આ યુવાનને છે વિચિત્ર બીમારી, હાથમાંજ ઉગવા લાગ્યું ઝાડ,જુઓ તસવીરો……

0
121

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કોઈના હાથમાં ઝાડ ઉગે તેવી માનવામાં આવતું નથી પરંતુ દુનિયામાં આવા 200 જેટલાં કિસ્સા સામે આવ્યા છે. જેમાં વ્યક્તિના હાથ પર ઝાડ જેવી સંરચના ઉગી નીકળતી હોય. આ બિમારી જોઈને ભલભલાના હોંશ ઉડી જાય છે.બાંગ્લાદેશમાં ટ્રી મેનના નામથી પ્રખ્યાત અબ્દુલ બજનદારે પોતાના હાથને લઈને ફરિયાદ કરી છે. તેઓ પોતાના હાથ કપાવી નાખવા માગે છે કારણ કે તે ખૂબ જ વેદના કરે છે. તેમના હાથમાં ઝાડ જેવી સંરચના ઉગી નીકળી છે. આ સંરચના સતત ઉગતી જ રહે છે.

Advertisement

અબ્દુલનું 25 વાર ઓપરેશન કરવામાં આવ્યું છતાં પણ આ બિમારીથી છૂટકારો મળતો નથી.બાંગ્લાદેશમાં ટ્રી મેનના નામથી પ્રખ્યાત અબ્દુલ બજનદારે પોતાના હાથને લઈને ફરિયાદ કરી છે. તેઓ પોતાના હાથ કપાવી નાખવા માગે છે કારણ કે તે ખૂબ જ વેદના કરે છે. તેમના હાથમાં ઝાડ જેવી સંરચના ઉગી નીકળી છે. આ સંરચના સતત ઉગતી જ રહે છે. અબ્દુલનું 25 વાર ઓપરેશન કરવામાં આવ્યું છતાં પણ આ બિમારીથી છૂટકારો મળતો નથી.

નોંધનીય છે કે દુનિયામાં અત્યાર સુધીમાં ખાલી આવા 3 જ કેસ બહાર આવ્યા છે. અને આ રહસ્યમઇ બિમારી શું છે તે કેવી રીતે થાય છે. આવા રોગીને કેવી કેવી મુશ્કેલીઓ થાય છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. અબ્દુલને આ બિમારી પાછલા 20 વર્ષોથી છે. જેમાં તેના હાથ અને પગ લાકડી જેવા કડક થઇ ગયા છે અને તેમાં નવીને નવી શાખાઓ ફૂટી રહી છે. અબ્દુલની ઉંમર હાલ 30 વર્ષની છે.

અબ્દુલે જ્યારે 10 વર્ષના હતા ત્યારે તેણે પોતાના હાથ પર ઉગતી આ લાકડી જેવી વસ્તુને કાપવાનો પણ પ્રયાસ કર્યો પણ તેને આમ કરતા ભારે દુખ થયું. આ બિમારીને કારણે અબ્દુલ પોતાની જાતે ના તો ચમચી ઉપાડી શકે છે ના તો પોતાના દાંત સાફ કરવા ટૂથબ્રસ હાથમાં પકડી શકે છે. તેમને આ બધા માટે બીજા પર આશ્રિત રહેવું પડે છે.

મેડિકલ કોલેજના નિર્દેશક સામંત લાલ સેનના કહેવા મુજબ આ એક દુર્લભ રોગ છે. અને આવો કેસ તેમણે આખા બાંગ્લાદેશમાં પહેલા નથી જોયો. આ બિમારી હ્યુમન પૈપલિઓમા વાયરસના કારણે થાય છે. જો કે હવે ડોક્ટર મળીને અબ્દુલનો ફ્રીમાં ઇલાજ કરવાના છે.

આ બિમારી રોગ પ્રતિકારક શક્તિના દોષના કારણે થાય છે. આ વાયરસના અનેક પ્રકાર છે. પણ સૌથી સામાન્ય પ્રકારની લિંક સર્વાઇકલ કેન્સરથી જોડવામાં આવે છે. ડોક્ટરોએ જણાવ્યું કે આ સર્જરી એક લાંબી પ્રક્રિયા છે. જેમાં અબ્દુલ પર અનેક ઓપરેશન કરવામાં આવશે. અને ઓછામાં ઓછા આ પ્રક્રિયા પૂરી થતા 6 વર્ષનો સમય લાગી શકે છે. જો કે સર્જરી અંગે ડોક્ટરો આશાવાદી છે અને માની રહ્યા છે કે અબ્દુલ બિલકુલ સાજો થઇ જશે.અબ્દુલના પહેલા ઇન્ડોનેશિયાના કોસવારા નામના વ્યક્તિને પણ આ બિમારી થઇ હતી. પણ હવે આ વ્યક્તિનું ઓપરેશન થઇ ચૂક્યું છે અને હવે તે ધણો સ્વસ્થ છે અને સરળતાથી ચાલી શકે છે.

આ બિમારીનો કોઈ ચોક્કસ ઈલાજ નથી પણ સર્જરી એક ઉપાય છે. જો આ બિમારીમાં સતત આવા સંરચનાઓ ઉદભવતી રહે તો તેના લીધે કેન્સર થવાનો ખતરો પણ વધી જાય છે.અબ્દુલ હોસ્પિટલમાંથી પુરી સારવાર કરાવ્યા વિના જ ભાગી ગયો હતો અને તેના લીધે પસ્તાઈ રહ્યો છે. અબ્દુલને ફરીથી આ ઝાડ જેવી સંરચનાઓ ઉગવાનું શરૂ થઈ ગયું છે. હવે તે પોતાના આ હાથ કપાવી નાખવા માંગે છે જેના લીધે આ ભયાનક દર્દ છૂટકારો મળી શકે.

આવોજ એક બીજો કિસ્સો હાલ થોડા દિવસ પહેલા જ જિકા વાયરસે દુનિયામાં તેનો આતંક ફેલાવીને ચકચાર મચાવી દીધો. અને દુનિયાની સ્વાસ્થ સંસ્થાઓએ પણ આ રોગને લઇને એલર્ટ જાહેર કર્યો. ત્યાં આ તમામ ખબરોની વચ્ચે બાંગ્લાદેશના એક વ્યક્તિનું નામ સોશ્યલ મીડિયા પર ટ્રીમેનના નામ વાયરલ થયું. આ વ્યક્તિના હાથ અને પગ પર જાણે કે મૂળીયા કે વડવાઇઓ લટકી રહી હોય તેવું લાગતું હતું.

સમગ્ર દુનિયામાં આ બીમારથી લગભગ 200 લોકો પીડિત છે. છત્તીસગઢ ના નક્સલ પ્રભાવિત બસ્તર જિલ્લાની રહેવાસી 8 વર્ષની એક છોકરી અજબ પ્રકારની બીમારીનો સામનો કરી રહી છે. આ બીમારીના કારણે એક છોકરીના હાથ અને પગ, વૃક્ષની છાલની જેમ દેખાય છે. તે છોકરીના પરિવારજનોનું કહેવું છે કે પહેલા તેના ડાબા પગની ઉપર એક મસો બનવાનું શરૂ થયો જે ધીમે ધીમે વધતો ગયો.

બાદમાં એ મસો બંને પગોમાં વિકસિત થઈ ગયો. સમયની સાથે તે હાથોથી થઈને ગરદન સુધી પહોંચી ગયા. આ બીમારીને ટ્રીમેન સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે. આ બીમારીનો કોઈ ઈલાજ નથી આ બીમારીના કારણે આ છોકરીની સ્થિથિત ગંભીર થઈ ગઈ છે. તેનું ચાલવા ફરવાનું પણ લગભગ બંધ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ આ છોકરીને શરીરમાં સતત દુખાવો થતો રહે છે. એક્સપર્ટ્સ અનુસાર મેડિકલ સાયન્સ માં આ બીમારીનો કોઈ ઈલાજ નથી. છત્તીસગઢમાં આ બીમારીથી ગ્રસ્ત પહેલા દર્દીની જાણકારી મળી છે.

આ છોકરીની જાણકારી મીડિયા રિપોર્ટ્સના માધ્યમથી પ્રદેશ સરકાર અને પ્રશાસનિક અધિકારીઓને મળી. ત્યારબાદ રાજ્યના આરોગ્ય મંત્રી સારવારનો જરૂરી ખર્ચ અને તમામ વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે. હાલ છત્તીસગઢની રાજધાની રાયપુરની એક હૉસ્પિટલમાં આ છોકરીની સારવાર ચાલી રહી છે.આ દુર્લભ સ્થિતિને મેડિકલ સાયન્સની ભાષામાં ટ્રીમેન સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે. છત્તીસગઢમાં આ પ્રકારની બીમારીથી કોઈ વ્યક્તિની પહેલીવાર જાણકારી મળી છે.

જન્મના એક વર્ષ બાદથી શરૂ થઈ હતી સમસ્યા આ છોકરીના પરિજનો અનુસાર, તેને આ સમસ્યા જન્મના એક વર્ષ બાદથી જ શરૂ થઈ ગઈ હતી. તેના પિતા જે નાના ખેડૂત છે તેમણે જણાવ્યું કે સૌથી પહેલા તેમની દીકરીના ડાબા પગે મસો થવાનું શરૂ થયું અને બીમારી ઘણી વધી ગઈ. આ બીમારીના કારણે તેમની દીકરીને સતત દુખાવો રહે છે.નથી મળતો આ બીમારીનો કોઈ ઈલાજ ,આ બીમારી સામાન્ય રીતે 1થી 20 વર્ષની ઉંમરની વ્યક્તિઓને થાય છે. એક અનુમાન મુજબ દુનિયાભરમાં આ બીમારીથી લગભગ 200 લોકો પીડિત છે. મેડિકલ સાયન્સમાં આ બીમારીનો હજુ સુધી કોઈ ઈલાજ નથી મળ્યો.

રાયપુરમાં ચાલી રહી છે સારવાર નથી મળતો આ બીમારીનો કોઈ ઈલાજ ,આ બીમારી સામાન્ય રીતે 1થી 20 વર્ષની ઉંમરની વ્યક્તિઓને થાય છે. એક અનુમાન મુજબ દુનિયાભરમાં આ બીમારીથી લગભગ 200 લોકો પીડિત છે. મેડિકલ સાયન્સમાં આ બીમારીનો હજુ સુધી કોઈ ઈલાજ નથી મળ્યો. મળતી માહિતી અનુસાર, આ છોકરીની સારવાર માટે પહેલીવાર અનેક ડૉક્ટર સામે આવ્યા છે. જિલ્લા હૉસ્પિટલમાં તેની સારવાર બાદ તેને પાટનગર રાયપુરના મેકાહારા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

Advertisement