અમદાવાદના આ સ્થળ છે ભૂતિયા જ્યાં લોકોને થયા છે ડરામણા અનુભવો,ભૂલથી પણ જતા…

0
194

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જ્યાં આજે પણ લોકોને ડરામણા અનુભવ થાય છે.ગુજરાતના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં કેટલીક એવી જગ્યાઓ આવેલી છે કે જ્યાં આજે પણ લોકોને ડરામણા અનુભવ થાય છે.આ સ્થળોને તમે ભૂતિયા સ્થળ તરીકે પણ ઓળખાવી શકો છો. તો ચાલો જાણીએ અમદાવાદ શહેરના કેટલાંક એવા સ્થળો વિશે કે જ્યાં લોકોને ભૂત હોવાનો અનુભવ થયો છે.જીટીયુ કેમ્પસ,અમદાવાદ. એવું કહેવાય છે કે અમદાવાદમાં આવેલ શૈક્ષણિક સંસ્થા જીટીયુ કેમ્પસમાં એક ભૂત ફરે છે. તે રાતના સમયે લિફ્ટમાં દેખાય છે. જીટીયુ કેમ્પસના દરવાજા અને બારી પણ આપમેળે ખુલી જાય છે અને બંધ થઈ જાય તેવો અનુભવ થયો છે. ત્યાં કોઈએક સ્ત્રીનું ભૂત દેખાય છે તેવું કહેવાય છે.

Advertisement

અમદાવાદમાં જીટીયુ કેમ્પસ હજુ પણ ભૂતો હોવાનું માનવામાં આવે છે. યુનિવર્સિટીના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો માને છે કે કેમ્પસ એક મહિલાની ભાવનાથી ત્રાસી છે જેની હાજરી ના અનુભવ ઘણાને થયા છે, એ પણ ભીડભાડ વાળા કેમ્પસ માં. લિફ્ટમાં એક મહિલાની હાજરી અનુભવ્યાનું ઘણા લોકો કહે છે. ઘણાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ અનુભવ્યુ છે કે દરવાજા આપોઆપ ખુલ બંધ થાય છે. એવું માનવામાં આવે છે કે સ્ત્રીનો ભૂતકાળ આ બધા માટે જવાબદાર છે, જો કે કોઈ જાણતું નથી કે તે કોણ હતી.

સિગ્નેચર ફાર્મ, અમદાવાદ.સિગ્નેચર ફાર્મને અમદાવાદના ભૂતિયા સ્થળ તરીકે ઓળખવામાં આવે છે, અહીં તૂટેલી હાલતમાં સ્કલ્પ્ચર અને પૂતળા જોવા મળે છે. આ જગ્યાએ કોઈ રહેતું નથી અને મોબાઈલ નેટવર્ક પણ પકડાતુ નથી. કારણ કે ત્યાં કોઈ પણ માનવ મહેરામણ, રહેઠાણ કે મોબાઇલ સિગ્નલ છે જ નહી. કહેવાય છે કે આ ફાર્મ દિવસના સમય દરમિયાન પણ બીહામણું છે. ત્યાં ઘણાં શિલ્પો અને મૂર્તિઓ છે, જે ભાંગેલ-તુટેલ અવસ્થામાં છે. રાત્રિના સમયે, કેટલાક લોકોએ તેમની પાછળ ઘોડા ચાલવાનો અવાજ પણ સાંભળેલો છે. માનવામાં આવે છે કે આ સ્થળ માં એક સમયે સામુહીક હત્યાકાંડ થયો હતો જેમાં અનેકો ને જાનથી મારી નાખવામાં આવ્યા હતા, તેની આત્માઓ હજુ આ જગ્યા પર અવર જવર કરે છે.

ચાંદખેડામાં આવેલું ભૂતિયા વૃક્ષ.એવું કહેવાય છે કે ચાંદખેડાના રસ્તા પર આવેલા આ વૃક્ષ પર ભૂતનો વાસ રહેલો છે. જે લોકો રાતના સમયે આ વૃક્ષ પાસેથી પસાર થાય તેને અહીં વિચિત્ર પ્રકારના અનુભવો થાય છે.બગોદરા, અમદાવાદ-રાજકોટ રોડ.નેશનલ હાઈવે 47 પર આવેલું છે આ બગોદરા નામનું શહેર. આ રોડ પર અનેક અકસ્માતો થયેલા છે માટે લોકોને અહીં વિચિત્ર પ્રકારના અનુભવો થયેલા છે.બગોદરા થી લગભગ જ કોક અજાણ હશે. આ જગ્યા પર અકસ્માતો અને અકસ્માતોની ઘટનાઓ ની સંખ્યા એટલી ઊંચી છે કે કેટલાક લોકો માને છે કે આ પેરાનોર્મલ[અસામાન્ય] પ્રવૃત્તિઓના કારણે છે. પરંતુ સ્થાનિકોને લાગે છે કે તે ખૂબ સરળ નથી. તેઓ માને છે કે રસ્તાના આ પટ્ટા એક મહિલાના અશાંત ભૂત દ્વારા ડ્રાઇવરોનું ધ્યાન ભટકાય છે અને આ અકસ્માતો સર્જાય છે.

કેટલાક ડ્રાઈવરોએ રાત્રિના સમયે શેરીમાં મહિલા અને ક્યારેક ક્યારેક ભિખારીને પણ જોયો છે, જ્યારે કાર બંધ કરો ત્યારે તે અદ્રશ્ય થઈ જાય છે.ડુમસ બીચ.બીચ મુખ્યત્વે બે વસ્તુઓ માટે વિખ્યાત છે. એક – સરળ બ્લેક રેતી અને સ્પષ્ટ બીચ પાણી અને બીજુ તેનો રહસ્યમય ભૂતકાળ, સ્થાનિક નગર લોકો માને છે કે આ બીચ એક પ્રાચીન હિન્દુ સ્મશાનભૂમિની જગ્યા છે, અને તે ભૂત થી ત્રાસી છે. તેઓ માને છે કે ત્યાનો રેતીનો કાળો રંગ રાખ (શબ ની) ની સાથે મીશ્રણ ના કારણે છે. તેઓ માને છે કે આ ભૂતો, જેની કેટલીક અપૂર્ણ ઇચ્છાઓ હોય છે, એ જે લોકો આ બીચની મુલાકાત લે છે તેમને ત્રાસ આપે છે. ઘણાં મુલાકાતીઓએ કેટલીક રહસ્યમય વસ્તુઓ અને વીચીત્ર હાસ્યના અવાજ સાંભળ્યા છે. અંધારા પછી આ બીચની મુલાકાત લેવા પર સખત પ્રતિબંધ છે કારણ કે ઘણા લોકો આવી રહસ્યમય રીતે ગુમ થઈ ગયા છે.

અવધ પેલેસ, રાજકોટ.અવધ પેલેસ એ વિશાળ મહેલ છે, જે એનઆરઆઈની માલિકીનું માનવામાં આવે છે, જોકે કોઈને ખરેખર ખાતરી નથી. સ્થાનિક લોકો એવું માને છે કે એક છોકરીનો સામૂહિક બળાત્કાર કરી હત્યા કરી હતી અને પછી આ બિલ્ડિંગમાં બાળી નાખી હતી. તેની આત્મા અહિં ભટકતી હોવાનું માનવામા આવે છે, અને ત્યાના સ્થાનીકો માંથી લગભગ કોઈ રાત્રીના સમયે ત્યાં જવાનું ટાળે જ છે.આ ઉપરાંત આવો આજે જઈએ દુનિયાના પાંચ સૌથી ભૂતિયા સ્થળોની મુલાકાતે.ભાણગઢ-ભારત.ભારતના રાજસ્થાનમાં અલવર જિલ્લામાં આવેલું ભાણગઢ ભારતના સૌથી ભૂતિયા સ્થળોમાં તો પહેલો નંબર ભોગવે જ છે, પણ અમુક નિષ્ણાતો એને દુનિયાની સૌથી વધુ ભૂતિયા જગ્યા પણ લેખાવે છે. તાંત્રિક-રાજકુમારીને અપનાવવાની ઘેલછા-શ્રાપ-આક્રમણ વગેરેના તાણાવાણાથી ભાણગઢ ઘેરાયેલું છે.

એવું કહેવાય છે કે તાંત્રિકના શ્રાપને લીધે આ જગ્યા માનવો માટે વર્જ્ય છે. અહીં જે પણ વસવા આવે એને ભયાનક મોત મળે છે, એટલે જ સરકારે ભાણગઢમાં સૂર્યાસ્ત થયા પછી પ્રવેશવાની મનાઈ કરી દીધી છે. હા દિવસે અનેક પ્રવાસીઓ અહીં ફરવા અને કિલ્લો જોવા આવે છે, ક્યારેક એમાંના અમુકને વિચિત્ર અનુભવો પણ થાય છે.છતાં સૂર્યાસ્ત પછી અહીં કોઈ રોકાવાની હિંમત નથી કરતું. અનેક લોકોએ અહીં સંશોધન કર્યું છે, તેમને કશુંક અસામાન્ય બનવાના પુરાવાઓ પણ મળ્યા છે, પણ એ ભૂતના જ છે એ કહેવું કદાચ અયોગ્ય ગણાશે. છતાં કશુંક તો એવું છે જ, જે આપણી રોજિંદી જીવનશૈલીથી અત્યંત અલગ છે. અહીંનું મુખ્ય આકર્ષણ ભાણગઢનો કિલ્લો અને તેની અંદર આવેલી ઇમારતો છે. કિલ્લો જોવો હોય, તો ચોમાસાની ઋતુ શ્રેષ્ઠ છે, કારણકે વરસાદને લીધે અહીં મનોરમ્ય લીલોતરી જોવા મળે છે. ગામમાં ઠેકઠેકાણે વડ અને કેવડાનાં વૃક્ષો જોવા મળે છે.

અહીંના જોવાલાયક સ્થળોમાં ‘નાચન કી હવેલી’, ‘ગોપીનાથ મંદિર’, ‘સોમેશ્વર મહાદેવનું મંદિર’, ‘જોહરી બજાર’ અને રાજ મહેલ છે. કહેવાય છે કે અહીં આજે પણ રાજાનો દરબાર ભરાય છે, નર્તકીઓની ઘૂંઘરુનો અવાજ સંભળાય છે, જોહરીબજાર બજારમાં અચાનક ચહલ પહલ થવા માંડે છે અને ક્યારેક અહીંના લોકોની મરણચીસ પણ સંભળાય છે. આ સિવાય પણ ઘણું બધું રહસ્યમય દુનિયાના અને વસ્તુઓના શોખીનોએ એકવાર તો અહીં જવું જ રહ્યું-અલબત્ત પોતાના ખર્ચે અને ખતરે.

હાઇગેટ કબ્રીસ્તાન-બ્રિટન.ઉત્તરી લંડનમાં આવેલું આ કબ્રસ્તાન ભૂતોની ખોજ કરનારાઓ અને પેરાનોર્મલ એક્ટીવીટીના તજજ્ઞો માટે હોટ ફેવરિટ જગ્યા છે. વર્ષો જૂનું આ કબ્રસ્તાન અનેક ભૂતાવળો માટે દેશ-વિદેશમાં મશહૂર છે. અહીંનું રહસ્યમય વાતાવરણ, સૂરજના તડકાને અવરોધતાં ઘટ્ટ વૃક્ષો, બેફિકરાઈથી, આડેધડ ઉગી નિકળેલું ઘાસ, ઠંડી હવાઓમાં અજીબ બદબો અને એક વિચિત્ર અહેસાસ આ જગ્યાને વધુ ડરામણું બનાવે છે. અનેક લોકોને અહીં અદ્રશ્ય શક્તિઓએ પરચો આપ્યો છે. એવું કહેવાય છે કે અહીં એક ડોક વગરના માણસનું ભૂત રહે છે, આ ઉપરાંત લોહી ચૂસતી ચુડેલો અને બીજી અનેક મૃત વ્યક્તિઓના ભૂતો પણ અહીં વાસ કરે છે.

સન 1889માં બનેલું અને 37 એકરમાં ફેલાયેલું આ કબ્રસ્તાન ઇંગ્લેન્ડના અનેક મહાનુભાવોના મૃતદેહોનો આખરી ઘર છે. આજે તો અહીં આવવામાં લાશ કરતાં વધુ સંખ્યા જીવતા લોકોની છે, કારણકે આ જગ્યા ઐતિહાસિક હોવાને લીધે અહીં અનેક પ્રવાસીઓ આવે છે-તગડી ફી આપીને ખાસ તો એવા લોકો જેમને ‘કંઈક તૂફાની’ કરવાનો શોખ હોય. અનેક કિવદંતીઓને લીધે આ જગ્યા અવારનવાર સમાચારોમાં ચમકતી રહે છે. ક્યારેક લંડન જાઓ, તો એકવાર અહીં જવા જેવું છે.

ચાંગી હોસ્પિટલ: સિંગાપોર.ચાંગી હોસ્પિટલનું નિર્માણ સન 1930માં કરવામાં આવ્યું હતું. સિંગાપોરના ચાંગી ગામની નજીક હોવાને લીધે એ હોસ્પિટલ પણ ગામના નામે જ ઓળખાવા લાગી. બીજા વિશ્વયુદ્ધ સુધી તો બધું સામાન્ય હતું, પણ જાપાને જયારે સિંગાપોર પર કબ્જો કરી લીધો ત્યારથી આ હોસ્પિટલના ‘અચ્છે દિન’ પૂરા થઇ ગયા. વાત એમ બની કે યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોને અહીં લાવવામાં આવતાં. સંખ્યા હજારોમાં હતી. ઘાયલોની સરખામણીએ અહીં સુવિધાઓ અને સ્ટાફ અપૂરતો હતો. તેથી અનેક લોકો પર્યાપ્ત સારવાર ન મળવાને લીધે મરવા લાગ્યા. ઝડપથી થઇ રહેલા મૃત્યુને લીધે અહીં એક અજાણી બીમારી ફેલાવા માંડી. અનેક સૈનિકો તથા અમુક ડોક્ટરો અને નર્સોને પણ આ બીમારીનો ચેપ લાગુ પડ્યો.

પછી શું હતું, દરરોજ સેંકડોની સંખ્યામાં થતી મોતોએ ભૂતાવળને જન્મ આપ્યો, જે આજ સુધી અનુભવાય છે. અહીં લોકોને એકલાં જવાની પરવાનગી નથી, ખાસ કરીને બીજા માળ પર બીજા માળે અનેક લોકોએ એક નર્સનું તથા એક વૃદ્ધનુ ભૂત જોયું છે. ક્યારેક કોઈને ચોકીદારનું ભૂત પણ દેખાઈ જાય છે. બીજા માળેથી ત્રણ જણાંએ કોઈ દેખીતા કારણ વગર પડતું મેલ્યુ છે, પૂછવા પર તેમણે જણાવ્યું કે કોઈ અદ્રશ્ય શક્તિ જાણે તેમને ધક્કો આપી રહી હતી.

અનેક કિસ્સાઓ આ હોસ્પિટલ સાથે જોડાયેલા છે, તેથી સ્થાનિક લોકો પણ અહીં આવતાં પહેલાં સો વાર વિચાર કરે છે. અહીં ચારે તરફ પરલૌકિક શક્તિઓનો વાસ છે. મુલાકાતે આવનાર લોકો તેને મહેસૂસ કરી શકે છે, તો કોઈ કોઈ સાથે અનેક પ્રકારની દુર્ઘટના પણ ઘટી છે. ક્યારેક ‘તૂફાની’ કરવાનું મન થાય, તો ત્યાં જજો જરૂર, પણ એકલા નહીં.

Advertisement