આજેજ ઘરમાં લાવી દો હનુમાનજીની આ મૂર્તિ થઈ જશે બધી મનોકામના પુર્ણ

0
264

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલના સમયમાં મોટાભાગના લોકો હનુમાનજીની પૂજા અર્ચના કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય છે. ઘણા લોકો એવા હોય છે જે પોતાની વિશેષ ઈચ્છાઓને પૂરી કરવા માટે હનુમાનજીની ઉપાસના કરતા હોય છે. શાસ્ત્રોના અનુસાર એવું જણાવવામાં આવે છે કે કળયુગમાં પણ હનુમાનજી પોતાના ભક્તોની બધી જ મનોકામનાઓ ખૂબ જ જલ્દી સાંભળી લેતા હોય છે.

Advertisement

જો કોઈ ભક્ત પોતાના સાચા મનથી તેમને યાદ કરે છે તો હનુમાનજી પોતાના ભક્તોના દરેક કષ્ટ દૂર કરવા માટે અવશ્ય આવે છે. મહાબલી હનુમાનજી ની મહિમા અપરંપાર બતાવવામાં આવી છે અને તેમની શક્તિઓનો અંદાજો લગાવવો ખૂબ જ મુશ્કેલ છે.જો તમે પણ હનુમાનજીની પૂજા કરો છો તો પવનસુતની પ્રતિમા અને તેને સ્થાપિત કરવાની દિશાની જાણ હોવી ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને જ્યોતિષશાસ્ત્રના અનુસાર હનુમાનજીની પૂજા આરાધના સાથે જોડાયેલ અમુક જરૂરી વાતો વિશે જાણકારી આપીશું. જેની સહાયતાથી તમારી બધી જ મનોકામના ખૂબ જ જલ્દી પૂરી થઈ શકે છે.

સામાન્ય રીતે જોવામાં આવેતો મહાબલી હનુમાનજી ની ઘણી જ પ્રતિમાઓ અને તસવીર જોવા મળે છે જેનું પોતાનું અલગ મહત્વ બતાવવામાં આવ્યું છે. એવું જણાવવામાં આવે છે કે તેમની અલગ અલગ તસવીરોની પૂજા કરવાથી મનુષ્યના જીવનના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે પરંતુ જો તમે તમારી વિશેષ મનોકામનાને ખૂબ જ જલ્દી પૂરી કરવા માંગતા હોય અને તમે ઈચ્છતા હોય કે ઘરની બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય તો તમારે ઉત્તરમુખી અને દક્ષિણમુખી હનુમાનજીની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બધાં જ દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થવા લાગે છે અને ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. હનુમાનજીની આ પ્રતિમાની પૂજા કરવાથી માનસિક કલેશ જેવી સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે.

લોકોને હનુમાન જી પ્રત્યે એટલી શ્રધ્ધા અને વિશ્વાસ છે કે એવું માનવામાં આવે છે કે હનુમાનની પૂજા કરવાથી સૌથી મોટી સમસ્યા હલ થાય છે તેમજ હનુમાનજીની કૃપાથી જ સંપત્તિ, વિજય અને આરોગ્ય પ્રાપ્ત થાય છે તેમજ આપણા જ્યોતિષ શાસ્ત્રમાં હનુમાન જીની ઉપાસના માટેના કેટલાક ઉપાયો જણાવવા મા આવ્યા છે અને એવું માનવામાં આવે છે કે આ ઉપાય તમારા ખરાબ નસીબીને સારા નસીબમાં બદલી શકે છે.

મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન હનુમાનજી શક્તિ, શાંતિ, શાણપણ અને ભક્તિના દેવ માનવામાં આવે છે અને ભક્તોનું માનવું છે કે હનુમાન જી આપણ ને મહેનત કરવાની યોગ્ય શક્તિ આપે છે અને તેની ઉપાસના સ્વસ્થ વ્યક્તિ માટે આશીર્વાદ લાવે છે અને એવું માનવામાં આવે છે કે જો હનુમાન પ્રસન્ન થાય છે તો શનિદેવ પણ ખુશ થાય છે અને તેથી શનિને રિઝવવા માટે હનુમાનજીની પૂજા કરવી જોઈએ તેમજ હનુમાનજીના આશીર્વાદ મેળવીને ભક્તોને જીવનમાં આવતી મુશ્કેલીઓથી મુક્તિ મળે છે.

મિત્રો જો તમે નિયમિત રીતે હનુમાન ચાલીસા, સુંદરકાંડ, હનુમાનષ્ટક, બજરંગ બાનનો પાઠ કરો છો અને મહાબાલી હનુમાનજીના દર્શન કરો છો તો તેનાથી તમને તમારી બધી મુશ્કેલીઓથી છુટકારો મળે છે પરંતુ આ ઉપરાંત પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે તે એ છે કે હનુમાનજી ની પૂજા દરમિયાન તેમની કઈ મૂર્તિ અથવા તસવીરના દર્શન કરવાથી ફળ મળે છે આજે, અમે તમને આ આર્ટિકલ દ્વારા આ વિષય વિશે જણાવીશું.

મિત્રો નોકરીમાં પ્રમોશન મેળવવા માટે જો તમે તમારી નોકરીમાં પ્રમોશન મેળવવા ઇચ્છો છો, તો આ માટે સફેદ સ્વરૂપ અને રંગીન વસ્ત્રોમાં મહાબાલી હનુમાનજીની પૂજા કરો, તેનાથી તમારી પ્રગતિમાં આવતા તમામ અવરોધો દૂર થશે અને તમારી પ્રગતિની સંભાવનાઓ મજબૂત થશે. આ સિવાય જે વ્યક્તિ નોકરીની શોધમાં ભટકતો રહે છે તેની સમસ્યા પણ ટૂંક સમયમાં દૂર થશે.

મિત્રો તમને જણાવી દઇએ કે ખરાબ નસીબથી છૂટકારો મેળવવા માટે જો તમે વ્યક્તિ તેના દુર્ભાગ્યથી છુટકારો મેળવવા ઇચ્છે છે, તેના માટે મહાબાલી હનુમાનજીની એવી તસવીરની પૂજા કરવી જોઈએ જેમાં તે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતા માતાના ચરણોમાં બિરાજમાન છે, જો તમે આ કરો છો તો તેનાથી મહાબાલી હનુમાનજી પ્રસન્ન થશે.

મિત્રો જો તમે તમારી બહાદુરી અને હિંમત વધારવા ઇચ્છો છો, તો આ માટે તમારે મહાબાલી હનુમાનજીની એ તસવીરની પૂજા કરો, જેમાં તેઓ હિંમત અને આત્મ વિશ્વાસ થી ભરેલા જોવા મળે છે એકાગ્રતા અને શક્તિ પ્રાપ્ત માટે જે તસવીરમાં મહાબાલી હનુમાનજી ભક્તિ ભાવમાં તલ્લીન જોવા મળે છે, જો તમે આ તસવીરની પૂજા કરો છો, તો તે તમને માનસિક શક્તિ આપે છે, સાથે સાથે તમારી એકાગ્રતામાં વધારો કરે છે.

મિત્રો પારિવારિક સુખ માટે જો તમે તમારા ઘરમાં કોઈ ભગવાનની તસવીર લાવો છો, તો દેવી-દેવતાઓનું ઉત્તર દિશાનું સ્થાન સૌથી ઉત્તમ માનવામાં આવે છે, તેથી તમે જે તસવીરમાં હનુમાનજીનું મુખ ઉત્તર દિશા તરફ હોય તે તસવીરની પૂજા કરો. આ તસવીરને ઉત્તરમુખી તસવીર કહેવામાં આવે છે. જો તમે આ સ્વરૂપની પૂજા કરો છો તો તે તમારા ઘર પરિવારમાં ખુશી લાવે છે.

મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જો અંદરથી કોઈ ભય સતાવતો હોય તો દરમિયાન કોઇ ભયાનક સ્વપ્ન આવતા હોય, શનિદેવની પીડાને કારણે કોઇ સમસ્યા હોય અથવા કોઈની નજર લાગવાનો ભય છે તો હનુમાનજીની સાચા દિલથી પૂજા કરવી જોઇએ. તેનાથી લાભ થાય છે તેમજ હનુમાનજીની પૂજા ઘરે પણ કરી શકાય છે.

મિત્રો હનુમાનજીની પૂજા સામાન્ય રીતે દરરોજ કરી શકાય છે પણ મંગળવાર અને શનિવારે આ પૂજા વિશેષ મહત્ત્વ ધરાવે છે તેમજ શક્ય હોય તો વ્યક્તિએ 21 મંગળવારનું વ્રત રાખવું જોઇએ. મંગળવારે સ્નાન કરીને હનુમાનજીની મૂર્તિને ગંગાજળથી સાફ કરવી જોઇએ. પૂજા માટે લાલ રંગના ફૂલ, ઘી અથવા તલના તેલથી દીવો કરવો જોઈએ. દીવો કર્યા બાદ આરતી, હનુમાન ચાલીસા અથવા બજરંગબાણનો પાઠ કરવો જોઇએ.

મિત્રો પાઠ થયા બાદ પ્રભુને પ્રસાદભોગ લગાવવામાં આવે છે અને મંગળવારે હનુમાનજી ને વિશેષ સિંદુર અને લાલ મિષ્ઠાનનો પ્રસાદ ધરવામાં આવે છે તેમજ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ભગવાન શિવના રુદ્રાવતાર હનુમાનજીની મૂર્તિ ઘરમાં એવી રીતે લગાવવી જોઇએ કે તેની દિશા દક્ષિણ દિશા તરફ હોય છે હનુમાનજીને બાળ બ્રહ્મચારી માનવામાં આવે છે. તેથી તેની પ્રતિમા યુગલ દંપતિઓના રૂમમાં ન રાખવી જોઈએ.

Advertisement