શ્રીમદ્દ ભાગવત ગીતા અનુસાર આ 6 વસ્તુઓનું ના કરવું જોઈએ અપમાન, મળે છે કઠોર દંડ

શ્રીમદ્દ ભાગવત ગીતા ખૂબ પ્રવિત્ર ગ્રંથ છે અને આ ગ્રંથ માં ભગવાન શ્રી કૃષ્ણ એ ઘણી વસ્તુઓનું જ્ઞાન આપ્યું છે, શ્રીમદ્દ ભાગવત ગીતામાં લખેલા શ્લોક ના માધ્યમ થી ભગવાન શ્રી કૃષ્ણજી એ આપણને 6 એવા શ્લોક વિસે કહ્યું છે.

Advertisement

જેના કારણે ખરાબ સોચ રાખવા પર આપણું નુકસાન થાય છે, આ જીવનભર દુઃખો નો સામનો કરવો પડે છે, માટે તમે નીચે બતાવેલ 6 વસ્તુઓ વિસે ક્યારેય પણ પોતના મનમાં ખરાબ ખ્યાલ ન રાખો, અને સદા એનું આદર કરો.

 

શ્રીમદ્દ ભાગવત ગીતા માં લખેલો શ્લોક

યદા દેવેષુ વેદેષુ વીપ્રેષુ સાધુષુ
ધર્મો મયિ ચ વિદ્ધેષ સ વા આશુ વીંનશયતી શ્રીમદ્દ ભાગવત ગીતા

આ શ્લોક નો અર્થ.

આ શ્લોક અનુસાર દેવતાઓ, વેદો, ગાયો, બ્રાહ્મણનું, સાધુઓ અને ધર્મના કામોના વિસે જે લોકો ખરાબ સોચ રાખે છે, એ લોકો નો વિનાશ જલ્દી થઈ જાય છે.

સદા કરો ભગવાનનું સન્માન.

રાવણ સદા દેવતાઓનું અપમાન કરતો હતો અને રાવણે ઘણા દેવતાઓને બંધી બનાવી ને રાખ્યા હતા. રાવણે કરેલ આ અપમાનના કારણે જ એનો વિનાશ થયો હતો, એટલા માટે કહેવાય છે કે ભગવાનનું અપમાન ન કરો, અને સાચા મનથી એમની પૂજા કરો.

ના કરો વેદોનું અપમાન.

એવુ કહેવામાં આવે છે કે અશુર હંમેશા વેદોની ખિલાફ હતા, ઘણી વાર વેદોને નષ્ટ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો, હા પણ જે અસુરોને વેદોનું સન્માન ન કર્યું હતું. એમને ભગવાન દ્વારા દંડ આપવામાં આવ્યો હતો. માટે દરેક વ્યક્તિ એ પોતાના ધર્મ ગ્રંથો અને વેદોનું સન્માન કરવું જોઇએ.

જરૂર કરો ગાયો ની પૂજા.

ગાયોની પૂજા કરવાથી દરેક પાપ નષ્ટ થઈ જાય છે, અને જે લોકો ગાયો ને નુકસાન પહોંચાડે છે એમને પાપ લાગે છે, એક કથા અનુસાર બલાસુર નામનો એક અશુર હતો અને આ અસુરે દેવતાઓની બધી ગાયોનું અપહરણ કર્યું હતું.

અપહરણ કર્યા પછી બલાસુરે ગાયોને ખૂબ માર માર્યો, અને જ્યારે આ વાત દેવરાજ ઇન્દ્ર ને ખબર પડી તો એમને બલાસુરનું વધ કરી નાખ્યું.

ઋષિઓ અને બ્રાહ્મહનો નું ના કરો અપમાન.

એક કથા અનુસાર ઋષિ મેત્રેય, ધુતરાષ્ટ્ર ને મળવા માટે એના મહેલમાં આવ્યા હતા અને એમનું સ્વાગત ધુતરાષ્ટ્ર ના પુત્રો એ ખૂબ સારી રીતે કર્યું હતું. હા પણ દુર્યોધને મહર્ષિ મત્રેય નો મજાક ઉડાવી, જેના કારણે એ ગુસ્સો થઇ ગયા અને ગુસ્સામાં ઋષિએ દુર્યોધનને યુદ્ધમાં મરી જવાનો શ્રાપ આપ્યો હતો, એટલા માટે કહેવામાં આવે છે કે તમે ક્યારેય ઋષિ કે બ્રાહ્મણનું અપમાન ન કરો.

ધર્મ.

મનુષ્યે કયારેય અધર્મના માર્ગ પર ન ચાલવું જોઈએ, અશ્વત્થામા ગુરુ દ્રોણનો પુત્ર હતો, પરંતુ સમજદાર હોવા છતા એ અધર્મના માર્ગ પર ચાલતા હતા. અશ્વત્થામા એ દુર્યોધનનો સાથ મહાભારત ના યુદ્ધમાં આપ્યો, અને અધર્મ ના માર્ગ પર ચાલી ને ખોટું કાર્ય કર્યું, જેના કારણે શ્રી કૃષ્ણ એ એમને દર દર ભટકવાનો શ્રાપ આપ્યો.

Advertisement