આજે છે પવિત્ર શીતળા સાતમ નો તહેવાર,જાણો માઁ શીતળા નાં તહેવાર ની એવી રહસ્યમય વાતો જે પેહલાં ક્યારેય નય સાંભળી હોય…….

0
83

મિત્રો નમસ્કાર આજે આલેખ દ્વારા તમારુ સ્વાગ કરીએ છે મિત્રો આપણા ભારત દેશમા ઘણા બધા તહેવાર મનાવવામાં આવે છે તેમજ ઘણા લોકો તેને ખુબજ ઉત્સાહીત થઈને મનાવે પણ છે તેમજ હિંદુ ધર્મમા શ્રાવણ મહિનાને તહેવારનો મહિનો પણ કહેવામા આવે છે મિત્રો કહેવાય છે કે જેટલા તહેવાર છે તેમા સૌથી વધારે તહેવાર શ્રાવણ મહિનામા આવે છે પરંતુ અત્યારે ચાલી રહેલા આ કોરોનાની મહામારીની વચ્ચે લોકો આ શ્રાવણ મહિનામા પણ પોતાના ઘરે રહીને પૂજા અર્ચના કરી રહ્યા છે મિત્રો જો તહેવારની વાત કરિએ તો શ્રાવણ મહિનામા આવતા સૌથી પહેલા નાગ પંચમી, રાધણ છઠ,શીતળા સાતમ, જન્માષ્ઠમી, જેવા તહેવાર થી તહેવારોની શરુઆત થઇ જાય છે.

મિત્રો સાતમના આગલા દિવસને રાંધણ છઠ્ઠ કહે છે અને આ રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી મહિલા ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી સ્નાન કરી શીતળા માની પૂજા કર્રે છે અને સાતમના દિવસે ચૂલો કે સગડી સળગાવતા નથી અને આખો દિવસ ટાઢું ખાઇ છે અને શીતળા માની વાર્તા સાંભળે છે મિત્રો આ તહેવારને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે અને આ તહેવારના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા માટે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે.

શીતળા સાતમનું વ્રત રાજ્યભરના અનેક વિસ્તારોમાં ઊજવવામાં આવે છે અને માતા શીતળાની પૂજા અર્ચના કરી રાંધણ છઠ્ઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રત કરવાનું હોય છે અને આ છઠ્ઠના દિવસે રસોઈ કરી ચુલાની પૂજા કરી હોવાથી એ દિવસે કોઈપણ ગરમ વસ્તુ બનતી નથી અને સાતમના દિવસે સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી  શીતળા માતાની પૂજા કરે છે અને એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાનપ્રાપ્તિ થાય છે તેમજ બાળક જો વારંવાર માંદુ પડતું હોય તો તેને પણ માતાજી રોગમુક્ત કરે છે તો ચાલો જાણી લો શીતળા સાતમની કથા વિશે.

એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી. મોટી વહુ ઈર્ષાની ભરેલી હતી. જ્યારે નાની વહુ ઘણી ભલી, ભોળી અને પારકાના દુ:ખે દુ:ખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો અને રાંધણછઠ્ઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી અને પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી. ત્યાં પારણમા સુઇ રહેલો નાનો છોકરો રડવા લાગ્યો તો તે બધાજ કામ પડતાં મૂકીને નાની વહુએ છોકરાને ખોળે લીધો અને દિવસ આખાનો થાક હોવાથી તે પણ સુઇ ગઇ અને ચૂલો ઠારવાનો રહી ગયો રાધણ છઠના દિવસે પરંતુ તેનાથી એક ભુલ થઈ ગઈ કે તેઓ રાતે જમવાનું બનાવીને ચુલો સળગતો મુકીને સુઇ ગયા.

અને રાધણ છઠની રાતે જ્યારે શીતળામા શાંતીથી તે ગાંમમા ફરવા નિકળ્યા તો ફરતા ફરતા તે બ્રામણના ઘરે આવી ગયા અને ત્યા આવીને જોયુ તો ત્યા તેમના ઘરનો ચુલો સળગતો જોઈ તેમા તેઓ આળોટ્યા અને તેમના આળોટવાથી તેઓ ખુબજ જ દાઝી ગયા અને તેથી શીતળાએ શ્રાપ આપ્યો કે જેવી રીતે મને બાળી છે એવુ તારુ પેટ બળજો અને જ્યારે તે રૂપાએ વહેલી સવારે ઉઠીને જોયુ તો તેમના ઘરનો ચુલો સળગી રહ્યો હતો અને તેનો છોકરો પણ દાઝી જવાથી મૃત હાલતમા તેની પથારીમા પડ્યો હતો.

એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી ત્યારે સાસુએ ગળગળા અવાજે આશ્ર્વાસન આપતાં કહ્યું વહુ ધીરજ રાખ અને શીતળા મા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે આ જોઇને તે સમજી ગઇ કે નક્કિ આ શીતળામા નો કોપ છે અને તે પોતાના મૃત્યુ પામેલા છોકરાને એક ટોપલામા મુકીને તે શીતળામાની શોધમા નિકળી જાય છે.

રસ્તામાં જતી વખતે એક નાનકડી વાવ આવી. આ વાવનું પાણી એટલું હતું કે તેને પીતાની સાથે જ માણસનું મોત થતું અને આ વાવે કહયુ કે બહેન તું માઁ શીતળાને પૂછજે કે મારાં એવાં તે કયા પાપ હશે કે મારું પાણી પીતાની સાથે જ જીવ મોત પામે છે ભલે બહેન એમ કહી તે તો આગળ વધી ત્યાં એક બળદ રસ્તમાં દેખાયો અને એની ડોકે પથ્થરનો મોટો ડેરો બાંધવામાં આવ્યો હતો અને આ ડેરો એવો હતો કે ચાલતી વખતે પગ સાથે અથડાયા કરે અને પગને લોહીલુહાણ કરી નાખે બળદે તેણે જણાવ્યું બહેન શીતળા માતાને મારા પાપનું નિવારણ પૂછતાં આવજો.

અને ત્યારબાદ રસ્તામાં તેને એક ડોસી મળી અને તે વહુને જોઈ ડોશી બોલી બાઈઆમ હાંફળી-ફાંફળી ક્યાં જાય છે ત્યારે વહુએ શીતળા માના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી અલી જરાક મારું માથું તો જોઈ જા પરંતુ નાની વહુને ઉતાવળ હતી પરંતુ એ ઘણી દયાળુ હતી. તેણે ટોપલો નીચે મૂકીને તે છોકરાને ડોશીમાના ખોળામાં આપી એ તો લાગી ગઈ તે ડોશીનુ માથું જોવા અને જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જુઓ કાઢવા લાગી તેમ તેમ પેલાં ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા લાગ્યા અને થોડીવારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું.

પોતાના માથામાંથી ખંજવાળ ઓછી થઈ ગઈ તેથી ડોશી બોલ્યા હાશ બહેન દીકરી .તેં મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તો તેમ તારું પેટ ઠરજો જ્યાં ડોશીમા આટલું બોલ્યાં કે ખોળામાં મુકેલો છોકરો રડવા લાગ્યું અને છોકરાને રડતું જોઈને વહુતો હરખઘેલી થઈ અને એના મનમાં આનંદ સમાતો નથી પણ થોડીવારમાં જ તેને વિચાર આવ્યો કે માનો ન માનો આ ડોશીમા એ જ શીતળા માતા છે અને એ ડોશીમાના પગે પડી ગઇ અને કહયુ કે બસ મા હું તમને ઓળખી ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છુ.

તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાતઆમ કહી તે રડવા લાગી ત્યારે શીતળા મા બોલ્યાં, રડ નહીં દીકરી ! મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ તેમજ વ્રત અખંડ રહેવું જોઈએ અને વિધિ પ્રમાણે વર્તવું જોઈએ અને એમાં જરાય ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા સુખી થા મારા આશીર્વાદ છે અને ત્યારબાદ ડોશીમાઁએ શીતળા માતાનું સ્વરૂપ લઈ દર્શન આપ્યા પછી તે વાવ અને બળદના દુઃખ પણ દૂર કર્યા હે શીતળા માતા જેવા તમે વહુના દીકરાને વાવ અને બળદને ઠાર્યા એવા સૌને ઠારજો જય શીતળા માતા.