આ કારણે ભગવાન શ્રી કૃષ્ણએ રાધાજી સાથે નહતા કર્યા લગ્ન,ચોક્કસ તમે નહીં જ જાણતાં હોય…..

0
337

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે રાધા કૃષ્ણની પ્રેમ કહાની તો બધાંએ સાંભળી હશે, પરંતુ આ વાત ખૂબ ઓછા લોકો જ જાણે છે કે અંતે તે કયું કારણ હતું, જેમના લીધે ભગવાન શ્રીકૃષ્ણએ રાધા સાથે વિવાહ ન કર્યાં. આજે અમે તમને આ પાછળની એક રસપ્રદ કહાની જણાવીશું.

Advertisement

ભગવાન વિષ્ણુ હંમેશા ધરતી પર અવતાર લેતા રહે છે, એવામાં તેમના પત્ની લક્ષ્મીજી પણ પોતાના પતિ સાથે અવતાર લેવાની ઈચ્છા વ્યક્ત કરી. આ જ કારણ છે કે જ્યારે ત્રેતા યુગમાં વિષ્ણુજીએ રામ અવતાર લીધો તો લક્ષ્મીજીએ સીતા બની ધરતી પર જન્મ લીધો. જે બાદ દ્વાપર યુગમાં જ્યારે ભગવાન વિષ્ણુ કૃષ્ણ બન્યાં તો દેવી લક્ષ્મી રૂકમણી બની ધરતી પર અવતરિત થયાં. અહીં તેમણે વિદર્ભ રાજ્યના રાજાની પુત્રીના રૂપમાં જન્મ લીધો હતો. આ દરમિયાન પૂતના નામની રાક્ષસી રૂકમણીને મારવા રાજાના મહેલમાં પ્રેવશી. આ તે જ પૂતના છે જેને કંસના કહેવા પર શ્રીકૃષ્ણને પણ પોતાનું ઝેરેલું સ્તનપાનથી મારવાની કોશિશ કરી હતી.

પૂતનાએ રૂકમણીને પણ પોતાનું ઝેરેલું સ્તનપાન કરાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ રૂકમણીએ સ્તનપાન ન કર્યું. આ વચ્ચે મહેલમાં કેટલાક લોકો રૂકમણીના રૂમમાં આવવા લાગ્યાં. પોતાને અસફળ જોઈ પૂતના રૂકમણીને ઉઠાવીને ભાગી ગઈ. પૂતના રૂકમણીને લઈને હવામાં ઉડી રહી હતી ત્યારે રૂકમણીએ પોતાનું વજન વધારવાનું શરૂ કર્યું. રૂકમણીનું વજન એટલું વધી ગયું કે પૂતના ઉઠાવી ન શકી અને તેણે રૂકમણીને નીચે ફેંકી દીધાં. અહીં ધરતી પર પડતા જ રૂકમણી એક તળાવમાં કમળના ફૂલ પર બિરાજમાન થઈ ગયાં.

આ રીતે વિદર્શ રાજ્યની રાજકુમારી દેવી રૂકમણી પૂતનાના કારણથી મથુરા રાજ્યના એક ગામ બરસાનાના એક તળાવમાં આવીને પડ્યાં. અહીં તેમને એક દંપતિએ કમળના ફૂલ પર બિરાજિત જોયાં. આ બંને તેમને પોતાના સાથે લઈને આવ્યાં અને તેમનું પાલન-પોષણ કરવા લાગ્યાં. તેમણે આ બાળકીનું નામ રાધા રાખ્યું. ત્યારબાદ રાધા જ્યારે મોટી થઈ તો તેમની મુલાકાત ગોકુળ ધામના કૃષ્ણથી થઈ.

અહી રાધા અને કૃષ્ણ એકબીજાને અતૂટ પ્રેમ કરવા લાગ્યાં ,પરંતુ એક સમય એવો પણ આવ્યો જ્યારે ભગવાન કૃષ્ણ વિવશ થઈ ગોકુળ અને રાધા બંનેને જ છોડી દ્વારકાપૂરી જવું પડ્યું. આ દરમિયાન કૃષ્ણએ વિચાર્યું હતું કે જ્યારે તે પરત આવશે તો રાધાથી વિવાહ કરશે. પરંતુ તેમના જવાના થોડા સમય બાદ વિદર્ભ રાજ્યના રાજા વિધર્વ રાજેશ્વરને જાણકારી મળી છે કે રાધા જ તેમની પુત્રી રૂકમણી છે, એવામાં બરસાને આવ્યાં અને તેમની પુત્રી પરત લઈ ગયાં.

વિદર્ભ રાજ્ય અને કૃષ્ણની પરસ્પર દુશ્મની હતી, એટલા માટે રૂકમણીના પિતા તેમના લગ્ન કોઈ અન્યથી કરવવા માંગતાં હતાં. આ જ કારણ હતું કે કૃષ્ણને રૂકમણીનું હરણ કરવું પડ્યું. હરણ બાદ કૃષ્ણ અને રૂકમણીએ પરસ્પર લગ્ન કરી લીધાં.આ કહાનીને સાંભળી તમને જાણવા મળ્યું હશે કે રાધા અને રૂકમણી બંને એક જ છે. આ માટે તેમણે જ્યારે રૂકમણીથી વિવાહ કર્યાં તો રાધાથી વિવાહ કેમ કરશે? આ જ કારણ છે કે પુરાણોમાં જ્યારે કૃષ્ણ અને રાધાનો ઉલ્લેખ થાય છે તો રૂકમણીનું નામ નથી આવતું અને જ્યારે રૂકમણી અને કૃષ્ણનો અધ્યાય આવે છે તો રાધાનું નામ નથી આવતું.

જયારે પણ કૃષ્ણજીનું નામ લેવામાં આવે છે, તો સાથે રાધાકૃષ્ણ લોકો બોલી જ દે છે. જેવો કે તે કોઈ મંત્ર હોય. દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુજીનો અવતાર કૃષ્ણ અને લક્ષ્મીજીનો અવતાર રાધા હતા, પરંતુ છતાં પણ એક ન થઇ શક્યા તે પ્રશ્ન દરેક ભક્તના મગજમાં થાય જ છે.કૃષ્ણજીએ રુખમણી સહીત ૮ લગ્ન કર્યા હતા અને રાધાજીને અયન નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. રાધાના પતિનું વર્ણન બ્રહ્માવેવર્ત પુરાણમાં કરવામાં આવ્યું છે અને તે વૈદ્વ્યાસ દ્વારા રચિત ૧૮ પુરાણોમાં એક છે. એક પ્રાચીન કથા મુજબ રાધાના પતિ અયન બરસાંના મહા પંડિત ઉગ્રપતના પુત્ર હતા અને ઉગ્રપત રાધાના પિતા વ્રજભાનના સારા મિત્ર હતા.

કોઈ યજ્ઞમાં વૃજભાનને મદદ કરવાને કારણે ઉગ્રપતને તે વરદાન પ્રાપ્ત થયું હતું કે તે જીવનમાં એક વખત વૃજભાન પાસે જે પણ માગશે એ તેને મળી જશે. પોતાના આ વરદાનનો ઉપયોગ કરવા મહાપંડિત ઉગ્રપતે રાધા અને કૃષ્ણના લગ્ન તોડાવીને રાજા વૃજભાજન પાસેથી રાધાનો હાથ પોતાના પુત્ર માટે માગી લીધો હતો અને અયન પણ રાધા સાથે નાનપણથી જ લગ્ન કરવા માગતો હતો.

તેના મનમાં બરસાનાના ભાવી રાજા બનવાની લાલચ પહેલાથી જ હતી આને તે નાનપણથી જ કૃષ્ણજીની ઈર્ષા પણ કરતા હતા. કંસ સાથે મળીને ઘણી વખત તેણે રાધા અને કૃષ્ણને અલગ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. રાધા અને કૃષ્ણના લગ્ન પણ તે પોતાના પિતા દ્વારા તોડાવી દીધા અને છેલ્લે રાધાના અયન સાથે લગ્ન થઇ ગયા હતા. પરંતુ પ્રશ્ન એ છે કે છેવટે તેના લગ્ન થયા કેમ.તો તમને જણાવી આપીએ કે પુરાણોમાં તો આ વિષયમાં કોઈ કથા ખાસ કરીને નથી પરંતુ ચર્ચિત ટીવી સીરીયલ રાધાકૃષ્ણ મુજબ અયનને મહાઋષિ દુરવાસાનો શ્રાપ મળ્યો હતો કે તે રાધા રાનીના હાથ લગાવતા જ ભષ્મ બની જાય.

ખાસ કરીને અયન અને રાધાના લગ્ન પછી પણ કૃષ્ણને મળતી રહેતી હતી. તેની પ્રેમ લીલાઓથી દુઃખી થઇને અયને પોતાનો પતિ હોવાનો અધિકાર રાની ઉપર દર્શાવવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા.અયન દગાથી રાધાને એક એવું ફળ ખવરાવવા માંગતા હતા. જેનાથી રાધા પોતાનું સર્વસ્વ તેને આપીને પૂર્ણ રીતે તેની થઇ જાય. પરંતુ તે એવું કરી શકે તે પહેલા ઋષિ દુરવાસાએ અયનને શ્રાપ આપી દીધો હતો કે તે જે નિયતથી રાધાને આ ફળ ખવરાવવા જઈ રહ્યા હતા. તે ક્યારે પૂરું ન થઇ શકે કેમ કે તે જેવી રાધા હાથ લગાવશે તો તે પોતે ભષ્મ થઇ જશે.

તેને કારણે જ લગ્ન પછી પણ તે રાધાના પતિ અયન નામના એક ગોવાળે ભગવાન વિષ્ણુની ઘણી તપસ્યા કરી હતી અને જયારે વિષ્ણુજીએ તેમની પાસે વરદાન માગવાનું કહ્યું તો તેણે લક્ષ્મીજી સાથે લગ્ન કરવાની વાત કહી.પહેલા તો વિષ્ણુજીને ગુસ્સો આવ્યો પરંતુ પાછળથી તેમણે તથાસ્તુ કહીને જણાવ્યું કે દ્વાપર યુગમાં લક્ષ્મીજીનો જન્મ રાધા તરીકે થશે ત્યારે તેના લગ્ન થઇ જશે. પાછળથી તે કારણ બની ગયું હતું રાધા અને કૃષ્ણ ક્યારે એક થઇને પણ એક ન થઇ શક્યા હતા.

Advertisement