આજે એક સાથે બે ગ્રહો નું રાશિ પરિવર્તન,આજે રચાયો અદભુત મહા સંયોગ,આ રાશિઓની ચમકી શકે છે આજે કિસ્મત….

0
259

ગ્રહોના રાજા સૂર્ય એટલે કે આજે સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે.ગ્રહોનો સેનાપતિ મંગળ પણ આજે મીન રાશિથી મેષ રાશિમાં પ્રવેશ કરશે.સૂર્ય અને મંગળ સિંહ અને મેષ રાશિના સ્વામી છે.મંગળ આજે સાંજે વાગ્યે મેષ રાશિમાં આવશે જ્યારે 6 મિનિટ પછી સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરશે બંને મોટા ગ્રહો એક જ દિવસે રાશિ પરિવર્તન કરી રહ્યા છે એ પણ સ્વરાશિમાં આથી અદ્ભુત યોગ બનાવે છે.બંને ગ્રહોની તાકાત કેટલીક રાશિઓને ફાયદો કરાવશે તો કેટલાક જાતકોની મુશ્કેલીઓમાં વધારો કરશે.આવો જ્યોતિષશાસ્ત્રમાં આ બંને ગ્રહોના ગોચરની કેવી અસર થશે જાણીએ વિસ્તાર પૂર્વક.

મંગળ અને સૂર્યના ગોચરથી આ 4 રાશિને થશે ફાયદો. મેષ રાશિ વૃષભ રાશિ મિથુન રાશિ કર્ક રાશિને આ ગોચરથી સૌથી વધુ ફાયદો થશે જ્યારે બાકીની 6 રાશિઓને નુકસાન થશે તો કન્યા અને વૃશ્ચિક રાશિ માટે આ ગોચરથી મિશ્ર પરિણામ પ્રાપ્ત થશે.

મેષ રાશિ.મેષ રાશિના ના જાતકો આજે વિશેષ ફળ મળશે.મંગળ મેષ રાશિના લગ્ન સ્થાનમાં પ્રવેશ કરી રહ્યો છે.મંગળના લગ્ન સ્થાનમાં આવવાથી આ રાશિના જાતકોમાં ગુસ્સોનું સ્તર વધારી શકે છે. જો કે તેમના લાંબા સમયથી બાકી રહેલા કાર્યો પણ પૂર્ણ થશે.તે જ સમયે સૂર્ય તમારી રાશિના પાંચમા સ્થાનમાં આવશે. પાંચમા સ્થાનમાં સૂર્યની સ્થિતિ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક છે.સારા પરિણામ રોજગાર અથવા ઉચ્ચ શિક્ષણની બાબતમાં તમને ફાયદો થઈ શકે છે.

વૃષભ રાશિ.વૃષભ રાશિના 12મા સ્થાનમાં મંગળ ગ્રહ આવી રહ્યો છે.પૈસાની દ્રષ્ટિએ થોડું સાવધ રહેવું જોઈએ.ખર્ચમાં ઘણો વધારો થઈ શકે છે.સૂર્યનું ગોચર આ રાશિના ચોથા સ્થાનમાં હશે.તમારા જીવનસાથીને તેમના કાર્યક્ષેત્રમાં સારા પરિણામ મળશે.તેમનું પ્રમોશન થઇ શકે છે જે પરિણીત જીવનમાં ખુશીઓ વધારશે.પારિવારિક જીવન આનંદ અને ઉમંગ સાથે વિતાવશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને વૈવાહિક જીવનમાં ચાલતા તનાવને દૂર કરી શકાય છે.

મિથુન રાશિ.મિથુન રાશિના 11મા સ્થાનમાં મંગળ ગ્રહ આવી રહ્યો છે.મિત્રો અને સંબંધીઓ સાથેના સંબંધોમાં ખટરાગ થશે જીવનસાથી સાથે સંબંધ પણ બગડી શકે છે.જ્યારે આ રાશિના ત્રીજા સ્થાનમાં સૂર્ય આવશે.આનાથી સર્જનાત્મક ક્ષેત્રે કાર્યરત લોકોને લાભ મળશે.જો કે સ્વાસ્થ્ય અને આર્થિક ક્ષેત્રે અંગે થોડી ચિંતા થઈ શકે છે.

કર્ક રાશિ.કર્ક રાશિના 10મા સ્થાનમાં મંગળ ગ્રહ આવી રહ્યો છે.ભાગીદારીના વ્યવસાયમાં વિક્ષેપો આવી શકે છે.પરંતુ તમને રોકાયેલા પૈસા ચોક્કસપણે મળશે.ખૂબ જ મહેનત અને પ્રયત્નોથી તમને સફળતા મળશે.જ્યારે સૂર્ય કર્ક રાશિના બીજા સ્થાને આવશે.આર્થિક રીતે જીવનમાં સારા પરિવર્તન આવશે.ઘરના સભ્યની નોકરીને કારણે તમારો આર્થિક બોજો ઓછો થઈ શકે છે ચાલો આપણે જાણીએ કે અન્ય રાશિઓ નો સમય કેવો રહેશે.

rashi

સિંહ રાશિ.સિંહ રાશિ ના જાતકો ને આજે ધન લાભ થઈ શકે છે. આજે વાદ વિવાદથી દૂર રહેવું અને વાણી તેમજ વર્તન પર સંયમ જાળવવો.માતાની સાથે વિવાદ થવાની સંભાવના છે.વૈચારિકરીતે મન પર નકારાત્મકતા છવાયેલી જોવા મળી શકે છે.દસ્તાવેજોને લઈને ધ્યાન રાખજો.પાણીથી દૂર રહેવું તબિયત તરફ વધારે ધ્યાન રાખજો.તમે કોઈ યાત્રા પર જઈ શકો છો અને જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને તમારા જીવનસાથીમાં સ્વાસ્થ્ય સુધરશે અને તમારા સંબંધો વધુ સારા બનશે.

કન્યા રાશિ.આજે શરીરમાં ઉત્સાહ જોવા મળશે મન પણ શાંત રહેશે.કાર્યમાં સફળતા મળશે.પરિવારજનોની સાથે સંબંધમાં મધુરતા જોવા મળશે.આજે તેમનો સહકાર પણ પ્રાપ્ત થશે.ગૂઢ અને આધ્યાત્મિક વિષયોમાં સિધ્ધિ પ્રાપ્ત થશે.આજે તમે ખૂબ જ રૂપિયા કમાઇ શકો છો.પરિવારમાં તમે એક સંધિ કરાવનાર દૂતની જવાબદારી નિભાવશો. બધાની પરેશાનીઓ ઉપર ધ્યાન આપો.જેથી સમસ્યાઓ ઉપર કાબૂ મેળવી શકાય.

rashi

તુલા રાશિ.આજે મનમાં ચિંતા જોવા મળવાના કારણે કોઈ નિર્ણય પર આવવું સંભવ નથી.આજે આવશ્યક કામની શરૂઆત કરવી નહીં.આજે વ્યવહારમાં જડતા રાખશો તો હેરાન થશો.આજે પરિવારજનોની સાથે વાદ-વિવાદ કરવો નહી.આજે તબિયતનું ધ્યાન રાખવું આર્થિકરૂપે લાભ થશે સમય આર્થિક રીતે શુભ ફળદાયી છે અને ધન કમાવાના વિવિધ અવસર મળવાની સંભાવના છે.જો તમે રણનીતિ બનાવીને રોકાણ કરો છો તો લાંબા સમયગાળામાં સારું ફળ મળી શકે છે.

વૃશ્ચિક રાશિ.આજે તમને પ્રસન્નતાનો અનુભવ થશે,પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ જોવા મળશે.પરિવારજનોની સાથે મુલાકાત થશે.આજે રમણીય સ્થળ પર પ્રવાસનું આયોજન થઈ શકે છે.તમને થોડાં પ્રતિષ્ઠિત ક્ષણ વિતાવવાનો અવસર મળશે. આ સમયે તમારા માન-સન્માનમાં વૃદ્ધિ જોવા મળશે.દાંપત્ય જાતકોના જીવનમાં ખુશહાલી આવશે.તમારા બાળકોને સ્કૂલમાં સારું માન-સન્માન પ્રાપ્ત થશે

ધનું રાશિ.આજે વાણી અને વર્તન પર સંયમ રાખજો નહીં તો મુસીબત સર્જાઈ શકે તેમ છે, ક્રોધ પર સંયમ જાળવો નહીં તો કોઈની સાથે વાદ-વિવાદ થઈ શકે છે.માનસિક ચિંતા સતાવશે. અકસ્માતથી સંભાળજો.આજે આવકની સામે વધારે ખર્ચો થશે.પરિવારજનોની સાથે મતભેદ થશે.આજે ઈશ્વરની પ્રાર્થના કરવી તબિયત ખરાબ થઈ શકે છે.

મકર રાશિ.આજનો દિવસ લાભદાયી છે, સંબંધીઓ અને મિત્રોની સાથે આનંદદાયી મુલાકાત થશે.વિવાહ કરવા ઈચ્છતા લોકો માટે આજે પાત્ર મળવાની સંભાવના છે.વેપારની દ્રષ્ટિએ લાભદાયી દિવસ છે.નવી વસ્તુની ખરીદી પાછળ ધન ખર્ચ થશે.પ્રવાસ થશે અને મિત્રો તરફથી ભેટ મળશે.આજે તમે સક્રિય રહેશો.વધારે ઊર્જાના કારણે તમે પ્રસન્ન પણ રહેશો. ધન વૃદ્ધિ થવાથી આર્થિક જીવનમાં સુખની અનુભૂતિ થશે.પિતા માટે પણ સમય ભાગ્ય લઇને આવ્યો છે.પ્રમોશન મળવાની સંભાવના છે.

rashi

મીન રાશિ.આજે ઉચ્ચ અધિકારીઓની સાથે તકરાર થાય નહીં તેનું ધ્યાન રાખજો માનસિક ચિંતા જોવા મળશે.પ્રતિ સ્પર્ધીઓની સાથે વાદ વિવાદ ટાળવો.આજે મનમાં નકારાત્મક વિચારો આવે નહીં તેનું ધ્યાન રાખજો.આજે પ્રવાસ સફળ થશે આજે વેપારી વર્ગને વેપારમાં અવરોધ જોવા મળી શકે તેની સંભાવના છે.તમારા પરિવારનું મન ધર્મ-આધ્યાત્મિકતા તરફ વધારે રહેશે.ઘરમાં કોઇ ધાર્મિક કાર્યક્રમ પણ આયોજિત કરી શકો છો.આ દરમિયાન મહેમાનોનું આગમન થશે અને તમને નવા-નવા પકવાન ખાવાનો અવસર પ્રાપ્ત થશે.

rashi

કુંભ રાશિ.કુંભ રાશિના જાતકો આજે કોઈ સારા સમાચાર મળી શકે છે.આજે વ્યાવસાયિક ક્ષેત્રમાં કાર્યની પ્રશંસા થશે કાર્યાલયમાં સહ કર્મચારીઓનો સહયોગ મળશે સામાજિક રૂપે માન અને સન્માન પ્રાપ્ત થશે સ્નેહી જનોની સાથે પ્રવાસ કરી શકો છો આજે કાર્યો સંપન્ન થશે અને તેનાથી લાભ થશે તમે આ સમયે તમારી મહેનતથી કામને અંજામ આપી શકશો આ સમયે તમારે જ્યાંથી બની શકે ત્યાંથી મદદ લેવી અને આસપાસના લોકો સાથે સારા સંબંધ જાળવી રાખવાં.