આ છે એક એવો દેશ જ્યાં લોકો પ્રાણીઓની જેમ પાંજરામાં રહેવા માટે છે મજબુર, જાણો શું છે તેનું કારણ…..

0
202

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હોંગકોંગમાં હજી પણ ઘણા લોકો છે જે મોંઘા મકાનો ખરીદી શકતા નથી. આ કારણોસર આ લોકોને પ્રાણીઓની જેમ પાંજરામાં રહેવાની ફરજ પડી છે.જો કે, લોખંડની બનેલી આ પાંજરા પણ આ ગરીબોને સરળતાથી મળી શકતા નથી. તેઓએ આ માટે કિંમત પણ ચૂકવવી પડશે.

Advertisement

એવું કહેવાય છે કે પાંજરાની કિંમત લગભગ 11 હજાર રૂપિયા છે. આ પાંજરા વિનાશગ્રસ્ત મકાનોમાં રાખવામાં આવ્યા છે.હોંગકોંગમાં હાલમાં આવા ઘરોમાં લગભગ એક લાખ લોકો રહે છે. આટલું જ નહીં, પાંજરાનું કદ પણ નક્કી કરવામાં આવે છે. આમાંથી એક પાંજરું એક નાનું કેબિન જેટલું છે, જ્યારે બીજું પાંજરું શબપેટી આકારનું છે. ઘરના અભાવે એક અપાર્ટમેન્ટમાં 100-100 લોકો મજબૂરી હેઠળ પાંજરાની અંદરના રહે છે. અપાર્ટમેન્ટમાં ફક્ત બે શૌચાલયો છે, જેથી તેમની મુશ્કેલી વધી જાય છે.

હોંગ કોંગના આ ઘરોને કોફીન હાઉસ એટલે નાની એવી જગ્યામાં આખા ઘરની વસ્તુઓને સમાવી છે. જો કે આના કરતા તો મોટું આપણા ઘરનું બાથરૂમ હશે. તમને જણાવી દઈએ કે હોંગકોંગમાં લગભગ 2,00,000 લોકો આવી જ જગ્યાઓ પર રહેવા માટે મજબુર થઇ જતા હોય છે. હોંગ કોંગના આ ઘરોને કોફીન હાઉસ કહેવામાં આવે છે. જો કે કોફીન તે ડબ્બાને કહેવામાં આવે છે જેમાં ક્રિશ્ચન લોકોના મૃતદેહને રાખીને કબ્રસ્તાન લઇ જવામાં આવે છે. આવા ઘરોને જોઈને જાણે કે એવું લાગે છે કે આ લોકોને વધુ જગ્યા તો કદાચ લાશોને મળતી હશે.

માણસ પોતાના શોખ માટે ઘણીવાર પક્ષીઓને પિંજરામાં કેદ કરીને રાખતા હોય છે. પણ અહી તો આ લોકોનું જીવન તો પાંજરામાં પૂરેલા પક્ષીઓ-પ્રાણીઓ કરતા પણ ખરાબ છે. બહારથી રંગ-બેરંગી દેખાતી આ ઊંચી-ઊંચી ઇમારતોમાં અંદર હજારો કોફીન હોમ છે, જેમાં હજારો લોકો સંકળાશમાં રહેવા માટે મજબૂર થયા છે.આપણે પોતાની પથારીમાં ફેલાઈને સુવાનું પસંદ કરતા હોઈએ છીએ. પણ અહીંના લોકોની હાલત એટલી ખરાબ છે કે આખા દિવસ બાદ થાકીને ફેલાઈને ઊંઘવું પણ મુશ્કેલ છે. દુનિયાના દરેક દેશ સ્વચ્છતાના અભિયાનને બઢાવા આપી રહ્યા છે. પણ આવી હાલત હોય તો કોઈ શું કરે.

અહીં લોકો આટલી નાની જગ્યામાં સમાન રાખે કે ઊંઘે કે શું કરે? આ લોકો કરતા તો જેલમાં રહેલા કેદીઓની હાલત વધારે સારી છે કદાચ, જેલમાં કેદીઓને પગ લાંબા કરીને ઊંઘવા તો મળે છે ને! અને તેઓએ આવા સાંકડા ઘરનું ભાડું પણ નથી ભરવું પડતું.સામાન્ય રીતે એવું કહેવાય કે જયારે પ્રેમ થઇ જાય ત્યારે રાતે ઊંઘ નથી આવતી, પણ જો આવી હાલતમાં રહેવું પડે તો પ્રેમ થાય કે ન થાય, પણ ઊંઘ તો ન જ આવે! જેવી રીતે ઘરમાં આ વૃદ્ધ માણસ બેઠો છે, તેવી રીતે તો પિંજરામાં મરઘીઓને રાખવામાં આવે છે.

હોંગકોંગમાં રહેવાના હિસાબથી આ સૌથી મોંઘી જગ્યા છે. જ્યાં સુધી આ ઘરના ભાડાની વાત આવે તો આ ઘર ખુબ જ મોંઘા છે. મજબૂરી એવી છે કે મોંઘુ હવા છતાં પણ ઘર ભાડા પર લેવા પડે છે. અહીં બાળકોની હાલત પણ કોઈ સારી નથી, પરંતુ શું કરી શકાય, તેઓ પણ પોતાના માતાપિતા સાથે આ જગ્યા પર રહેવા માટે મજબૂર છે. કદાચ બની શકે કે મોટા થયા પછી આ બાળકો પોતાનું અને પોતાના માતાપિતાનું જીવન બદલી શકે.

કહેવામાં આવે છે કે ઉમ્મીદ પર દુનિયા કાયમ છે, પણ જેવી રીતે જનસંખ્યા વધી રહી છે, આ લોકો પાસે કદાચ આવતી કાલની ઉમ્મીદ કરવી પણ બેકાર છે. એમાં પણ કહેવાય છે કે નાનું કુટુંબ, સુખી કુટુંબ, પણ જો ઘર આટલું નાનું હોય તો નાનો પરિવાર હોવા છતાં પણ સુખી રહી શકે નહિ.તસ્વીરોને જોતા એક નજરે તો લાગે કે આ ભાઈ કબાટમાં બેઠા છે, પરંતુ આ તસ્વીરની હકીકત તો એવી છે કે આ કબાટ નથી પણ આ ભાઈ કબાટ જેવડા નાના ઘરમાં રહેવા માટે મજબૂર છે.

આવીજ એક બીજી જગ્યા, દુનિયામાં ઘણીબધી અજીબો ગરીબ વસ્તુઓ છે, પરંતુ શું તમે સમુદ્ર પર વસેલા ગામ વિશે સાંભળ્યું છે. તે પણ હાલના સમયની અત્યાધુનિક ટેકનિકની મદદથી આજે નહીં પરંતુ સેંકડો વર્ષો પહેલાથી જ વસેલુ છે, અને તેનો વસવાનો પોતાનો ઇતિહાસ છે.

સમુદ્રની વચ્ચે વસનારુ આ ગામ ચીનમાં છે, દિલચસ્પ વાત એ છે કે તે આખુ ગામ તરતી નાવો પર વસેલુ છે. આ ગામમાં 2000થી વધુ લોકોની સંખ્યામાં ઘરો છે. અને આ ચીનના ફૂજિયાન પ્રાંતના નિંગડે શહેરની પાસે સ્થિત છે. સમુદ્રની ઉપર રહેવા માટે વસાવવામાં આવેલુ આ ગામ દુનિયાનુ એકમાત્ર ગામ છે.

1300 વર્ષ પહેલા વસી હતી વસ્તી.આ ગામમાં લગભગ 1300 વર્ષનો ઇતિહાસ સમેટાયેલો છે. આ વસ્તી લગભગ 1300 વર્ષ પહેલા વસાવવામાં આવી હતી, અને આમાં લગભગ સાડા આઠ હજાર લોકો રહે છે. અહીંના લોકો માછીમારો છે, અને માછલી મારીને જ આજીવિકા ચલાવી રહ્યાં છે. ગામના લોકોને તરતા ઘરોની સાથે જ લાકડીઓથી મોટા મોટા પ્લેટફોર્મ પણ બનાવી રાખ્યા છે, જ્યાં ત્યાં તેમના બાળકો રમે છે, અને કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. અહીંના લોકોને ટાંકા કહેવામાં આવે છે.

શાસકોના ઉત્પીડનથી પરેશાન થઇને સમુદ્રને પસંદ કર્યુ.આ વસ્તીના વસવાનુ કારણ જાણવા માટે ઇતિહાસમાં 1300 વર્ષ પાછળ જવુ પડે છે. આજથી 1300 વર્ષ પહેલા માછીમારોના પૂર્વજો સમુદ્રમાં જઇને વસ્તા હતા. 700 ઇસીમાં જ્યારે તેમના પૂર્વજોનુ શાસકોએ ઉત્પીડન કર્યુ તો તેનાથી પરેશાન થઇને તે અહીં વસી ગયા. 700 ઇસીમાં ચીનમાં તાંગ રાજવંશનુ શાસન હતુ અને આ શાસક ટાંકા લોકોને પરેશાન કર્યા કરતો હતો. આનાથી બચવા માટે ટાંકા લોકોએ સમુ્દ્રની વચ્ચે પોતાની વસ્તી વસાવી લીધી, અને પેઢી દર પેઢી અહીં જ રહેતા આવ્યા છે.

એવી જ કેટલીક ચિત્રવિચિત્ર જગ્યાઓ અને તેમાં રહેતા ડેરડેવીલ્સની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. હા, ડેરડેવીલ્સ જ કહી શકાય આવા લોકોને કારણ કે આવી જગ્યા પર રહેવા માટે તમારામાં બેશૂમાર હિમ્મત હોવી જરૂરી છે.

કાપાડોશિયા – તૂર્કી.આ સુંદરપણ વિચિત્ર જગ્યા આવેલી છે તુર્કીના પૌરાણીક પ્રાંત એનાટોલિયામાં. અહીં રહેતાં લોકોના ઘરે જો તમે જોશો તો તમને વિચાર આવશે કે કેવી અદ્ભુત રીતે આ એકદમ અસામાન્ય ભુગોળમાં લોકો રહે છે અને તે પણ તેના કૂદરતી દેખાવને જરા પણ નુકસાન પહોંચાડ્યા વગર. આ જગ્યાનો યુનેસ્કો દ્વારા વિશ્વ વારસામાં સમાવેશ કરવામા આવી છે.

તમને ભલે આ જગ્યા રહેવા લાયક ન લાગતી હોય અથવા વિચિત્ર લાગતી હોય પણ ઇસવિસન પુર્વેની છ્ઠ્ઠી સદીથી અહીં લોકોના રહેવાનો ઉલ્લેક ઇતિહાસના કેટલાક પુસ્તકોમાં છે. આ નાનકડા નગરમાં 2500 લોકો વસે છે જેમાં શાળાઓ, મઠો અને ચર્ચો અરે પોલિસ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. તુર્કીની આ જગ્યા પ્રવાસીઓમાં પણ ખુબ જ પ્રિય છે.

ઝુઆનકોન્ગ સી – ચાઈના.ચાઈનામાં તમારા જીવ તાળવે ચોંટી જાયતેવા પાંચ ખુબ જ જોખમી પહાડો આવેલા છે અને માઉન્ટ હેન્ગ તેમાંનો એક છે. આ પહાડ પર એક બૌદ્ધ મઠ આવેલો છે જેનું નામ છે ઝુઆનકોન્ગ સી જેનો ગુજરાતીમાં અર્થ થાય હવામાં તરતો મઠ. તેને સામાન્ય લોકો હેંગીગ મોનેસ્ટ્રી એટલે કે લટકતો મઠ પણ કહે છે.

આ મઠ ઇ.સ 491માં બનાવવામાં આવ્યો હતો. તેને પર્વતની કીનારી પર અને તમે અહીં ફોટોમાં જોઈ શકશો કે કીનારી પરથી પણ થોડો બહારની બાજુ બનાવવામાં આવ્યો છે. અહીં જે એન્જિનિયરીંગ ટેક્નિક યુઝ કરવામા આવી છે તે બાબતે આધુનિક વાસ્તુકારોને પણ આશ્ચર્ય છે. આ મઠનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે તેના બાંધકામને નુકસાન પહોચાડ્યા વગર પણ તેનું સમારકામ થઈ શકે.

હાલ આ જગ્યા પર્યટકોમાં ખુબ જ પ્રિય છે. જો તમારે પણ આ જગ્યાની મુલાકાત લેવી હોય તો પહેલાં તમારે તમારી દાક્તરી તપાસ કરાવી લેવી જોઈએ. કારણ કે આ જગ્યા સેંકડો મીટર ઉંચી આવેલી છે અને તેની ઉપર ચડવા માટે કોઈ પણ જાતના વ્યવસ્થિત પગથિયા બનાવવામાં નથી આવ્યા. જો કે આજે પણ અહીં બૌદ્ધ સાધુઓ રહે છે અને આ મઠની સંભાળ લે છે.

Advertisement