રો આપણા દેશમાં ઘણા બધા શિવ મંદિરો આવેલા છે જેનું પોતાનું અલગ અલગ મહત્વ હોવાનું કહેવાય છે અને તેમા જો આપણે ભગવાન શિવના મંદિરો વિશે વાત કરીએ તો દેશ અને દુનિયામાં હજારો શિવ મંદિરો આવેલા છે અને આ બધા શિવ મંદિરોમાં કેટલીક દંતકથા જોડાયેલી છે મિત્રો ઘણીવાર ભક્તો આ મંદિરોમાં ભગવાન શિવના તેમના આશીર્વાદ મળે છે મિત્રો એટલું જ નહીં પરંતુ ઘણા એવા મંદિરો પણ છે જ્યાં દરરોજ કેટલાક ચમત્કારો જોવા મળે છે આ ચમત્કારોની સામે લોકોની આસ્થા વધુ અતૂટ બની જાય છે.

મિત્રો આજે અમે તમને એક એવા પ્રાચીન શિવ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છે જે ખૂબ જ આશ્ચર્યજનક છે હા મિત્રો કારણ કે અહી ભગવાન શિવ મંદિરમાં શિવલિંગ નહી પરંતુ પરપોટાની શિવલિંગ સ્વરુપે પૂજા કરવામા આવે છે મિત્રો સમગ્ર ભારતમાં બાર જ્યોતિર્લિંગો છે અને જેના વિશે એવું માનવામાં આવે છે કે તેઓ પોતાનો ઉદ્ભવ સ્વયં થયો હતો તેમજ આ સિવાય દેશના જુદા જુદા ભાગોમાં લોકોએ મંદિરો બનાવી શિવલિંગની સ્થાપના કરી છે તેમજ મિત્રો લિંગને શિવનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે અને જ્યારે તેમના રૂપમાં તેમની ભગવાન શંકર તરીકે પૂજા કરવામાં આવે છે મિત્રો મનુષ્ય શરૂઆતથી જ શિવના લિંગની પૂજા કરી રહ્યો છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને શ્રાવણના આ દિવસે અમે તમને ભગવાન શિવના એક અનોખા સ્વરૂપના દર્શન કરાવવા જઈ રહ્યા છે અને મિત્રો આ મંદીરમાં તમને શિવલિંગ નહીં પણ પરપોટા ની પુજા અર્ચના થતી જોવા મળે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ મંદીર નાગનાથ મહાદેવનું પૌરાણિક મંદીર છે મિત્રો આ નાગનાથ મહાદેવ ના આ પૌરાણિક મંદીરને ચંદ્રમૌલેશ્વર પણ કહેવામાં આવે છે મિત્રો અહીના સ્થાનીક લોકો તેને પરપોટીયા મહાદેવ તરીકે પણ ઓળખે છે.

મિત્રો શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ વહેલી સવારે સેંકડો ભક્તો અહી પરપોટિયા મહાદેવના દર્શન કરવા ઉમટી પડે છે તેમજ હર હર ભોલેના નાદથી સમગ્ર મંદિર અને તેનું આસપાસનુ સ્થાન ગુંજી ઉઠે છે તેમજ મિત્રો એવુ કહેવાય છે કે આ મંદીરનું નિર્માણ 5000 વર્ષ પૂર્વે થયં હતું મિત્રો અમદાવાદના શિવભક્તો આ મહાદેવની મુલાકાત ખુબ જ સરળતાથી લઈ શકે છે કારણ કે ધોળકા સ્થિત આ મંદીર અમદાવાદથી માત્ર 40 કીમી.ના અંતરે જ આવેલું છે મિત્રો એવું પણ કહેવાય છે કે અહીં 5000 વર્ષ પુર્વે ભોળાનાથે દર્શન આપ્યા હતા.

મિત્રો જો આપણે આ મંદિર ની વિશેષતા વિશે વાત કરીએ તો આ મંદીરનું મુખ્ય આકર્ષણ અહીં શિવલિંગ તરીકે પરપોટાની પુજા કરવામા આવે છે તે છે તેમજ અહીં કુદરતી રીતે પરપેટા નિકળે છે જોકે તે ક્યાંથી નીકળે છે શા કારણસર નીકળે છે તેની કોઈને કશી જ ખબર નથી તેમજ મિત્રો ના મંદિર વિશે આગળ જણાવ્યું છે કે તેમ આ મંદીરનું નામ ચંદ્રમૌલેશ્વર મહાદેવ છે જેની પાછળ પણ એક કારણ રહેલુ છે મિત્રો એવું કહેવાય છે કે ચંદ્રની સીધી જ અસર અહીંના શિવલિંગ પર થાય છે અને જો પુનમની રાત હોય તો તમને શિવલિંગ પર ચંદ્રનું ધોળુ નિશાન જોવા મળશે અને જો અમાસ હોય તો શિવલિંગ પર કોઈ જ ધોળું નિશાન જોવા નહીં મળે.

જો કે આ ઘટનામાં એક અપવાદ પણ છે જેમાં શ્રાવણ મહિનામાં પુનમની રાત્રે કોઈ જ ધોળું નિશાન જોવામાં નથી આવતું અને આ ઉપરાંત મિત્રો અહી એવી પણ માન્યતા રહેલી છે કે પરપોટા સ્વરૂપે જે શિવલિંગની પુજા કરવામાં આવે છે તેને તમે ગણી નથી શકતા અને જો તમે તેને ગણવાનો પ્રયાસ કરશો તો દરેક વખતે તમને એક નવો જ આંકડો મળશે મિત્રો તમને જણાવી દઈએ કે ધોળકા તેમજ આસપાસના ગામડાઓ માંથી અહીં હજારો શ્રદ્ધાળુઓ શ્રાવણ માસ તેમજ શિવરાત્રીના મહાપર્વ પર દર્શન કરવા આવે છે તેમજ્બ શ્રાવણ મહિનાના અમાસના દિવસે અહીં સરસ મેળો પણ ભરાય છે અને આ મેળા બાબતે એવું કહેવાય છે કે હજારો વર્ષથી આ મેળો અહીં યોજાય છે.

મિત્રો આ મેળામાં લાખો લોકો ચંદ્રમૌલેશ્વરના દર્શને તો આવે જ છે પણ મેળાની એક ખાસ વાનગી અહીં આ દિવસે ખુબ જ ખાવામાં આવે છે તે છે ચોળાફળી મિત્રો અમદાવાદથી આમ તો આ મંદીર માત્ર એક ડોઢ કલાકના અંતરેજ આવેલું છે અને આ માટે જો તમે રવિવારની રાહ ન જોવા માગતા હોવ તો આજે પણ આ અનોખા મંદીરના દર્શન કરવા પહોંચી શકો છો મિત્રો આ મંદિર પ્રત્યે લોકોની અતુટ આશ્થા જોડાયેલી છે અને કદાચ તેથી જ અહી શ્રદ્ધાળુ દુર દુર થી દર્શન કરવા માટે અહી આવે છે.

મિત્રો ખેડા ધોળકા માર્ગ ઉપર ધોળકા નજીકમાં આણંદ ખેડા અમદાવાદ જિલ્લાના શિવભક્તોનું રમણીય દર્શનીય પ્રવાસન ધામ એટલે શ્રી નાગનાથ ચન્દ્ર મૌલેશ્વર જેને પરપોટીયા મહાદેવ તરિકે પણ લોકો જાણે છે મિત્રો આ મંદિરની વિશેષતા એ છે કે અહીં પરપોટા આકારના પરસ્પર જોડાયેલ શ્વેત શ્યામ નાના બટાકા આકારનાં અગણિત શિવલીંગ આવેલા છે અને દંતકથા મુજબ ભકતો તેની ગણતરી કરતા ભુલભુલામણીમાં પડી જાય છે તેમજ મિત્રો એવુ પણ કહેવાય છે કે આ મહાદેવની પુજા પાંડવોએ પણ કરી હતી તેમજ મિત્રો જગદગુરૃ શંકરાચાર્ય એ પણ અહીં ચતુર્માસ કરી શિવ પુજન કર્યું હતું.

મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન સ્વામીનારાયણ એટલેકે સહજાનંદ સ્વામી એ પણ સંવત ૧૮૮૪માં અહીં પુજા કરી પુજારીને વસ્ત્ર અને અલંકારનું દાન કર્યું હતું તેમજ સમગ્ર વિશ્વમાં આવા પરપોટા આકારનું એક માત્ર આ શિવલિંગ અહિં ધોળકા પાસે આવેલું છે મિત્રો અહિં શિવલીંગમાં અંદર ચન્દ્ર દર્શન થાય છે જે પુનમ અને અમાસે બદલાય છે મિત્રો પુનમે શ્વેત અને અમાસે શ્યામ વર્ણ હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે અહી મહાદેવનું નામ ચંદ્રમૌલેશ્વર છે અને પુજારીનું નામ મૌલેશ ચંદ્ર જોશી છે જે એક વિચારવા જેવી વાત છે.

Advertisement