આ કારણે ઉભા રહીને પાણી ન પીવું જોઈએ,એનાથી તમારા શરીર ને થાય છે આ નુકસાન,જાણી લો ખૂબ કામ ની માહિતી…..

0
179

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.આપણા શરીર માટે કેટલું મહત્વપૂર્ણ પાણી છે, તે અમારે તમને કહેવાની જરૂર નથી. તમે આ ખૂબ જ સારી રીતે જનો છો, અને તમે તેના ફાયદાઓને ખૂબ સારી રીતે જાણો છો. કારણ કે તમે જેટલું વધારે પાણી પીશો તે તમારા શરીરની અંદરના રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે પાણી યોગ્ય રીતે ન પીવો, તો તમે ઘણી બીમારીઓ ને પોતાના શરીર માં આવવા આમંત્રણ આપો છો.માણસ અન્ન વિના કદાચ અઠવાડિયાંઓ કાઢી શકે, પણ પાણી વિના નહીં. પાણી વિના માનવજીવન ટકાવી રાખવું મુશ્કેલ બની જાય છે કેમ કે આપણા શરીરમાં પાણીનો ભાગ ખૂબ વધુ છે. માત્ર માણસ જ નહીં, સજીવમાત્રના શરીરમાં પુષ્કળ પાણી હોય છે. મનુષ્યશરીરના કુલ વજનમાં આશરે ૬૫થી ૭૦ ટકા જેટલું પાણી હોય છે. એટલું પાણી સતત ટકાવી રાખવું જરૂરી છે ને આથી જ રોજ અઢીથી ત્રણ લિટર જેટલું પાણી પીવાની સલાહ મોટા ભાગના ડોક્ટરો આપે છે.

જળ એ જ જીવન છે તેવું આપણાં શાસ્ત્રો માં કીધું છે.કારણ માણસ અન્ન વગર મહિનાઓ સુધી રહી શકે છે પરંતું પાણી વગર એ અઠવાડિયા સુધી પણ નથી રહી શકતો. પાણી વગર મનુષ્ય જીવન ટકાવવું મુશ્કેલ બની જાય છે. ખબર છે કેમ?પાણી એ મનુષ્ય જીવન નો ખુબ અગત્ય નો હિસ્સો છે. માત્ર મનુષ્ય જ નહીં પરંતુ દરેક સજીવ માત્ર ને પાણી ની ખૂબ આવશ્યકતા છે.મનુષ્યના શરીર માં ૭૦થી ૭૫% પાણી હોય છે.પાણી એ આપણાં શરીર માં રહેલો નકામો કચરો પેશાબ વાટે, પરસેવા વાટે , મળ વાટેબહાર કાઢે છે.આમ પાણી અગત્યનો હિસ્સો છે.જો જરૂર કરતાં ઓછું પાણી પીવામાં આવે તો શરીર ના અમુક અંગો કિડની, પાચન તંત્ર કે હદય ને નુકસાન પહોંચે છે. તેથી જ ડોક્ટર આપણ ને દિવસ નું ૨ થી ૨.૫ લિટર પાણી પીવાની સલાહ આપે છે. ચાલો તો આજે આપણે જોઇશું પાણી કેવી રીતે પીવું જોઈએ.જો ઊભા ઊભા પીવામાં આવે તો તેના ગેરફાયદા શું છે.

પહેલા આપણે એ જોઈએ કે પાણી નું શરીર માં શું કામ છે?

તો તમને એક ઉદાહણ દ્વાર સમજવું.જેમ આપણી કાર નું એન્જિન ગરમ ન થાય તે માટે પાણી જરૂરી છે તેમ આપણાં શરીર માં પાણી તાપમાન જાળવી રાખવા માટે જરૂરી છે. યોગ્ય રક્ત વહન, પાચન ક્રિયા, શ્વાસોશ્વાસ માટે જરૂરી છે.પાણી શરીર માં રહેલા ઇલેક્ટ્રો લાઈટ ને સમતુલા જાળવવા માં કામ કરે છે. શરીર માં ઉત્પન્ન થતાં જૈવિક કચરા ને દૂર કરે છે. શરીર માં જ્યારે પાણી ઓછું થાય તો નીચે મુજબ માં લક્ષણો જોવા મળે છે.જેમ કે મોં સુકાઈ જવું, ગળું સુકાવું , આંખો બળવી, પેટ માં બળતરાં થવી , પેશાબ માં બળતરાં થવી , પેશાબ પીળો ગરમ આવવો , કબજિયત થવો. , થાક લાગવો. , શરીર માં સ્ફૂર્તિ ન લાગવી , બેચેની અનુભવો , સ્નાયુ સાંધા માં દુઃખાવો , ખાટા ઓડકાર આવવા , ચામડી શુષ્ક થવી , ચક્કર આવવા. આ પ્રકારના ની વ્યાધિ ઉપાધિ જ્યારે શરીર માં પાણી ઓછું થાય તો જોવા મળે છે.

પાણી કેવી રીતે પીવું જોઈએ:

આયુર્વેદ ની દ્રષ્ટિ એ પાણી હંમેશા બેસી ને પીવું જોઈએ. બે ઘૂંટડા પણ પાણી પીવું હોય તો યોગ્ય સ્થિતિ માં બેસીને પીવું જોઈએ. આયુર્વેદ માં પાણી ઊભા ઊભા પીવાની ના પાડવામાં આવી છે. કારણ કે ઊભા ઊભા પાણી પીવાથી આપણાં શરીર માં પ્રવાહી નું બેલેન્સ ખોરવાય જાય છે. તેનાથી આપણાં સાંધા માં પ્રવાહી નો સંચય થાય છે. જે સંધિવા નું જોખમ વધારી દે છે.ઊભા ઊભા પાણી પીવાથી શરીર ની નર્વ પણ સંતુલન ખોરવે છે. પાચનતંત્ર નબળું પડે છે.જેથી પાણી બેઠા બેઠા પીવાથી આપનું પાચન તંત્ર સારી રીતે પાણી નું શોષણ કરી શકે છે.અને આપણી નર્વ પણ આરામદાયક રહે છે. ઉપરાંત પાણી ઊભા ઊભા પીવાથી તે બધી સિસ્ટમ માં ઝડપી પહોંચે છે જે ફેફસાં અને હદય માટે નુકસાન કારક છે. શરીર માં ઓક્સિજન લેવલ ને ડિસ્ટર્બ કરે છે.આપણે બધા જાણીએ છીએ કે કિડનીનું કામ આપણા શરીરમાંથી પાણીને ફિલ્ટર કરીને અને આખા શરીરમાં મોકલવાનું છે. પરંતુ જો તમે ઉભા  રહી ને પાણી પીવો છો, તો તે પાણી તમારી કિડની દ્વારા યોગ્ય રીતે ફિલ્ટર થશે નહીં અને આખા શરીરમાં જશે નહિ. જેના કારણે તમને કિડનીની બીમારી થઈ શકે છે અને મૂત્રાશય અને લોહી ગંદકીમાં જામવા લાગે છે.

જમ્યાં પહેલા અને પછી એકદમ પાણી ન પીવું જોઈએ.

કારણ કે આપણાં શરીર માં પાચન તંત્ર એ ખોરાક પચાવવા ની ક્રિયા કરે છે.જમ્યાં પછી તેને પચાવવા માટે ઉત્સેચકો અને અન્ઝાઈમ રિલીઝ થાય છે.જો જમ્યાં પછી તરત જ પાણી પીવામાં આવે તો આ જરૂરી એન્ઝાઈમ ની અસર મંદ પડે છે અને પાચન ક્રિયા નબળી પડે છે.જેથી પાચન સંબંધી રોગો થવાની શકયતા વધી જાય છે.પેટ ફૂલી જવું , પેટ ભારે લાગવું જેવા લક્ષણો જોવા મળે છે.અને ખોરાક સારી રીતે પચતો નથી.જેથી જમ્યાં ના ૬ઓ મિનીટ અને જમ્યાં પહેલા ૩૦ મિનીટ સુધી પાણી ના પીવું જોઈએ.પાણી ઉપર થી ના પીવું જોઈએ.હંમેશા પાણી મોઢે માંડી ને એકી સાથે ન પીતા ચૂસકી ભરતાં પીવું જોઈએ.આમ પીવાથી પાણી માં રહેતા તત્વો સારી રીતે આપણાં શરીર માં શોષાય છે.અને પેટ ફૂળવાની ,હાઈ બ્લડપ્રેશર થાક લાગવો જેવી સમસ્યા થી છુટકારો મળે છે.આમ પાણી દર અડધા કલાકે ઘૂંટડે ઘૂંટડે બેસીને પાણી પીવું જોઈએ.પાણી હંમેશા માટલાં નું અથવા રૂમ ના તાપમાન વાળું પીવું જોઈએ. ફ્રીઝ નું પાણી પીવાનું ટાળવું જોઈએ.તેનાથી પાચન તંત્ર બગડે છે.અને પોષક તત્ત્વો શોધવાની ક્રિયા નબળી પડે છે. હુંફાળું ગરમ પાણી અથવા માટલાં નું નોર્મલ પાણી ચયાપચય ની ક્રિયા ને તેજ બનાવે છે. પાચન આરામ થી થઇ શકે છે. આમ,આપણે રોજિંદા જીવન માં પાણી નો યોગ્ય માત્રા માં ઉપયોગ કરવો જોઇએ ,જેથી આપનું શરીર નિરોગી અને સ્વસ્થ બની રહે.

પાણી કેટલું પીવું જોઈએ?

બે લિટર, અઢી લિટર કે ત્રણ લિટર? કોઈ એક આંકડામાં એનો જવાબ આપી ન શકાય. દરેક વ્યક્તિએ પોતાના શરીરની જરૂરિયાત અને તેઓ જે દેશમાં રહે તેના હવામાનને ધ્યાનમાં રાખીને પાણી પીવું જોઈએ. મતલબ કે શરીરમાંથી રોજેરોજ જેટલું પાણી બહાર નીકળતું હોય એટલું પાણી પીવું જોઈએ. આપણું શરીર ચરબીનો સંગ્રહ કરી શકે છે, પરંતુ પાણીનો સંગ્રહ નથી કરી શકતું. આથી ૬૦ કિલોગ્રામની એક વ્યક્તિના શરીરમાંથી આશરે અઢીથી ત્રણ લિટર જેટલું પાણી બહાર ફેંકાતું હોય છે. આપણા ખોરાકમાં શાક, ફ્રૂટ્સ અને ભાત જેવી ચીજો જે નોર્મલી ખવાતી હોય છે એવી ચીજોમાંથી શરીરને અડધો લિટર પાણી મળી રહે છે, બાકીનું બે-અઢી લિટર પાણી એટલે કે આશરે આઠથી દસ ગ્લાસ જેટલું પાણી રોજ પીવું જોઈએ. સામાન્ય રીતે એક પુખ્ત વયની વ્યક્તિ ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી પીએ એ જરૂરી છે. નાનાં બાળકોએ તેમની એક્ટિવિટી અને વજન અનુસાર પાંચથી છ ગ્લાસ પાણી પીવું જરૂરી છે.શિયાળો, ઉનાળો, ચોમાસું – એમ સીઝન પ્રમાણે વાતાવરણમાં ફેરફાર થતાં એની સીધી અસર શરીર પર પડે છે. શિયાળામાં ઠંડા વાતાવરણમાં પસીનો ઓછો થવાથી ડીહાઇડ્રેશન ઓછું થાય છેતેથી શરીરને ઓછું પાણી જોઈએ છે. એ જ રીતે ઉનાળામાં પરસેવો વધુ થવાથી વધુ પાણી પીવું પડે છે.શરીરને શ્રમ પડે એવું કામ કરનારાઓને વધુ પાણી જોઈએ છે; જ્યારે એસી ઓફિસમાં બેસીને કામ કરનારાઓને એટલી તરસ લાગતી નથી. સ્પોર્ટ્સ પર્સનને નોર્મલી લોકો જેટલું પાણી પીએ એના કરતાં લગભગ દોઢગણું પાણી પીવા જોઈએ છે.

તરસ ઓછી લાગે ત્યારે શું?

અમુક ઉંમર પછી અથવા તો વ્યક્તિની તરસની સંવેદના ઓછી થઈ જવાને કારણે તરસ ઓછી લાગતી હોય તો ખરેખર શરીરની ફ્લુઇડની જરૂરિયાત પૂરી થાય છે કે નહીં એ સમજવું અઘરું બની જાય છે. આ સમયે યુરિનનું કોન્સન્ટ્રેશન અને માત્રા તપાસીને શરીરની પાણીની જરૂરિયાત રેગ્યુલેટ કરી શકાય છે. જો યુરિન સતત ઘેરા પીળા અથવા તો ધૂંધળા રંગનું જ આવ્યા કરતું હોય તો કિડનીને પૂરતું પાણી નથી મળતું એમ સમજી શકાય.

પાણીની જગ્યાએ પીણાં ચાલે?

દૂધ-છાશ, ફળોના રસ, ઓસામણ, દાળ કે સૂપ જેવાં પ્રવાહીથી પાચનતંત્રને ફાયદો થાય છે. જોકે એ વધુ માત્રામાં લેવામાં આવે તો પાચનતંત્ર બગડે છે. બોડીને ડિટોક્સિફાઇ કરવા માટે પ્રવાહી શુદ્ધ પાણીની ખોટ પાણી સિવાય બીજા કશાથી ન પુરી શકાય. ચા, કોફી, ઠંડાં પીણાં કે દારૂ જેવાં પ્રવાહી તો વાસ્તવમાં મૂત્રલ હોવાથી શરીરમાંથી પાણી બહાર કાઢી નાખે છે. આમ એનાથી પાણીની કમી સર્જાય છે.

કેવું પાણી પીવું જોઇએ?

સામાન્ય સંજોગોમાં સાદું એટલે કે સમશીતોષ્ણ પાણી પીઓ. તાવ-શરદી-ખાંસી જેવી તકલીફોમાં સહેજ હૂંફાળું પાણી પીવું. ખાટા ઓડકાર આવતા હોય, ગળામાં કે પેટમાં બળતરા થતી હોય અથવા ખૂબ તાપ-તડકાનો સામનો કરવો પડ્યો હોય ત્યારે સહેજ ઠંડું પાણી પીવું. વજન વધારવા માગતા કૃશ લોકોએ આખો દિવસ ગરમ પાણી પીવું. ગરમી એક ઊર્જા છે જે શરીરને પ્રાપ્ત થવાથી વજન વધે છે. વજન ઘટાડવા માગતા લોકોએ ઠંડું પાણી પીવું. ઠંડા પાણીને ગરમ કરવા શરીરને પોતાની ઊર્જાનો ખર્ચ કરવો પડે છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ..