આ છે મહેંદી પલાડવાની સાચી રીત,આ રીતે પલાડશો, તો ચોક્કસ 110% અસર કરશે મહેંદી,ફટાફટ જાણીલો આ રીત વિશે……

0
601

તમે વાળને કલર કરાવવાનું વિચારો છો ? પરંતુ હવે વાળને લગાવવામાં આવતી ડાય કે કલર કેમીકલ્સથી ભરપૂર હોય હોય તો કંઇ નવા સમાચાર નથી. ત્યારે લોકો એ કેમીકલ્સથી બચવા વાળમાં મહેંદી લગાવે છે જે વાળને કલર કરવાનું એક કુદરતી તત્વ છે. પરંતુ ઘણા લોકો એવું માને છે કે મહેંદી વાળની ઉપર એક પણ બનાવે છે. જેનાથી વાળ લીચલાં લાગે છે જે વાળનો ગ્રોંથ નથી વધારથી પરંતુ વાળનો વજન વધારે છે. જે વાળ માળે સારું નથી. અને એવું પણ માનવામાં આવે છે કે મહેંદીના પાન. વાળને સુકા બનાવે છે.વાળને કુદરતી કલર જેવા કરવા માટે જાણો મહેંદી કરવાના શ્રેષ્ઠ ઉપાયો વિષે. પરંતુ કુદરતી કલર લાવવા માટે તેમા કેટલીક બીજી વસ્તુઓની પણ જરૂર પડશે.

મહેંદીને જ્યારે હાથ પર લગાવો તો તેનો કલર અલગ હોય છે, પરંતુ જ્યારે તેને વાળ પર લગાવવામા આવે છે ત્યારે તેનો કલર એકદમ જ અલગ દેખાય છે. જો વાળને કુદરતી કલર કરવા હોય તો મહેંદી લગાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે, પરંતુ કુદરતી કલર લાવવા માટે તેમા કેટલીક બીજી વસ્તુઓની પણ જરૂર પડશે. આ તમામ વસ્તુઓથી વાળનો કલર તો સારો આવશે જ સાથે સાથે વાળ મુલાયમ, ચમકદાર અને ભરાવદાર બનાવવા માટે પણ શ્રેષ્ઠ હોય છે.મહેંદી વાળને કલર કરવાની સાથે-સાથે તેની મુલાયમ અને ચમકદાર બનાવવાનુ કામ પણ કરે છે એટલે તેને વાળમા લગાવતા પહેલા દહી અને ઇંડુ જરૂર મિક્સ કરવુ જોઈએ.

વાળના કાળા કલર માટેવાળ માટે કાળી મહેંદી ની ડિમાન્ડ વધુ હોય છે. તેમા આમળા અને અન્ય અનેક પ્રકારના બીજા હર્બ્સ મિક્સથાય છે જે સફેદ અથવા ભૂખરા વાળને કાળા કરવાનુ કામ કરે છે. તો જો તમને તમારા વાળને કુદરતી કાળા કરવા હોય તો પહેલા મહેંદી પાઉડરમા આમળા મિક્સ કરો ત્યારબાદ તમારે તેમા અલગથી બ્લેક ટી મિક્સ કરવાની રહેશે જેનાથી તમારા વાળ કુદરતી કાળા જ લાગશે અને સાથે સાથે મુલાયમ અને ચમકદાર પણ બનશે.વાળના ભૂરા-લાલ કલર માટેઆમ તો મહેંદીથી વાળમા નોર્મલી ભૂરા-લાલ કલર આવી જાય છે, પરંતુ જો તમે વાઇબ્રેટ રેડ કલર ઈચ્છો છો તો તેમા કાથો મિક્સ કરો. કાથો તમને સરળતાથી પાનની દુકાને મળી જશે. મહેંદીને કાયમ લોખંડની કડાઈમા જ પલાળો અને જ્યારે પણ લગાવવી હોય તેની એક રાત પહેલા પલાળી દેવી જોઈએ. મહેંદીને મિક્સ કરતી વખતે જ તેમાં કાથો પણ મિક્સ કરી દો, જેથી તે સંપૂર્ણપણે મિક્સ થઈ જાય અને તમે ઈચ્છો તેવા વાળ બનાવવામા મદદરૂપ પણ થશે.

મહેંદી લગાવતા પહેલા તેને કેવી રીતે મિક્સ કરવી તેના શ્રેષ્ઠ ઉપાયો: એક લોખંડના વાસણ મા મહેંદી પાઉડર નાખો. ૨ કપ પાણીમા ચાને થોડી વાર ઉકાળો અને જ્યારે પાણી અડધુ થઈ જાય ત્યારે તે પાણીમા મહેંદી મિક્સ કરો.ઇંડા અને દહીંને જરૂર મિક્સ કરો જેથી તમારા વાળ ધોયા પછી જરા પણ ડ્રાય નહિ લાગે પણ મુલાયમ અને ચમકદાર લાગશે. જે કલરના વાળ જોઈતા હોય તે મુજબ તેમા કાથો, બ્લેક ટી અને કોફી મિક્સ કરી લો. મહેંદીને સામાન્ય રીતે આખી રાત પલાળીને રાખવી જોઈએ અથવા લગાવતી વખતે ૧ થી ૨ કલાક પહેલા તો પલાળવી જ જોઈએ.જો તમે મહેંદીને રાતના પલાળવાનુ ભૂલી ગયા છો તો સવારે તેને ગરમ પાણીથી મિક્સ કરી શકો છો.

મહેંદીની સુગંધ જો તમને સારી ન લાગતી હોય તો તેમા તમે ગુલાબજળ મિક્સ કરી શકો છો. આ સિવાય એસેન્શિયલ તેલના થોડા ટીપા પણ નાખી શકાય છે જેથી તમારી સમસ્યા દુર થઈ જાશે.મહેંદી લગાવ્યા પછી ઘણા લોકોને શરદી-ઉઘરસની સમસ્યા રહેતી હોય છે. જો તમે શિયાળામા મહેંદી લગાવી રહ્યા છો તો તેને નવશેકા ગરમ પાણીથી મિક્સ કરો. આમ તો ગરમ પાણીથી કલર પણ સારો મળે જ છે.બીજી રીત અને સામગ્રીએક ગ્લાસ પાણી,2 ચમચી આંબળાનો પાવડર,2 ચમચી હર્બલ મહેંદી,2 ચમચી ભૃંગરાજ પાઉડર,2 ચમચી ગુલમહોર ના ફૂલનો પાવડર2 ચમચી શિકાકાઈ પાવડર,

પેક બનાવવાની રીત:આ પેક રાત્રે જ બનાવી લેવાનું છે અને સવારે તેનો ઉપયોગ કરવાનો છે. એક લોખંડનું વાસણ લેવું. તમારી પાસે લોખંડનું કોઈ વાસણ ન હોય તો તમે અન્ય કોઈ વાસણનો પણ ઉપયોગ કરી શકો છો લોખંડના વાસણનો ઉપયોગ કરવાથી વધુ ફાયદો થાઈ છે.એક ગ્લાસ પાણી લેવું. પછી તેને ગેસ પર ધીમા તાપે ગરમ કરવું. તેમાં બે ચમચી આંબળાનો પાવડર નાખી હલાવવું. પછી તેને થોડીવાર ધીમા તાપે ઉકાળવું પછી ગેસ બંધ કરી દેવો. ત્યાર બાદ તેને થોડું ઠંડુ થવા દેવું. સાવ ઠંડુ નથી કરવાનું. થોડું ઠંડુ થયા બાદ તેમાં હર્બલ મહેંદી નાખી તેને બરાબર મિક્સ કરી પછી તેમાં ભૃંગરાજ પાવડર નાખી હલાવી લેવું.

ત્યારબાદ તેમાં શિકાકાઈ પાવડર નાખીને બરાબર મિક્ષ કરવું. છેલ્લે તેમાં ગુલમહોરનો પાવડર નાખીને બધુ બરાબર હલાવીને ભેળવી દેવું. હવે તમારું પેક તૈયાર થઈ ગયું છે. તેને આખી રાત ઢાંકીને એકબાજુ મૂકી દેવું.આંબળા અને શિકાકાઈ વાળને સિલ્કી, શાઈની અને લાંબા બનાવે છે. અને મહેંદી નાખવાથી વાળ કાળા અને સુવાળા બને છે, તેમજ શિકાકાઈ પાવડર થી વાળમાં ખંજવાળ આવતી નથી અને ગુલમહોરના ફૂલનો પાવડર વાળને મજબૂત બનાવે છે. માટે વાળ ખરતા નથી.

વાળમા લગાવવાની રીત:વાળ ધોઈને પછી વાળ માં કોઈ પણ તેલથી ખુબ જ સરસ રીતે હળવા હાથે મસાજ કરીને આખી રાત વાળ માં તેલ રહેવા દેવું. સવારે વાળને શેમ્પુથી ધોઈ લેવાના છે વાળ ધોયા બાદ વાળને થોડા સુકાવા દેવાના છે. પછી વાળની ઘૂંચ કાઢી આપણે બનાવેલ મહેંદીનું હેર પેક લગાવવાનું છે. વાળના મૂળમાં પણ લગાડવાનું છે. આ પેક વાળ માં એક કલાક સુધી રાખવાનું છે. તેનાથી વધારે સમય નહિ. પછી વાળ ને ઠંડા પાણીથી ધોઈ નાખવા.તમારા વાળ સફેદ થઈ ગયા હશે તો આ પેક લગાડવાથી તમારા વાળ કુદરતી કાળા બનશે. આ પેક અઠવાડિયામાં એક વાર લગાવવાનું છે તમારા વાળ કાળજ છે તો પણ તમે આ પેક લગાવી શકો છો તેનાથી કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી.