આવા આલીશાન ઘરમાં રહે છે વિજય દેવરકોન્ડા, અંદરની તસવીરો જોઈ આંખો ચાર થઈ જશે……

0
181

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા વિશે જણાવવા જઈ રહ્યા છે.સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર વિજય દેવરકોંડા તેની ફિલ્મોના કારણે કોઈના કોઈ દિવસ ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેમની ચર્ચાનું કારણ તેમની ફિલ્મ નહીં પણ તેમનું નવું ઘર છે. હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં વિજય દેવરાકોંડાએ એક નવું મકાન ખરીદ્યું છે વિજય દેવરકોંડા હાઉસ. જેની કિંમત 15 કરોડથી વધુ જણાવાઈ રહી છે.

તેલુગુ સુપરસ્ટાર વિજય દેવરાકોંડા ડિરેક્ટર ક્રાંતિની ફિલ્મ ‘વર્લ્ડ ફેમસ લવર’માં કામ કરતો જોવા મળશે. વિજય છેલ્લે ‘ડિયર કોમરેડ’માં જોવા મળ્યો હતો. હાલમાં જ વિજયે સોશિયલ મીડિયામાં પોતાની આગામી ફિલ્મ ‘વર્લ્ડ ફેમસ લવર’નું પોસ્ટર શૅર કર્યું હતું.આ ફિલ્મનો ફર્સ્ટ લુક 20 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં ચાર એક્ટ્રેસિસ રાશિ ખન્ના, ઐશ્વર્યા રાજેશ, કેથરીના ટ્રેસા તથા ઈઝાબેલ છે.તેલુગુ સિનેમાના સુપરસ્ટાર અને હટકે ફિલ્મ કરવા માટે જાણીતા સ્ટાર વિજય દેવરાકોંડા એક આલીશાન બંગલામાં રહે છે, જેનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અર્જુન રેડ્ડી જેવી સુપરહિટ ફિલ્મ આપનાર વિજય એટલા બધા સોશિયલ મીડિયા પર બહુ સક્રિય નથી, પરંતુ તેણે પોતાના નવા મકાનનો ફોટો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ ફોટામાં ‘અર્જુન રેડ્ડી’ ફેમ એક્ટર વિજય દેવરકોંડા એ તેની માતા, પિતા અને ભાઈ સાથે જોવા મળી રહ્યા છે.આ ફોટામાં વિજય દેવરોકંડા તેના પરિવાર સાથે પરંપરાગત કપડામાં જોવા મળી રહ્યો છે.

આ ફોટો શેર કરતાં અભિનેતાએ લખ્યું, ‘મમ્મીની ખુશી, પિતાનો ગર્વ, અમારું નવું ઘર! અમારા ચારેય તરફથી તમને બધાને ખૂબ પ્રેમ. તમે બધા અમારી સાથે જોડાયેલા છે એ માટે આ યાત્રાના હિસ્સો છોવ. વિજય દેવરાકોંડાની આ પોસ્ટ પર ચાહકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેમને અભિનંદન પણ આપી રહ્યા છે.તે જ સમયે, જો આપણે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ વર્ષે વિજય દેવરાકોંડાએ તેની ફિલ્મ ‘ડિયર કોમરેડ’થી મોટી કમાણી કરી હતી.

આ ફિલ્મમાં અભિનેત્રી રશ્મિકા મંડાન્ના વિજયની સાથે મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન ભરત કમ્માએ કર્યું હતું. પ્રેક્ષકોને આ ફિલ્મ ખૂબ ગમી.વિજય દેવરાકોન્ડા આજે જે મુકામે છે ત્યાં પહોંચવા માટે તેમણે સખત મહેનત કરી છે. વિજયનો જન્મ એક તેલુગૂ પરિવાર થયો. તેમના પિતા દેવરકોન્ડા ગોવર્ધન રાવ સાઉથ ઇન્ડિયન ટીવી સ્ટાર રહી ચૂક્યા છે.

જણાવીએ કે વિજય દેવરાકોન્ડાનો પરિવાર તેમને તેમના નામથી નહીં પણ ‘રાઉડી’ના નામથી બોલાવે છે, જેની પછાળ એક ખૂબ જ રસપ્રદ કારણ છે. આ નામની પાછળનું સાચ્ચું કારણ એ છે કે તે બાળપણથી જ ખૂબ જ બાકડબોલા હતા. આ જ કારણે તેમના પરિવારે તેમનું નામ ‘રાઉડી’ રાખ્યું હતું. વિજયે પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત 2011માં આવેલી ‘નુવ્વિલા’ ફિલ્મ સાથે કરી હતી. આ વિજયની ડેબ્યૂ ફિલ્મ હતી.

વિજયે 2016 ની બ્લોકબસ્ટર રોમેન્ટિક કોમેડી ફિલ્મ પેલી ચોપુલુની મુખ્ય ભૂમિકામાં સ્ટારડમ મેળવ્યો હતો. જેણે તેલુગુમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ અને શ્રેષ્ઠ ફિલ્મ – તેલુગુનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો. વિજયે અર્જુન રેડ્ડી 2017, મહાનતી 2018, ગીતા ગોવિંદમ 2018, અને ટેક્સીવાળા 2018 જેવી નિર્ણાયક અને વ્યવસાયિક સફળતામાં મુખ્ય ભૂમિકાઓ ભજવીને તેલુગુ સિનેમામાં એક અગ્રણી અભિનેતા તરીકે પોતાને સ્થાપિત કર્યા છે.

તેની કેટલીક ફિલ્મો તેલુગુ સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં શામેલ છે. અર્જુન રેડ્ડીમાં તેમના શાનદાર અભિનયથી તેમને ઘણા એવોર્ડ મળ્યા, જેમાં શ્રેષ્ઠ અભિનેતા – તેલુગુનો ફિલ્મફેર એવોર્ડ શામેલ છે.વિજય દેવેરાકોંડાનો જન્મ ગોવર્ધન રાવ અને માધવી દેવેરાકોંડામાં થયો હતો. તેના પિતા ટેલિવિઝન એક્ટર રહી ચૂક્યા છે, અને નાના ભાઈ એક ફિલ્મ અભિનેતા છે.

દેવેરાકોન્ડા કહે છે કે જ્યારે પણ કંઇક તેમના દ્વારા મંજૂરી ન મળતું હોય ત્યારે તેમનો પરિવાર તેમને રાવડી કહેતો હતો. સમય જતાં, તેણે આ શબ્દ પોતાના માટે અને તેના ચાહકો માટે વાપરવાનું શરૂ કર્યું. નુવ્વિલા’ પછી વિજય દેવરાકોન્ડાએ ‘ડિયર કામરેડ’,’મેહનતી’ અને ‘વર્લ્ડ ફેમસ લવર’ જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. પણ તેમને નેશનલ લેવલે ઓળખ મળી 2017માં આવેલી ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ દ્વારા.

આ ફિલ્મની હિન્દી રીમેક ‘કબીર સિંહ’ છે. આ ફિલ્મની રીમેકમાં શાહિદ કપૂરને લીડ રોલ પ્લે કર્યો હતો. નોંધનીય છે કે વિજય ટૂંક સમયમાં જ કરણ જોહરની ફિલ્મ અનન્યા પાંડે સાથે દેખાવાના છે. ફિલ્મો સિવાય વિજય દેવરાકોન્ડા ફિલ્મ નિર્માતા પણ છે. તેમની કંપનીનું નામ ‘હિલ એન્ટરટેઇન્મેન્ટ’ છે. આ સિવાય દેવરાકોન્ડાની એક ક્લોથ બ્રાન્ડ પણ છે, જેનું નામ છે ‘રાઉડી વૅર’.