આ નામના અક્ષર વાળી છોકરીઓ હોઈ છે ખૂબ ગુસ્સા વાળી,ગુસ્સો નાક પર જ હોય છે …..

0
602

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જ્યોતિષવિદ્યામાં નામનું ઘણું હોય મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રમાં નામના પ્રથમ અક્ષરથી, આપણે જાણી શકીએ કે કોઈના જીવનમાં ક્યારે અને કેવી રીતે સુખ અથવા દુઃખ આવશે. નામ દ્વારા માણસનાં વ્યક્તિત્વને પણ ઓળખી શકાય છે. આજે અમે તમને B, H, L, P, R અને S નામની કન્યાઓનાં સ્વભાવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અમે તમને જણાવીશું કે જે છોકરીઓના નામ B, H, L, P, R અને S અક્ષરથી શરૂ થતાં હોય એમનો સ્વભાવ કેવો હોય છે? B, H, L, P, R અને S નામની છોકરીઓનો સ્વભાવ કેવો હોય છે ?

Advertisement

એ વાત તો બધા જાણે જ છે કે જન્મનો સમય અને જન્મ-સ્થળની અસર દરેક વ્યક્તિનાં સ્વભાવ પર પડે છે. પરંતુ, જન્મ પછી બાળકનું જે નામ રાખવામાં આવ્યું હોય તે નામ પણ તેના સ્વભાવને પ્રભાવિત કરે છે. કેટલાક એવા લોકો પણ હોય છે કે જેમના નામો સમાન અક્ષર ધરાવે છે, તેથી એમનો સ્વભાવ પણ લગભગ એક સરખો જ હોય છે.આજે અમે તમને B, H, L, P, R અને S નામની કન્યાઓનાં સ્વભાવની જાણકારી આપીશું. તમને જાણીને નવાઈ લાગશે કે આ બધા અક્ષરથી જે છોકરીઓનું નામ હોય એ સ્વભાવની ખૂબ જ ગુસ્સેલ હોય છે. ગુસ્સો હંમેશા એના નાક પર ચોંટેલો રહે છે. જોકે એમનામાં ઘણી ખૂબીઓ પણ હોય છે.

B નામવાળી છોકરીનો સ્વભાવ.જે છોકરીનું નામ B થી શરૂ થતું હોય તે છોકરી, એકદમ સાફ દિલની હોય છે. પરંતુ, તેણી નાની-નાની વાતમાં ગુસ્સો કરી બેસે છે. આ નામની છોકરીઓ હંમેશા પોતાનો ગુસ્સો બીજા ઉપર કાઢે છે. જો કે, વધુ ગુસ્સો હોવા છતાં, આ લોકોને સારા વ્યક્તિ ગણવામાં આવે છે. અને સરળ અને દયાળુ હદય ધરાવતી હોય છે આ છોકરીઓ પોતાના પાર્ટનરને હંમેશા ખુશ રાખે છે. તેમજ તેમના દિલમાં દયા અને ઈજ્જત ભરેલી હોય છે તેમજ તે સ્વભાવથી ખૂબ જ સંવેદનશીલ હોય છે બીજાને દગો આપવાનો ક્યારેય વિચારતી નથી. ઘર અને બહાર ના કાર્યમાં ખુબ જ હોશિયાર હોય છે. તેમનો હસમુખ સ્વભાવ બધાને આકર્ષિત કરે છે. સમાજમાં પોતાના સારા કાર્ય થી અને વ્યવહારથી જણાય છે.

H નામવાળી છોકરીનો સ્વભાવ.આ નામની છોકરીઓ બીજાઓ સાથે હળીમળીને રહેવાનું પસંદ કરે છે. તેણી ઘર-પરિવારમાં બધાની સંભાળ રાખે છે. તે પોતાનાં અને કુટુંબના સન્માન અને આદર માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. પરંતુ, વાતે વાતમાં ગુસ્સો આવતો હોવાથી સૌથી ખતરનાક સ્વભાવ ગણવામાં આવે છે. તેણી પોતાનાં ગુસ્સાને કાબૂમાં નથી રાખી શકતી અને તેનાથી તેનું નુકશાન પણ થાય છે.

L નામવાળી છોકરીનો સ્વભાવ.આ નામની છોકરીઓ કોઈ પણ એવું કામ કરવાનું પસંદ નથી કરતી કે જેથી તેની છબી ખરાબ થાય. આવી છોકરીઓ દરેક કાર્યમાં આગળ રહે છે. આ નામની છોકરીઓ તેમના જીવનમાં નવી-નવી વસ્તુઓ કરવામાં અવ્વલ હોય છે. પરંતુ, તેમનો ગુસ્સો તેમને કમજોર બનાવે છે. તેણી ગમે ત્યારે ગમે એના ઉપર ગરમ થઇ જાય છે અને પોતાના ક્રોધનો પરચો દેખાડવા લાગે. પરંતુ, તેણી દિલની એકદમ સાફ હોય છે.

તે લોકો નમ્ર અને કોમળ, સરળ હોય છે. જિંદગી પ્રત્યે તેમની નજર સકારાત્મકતા હોય છે. તેમના વિચારો સ્પષ્ટ હોય છે. આ લોકોને સાચી અને સાફ વાત બોલવી પસંદ છે. આ નામ વાળી છોકરીઓ નાની નાની બાબતમાં ખુશ થઇ જાય છે ઇશ્વરના આશીર્વાદથી સારું ઘર પરિવાર અને ખુબ જ પ્રેમ કરવાવાળો પાર્ટનર મળે છે. તેમના વ્યવહારમાં ક્યારેક બાળકપણ આવી જાય છે પરંતુ જરૂર પડે ત્યારે સમજદારી અને સૂઝબૂઝથી જિંદગીના મોટા મોટા નિર્ણય લઈ શકવાની ક્ષમતા ધરાવે છે. તેમનો બોલવાનો અંદાજ ખુબ જ એટ્રેક્ટિવ હોય છે.

P નામવાળી છોકરીનો સ્વભાવ.આ નામની છોકરીઓનો સ્વભાવ ગુસ્સેલ હોય છે. તેમનો સ્વભાવ વધુ વાતોડિયો અથવા એકદમ શાંત હોઈ શકે છે. મોટાભાગે આ નામની છોકરીઓ, ઓછું બોલનાર અને પોતાની જ દુનિયામાં મસ્ત રહે છે. તે અન્ય પર ક્યારેય ગુસ્સો દેખાડતી નથી, પરંતુ પોતાનાં ઉપર ગુસ્સો કાઢે છે. ગુસ્સામાં ને ગુસ્સામાં તે ઘણીવાર પોતાનું જ નુકસાન કરી બેઠે છે.

તેવી છોકરીઓ દિલની સાફ હોય છે. મનમાં કોઈપણ ખરાબ ભાવના રાખતી નથી. તેમજ ખૂબ જ ભાવુક પણ હોય છે. જો તેમને કોઈ પણ જિમ્મેદારી આપવામાં આવે તો તે પૂરા દિલથી તે જિમ્મેદારી પૂરું કરે છે. તેમજ બધાનું ધ્યાન રાખે છે સોફ્ટ દિલની છે પરંતુ જ્યારે ખોટી વાત કરવામાં આવે ત્યારે તે ગુસ્સે થઈ જાય છે કોઈપણ જરૂરમંદ વ્યક્તિને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે આ છોકરીઓ સમાજમાં સારુ માન-સન્માન મેળવે છે. સાસરી માં બધાના દિલ જીતી લે છે.

R નામવાળી છોકરીનો સ્વભાવ.આ નામવાળી છોકરીઓ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે અને સાથો સાથ બુદ્ધિશાળી પણ હોય છે. આ જ કારણે લોકો તેની તરફ સરળતાથી આકર્ષાય છે. આવી મહિલાઓ સમાજ માટે કાર્ય કરતી હોય છે. પણ, ગુસ્સો એમની સૌથી મોટી નબળાઈ છે. તેણી ગુસ્સાની સાથે પ્રેમ કરવાનું પણ જાણે છે. જોકે તેણી પોતાનું દુઃખ છુપાવી નથી શકતી. તે લોકો ખૂબ જ સમજદાર અને મનની સાફ હોય છે સાથે સાથે કોઈનું ખરાબ નથી કરતી. આ નામ વાળી છોકરીઓ પોતાના પાર્ટનરને ખૂબ જ પ્રેમ અને કેરિંગ કરે છે. અને કોઇપણ વાત છુપાવતી નથી તેમજ વડીલો અને નાના મોટા ની પણ ઇજ્જત અને માન સન્માન કરે છે.

S નામવાળી છોકરીનો સ્વભાવ.S અક્ષરથી શરૂ થતાં નામવાળી છોકરીઓ પ્રેમ નિભાવવામાં પોતાનો જીવ રેડી દે છે. જોકે દુશ્મની પણ ખૂબ સારી રીતે નિભાવે છે. તેણી જોવામાં ખૂબ જ ભોળી હોય છે. પણ ગુસ્સો ખૂબ જ આવે છે. એની ગુસ્સાની આદતને કારણે જ લોકો તેનાથી દૂર થઈ જાય છે. જોકે તે તેમનાં પાર્ટનરને લોયલ હોય છે પણ નાની નાની વાતો પર ગુસ્સો કરવાની તેને ટેવ હોય છે. આ છોકરીઓ તેમનાં રિલેશનશિપને લઇને કોઇપણ હદ સુધી લડવા માટે તૈયાર રહે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે આ નામ છોકરીઓ પોતાના સાથે જોડાયેલી કોઇપણ વાત બીજાને શેર કરતી નથી. ઘરના કામમાં તો નિપુણ હોય છે સાથે સાથે બહારના કામ પણ સમજદારી સાથે કરે છે. દરેક કામને સમય પર અને સફાઈ સાથે પસંદ કરવું ગમે છે. પોતાના બધા જ સંબંધો પ્રત્યે કેરિંગ અને બધા સાથે સંબંધ રાખવા વાળી હોય છે. આ બધી ખૂબી ના કારણે લોકો તેમને પસંદ કરે છે.

Advertisement