આટલાં કરોડોના માલિક હોવા છતાં પણ આવું જીવન જીવે છે પંકજ ત્રિપાઠી જાણો તેની પાછળ નું કારણ…….

0
200

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, પંકજ ત્રિપાઠી બોલિવૂડના ઓછા પ્રતિભાશાળી એક્ટરમાંથી એક છે. તેમણે પોતાની કરોડો લોકોનું દિલ જીતી લીધું છે. માયાનગરી માં પોતાની કલાનો જલવો બતાવનારા અને દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ હાંસલ કરનારા પંકજ ત્રિપાઠી પોતાના ગામ અને ગ્રામીણ માહોલની ખૂબ જ નજીક છે.

Advertisement

પંકજ ત્રિપાઠી આજે પણ ગામડા સાથે જોડાયેલા વ્યક્તિ છે. જેની ઝલક તેમના મુંબઈના ઘરમાં પણ જોવા મળે છે. તેમના ઘરમાં જતા જ લાકડાનો પટારો અને ખાટલો જોવા મળે છે.પંકજ ત્રિપાઠી ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘તમને લાકડાની વસ્તુ પસંદ છે.’ ખાટલા વિશે પંકજ ત્રિપાઠીએ જણાવ્યું કે, ‘લાકડું મુંબઇમાં ખરીદ્યો છે, દોરી ગામડેથી મંગાવી અને તેમના સસરાએ ખાટલો ભરી આપ્યો હતો.’

પંકજ ત્રિપાઠી મુંબઈ આવ્યા પછી પણ તેમનું ગામડા સાથે એટલું જ મજબૂત કનેક્શન છે કે, તમામ સુખ સુવિધા ઉપરાંત તે વિચારે છે કે ગામડા માટે કંઈક ને કંઈક વિચારતા રહે છે અને કરતા રહે છે. એક સમયે તે પોતાના ગામની એક ટીમને વોલીબોલ ટુર્નામેન્ટમાં મોકલવાનો પ્રયત્ન કરતા હતા.પંકજ ત્રિપાઠી મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના છે. તેમના માતા-પિતા અત્યારે પણ ગામડે જ રહે છે. પંકજ ત્રિપાઠી ના જ્યારે પણ સમય મળે છે ત્યારે તે પોતાના ગામ જરૂર જાય છે.ગામડે ક્યારેક તે ખેતી કરતા તો ક્યારેક લીટ્ટી ચોખા બનાવતા જોવા મળ્યા છે.

પંકજ ત્રિપાઠી બિહારના ગોપાલ ગંજના એક સામાન્ય ખેડૂતનો દીકરો છે. પરંતુ આજે તેને બોલીવુડમાં એક ખુબ જ મોટું નામ હાંસલ કરી લીધું છે. પંકજ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર તેમને દારૂડિયાઓ અને દગાખોટો વચ્ચે જીવન વિતાવ્યું છે અને તેના જ કારણે માણસ અચ્છાઈ તરફ ત્યારે જ ભાગે છે જયારે તે ખરાબ જોઈ ચુક્યો હોય છે.

ફિલ્મોમાં આવવા માટે પંકજને ખુબ જ મહેનત કરવી પડી હતી. તેના ઘરમાં એક સમય તો એવો હતો ઘરનું ગુજરાન તેના પત્નીના પગાર ઉપર જ ચાલતું હતું. વર્ષ 2004માં પંકજ મુંબઈમાં અભિનેતા બનવાનું સપનું લઈને આવ્યો હતો અને તય્યરે પંકજના દિવસો ખુબ જ ગરીબીમાં વીતી રહ્યા હતા.

પંકજ જયારે મુંબઈમાં આવ્યો ત્યારે તે માત્ર એક ઓરડા વાળા ઘરની અંદર રહેતો હતો. પરંતુ આજે મળ આઇલેન્ડમાં તે એક શાનદાર સિફેસિંગ એપાર્ટમેન્ટમાં રહે છે.એક ઇન્ટરવ્યૂમાં પંકજે કહ્યું હતું કે: “એ સમયે તેની પાસે કોઈ કામ નહોતું જેના કારણે તેમની પત્ની એક સ્કૂલની અંદર ભણાવવા માટે જતી હતી અને તેનાથી જ ઘરનો ખર્ચ ચાલતો હતો.” તેને કહ્યું કે રોજ-બરોજના ખર્ચ ઉપર તે તેની પત્ની ઉપર નિર્ભર રહેતો.

પોતાના નવા ઘરમાં આવાની વાત કરતા પંકજે જણાવ્યું હતું કે: “જયારે અમે મળ આઇલેન્ડ વાળા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા ત્યારે મૃદુલા ઈમોશનલ થઇ ગઈ હતી. પહેલા આવું ઘર ખરીદવાનું મારુ કોઈ સપનું નહોતું, હું અને મારી પત્ની બસ મુંબઈમાં અમારું એક ઘર ઇચ્છતા હતા જે અમે થોડા વર્ષો પહેલા ખરીદી પણ લીધું હતું. પરંતુ આ ઘર આમારા માટે બોનસ જેવું હતું.”પોતાની મહેનત અને સખત પરિશ્રમના કારણે પંકજે બોલીવુડમાં એ જગ્યા મેળવી લીધી જ્યાં પહોંચવાના ઘણા લોકો સપના જોતા હોય છે. પંકજ આજે એક દિવસના ફિલ્મ, વેબ સિરીઝ અને જાહેરાતના માધ્યમ દ્વારા 25 લાખથી 1 કરોડ સુધીની આવક મેળવે છે.

જોકે, સુપરસ્ટાર પંકજ ત્રિપાઠીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમને ક્યારેય ન તો સ્ટ્રીટલાઈટ નીચે બેસવું પડ્યું કે ન તો રેલવે સ્ટેશન પર સૂવું પડ્યું છે. જોકે, તેમને એક નાના રુમના હોમમાં જ રહેવું પડ્યું હતું. પંકજ પોતાની આ યાદગીરીને પણ શાનદાર માને છે.પંકજે તેના સ્ટ્રગલ વિશે વાત કરી હતી. પંકજએ કહ્યું હતું કે, તે સમયે તેમની પાસે કામ નહોતું. જેના કારણે પત્નીને મુંબઈની એક સ્કૂલમાં ટીચર તરીકે જવું પડતું હતું. રોજબરોજના ખર્ચા માટે પણ તેને પત્ની પર નિર્ભર રહેવું પડતું હતું.

પંકજ ત્રિપાઠી એ 2004 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રન’ થી પોતાની કરિયર ની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માં પણ આ મહાન અભિનેતા ની ખૂબ નાની ભૂમિકા હતી. આથી જ આ ફિલ્મ માં પંકજ પર વધારે ધ્યાન આપવા માં આવ્યું નહીં. પંકજે તેના સંઘર્ષ ના દિવસો માં જ મૃદુલા સાથે 2004 માં લગ્ન કર્યા. પંકજે થોડા સમય માટે કપિલ શર્મા ના શો માં હાજરી આપી હતી. અહીં તેણે દરેક સાથે તેની જીંદગી ને લગતી ઘણી રમૂજી વાતો શેર કરી. પંકજે જણાવ્યું હતું કે એનએસડી પાસ થતાં પહેલા તેના લગ્ન થયાં હતાં. આવી સ્થિતિ માં તેણે પત્ની ને બોયઝ હોસ્ટેલ ના રૂમ માં રાખી હતી. તેણે તેની પત્ની ને ત્યાં ખૂબ જ ચોરી થી છુપાવી હતી. આજે પંકજ અને મૃદુલા ની એક દીકરી આશી પણ છે.

પંકજે તે સમયે એમ પણ કહ્યું હતું કે, તેમની હોસ્ટેલ માં છોકરીઓ ના આગમન પર પ્રતિબંધ છે. આ હોવા છતાં, તેણે પોતાની પત્ની ને હોસ્ટેલ માં રાખ્યો જ નહીં, પણ બધાથી છુપાવ્યો પણ રાખ્યો. તેમના કહેવા મુજબ છોકરાઓ ઘણીવાર બોયઝ હોસ્ટેલ માં ફ્રી ફરે છે અને ઓછા કપડાં પહેરે છે. આ સમય દરમિયાન, જ્યારે દરેક ને ખબર પડી કે તેની પત્ની પંકજ સાથે રહે છે, ત્યારે તેને તમામ લોકો નો ઘણો ટેકો મળ્યો. પરંતુ થોડા સમય પછી સ્થળ ના વોર્ડન ને પણ આ અંગે ની જાણ થઈ. દેશી અભિનેતા પંકજ નો જન્મ બિહાર ના ગોપાલગંજ જિલ્લા ના બેલસંદ ગામે થયો હતો. પંકજે તેનો પ્રારંભિક અભ્યાસ એક ઝાડ નીચે કર્યો હતો.

પંકજ ત્રિપાઠી દર વર્ષે ગામ માં યોજાતા છઠ પૂજા નાટક માં ભાગ લેતા હતા. આ નાટકમાં પંકજને ઘણીવાર કોઈ છોકરી નું પાત્ર આપવા માં આવતું હતું. પંકજે પોતાના ગામ માં 10 માં ધોરણ સુધી નો અભ્યાસ કર્યો હતો. તે પછી તેને વધુ અભ્યાસ માટે પટના મોકલવા માં આવ્યો હતો. એક વર્ષ સુધી, પંકજ ફક્ત દાળ, ચોખા અથવા ખીચડી પર આધારિત હતો. તે ફક્ત એક જ રૂમમાં રહેતો હતો, જેના પર પતરાં ની છત પણ હતી. પંકજે આમાંથી 12 મી પાસ કરી અને તેના પરિવાર અને મિત્રો ના કહેવા થી હોટલ મેનેજમેંટનો કોર્સ લેવાનું શરૂ કર્યું.

પંકજે આ દરમિયાન ખુલાસો કર્યો હતો કે એમણે એ દિવસ પાન જોયો છે કે તેમની પત્ની નો જન્મદિવસ હતો ત્યારે તેમના ખિસ્સા માં માત્ર દસ રૂપિયા હતા. તે શું વિચારી રહ્યો હતો કે શું ગિફ્ટ આપવી અને કેક કેવી રીતે લેવું તે વિચારી રહ્યો હતો. આ દરમિયાન તેમની પત્ની મૃદુલા એ બી.એડ. કર્યાં પછી નોકરી પણ શરૂ થઈ ગઈ હતી. આ પછી, બંને એ નક્કી કર્યું હતું કે તેઓ પાછા નહીં ફરે. આ પછી, પંકજ ને કેટલાક નાના રોલ્સ મળવા નું શરૂ થયું. આ પછી, પંકજ આજે સ્ટાર બની ગયો છે.પંકજ ત્રિપાઠી એ ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ માં ‘સુલતાન’ નું પાત્ર ભજવ્યું હતું. તે માટે તેણે 8 થી 9 કલાક સુધી ઓડિશન આપ્યું. પંકજ ત્રિપાઠી એ થિયેટર ને 22 વર્ષ આપ્યા છે. પંકજ ત્રિપાઠી આજે શું છે તે દરેક ને ખબર છે.

Advertisement