આખા વિશ્વમાં એકમાત્ર મહેન્દ્રસિંહ ધોનીનાં નામેજ છે આ સૌથી અનોખો રેકોર્ડ, જાણો તેના વિશે…….

0
405

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો જો તમે ક્રિકેટ પ્રેમી છો તો આ લેખ તમારા માટે છે મિત્રો અત્યારે સૌ ક્રિકેટ પ્રેમી ખુબજ દુંખી છે અને તેનુ કારણ એ છે કે 15મી ઓગષ્ટના દિવસે ભારતીય ટીમના ભુતપુર્વ કેપ્ટન અને IPLની ચેન્નઈ સુપર કિઁગ્સ ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરાસ્ટ્રીય ક્રિકેટ માથી સન્યાસ લઇ લીધો છે અને તેમની સાથે ભારતીય ટીમના ખેલાડી સુરેશ રૈનાએ પણ મહેન્દ્ર સિંહ ધોનીના સન્યાંસ લઇ લીધાના થોડાક સમય પછી તેમણે પણ સન્યાસ ની જાહેરાત કરી હતી પરંતુ લોકોમા મહેન્દ્ર સિંહ ધોનીના નિવૃતિ લીધાને કારણે તેમના ચાહકો ખુબજ દુંખી થયા છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે અને હવે ધોની ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમતા જોવા નહીં મળે જોકે એમએસ ધોની આઈપીએલ રમવાનું ચાલુ રાખશે અને આ કિસ્સામાં તેના ચાહકો ધોનીને આઈપીએલમાં રમતા જોઈ શકે છે.

મિત્રો મહેન્દ્રસિંહ ધોનીએ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી અને એમ એસ ધોનીએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે તમારા બધા તરફથી મળેલા પ્રેમ અને સાથ માટે ઘણા આભાર અને આજે સાંજે 7.29 વાગ્યે મને નિવૃત્ત માનવું જોઈએ અને આ પોસ્ટની સાથે ધોનીએ એક વીડિયો પણ શેર કર્યો હતો.

મિત્રો 39 વર્ષના એમએસ ધોનીએ ટેસ્ટ ક્રિકેટ પહેલા નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી જોકે તે વનડે અને ટી 20 માં ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ રહ્યો હતો પરંતુ હવે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી હતી ધોનીએ બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીને દિવસ દરમિયાન જ નિવૃત્તિનો પત્ર લખ્યો હતો અને ધોની ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન પણ રહી ચૂક્યો છે અને આ સાથે ધોનીના નામે પણ ઘણા મોટા રેકોર્ડ્સ નોંધાયા છે.

મિત્રો દેશ અને દુનિયાના ઘણા દિગ્ગજોએ ધોનીની નિવૃત્તિ અંગે પોતાની લાગણી વ્યક્ત કરી છે તેમજ બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ મહેન્દ્રસિંહ ધોનીના નિવૃત્ત થયા પછી તેને એક યુગનો અંત ગણાવ્યો હતો અને આ સાથે જ ધોનીની નિવૃત્તિ બાદ સચિન તેંડુલકરે એક ટ્વીટ દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

તે જ સમયે, ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને એમએસ ધોનીને ભારતીય ક્રિકેટમાં અનોખા યોગદાન બદલ આભાર માન્યો છે તેમજવિરાટ કોહલીએ ટ્વીટ દ્વારા કહ્યું કે તમે દેશ માટે જે કર્યું તે હંમેશા યાદ રહેશે જ્યારે ગોડ ઓફ ક્રિકેટ અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ ધોનીની વિદાય પર ટ્વિટ કર્યુ હતું કે ભારતીય ક્રિકેટમાં તારું ખૂબ યોગદાન રહ્યું છે અને 2011નો વર્લ્ડ કપ આપણે સાથે જીત્યા તે મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ હતી.

મિત્રો એમએસ ધોની વિશ્વ ક્રિકેટમાં એકમાત્ર કેપ્ટન છે જેમણે ICCની ત્રણ મોટી ટ્રોફી જીતી છે જેમા ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ 2007મા આઈસીસી વર્લ્ડ ટી 20 2011 મા ક્રિકેટ વર્લ્ડ કપ, અને 2013મા આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. આ સિવાય 2009 માં પ્રથમ વખત ભારત ટેસ્ટમાં નંબર 1 બન્યું હતું મિત્રો 7 જુલાઈ 1981 ના રોજ જન્મેલા મહેન્દ્રસિંહ ધોનીની બેટિંગથી તેની વધતી ઉંમરની અસર દેખાવા માંડી હતી અને તેની ધીમી બેટિંગ માટે ધોનીની સતત ટીકા થતી હતી.

જો કે વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયા વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર ગઈ હતી પરંતુ ધોનીએ આ સમયગાળા દરમિયાન ટેરિટોરિયલ આર્મી યુનિટ સાથે કાશ્મીરમાં 15 દિવસ વિતાવ્યા હતા.અને તે 31 જુલાઈથી 15 ઑગસ્ટ દરમિયાન કાશ્મીરમાં પોસ્ટ હતા વર્લ્ડ કપ -2018 માં મહેન્દ્રસિંહ ધોનીની સુસ્ત બેટીંગ ટીકાકારોનું લક્ષ્ય હતું વને વર્લ્ડ કપ 2019 માં રમાયેલી 9 મેચની 8 ઇનિંગમાં ધોનીએ 45.50 ની સરેરાશથી 273 રન બનાવ્યા હતા જેમાં 2 અર્ધસદીનો સમાવેશ થાય છે અને આ સમય દરમિયાન ધોનીને તેની ધીમી બેટિંગ માટે ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો.

મહેન્દ્રસિંહ ધોનીએ ભારત તરફથી 350 વનડેમાં 50..57 ની સરેરાશથી 10773 રન બનાવ્યા છે જેમાં 10 સદી અને 73 અર્ધ-સદીનો સમાવેશ છે અને આ દરમિયાન તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 183 રન રહ્યો હતો અને ધોનીની વનડેમાં 1 વિકેટ છે અને તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 14 રનમાં 1 વિકેટ છે જ્યારે ટેસ્ટ મેચોની વાત કરિએ તો મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત માટે 90 ટેસ્ટમાં 38.09 ની સરેરાશથી 4876 રન બનાવ્યા છે જેમાં 6 સદી અને 33 અડધી સદીનો સમાવેશ છે અને આ સમય દરમિયાન તેનો શ્રેષ્ઠ સ્કોર 224 રન હતો.

જ્યારે મિત્રો ટી 20 મેચોની વાત કરિએ તો મહેન્દ્રસિંહ ધોનીએ ભારત માટે 98 ટી -20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 37.60 ની સરેરાશથી 1617 રન બનાવ્યા છે જેમાં 2 અર્ધસદીનો સમાવેશ છે અને આ દરમિયાન તેનો શ્રેષ્ઠ સ્કોર 56 રન હતો તેમજ મહેન્દ્રસિંહ ધોનીએ 190 આઈપીએલ મેચોમાં 42.21 ની સરેરાશથી 4432 રન બનાવ્યા છે જેમાં 23 અર્ધસદીનો સમાવેશ છે અને આ દરમિયાન તેનો શ્રેષ્ઠ સ્કોર 84 રન હતો.

મિત્રો મહેન્દ્ર સિંહ ધોની વિકેટકીપર બેટ્સમેન તરીકે ઓળખાય છે અને માહી સૌથી સફળ ભારતીય વિકેટકીપર પણ છે તેમણે ટેસ્ટમાં 294, વનડેમાં 444 અને ટી -20 માં 91 શિકાર પોતાના નામે કર્યા છે અને આ સિવાય તેની કેપ્ટનશીપ હેઠળ ધોનીએ વર્ષ 2011 માં ક્રિકેટમાં ભારતને ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું અને આ સિવાય 2007 માં ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ટી 20 વર્લ્ડ કપનું નામ રોશન કર્યું હતું.

મિત્રો તમને જણાવી દઈએ કે એમએસ ધોનીએ તેની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત વર્ષ 2004 માં બાંગ્લાદેશ સામે કરી હતી અને ધોનીએ અત્યાર સુધીમાં 90 ટેસ્ટ મેચ રમી છે અને આ સિવાય તેણે 350 વનડે અને 98 ટી 20 મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ટેસ્ટ મેચોમાં ધોનીએ 6 સદી ફટકારી છે જ્યારે વન ડેમાં ધોનીના નામે 10 સદી છે.