આ છોડ માં હોય છે ગણેશજી નો વાસ ઉગાડો ઘરના આંગણ માં થશે ઘણા લાભ…..

0
306

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે તમારા ઘરની આજુબાજુના કેટલાક નિર્જન જમીન પર લીલા રંગનાં પાંદડાવાળા છોડ જોયા હશે. તેમાં સફેદ રંગના ફૂલો હોય છે. ઘણા લોકો તેને જંગલી છોડ માનીને અવગણે છે. આ છોડને સામાન્ય રીતે મદાર, આંકડો અને અકુઆ તરીકે ઓળખવામાં આવે છે. જો તમે પણ એવું કરી રહ્યા છો, તો હવેથી તે કરશો નહીં કારણ કે તે સામાન્ય છોડ નથી.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે ધાર્મિક માન્યતા છે કે આ છોડમાં સ્વયં બુદ્ધિ પ્રદાતા ભગવાન ગણેશજીનો વાસ છે, તેથી આ છોડ મહાદેવને પણ ખૂબ પ્રિય છે. જો તેના સફેદ ફૂલો મહાદેવને અર્પણ કરવામાં આવે છે, તો તેઓ જલ્દીથી પ્રસન્ન થાય છે અને ભક્તોની ઇચ્છા પૂર્ણ કરે છે. જ્યોતિષીઓ માને છે કે જો આ છોડનું શુભ સમયમાં વાવેતર કરવામાં આવે તો તમે બધી જટિલ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.

મેલીવિદ્યા અને દુષ્ટ નજરથી બચાવે છે રવિપુષ્ય યોગમાં ઘરના દરવાજા પર આ છોડ લગાવવાથી તે કુટુંબને ખરાબ નજરથી બચાવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આ છોડ ઘરે રહે છે, ત્યાં સુધી, કોઈ પણ પ્રકારની મેલીવિદ્યા, તંત્ર મંત્ર વગેરેની અસર થતી નથી. દુષ્ટ આત્માઓ, ખરાબ નસીબ અને ખરાબ ગ્રહોની દ્રષ્ટિ પરિવાર પર પડતી નથી.બાળકોને લગતી સમસ્યાઓ દૂર કરે છે, એવું કહેવામાં આવે છે કે જો સ્ત્રીને કોઈ સમસ્યા થવાને કારણે બાળકનું સુખ મળી રહ્યું ન હોય તો રવિવારે પુષ્ય નક્ષત્રમાં તેના મૂળને કમરમાં બાંધી દો. આની સાથે, તેને ચોક્કસપણે માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

કમર પર બાંધવાથી તંત્ર મંત્ર થઈ જાય છે બેઅસર,જો કોઈ વ્યકિત પર તાંત્રિક ક્રિયા કરવામાં આવી હોય, તો પછી મદારનો એક ટુકડો અભિમંત્રિત કરીને કમરમાં બાંધી દેવો જોઈએ. તેનાંથી તંત્ર મંત્રની અસર બેઅસર થઈ જાય છે.સૌભાગ્ય આપનારું,જો તમે કુટુંબની સમસ્યાઓથી ઘેરાયેલા છો, તો પછી આ છોડના મૂળને જમણા હાથ પર બાંધી દો. ઉપરાંત, નિયમિતપણે ગણેશનાં સૌભાગ્ય વર્ધક જાપ કરો. આ સૂઈ ગયેલું નસીબ ફરી જીવંત કરે છે.

અનંત ચૌદસ સુધીના કોઈપણ દિવસે સવારે સ્નાનાદિ કાર્યથી નિવૃત થઈ અને આંકડાના ઝાડના મૂળમાંથી એક ટુકડો તોડી લાવવો અને ઘરે લાવી તેની રાખ કરી લેવી. આ રાખનો ઉપયોગ રોજ માથા પર તિલક કરવામાં કરવો. આ તિલક કરનારના જીવનમાં ક્યારેય સુખ-સમૃદ્ધિની ખામી રહેતી નથી. આંકડાનું મૂળ જીવનમાંથી અસુરક્ષાનો ભાવ પણ દુર કરે છે.

આ ઉપરાંત હનુમાનજીની પૂજા માટે વપરાતા આંકડાથી તો બધા જ પરીચીત હશે.દરેક શનિવારે ભાવિકો આંકડાના ફુલની માળા હનુમાનજીને અર્પણ કરે છે.આંકડા વિશે આપણે ત્યાં ઘણી કહેવતો છે જેવી કે,”ઊંટ મેલે આંકડો ને બકરી મેલે કાંકરો”!મતલબ કે બકરી કાંકરા સિવાય બધી વસ્તુ કાચરકુચર કરીને ખાઇ જાય છે જ્યારે ઊંટ આંકડા સિવાય બીજી બધી વનસ્પતિ ખાઇ શકે છે.આના પરથી ખ્યાલ આવે છે કે આંકડો ઝેરી પણ છે!

આંકડાનો સપ્રમાણ છોડ મોટે ભાગે ઉનાળામાં ઉછરે છે જ્યારે ચોમાસું આવતા તે સુકાઇ જાય છે.ખેતરને શેઢે,પાદરમાં વગેરે જગ્યાએ આંકડો પ્રાપ્ય છે.હનુમાનજીને અને શનિદેવને આંકડાના ફુલ પ્રિય હોઇ તેમની પૂજા માટે આંકડાના ફુલની ઘણી બોલબાલા છે.પણ આંકડાના આયુર્વેદિક ફાયદાઓ પણ ઘણા ઉત્તમ છે!હાં,આંકડાનો જો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો એ આપણા શરીર માટે દુ:ખહર્તા પણ સાબિત થઇ શકે છે.

આંકડાના પર્ણ સફેદ ઝીણી રુંવાટીયુક્ત લીલા હોય છે,પાકી ગયા બાદ તે પીળા પડી જાય છે.આંકડાના ફુલ સફેદ અને આછા જાબુંડી રંગી છજાદાર હોય છે.જેની રંગીન પાંખડીઓ પણ હોય છે.આંકડામાં કેરીના ગોટલા આકારનું ફળ આવે છે.જે પાકી ગયા બાદ તેમાથી રૂ જેવો એકદમ હલકો પદાર્થ નીકળે છે.જેમાં તેમના બીજ રહેલા હોય છે.હવામાં આ પદાર્થ ઉડે છે અને બીજી કોઇ જગ્યાએ પડે છે.એ ભેગાં આંકડાના બીજ પણ સાથે હોઇ આંકડાની સંતતિ વધે છે.

આંકડાની ડાળીઓમાંથી સફેદ ચીકણો દુધ જેવો પદાર્થ નીકળે છે.જે ઘણો ઝેરી હોય છે.પેલાના સમયમાં લોકોને હડકવા ચાલતો તો તેમને આંકડા સાથે બાંધી દેવાતા!આ રીતે શરીરને ઉપયોગી છે આંકડો.આંકડાના મૂળ ઘણા જ ઉપયોગી છે.તે શરીર માટે દુ:ખહારક છે.આંકડાના મૂળને ઘસીને લગાવવાથી નખનો રોગ દુર થાય છે.તદ્દોપરાંત,જો ટાઢિયો તાવ/શીત જ્વરની બિમારી હોય તો આંકડાના મૂળને છાંયડામાં સુકાવીને તેનો ભુક્કો કરવો.ત્યારબાદ તેમાં ગોળ મેળવીને ખાવાથી શીત જ્વરની બિમારી દુર થાય છે.

આ રીતે થાય છે ગઠિયાની બિમારીનો ઇલાજ.આંકડાના મૂળ ૨ શેર વજન જેટલા લઇ એને ચાર શેર પાણીમાં ઉકાળો.જ્યારે અડધું પાણી રહી જાય ત્યારે આ મૂળ કાઢી લેવાં અને પાણીમાં ૨ શેર ઘઉં નાખી દેવા.જ્યારે ઘઉં બધું પાણી શોષી લે ત્યારે આ ઘઉં કાઢી લઇ સુકવી લેવા.આ ઘઉંનો લોટ દળીને આ લોટની બાટી અથવા રોટલી બનાવી એમાં ગોળ તથા ઘી મેળવી દરરોજ ખાવાથી ગઠિયા બાદ દૂર થાય છે.ઘણા દિવસોથી હેરાન કરતો ગઠિયાનો રોગ ૨૧ દિવસમાં મટી જાય છે.

ઉધરસનો ઇલાજ.વધારે પડતી ઉધરસ આવતી હોય તો આંકડાના મૂળના ચૂર્ણમાં મરી પીસીને મિશ્રણ બનાવો.ત્યારબાદ આ મિશ્રણની નાની ગોળીઓ બનાવીને ખાવાથી ઉધરસ મટે છે.આમ જ રીતે હૈજાની બિમારીમાં આંકડાના ચૂર્ણની સાથે આદુ અને મરીના ચૂર્ણની ગોળીઓ બનાવીને લેવાથી રાહત થાય છે.

કડુઆનું તેલ અને આંકડાની રાખનો લેપ ચોપડવાથી ખંજવાળ આવતી મટે છે.આમ,આવી ઘણી રીતે આંકડો ઉપયોગી છે.શક્ય હોય તો આંકડાના મૂળને બે-ત્રણ દિવસ છાંયડામાં સુકવીને એનો ભુક્કો કરી ચૂર્ણ એકત્ર કરીને મુકી દેવું જોઇએ.જ્યારે જરૂર પડે ત્યારે એમાંં જે-તે ચીજ ઉમેરી લઇ શકાય

આ ઉપરાંત શિવજીની પૂજામાં આંકડાના ફૂલનનું વિશેષ મહત્વ છે. આંકડો એક ઝેરી છોડ છે. શાસ્ત્રોમાં આ છોડના કેટલાય મહત્વ બતાવવામાં આવ્યા છે. આંકડાનો છોડ એવો છે, જેમાં આપણે કેટલાય ધાર્મિક લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણાં ઘર અથવા ઘરની આજુબાજુ આ છોડ હોય તો આ ખૂબ જ ફાયદેમંદ માનવામાં વે છે. આ છોડને આંક, અકૌઆ પણ કહેવામાં આવે છે. સામાન્યપણે આ છોડ જંગલોમાં સરળતાથી ઉત્પન્ન થઈ જાય છે. આજકાલ શહેરી ક્ષેત્રોમાં પણ આ સરળતાથી દેખાઈ દેવા લાગ્યા છે. જ્યાં ખાલી જગ્યા હોય છે ત્યાં આંકડાના છોડ ઉત્પન્ન થઈ જાય છે. અહીં આપણે જાણીશું આંકડાના 3 ઉપાય વિશે, જેની એવી માન્યતા છે કે તેનાથી ખરાબ સમય પણ દૂર થઈ જાય છે.

આંકડાના છોડની જડનો એક નાનકડો ટૂકડો ગળામાં બાંધીને તાવીજની જેમ ધારણ કરવું જોઈએ. તાવીજ માટે કાળા દોરાનો ઉપયોગ કરવો. માર્કેટમાં કેટલાય પ્રકારની તાવીજ સરળતાથી મળી જાય છે. તાવીજમાં આંકડાની જડને નાખી ધારણ કરવું જોઈએ. ધારણ કરતા પહેલા જડનું વિધિવત પૂજન કરુવં જોઈએ.આ છોડની જડમાં ગણેશજીની આકૃતિ નિર્મિત થઈ જાય છે, જેને શ્વેતાર્ક ગણેશ કહેવામાં આવે છે. તેથી જડનું પૂજન કરતા સમયે ગણેશનું ધ્યાન કરવું જોઈએ. આ ઉપાયથી નકારાત્મક શક્તિઓ દ્વારા આપણાં શરીરની રક્ષા થાય છે.

જો કોઈ વ્યક્તિ કોઈ બીમારીને લીધે પરેશાન હોય તો તે રવિ પુષ્ય નક્ષત્રના દિવસે આંકડા તથા અરણ્ડ (એક છોડ)ની જડ આમંત્રણ આપી તોડી શકે છે. જડ તોડતા પહેલા આમંત્રણ આપો કે તમે અમારી સાથે ચાલો. તેના પછી ઘર પર આ જડોને ગંગાજળ સાથે ધોવો અને સિંદૂર વગેરેથી પૂજન સામગ્રી અર્પિત કરી પૂજન કરવું. પૂજન દરમિયાન શ્રીગણેશાય નમઃ મંત્રના જાપ 108 વખત કરવા.

પૂજન થઈ ગયા પછી બીમાર વ્યક્તિના ઉપરથી આ જડને સાત વખત માથાથી પગ સુધી વારી લો. તેના પછી સાંજના સમયે આ જડને કોઈ સુમસામ સ્થાન પર જઈ જમીનમાં દાટી દો. આ ઉપાયની સાથે જ દવાઓનું સેવન ચાલુ રાખવું. ડોક્ટર્સ દ્વારા બતાવેલી વાતોનું પણ ધ્યાન રાખવું. આ ઉપાય દ્વારા રોગીને લાભ મળી શકે છે.

શાસ્ત્રો મુજબ આંકડાના ફૂલને શિવલિંગ પર ચડાવવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલે દરરોજ શિવલિંગ પર આંકડાના ફૂલ શિવલિંગ પર અર્પિત કરી પૂજન કરવું.આંકડાના છોડ મુખ્યદ્વાર પર અથવા ઘરની સામે હોય તો શુભ માનવામાં આવે છે. તેના ફૂલ સામાન્યપણે સફેદ રંગના હોય છે. વિદ્વાનોના જણાવ્યાં મુજબ અમુક જૂના આંકડાની જડમાં ગણેશની પ્રતિતૃતિ નિર્મિત થઈ જાય છે જે સાધકને ચમત્કારી લાભ પ્રદાન કરે છે.

Advertisement