આ વસ્તુનું ઉપયોગથી ડાર્ક સર્કલથી લઈ ખીલ થઈ જશે ગાયબ આ રીતે કરો તેનો ઉપયોગ

0
354

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ સ્કિન સંબંધી સમસ્યાઓ એકદમ સામાન્ય થઈ ગઈ છે. ખીલ બધાંને થતાં હોય છે. જેના કારણે ચહેરો ખૂબ જ ખરાબ દેખાય છે. આવી સમસ્યાઓ માટે લોકો બ્યૂટી ટ્રીટમેન્ટમાં હજારો રૂપિયા ખર્ચી નાખે છે. પણ જો આ બધાંમાં તમે ઘરેલૂ ઉપાય કરો તો ઘણો ફાયદો થઈ શકે છે. એવી જ એક વસ્તુ હળદર છે. તેમાં રહેલાં એન્ટીસેપ્ટિક ગુણ સ્કિન માટે બેસ્ટ છે. તેનાથી ખીલ જલ્દી દૂર થઈ જાય છે. તો ચાલો જાણી લો હળદરના બેસ્ટ સ્કિન ફાયદા અને ઉપાય.

Advertisement

બેસ્ટ મોઈશ્ચરાઈઝર છે હળદર.ડ્રાયનેસ દૂર કરવા માટે સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવી જરૂરી છે. તમે જે પણ મોઈશ્ચરાીઝરનો ઉપયોગ કરો છો તેમાં ચપટી હળદર મિક્સ કરી લો. આના નિયમિત ઉપયોગથી કરચલીઓ ઓછી થાય છે. હળદરનો ફેસપેક.સ્કિન નિખારવા માટે ફેસપેક કારગર હોય છે. 2 ચમચી દહીમાં, 1 ચમચી હળદર અને 1 ચમચી બેસન મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી ચહેરા અને ગર્દન પર લગાવી 30 મિનિટ બાદ ધોઈ લો. પછી મોઈશ્ચરાઈઝર લગાવી લો. સપ્તાહમાં બેવાર આ ફેસપેક લગાવો.

હોઠ માટે છે બેસ્ટ.શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સ્કિનમાં ડ્રાયનેસ વધી જવાને કારણે હોઠ પણ ફાટી જાય છે. ચિરા પડવા લાગે છે. તેના માટે વેસલિન કે લિપ બામમાં ચપટી હળદર મિક્સ કરીને લગાવવાથી જલ્દી ફાયદો થાય છે. ડાર્ક સર્કલ્સ માટે.અનિદ્રા અને થાકને કારણે ડાર્ક સર્કલ્સ અને આંખોમાં સોજાની સમસ્યા વધી જાય છે. તેના માટે હળદર બેસ્ટ છે. કોઈપણ એસેન્સિયલ ઓઈલમાં હળદર મિક્સ કરીને આંખો નીચે લગાવો. થોડી મિનિટ રાખી ધોઈ લો. હળદરમાં રહેલાં એન્ટીઈન્ફ્લામેટરી તત્વ આંખોમાં સોજા દૂર કરે છે.

ડાર્ક સર્કલની સમસ્યા ખૂબ સામાન્ય સમસ્યા છે અને વિશ્વભરના મોટાભાગના લોકો આ સમસ્યાથી પરેશાન રહે છે. જે લોકોને મોડેથી સૂવાની ટેવ હોય છે. તેઓને ડાર્ક સર્કલની સમસ્યા વધારે હોય. જેના સિવાય વજે લોકોની પૂરી નથી થતી. જેને ડાર્ક સર્કલ થાય છે. અને તેને દૂર કરવા માટે અલગ અલગ ઉપાયો કરે છે પણ પરિણામ કઈ નથી મળતું.

તે માટે અને અમે તમારા માટે આંખોના નીચે જે કળા ડાઘ કરવા માટે એ એવો આસન ઉપયોગોની રીત લઇને આવ્યા છે. તેનો ઉપયોગ કરીને તમે કહેવા માટે મજબૂર થઈ જશો કે આ તરીકો પહેલા કેમ ના કર્યો. શું તમે જાણો છો કે માત્ર ભાતનો ઉપયોગ કરવાથી તમે ત્વચા સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓને કાયમ માટે પણ દૂર કરી શકો છો.જો નથી, તો આજે આ પોસ્ટમાંથી, અમે તમને જણાવીશું કે ચોખાની મદદથી તમે કેવી રીતે સ્વચ્છ અને સારી ત્વચા મેળવી શકો છો.

ચોખાના લોટથી આ સમસ્યા દૂર થાય છે.ખીલ દૂર થાય.એક વાટકમાં એક ચમચી મધ, એક ચમચી એલોવેરા જેલ અને બે ચમચી ચોખાના લોટને મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને 15-20 મિનિટ પછી ધોઈ લો. થોડા દિવસો સુધી આ કરવાથી, તમારી ખીલની સમસ્યા દૂર થઈ જશે.ટૈનિંગ.ચોખાનો લોટ ટૈનિંગને દૂર કરવા માટે ખૂબ મદદગાર છે. આ માટે એક ચમચી ચોખાના લોટ અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. તેને તમારા ચહેરા પર લગાવો અને સુકાઈ ગયા પછી તેને તાજા પાણીથી ધોઈ લો. થોડા દિવસોમાં તમને ફરક જોવા મળશે.

ડાર્ક સર્કલ.ડાર્ક સર્કલ માટે, થોડા ચોખાના લોટમાં થોડા કેળા અને થોડા એરંડાનું તેલ ઉમેરો. તેને આંખો હેઠળના ડાર્ક સર્કલ પર લગાવો. થોડા દિવસોમાં, આંખો હેઠળના ડાર્ક સર્કલ ઝાંખું થવા માંડશે.એન્ટિ એજિંગ માસ્ક.તમે ચોખાના લોટથી એન્ટી એજિંગ માસ્ક પણ બનાવી શકો છો. આ માટે, બે ચમચી ચોખાના લોટ, ઇંડાનો સફેદ હિસ્સો લો,અને ગ્લિસરિનના 4-5 ટીપાંને ભેળવીને પેસ્ટ બનાવો.

હવે તેને ચહેરા પર લગાવો. એકવાર સુકાઈ જાય પછી હળવા હાથે હળવા હાથે માલિશ કરો અને ધીરે ધીરે આ ફેસ પેક તમારા ચહેરાને સંપૂર્ણપણે સાફ કરશે.રૂખી ત્વચા.જો ચાલતા દિવસે જો તમે રુખિ ત્વચાથી પરેશાન છો.તો ચોખાનો લોટ પણ તમને મદદ કરી શકે છે. તેનાતેના માટે તમારે ચોખાના લોટમાં સ્ટ્રોબેરીને મેશકરીને.અને પેસ્ટ તૈયાર કરીને તમારા ચહેરા પર લગાવવી પડશે. 15-20 મિનિટ પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. ત્વચા મુલાયમ થઈ જશે.

ઘણીવાર તમારો ચહેરો સુંદર હોવા છતાં, તમારી સ્કીન પણ મુલાયમ – ગુલાબી હોવા છતાં તમારી આંખની આસપાસના કાલા કુંડાળા તમારા સૌંદર્યને નીખરવા જ નથી દેતાં. જો તમને પણ ડાર્કસર્કલની સમસ્યા હોય તો આજે અમે તમારા માટે તેને દૂર કરવાના કેટલાક ઘરેલુ નુસખાઓ લઈને આવ્યા છે જે તેને અસરકારક રીતે દૂર કરશે.સૌ પ્રથમ તો ડાર્કસર્કલ થવાના કારણો વિષે જાણીએ. સૌથી મહત્ત્વનું કારણ તમારા શરીરને પૂરતી ઉંઘ ન મળવી તે છે. આ સમસ્યા વારસાગત પણ હોઈ શકે છે.

જો તમે તમારી આંખને વધારે તકલીફ આપતા હોવ, જેમ કે ટીવી વધારે જોવું, મોબાઈલ સ્ક્રીન પર વધારે જોવું, કમ્પ્યુટર પર વધારે કામ કરવું વિગેરે. ડીહાઇડ્રેશન પણ એક કારણ હોઈ શકે છે. કોઈ પ્રકારની એલર્જી જો તમને થઈ હોય તો તે પણ એક કારણ હોઈ શકે ઉંમર વધવાની અસરના કારણે પણ કાળા કુંડાળા પડી શકે છે. તડકાના કારણે મેલાનિનનું ત્વચામાં વધારે પડતું ઉત્પાદન થવું.હવે જાણીએ તેને દૂર કરવાના કૂદરતી ઉપચારો વિષે

બટાટા.આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે બટટામાં બ્લિચિંગ એજન્ટ હોય છે. જે ત્વચા પરની કાળાશને દૂર કરે છે અને તેના ડાઘ પણ આછા કરે છે. આ ઉપરાંત તે ત્વચાને એક્સફોલિએટ પણ કરે છે. તેના આ ગુણના કારણે જ તમે તેનો ઉપયોગ ડાર્ક સર્કલ દૂર કરવામાં કરી શકો છો.

બટાટામાંથી રસ કાઢી લેવો અને તેને થોડીવાર ફ્રીઝમાં મુકીને ઠંડો કરી લેવો. ત્યાર બાદ તે રસમાં કોટન પલાળીને તેને તમારી આંખ આસપાસના કાળા કુંડાળા પર લગાવવો. આ રીતે તમે અસરકારક રીતે કાળા કુંડાળા દૂર કરી શકો છો.આ ઉપરાંત તેના માટે તમારે એક બટાટુ લેવું તેની પાતળી ગોળ સ્લાઇસ કાપી લેવી અને તેને થોડીવાર માટે ફ્રીઝમાં મુકી દેવી. થોડી વાર બાદ તે સ્લાઇસને ફ્રીઝમાંથી બહાર કાઢી તમારી આંખો પર મુકી દેવી. તેનાથી તમારી આંખોને આરામ પણ મળશે અને ડાર્ક સર્કલ પણ દૂર થશે.

બદામનું તેલ.બદામના તેલમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન ઇ હોય છે. અને વિટામીન ઇ તમારી ત્વચા તેમજ તમારી આંખો તેમજ તમારા વાળ માટે અત્યંત લાભપ્રદ વિટામીન છે. બદામનું તેલ તમારી ત્વચાને સાફ કરે છે.ડાર્ક સર્કલ દૂર કરવા માટે પણ તમે બદામના તેલથી સૂતા પહેલાં માલિશ કરશો તો થોડા જ દિવસોમા ડાર્ક સર્કલ દૂર થઈ જશે. જો કે તમારે હળવા હાથે આંગળીઓના ટેરવાથી ડાર્ક સર્કલ પર માલિશ કરવું.

ટામેટાનો રસ.ટામેટાનો રસ તમારી ત્વચાને કોમળ બનાવે છે તેમાં કાંતિ લાવે છે. પણ ત્વચાને સુંદર બનાવવાની સાથે સાથે તે તમારી આંખ આસપાસના કાળા કુંડાળા પણ દૂર કરવામાં ઉપયોગી છે.તેના માટે તમારે બે સામગ્રીની જરૂર પડશે ટામેટાનો રસ અને લીંબુનો રસ. આંખના કુંડાળા દૂર કરવા માટે તમારે એક ચમચી ટામેટાનો રસ લેવો તેમાં બે નાની ચમચી લીંબુનો રસ ઉમેરી તેને બરાબર મિક્સ કરીને તેને રૂ દ્વારા કે પછી હળવા હાથે આંખની આસપાસના કાળા કુંડાળા પર લગાવવું.લગાવ્યા બાદ તેને તેમ જ 15-20 મિનિટ રહેવા દેવું. ધીમે ધીમે ડાર્ક સર્કલ દૂર થઈ જશે.

ઓરેન્જ જ્યૂસ.સંતરાનો જ્યૂસ ત્વચા માટે અત્યંત લાભપ્રદ છે. તે ત્વચાને સુંદર તો બનાવે જ છે પણ તેમાં રહેલું વિટામીન સી ત્વચાને સ્વચ્છ અને ચમકતી બનાવે છે અને સાથે સાથે તમારી ડાર્ક સર્કલની સમસ્યા પણ દૂર કરે છે. તેના માટે તમારે એક મોટી ચમચી નારંગીના રસમાં થોડાં ટીપાં ગ્લિસરનના ઉમેરવા. તેને બરાબર મિક્સ કરીને તેને ડાર્ક સર્કલ પર લગાવવું. ધીમે ધીમે ડાર્ક સર્કલ દૂર થશે અને તમારી ત્વચા એકસમાન લાગશે.

કાકડીનો રસ – સ્લાઇસ.બટાટાની જેમ તમે કાકેડીના રસ તેમજ તેની સ્લાઇસને પણ તમારી આંખ આસપાસના ડાર્ક સર્કલ દૂર કરવા માટે ઉપયોગમાં લઈ શકો છો. કાકડીનો રસ પીવાથી તેમજ તેને ત્વચા પર લગાવવાથી પણ તમારી ત્વચા ખીલી ઉઠે છે. કાકડી તમારી ત્વચાને જરૂરી ભેજ પૂરો પાડે છે અને સાથે સાથે તેને એક્સફોલિએટ પણ કરે છે.અહીં પણ તમારે કાકડીનો ઉપયોગ ઉપર જે રીતે બટાટાનો ઉપયોગ બતાવ્યો છે તે રીતે કરવો. તમે તેની સ્લાઇસને આંખ પર લગાવીને પણ ડાર્ક સર્કલ દૂર કરી શકો છો અને રસમાં રૂને ડીપ કરીને તેને પણ ડાર્ક સર્કલ પર લગાવી શકો છો.

Advertisement