આજ થી ૧૫૦ વર્ષ પેહલા કઈક આવું દેખાતું હતુ સોરઠ ની શાન એવો ગરવો ગઢ ગિરનારનું અંબાજી મંદિર જાણો શું છે તેનો ઈતિહાસ

0
271

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગયા શનિવારના દિવસે એશિયાના સૌથી મોટા રોપવે નો લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેનાથી માતાના ભકતો રાજ્યમાં આવતા તમામ પ્રવાસીઓ માં ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ રોપવે ની ટિકિટના કિંમતને લઇને ઘણા ભક્તોમાં નારાજગી જોવા મળે છે. માતા અંબાનું મંદિર જમીન થી ૩૩૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલ છે. અમે આજે તમને ગિરનારની કેટલીક ઐતિહાસિક વાતો જણાવીશું.

Advertisement

ગિરનારની ટોચ ઉપર આવેલું અંબાજી માતાનું મંદિર સોલંકી રાજા ના જૈન વહીવટકાર વસ્તુપાલ દ્વારા તેરમી સદીમાં બંધાવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે માણસોને ગિરનાર પર્વત ચડતા પાંચથી છ કલાકનો સમય લાગતો હોય છે. પરંતુ હવે રોવે ના લીધે આ સમયમાં બચાવ થશે માત્ર 6 મિનિટની અંદર કોઈપણ વ્યક્તિ દેવના શિખર ઉપર પહોંચી શકશે. હાલમાં અંબાજી મંદિર નો આશરે ૨૦૦ વર્ષ જુનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

તે જોઈને તમને ખ્યાલ આવશે કે મંદિર ની હાલની પરિસ્થિતિ ત્યારની પરિસ્થિતિમાં કેટલો તફાવત હશે. સૌરાષ્ટ્રનો ઇતિહાસ જોવા જઈએ તો અહીંયા મૌર્ય વંશ, ગ્રીક વંશ ગુપ્ત વંશ એ રાજ કરેલું છે. ચંદ્રગુપ્ત મગજનો નંદવંશનો નાશ કર્યો હતો. તમામ ગણરાજયોને ખતમ કરી સમગ્ર ભારત ઉપર પોતાનું શાસન મેળવ્યું હતું. ઈ.સ.પૂર્વે ૩૨૨ માં ચંદ્ર ગ્રુપ મોર્ય સૌરાષ્ટ્ર જીત્યું હતું. સૌરાષ્ટ્ર જીત્યા બાદ સૌરાષ્ટ્રના પાટનગર તરીકે જૂનાગઢને વિકસાવ્યું હતું. જૂનાગઢમાં પુષ્યગુપ્ત નામનો પોતાનો સૂબો રાખ્યો હતો.

અહીં પૂશ્યગુપ્તે નદી ઉપર સુદર્શન સરોવર બંધાવ્યું. આ સરોવર ઉપર સમ્રાટ અશોક ના સુબા એ નહેરો બનાવી. તેનો સિંચાઈ માટે ઉપયોગ કર્યો હતો. એક સમયે અતિવૃષ્ટિને કારણે સુદર્શન સરોવર નાશ પામ્યું હતું. ત્યાર પછી સ્કંદગુપ્ત તેનું સમારકામ કરાવ્યું હતું. તમે આજે પણ ગિરનારના ઉપરકોટ તેમજ ગિરનાર પર્વત ઉપર મૌર્ય વંશના રાજા દ્વારા કરવામાં આવેલ શીલાલેખ જોઈ શકો છો. તેના કારણે ગિરનાર આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે.

ગિરનાર રૈવતક તરીકે ઓળખવામાં આવતો હતો. તે ઉપરાંત તેના ઘણા બધા નામો છે. જેમ કે ઉજયંત, રેવટ્ક,રેવત તરીકે તેમને ઓળખવામાં આવતો હતો. તે ઉપરાંત જૂનાગઢ નું નામ પણ ગીરીનગર હતું. ઘણા લોકો ગિરનારનાં દર્શને આવતા હોય છે. પરંતુ આટલી બધી પગથીયા ચડી શકતા નથી. તેથી ગીરનારના દર્શન તેની તળેટીમાં કરી તે પરત ફરતા હોય છે. પરંતુ હવે તે બધા ભક્તો માટે આનંદના સમાચાર છે. ગિરનારની તળેટી ભવનાથ તળેટી તરીકે ઓળખાય છે.

જેમ તમે ગિરનાર પર્વત ચડતા જાવ છો તેમ રસ્તામાં પાંડવ ડેરી,હનુમાનવાલીની જાંબલી ,થોડી ડેરી ,કાળી ડેરી, ભરથરીની ગુફા ઓ આવે છે. ત્યારે ભરથરીની ગુફા પાસે પહોંચ્યો ત્યારે તમે સમજો કે તમે ગિરનાર અડધો ચડી ગયા છો. અહીં એક માળી પરબની જગ્યા પણ આવે છે. અહીં ઘણા બધા જૈન દેરાસરો પણ આવેલા છે.તે પછી હિન્દુ મંદિરો આવવા લાગે છે. ત્યાર પછી પ્રથમ ભીમકુંડ આવે છે. અંબાજી માતાજીના મંદિરે જતા એક સાતપુડાની ગુફાઓ આવે છે.જ્યાં જટાશંકરી નામની ધર્મશાળા છે.

ત્યાર બાદ ચોખ્ખા પાણીનો કુંડ આવે છે. ત્યારબાદ ગૌમુખી ગંગા આવે છે. તેનાથી થોડા આગળ વધીએ એટલે પથ્થરચટ્ટી નામની જગ્યા આવે છે. જે રામાનુજ સંપ્રદાયની આસ્થાનું કેન્દ્ર છે. આ જગ્યા ની સામે ભૈરવ જપ નો પથ્થર આવેલો છે. તેમના વિશે એવું મનાય છે. કે ગિરનારમાં એક યોગી સેવાદાસજી આવીને વસ્યા હતા. તેમની આ જગ્યા છે. અહીંથી નીચે ઉતરતા ભરતવન છે. હનુમાન દાદા ની જગ્યા આવે છે. પહેલાંના લોકો ગિરનાર અહીંથી ચડતા હતા.

ભીમપુર થી અંબાજી તરફ જોઈએ તો આજુબાજુ મંદિરોના દર્શન થશે. શ્રદ્ધાળુને અંબાજી માતા ના મંદિર તરફ જવાનો રસ્તો મળશે. અંબાજી માતાનું મંદિર નું મુખ પશ્ચિમ દિશામાં આવેલું છે. તેની બાંધણી ગુર્જર કલાંની બાંધણી છે. અહીં ભગવાન શિવ ભવનાથ ના સ્વરૂપમાં પ્રગટ પામ્યા હતા માતા પાર્વતી અંબાભવાની સ્વરૂપે બિરાજમાન છે. તેવું ભક્તોનું માનવું છે. ગિરનાર એક પર્વત નહીં પરંતુ ગિરિમાળા છે. પાંચ પર્વતોનો સમુહ ગિરનારની ગિરિમાળા બનાવે છે.

જૂનાગઢની શહેરથી માત્ર ૬ કિલોમીટર દૂર આવેલું છે. આ પર્વત ઉપર સિધ્ધચોરાસી માતાજી ના બેસણા આવેલા છે. પાંચ શિખરોમાં ગોરખ શિખર ની ઊંચાઈ ૩૦૦ ફૂટની છે. અંબાજી શિખર ની ઊંચાઈ ૩૦૦ ફૂટની છે. ગૌમુખી શિખર ની ઊંચાઈ ૩૦૦ ફૂટની છે. જૈન મંદિરનું શિખર આવેલું છે. તે ઉપરાંત માળી પરબની ૧૮૦૦ ફૂટની ઊંચાઈએ આવેલું છે. ગિરનાર ગુજરાતમાં આવેલો સૌથી ઉંચો પર્વત છે. તેમાં કુલ આશરે ૯૦૦જેટલા મંદિરો આવેલા છે.

ગિરનારનાં દર્શને આવનાર દરેક યાત્રાળુઓ ઘણી વખત બધા જ શિખરો ઉપર ચડી શકતા નથી. પરંતુ જમીનથી લગભગ 3300 ફુટની ઉંચાઈએ આવેલા અંબાજી મંદિરે પહોંચીને ધન્યતા અનુભવે છે. ગિરનાર ચડતી વખતે પ્રથમ પગથિયાની આસપાસનાં સ્થળને ભવનાથ તળેટી કહે છે. ત્યાંથી ચડવાની શરૂઆત કરીએ એટલે પાંડવ ડેરી, હનુમાન વાલુની આંબલી, ધોળી ડેરી, કાળી ડેરી અને ભરથરીની ગુફા જેવાં સ્થાનો આવે છે. આ ભરથરીની ગુફા પાસે ગિરનારમાં બરોબર અર્ધચઢાણે માળી પરબની જગ્યા આવે છે. અહીં 13મી સદીમાં બંધાયેલો કુંડ છે.

દેરાસર પછી હિંદુઓનાં દેવસ્થાનો શરૂ થાય.અહીં કુંડ પાસે ખાંગો પાણો છે. ત્યાંથી ઉપરકોટ ટુક થઈને નેમીનાથજીનાં દેરાસર આવે છે. દેરાસર પછી હિંદુઓનાં દેવસ્થાનો શરૂ થાય છે. જેમાં પ્રથમ ભીમકુંડ આવે છે ત્યાંથી અંબાજી મંદિરે જતા એક રસ્તો સાતપુડાની ગુફાઓ તરફ જાય છે.

બાદમાં જટાશંકરી ધર્મશાળા, નિર્મળ જળનો કુંડ, ગૌમુખી ગંગા આવે છે. ત્યાંથી થોડે દૂર રામાનુજ સંપ્રદાયની પથ્થરચટ્ટી નામની જગ્યા આવે છે, બરોબર તેની સામે જ ભૈરવજપનો પથ્થર આવેલો છે. ભૈરવજપ પાસે ઈ.સ.1824માં ગિરનારમાં આવીને વસેલા યોગી સેવાદાસજીની જગ્યા છે. અહીંથી નીચે ઉતરતા શેષાવન, ભરતવન, હનુમાન ધારાના સ્થાનકો આવે છે. ગિરનાર ઉપર ચડવાનો આ જુનો માર્ગ છે.

અંબાજીનું મંદિર પશ્ચિમાભિમુખ આવેલું છે.આમ ભીમકુંડથી અંબાજી મંદિરે જતા રસ્તામાં આવતા અન્ય સ્થળોએ દર્શન કરીને ફરીથી યાત્રાળુઓ મૂળ રસ્તે આવીને અંબાજી મંદિરે પહોંચે છે. અંબાજીનું મંદિર પશ્ચિમાભિમુખ આવેલું છે, જે ગુર્જર ઢબનું છે. ભગવાન શિવ ભવનાથ રૂપે અને પાર્વતી અંબાભવાની રૂપે પવિત્ર ગિરનારમાં વસે છે. તેવી લોકોમાં એક પ્રકારની શ્રદ્ધા છે. જેમ ભારતમાં અન્ય જગ્યાએ ડુંગર ઉપર અંબાજી માતાજીનાં બેસણા છે તેમ ગિરનાર જેવા પવિત્ર ડુંગર ઉપર પણ અંબાજી માતાના બેસણા છે.

ગિરનારના પાંચ પર્વતો પર કુલ 866 મંદિરો આવેલા છે.ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. અહીં સિદ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળી પરબ 1800 ફુટની ઉંચાઈ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગીરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે. પથ્થરોના બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે.

Advertisement