આ રીતે ભારતીય મહિલાઓ કરે છે હસ્તમૈથુન,વાંચશો તો નવાઈ લાગશે…..

0
657

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

Advertisement

હું 23 વર્ષની યુવતી છુ. હું ક્યારેય રિલેશનશિપમાં નથી રહી. તેની પાછળનું કારણ મારા પરિવારની રૂઢિવાદી વિચારસરણી છે. જો કે પાછલા બે વર્ષથી હું હસ્તમૈથુન કરી રહી છુ. મને તેની લત લાગી ગઇ છે અને તેનાથી મને ખુશી મળે છે. પરંતુ હસ્તમૈથૂન બાદ પોતાનીજાતને દોષી માનુ છું. આ ઉપરાંત, મને મારા બોયફ્રેન્ડ સાથે હસ્તમૈથુન પર ચર્ચા કરવી પસંદ નથી. શું અન્ય ભારતીય મહિલાઓ હસ્તમૈથુન કરે છે? પોતાનીજાતને પ્લેઝર (આનંદ)થી વંચિત કરવાનું કોઇ કારણ નથી. આ ઉપરાંત પોતાનીજાતને દોષી માનવાનું પણ કોઇ કારણ નથી. દુનિયાભરમાં મહિલાઓ હસ્તમૈથુન કરે છે.

હું ૧૮ વરસની છું. માસિક નજીક આવે ત્યારે મારો સ્વભાવ ચીડચીડો બને છે. બહારગામ જવાનું હોય ત્યારે આ સમસ્યા વધુ વકરે છે. મારું માસિક પણ અનિયમિત હોવાથી હું પ્રવાસની પૂર્વ યોજના પણ બનાવી શકતી નથી. માસિક લંબાવી શકાય એવી કોઈ પદ્ધતિ છે ખરી? એક યુવતી (અમદાવાદ) પ્રોજેસ્ટોરોન ગોળીઓ લઈને તમે તમારું માસિક લંબાવી શકો છો. આ બાબતે તમારા ડૉક્ટરનો સંપર્ક કરી યોગ્ય દવા લો. આ દવા માસિક આવે એના પહેલા છ-સાત દિવસ પૂર્વે શરૂ કરવી પડે છે. અને પ્રવાસ પૂરો થાય ત્યાં સુધી ચાલુ રાખવી પડે છે. ગોળી બંધ કર્યાંના સાત દિવસ પછી માસિક આવે છે.

આ ઉપરાંત તમારે તમારા અનિયમિત માસિકની સમસ્યા માટે ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે. મારા બન્ને પગમાં સતત દુ:ખાવો રહે છે. ખાસ કરીને રાત્રે આ દુ:ખાવો અસહ્ય હોય છે. આ કારણે મને બેચેનીનો અનુભવ થાય છે. અને આખી રાત આમતેમ પગ ફેરવીને પસાર કરું છું. યોગ્ય માર્ગદર્શન આપશો.એક બહેન નડિયાદ. તમને ‘રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ’ હોવાની શક્યતા છે. આ સમસ્યાથી પીડાતા લોકોને પગમાં તીવ્ર ઉત્તેજના થાય છે અને પગ આમ-તેમ ફેરવે નહીં ત્યાં સુધી રાહત મળતી નથી.

કેટલાક આ સમસ્યા પર જળ ચિકિત્સાનો ઉપાય અજમાવે છે. બન્ને પણ વારા ફરતી ઠંડા અને ગરમ પાણીમાં નાખી પગ સુધી પહોંચતા રક્ત અને વાયુ સંબંધી આપૂર્તિને સુધારી શકાય છે. આ ચિકિત્સાથી થોડો આરામ મળે છે. આ ઉપરાંત ડૉક્ટરની સલાહ લઈ વિટામીનની દવાઓ લઈ શકાય છે. આ સમસ્યા મોટે ભાગે મધ્યમ વયની મહિલાઓમાં ચિંતા, ટેન્શન, લો-બ્લડ પ્રેશર તેમજ ખરાબ રક્ત જેવા કારણોને લીધે જોવા મળે છે. તમે સંતુલિત આહાર લેવાનું રાખો. તેમજ નિયમિત વ્યાયામ કરી માનસિક તાણથી દૂર રહો.

હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.

એક ઘટના કહું, ૧૯૭૦ના અંદર વિટામિન ઈ આપવાનું શરૂ થયું. ત્યારે સૌપ્રથમ ઉંદરો પર પરીક્ષણ કરાયું. અને ત્યારે મેલ ઉંદરોને વિટામિન ઈ આપવામાં આવ્યું, તો તેમની મેટિંહ બીહેવિયર એટલે કે તેમની કામેચ્છા પર ખૂબ જ સારી અસર થઈ એટલે કે ઉંદરોએ કામશક્તિ દાખવતાં ધમપછાડા શરૂ કર્યા હતા.એના ઉપરથી અમુક લોકોએ એવું અવલોકન તારવ્યું કે કદાચ આ વિટામિન ઈ પુરુષોમાં પણ કામશક્તિ વધારવા કામ આવી શકે, પણ અફસોસ, જે પરિણામ ઉંદરોમાં જોવા મળ્યું હતું તે પરિણામ મનુષ્યમાં જોવા ન મળ્યું

આ વિટામિન ઈ ઉંદરડા માટે સારું પણ મનુષ્ય માટે ઉપયોગી સાબિત ન થયું.કામેચ્છા બે કાન વચ્ચે છે, બે પગ વચ્ચે નથી. પુરુષ અને સ્ત્રી બન્ને મરવાની ક્ષણ સુધી સંભોગ કરી શકે છે. હા, થોડોક ફરક જરૂર પડે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ પુરુષને ઉત્તેજિત થવામાં વધારે વખત લાગે અને સ્ત્રીને પણ ઉત્તેજિત થવામાં થોડો સમય વધારે લાગે. દા.ત. એક માણસને એલિસ બ્રીજ દોડીને પાર કરવો છે. દસ વર્ષ પહેલાં જે સ્પીડે તે દોડીને જતો હતો તે સ્પીડે નહીં, જઈ શકે પણ ચાલીને જરૂર જઈ શકશે.

એ જ પ્રમાણે ઈન્દ્રિયમાં ઉત્થાન થશે જ પણ હળવે હળવે. એવા સમયે તે જો ઈન્દ્રિય તરફ ધ્યાન રાખે કે તે ઉત્તેજિત થાય છે કે નહીં, તો એ ઉત્તેજિત નહીં થાય. દા.ત. હું તમને એક પ્રશ્ન પૂછું તમે શ્વાસ લો છો કે નહીં? જુઓ પહેલાં તમને ખ્યાલ નહોતો તોપણ તમે શ્વાસ લેતાં હતાં પણ હવે તમે સભાન થઈ ગયા. ઈન્દ્રિયમાં, પણ આવું જ છે. જેટલું એના તરફ ધ્યાન આપશો તો ઈન્દ્રિયમાં ઉત્તેજનાં નહીં આવે, જેટલા બેફિકર થઈ જશો તો ઈન્દ્રિય ઉત્તેજિત ઓટોમેટીક થશે.

એક વૃદ્ધ એમ વિચારે કે હું જવાન છું. તો એ જવાન બની જાય છે. જો એક જવાન એમ વિચારે હું વૃધ્ધ થઈ ગયો છું અને ઘડપણ હવે ગળે વળગી રહ્યું છે તો એવું બની જાય છે. હકીકતમાં ઢળતી ઉંમર એ સેક્સનો સુવર્ણકાળ છે. કારણ કે બન્ને જણને એકબીજાના ગમાઅણગમા, ભેદ, પ્રેમ, મહોબ્બત અને મહોબ્બતની પરાકાષ્ઠા એ વસ્તુનો પરસ્પર ખ્યાલ હોય છે. એ સમજવું જરૂરી છે કે સેક્સ ઈઝ એઝ ઈમ્પોર્ટન્ટ ફોર ધ ઓલ્ડર સેટ એઝ ઈટ ઈઝ ફોર ધ ઝેટ સેટ. સેક્સને કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી.સ્ત્રી કેટલી ઉંમર સુધી ગર્ભધારણ કરી શકે,જ્યાં સુધી એની માસિક પાળી નિયમિત આવતી હોય ત્યાં સુધી ગર્ભધારણ કરવાની તે ક્ષમતા ધરાવે છે. મેનોપોઝ રજોનિવૃત્તિ સમય પછી સ્ત્રી બીજ બનવાનું બંધ થઈ જાય છે, માટે બાળક પેદા થવાની શક્યતા નથી રહેતી.

સંભોગ સમયે આનંદ મળતો નથી અને મારા પતિ સારી રીતે શારીરિક સુખ આપતા નથી.આમ તો મારી ઉમર 22 વર્ષ છે અને મારા પતિની ઉમર 25 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થઈ રહ્યું છે.પરંતુ સંભોગ સમયે મને મારા પતિ તરફથી સંતોષ મળ્યો નથી જેથી વળી વીર્ય યોનિમાંથી બહાર નીકળી જાય છે જેથી મારામાં ગર્ભ રહેતો નથી અને ઘરમાં બધાને હું જલ્દી ગર્ભવતી બનું એવી ઈચ્છા છે.

પણ વીર્ય બહાર નીકળી જાય છે ત્યાં સુધી બધું બેકાર છે અને જો આમ વીર્ય બહાર નીકળશે તો ગર્ભ રહી શકશે નહીં. અમે હમણાં એવું નક્કી કર્યું છે કે સમાગમ પછી મારા પતિ તેમની આંગળી અંદર નાંખીને વીર્યને અંદર છેક સુધી પહોંચાડે અને બહાર નીકળતું અટકાવે, જેથી ગર્ભ રહે. વળી તે આંગળી અંદર નાખીને ક્રિયા કરે છે ત્યારે મને પરમ સુખનો આનંદ મળે છે અને સંતોષ થાય છે.

પણ આવું કરવાથી મારા યોનિના સ્થાન ને કંઈ નુકસાન થાય? મારા પતિનું પેટ મોટું છે. તેથી સૂઈને સમાગમ કરીએ છીએ પણ એમાં મને સંતોષ થતો નથી.અમને સમાગમનાં વિવિધ આસનો વિશે કંઈ જાણકારી પણ નથી.શુ સમાગમના આસન વિશે કોઈ પુસ્તક હોય તો જણાવવા વિનંતી.જવાબ:કેટલીક મહિલાઓ આ વાત થઈ અજાણ હોય છે કે સમાગમ દરમિયાન જે વીર્ય બહાર નીકળી જાય છે તેથી ગર્ભ નથી રહેતો પરંતુ તમારો આ ભ્રમ છે ગર્ભ રહેવા માટે ખાલી વીર્યના અમુક ટીપાની જ જરૂર પડે છે.

પુરુષ આંગળીથી યોનિમાર્ગમાં સ્પર્શ ક્રિયા કરે તેમાં કોઈ નુકસાન નથી. યોનિને ઢાંકતા અંદરના નાના ગુલાબી હોઠ ઉપર તરફ પૂરા થાય છે ત્યાં તે હોઠ સાથે જોડાયેલા કિલટોરિસ નામનો નાનો અવયવ છે. તેની પર ચામડીનું છત્ર (હૂડ) છે. સ્ત્રીના આ અંગમાં કુદરતે કામસુખના સંવેદનોના જ્ઞાાનતંતુનાં ઘણાં જ ઝૂમખાં મૂક્યાં છે. આ જગ્યાએ તથા યોનિમાર્ગમાં આરંભનાં એક તૃતિયાંશ ભાગની દિવાલોમાં કામસુખના જ્ઞાાનતંતુઓ છે. તે સ્તનોની નિપલ્સ વગેરે સ્થાનોમાં પણ છે.

આ સર્વ સ્થાનોમાં સ્પર્શ ઘર્ષણની ક્રિયાથી પણ સ્ત્રીને કામતૃપ્તિનો અનુભવ થાય. પતિ સાથે નિખાલસ વાતચીતમાં આ સ્થાનો અને ક્રિયાઓ વિશે વાત કરવી.પેનિસમાં હાથ દ્વારા પ્રયત્ન મેનિપ્યુલેશન કર્યા પછી જ ઉત્થાન થાય છે. પણ ઉત્થાન થાય છે અને પેનિસનો યોનિ પ્રવેશ શક્ય બને છે તેથી પતિમાં કોઈ ખામી નથી. તે મનથી હળવાશ અનુભવે અને સમાગમ પૂર્વેની ક્ષણોમાં મનમાં ચિંતા-તનાવ ન રહે તેવો પ્રયત્ન કરવો.

તેમ થતાં પ્રયત્ન વગર પણ પેનિસમાં ઉત્થાન થશે.હજી લગ્નને એક જ વર્ષ થયું છે. તેથી ગર્ભ નથી રહેતો તો બાબતને ચિંતાનો વિષય ન બનાવો. સમાગમ પછી પતિ તરત છૂટા ન થાય તેમ રાખો. સમાગમ પછી પાંચેક મિનિટ તે અલગ ન થાય. તે અલગ થાય પછી તમે પણ થોડો સમય એટલે કે આઠ-દસ મિનિટ શાંતિથી પડયા રહો. વીર્ય યોનિની બહાર નીકળી જાય છે તે બાબતને ગર્ભ ન રહેવા સાથે તમે માનો છો તેવો સંબંધ નથી.જે વીર્ય નીકળે છે તેમાં દસ ટકા જ વીર્ય જંતુઓ હોય

તે ટકામાં પણ કરોડો વીર્ય જંતુઓ હોય છે, વીર્ય જંતુઓ યોનિમાર્ગની દિવાલોને ચોંટી જાય છે અને તે ગર્ભાશય મુખ તરફ ગતિ કરે છે. જે નીકળી જાય છે તે ભલે વીર્ય છે, પણ તેમાં વીર્યજંતુઓ બધા નીકળી જાય છે તેમ માની ને ચિંતા કરવાની જરૂર નથી.પતિને તેલ-ઘી-મિઠાઈ વગેરે પદાર્થો ઓછા કરાવો. જેથી પેટનો ભાગ સપ્રમાણ થાય. આસનોની બાબતમાં કોઈ પુસ્તક સૂચવી શકતા નથી. ખરી વાત એ છે કે એવા કોઈ આસનોના પુસ્તકની જરૂર નથી. પતિ-પત્ની બંનેએ વિવિધ શક્ય આસનો અજમાવીને શોધવાં.

મારી ઉંમર 33 વર્ષ છે અને મારી પત્ની ની ઉમર 28 વર્ષ છે અમારા બંને ના લગ્નને ૧૧ વર્ષ થયાં છે.લગ્ન પછી અમે કેટલીય વાર શારીરિક સંબંધ બાંધ્યા છે પરંતુ એક વખત સમાગમ વિશિષ્ટ આસન વખતે પત્નીનું શરીર પાછળની તરફ વધારે પડતું ઝૂકી જવાથી પેનિસ પર માઠી અસર થતાં રક્તસ્ત્રાવ શરૂ થઈ ગયો.અમે ડોક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ લીધી.ડોકટરની સારવાર પ્રમાણે ધીમે-ધીમે સારું થયું.આમ સારું થઈ ગયા પછી અમેં ત્રણ મહિના બાદ સમાગમ કર્યો તો કોઈ તકલીફ થઈ નથી.

પરંતુ પહેલા જે રક્ત સ્ત્રાવ થયો હતો તો મને ભય થાય છે કે ભવિષ્યમાં રક્તસ્ત્રાવ થશે તો આ અંગે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. સ્વાભાવિક વાત છે કે કોઈ એવી ઘટના કોઈ પછી દરેક વ્યક્તિના મનમાં તે ઘટના વિશે ભય બેસી જાય છે. પણ કારણસર પેનિસમાં અંદર કોઈ રક્તવાહિની તૂટી જવાથી તમને રક્તસ્ત્રાવ થયો. હવે તે રક્તવાહિની સંધાઈ ગઈ છે. આવું બન્યા પછી તમને મનમાં ચિંતા અને ભયનો અનુભવ થાય તે સ્વાભાવિક છે. તમે વિશેષ માર્ગદર્શન તમારો ઉપચાર કરનાર ડૉક્ટર પાસેથી મેળવો.

હું ૨૮ વર્ષની યુવતી છું. સગાઈ થઈ ગઈ છે. લગ્ન જલદી થવાનાં છે, પરંતુ આ દિવસો દરમિયાન ઘણી ચિંતામાં છું, કારણ કે હું હસ્તમૈથુન કરતી હતી તે વખતે મારી આંગળીમાં સાધારણ રક્ત આવી ગયું. શું મારું કુંવારિકાપટલ ફાટી ગયું હશે? ક્યાંક પતિ મારા પર ચારિત્ર્યહીનતાનો આક્ષેપ તો નહીં લગાડે ને. મેંં આજ સુધી કોઈ પુરુષ સાથે સંબંધ નથી રાખ્યો કે દોસ્તી પણ નથી કરી.શું પતિ વિશ્વાસ કરશે. – એક યુવતી (મુંબઈ)તમે કારણ વગર ગભરાઈ રહ્યાં છો. હસ્તમૈથુન કરતાં ક્યારેય કૌમાર્યભંગ નથી થતો. તમે જો કોઈ ગુનો નથી કર્યો તો ખોટું ગભરાઓ છો શા માટે? ખોટી ચિંતા છોડી આવનાર સુંદર જીવનની કલ્પના કરો.

હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સેક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે? બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય.

હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે. આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

ગુપ્તાંગની ચામડી ઢીલી હોય તે બીમારી નથી. દરેક પુરુષના ગુપ્તાંગની ચામડી ઢીલી જ હોય છે. જરૂરતની વસ્તુ એ છે કે ઉત્તેજિત અવસ્થામાં ઈન્દ્રિયમાં સખતપણું આવે છે કે નહીં. અને આ સખતપણું ચામડી પર નિર્ભર હોતું નથી પણ ઈન્દ્રિયમાં પહોંચેલો લોહીના પ્રવાહ પર આધાર રાખે છે.બીજો પ્રશ્ન છે બચપનમાં હસ્તમૈથુનની આદતથી તમે સ્ત્રીને સંતોષ આપી શકતા નથી. એ વાત ખોટી છે. હસ્તમૈથુન એ મૈથુનનો જ પ્રકાર છે.

હસ્તમૈથુનથી શીઘ્રપતનની તકલીફ થાય છે એ એક મિથ્યાધારણા છે અને શીઘ્રપતનની તકલીફનો ઈલાજ યોગાભ્યાસ (વ્રજોલી, અશ્વિની મુદાષી) અને બીજી દવાઓથી બહુ જ સહેલાઈથી થઈ શકે છે.અને ધારો કે તમને શીઘ્ર પતન થઈ જતું હોય તો પણ તમારી પત્નીને સંતોષ તો આપી જ શકો છે. ઋષિ વાત્સાયન આવી અવસ્થામાં સ્ત્રીને સંતોષ આપવા માટે ત્રણ વસ્તુ સૂચવે છે. મુખમૈથુન અથવા હસ્તમૈથુન અથવા અપદ્રવ્ય (કૃત્રિમ લિંગ)થી સંતોષ આપવો.

Advertisement