આર્મી મેનની દીકરીના લગ્નમાં હેલિકોપ્ટરથી ગઈ જાન,જોવા માટે આખું ગામ ઉમટયું……

0
179

એવા સમયે જ્યારે દેશભરમાં લગ્નની મોસમ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે વરરાજા તેમના બધા સપના પૂરા કરી રહ્યા છે. તે સમયે રાજસ્થાનના સીકરના લાખાવી નાંગલામાં એક અનોખો લગ્ન યોજાયો હતો. સીકરના લાખાવી નાંગલાની નિવૃત્ત સૈનિકની પુત્રીની વીદાઈ હેલિકોપ્ટરમાં લઈ ગઈ હતી. પુત્રીની વિદાય જોવા માટે આખું ગામ આવી ગયું. હેલિકોપ્ટરમાં વિદાય જોઈને ગ્રામજનો સૈન્યની પ્રશંસા પણ કરી રહ્યા હતા.ખેતીના સરદારપુરમાં રહેતા કૃષ્ણકુમાર ટાઇલ્સ મકાનમાલિક છે. તેનો પુત્ર રાહુલ આર્મીમાં કારકુની તરીકે ફરજ બજાવે છે. રાહુલના લગ્ન તેના ગામથી 12 કિમી દૂર લાખાણી નાંગલમાં રહેતા નિવૃત્ત આર્મીમેન વિરેન્દ્ર કુમારની પુત્રી મોનિકા સાથે ગોઠવાયા હતા. મોનિકા પાસે બીએસસી પાસ છે.

Advertisement

લગ્ન પહેલા વરરાજાએ કહ્યું હતું કે જો તે ક્યારેય હેલિકોપ્ટરમાં બેઢો ન હતો તો, દુલ્હનનું સ્વપ્ન હેલિકોપ્ટરમાં વિદાય લેવાનું હતુ. તેની ઇચ્છા પૂરી કરવા માટે વરરાજાએ હેલિકોપ્ટર બુક કરાવ્યું અને પત્નીને ઘરે લાવવા હવામાં ઉડાન ભરી. સસરાના દીકરામાં ઉતરતાં જ કન્યા બોલી-તે દરમિયાન રાહુલ અને મોનિકા ફોન પર વાત કરી રહ્યા હતા. રાહુલે જ્યારે મોનિકાને તેની ઇચ્છા વિશે પૂછ્યું ત્યારે તેણે તેણીને કહ્યું કે તે ક્યારેય વિમાનમાં પ્રવાસ નથી કર્યો. તે સમયે રાહુલે તેમને કંઇ કહ્યું નહોતું પરંતુ પરિવાર સાથે વાત કરી હતી અને તેને દિલ્હીથી હેલિકોપ્ટર બુક કરાવ્યું હતું.બુધવારે સવારે મોનિકા જવા માટે તૈયાર થઈ ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેના સાસરે કારથી નહીં પણ હેલિકોપ્ટરથી જવાના છે. ઝુમિ આ જોઈને ખુશ થઈ ગઈ. મોનિકાના ચહેરા પર અચાનક ચમક આવી ગઈ કારણ કે તેણે તેના પરિવારને રડતા રડતા કહ્યું. તે ખુશીથી હેલિકોપ્ટરમાં સવાર થઈ અને સાસરે જવા નીકળી.

લાખાણી નાંગલમાં ખાલી ખેતરમાં હેલીપેડ બનાવવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. લાખાણી નાંગલથી ખેતી સરદારપુર સુધીની 12 કિ.મી.ની મુસાફરી પૂર્ણ કરવા માટે હેલિકોપ્ટર 3 લાખ રૂપિયા ભાડે લેવામાં આવ્યા હતા. લાખાની નાંગલ ગામે પહેલીવાર કોઈએ હેલિકોપ્ટરમાં વિદાય લીધી.ઘરના આંગણામાં રહેલો તુલસીનો ક્યારો એટલે દીકરી તે આપણે સહુ કોઈ જાણીએ જ છીએ. પિતાના ઘરમાં અતિ લાડકોડ અને પ્રેમથી ઉછરેલી દીકરીને એક દિવસ પોતાના ક્યારા માટે નવું સ્થાન શોેધવું જ પડે છે. દીકરી રૃપી તુલસીના ક્યારાને એક દિવસ આખી ને આખી મૂળ માટી સાથે બીજાના ઘરના કુટુંબના ક્યારામાં રોપવાનો અવસર આવે છે, માંડવો બંધાય છે.

ઢોલ શરણાઈ વાગે છે, ગણેશ પૂજા થાય છે, પોતાના   અંગે અંગે પીઠી પરિવારની સ્ત્રીઓ અતિ ઉત્સાહિત પૂર્વક લગાવે છે, મંગળફેરા ફરાય છે અને વિદાયની વસમી વેળા આવી ચડે છે અને દીકરીને એક એવી વ્યક્તિના હાથમાં સોંપી દેવી પડે છે કે જેને આપણે માત્ર એક બે વારની મુલાકાતમાં જ મળ્યા હોઈએ છીએ.આમ તો જ્યારે દીકરી કુંવારી હોય છે ત્યારે તે સ્કુલ તે  કોલેજમાં જતી હોય છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ  કે, ”બેટા, આવતા જતાં ધ્યાન રાખજે કોઈ અજાણી વ્યક્તિ સાથે  વાત ના કરતી” અને તે જ દીકરીને આપણે એક દિવસ એક અજાણી છતાં પણ જાણીતી હોય  તેવી વ્યક્તિ સાથે આખી જિંદગી જીવવા માટે ના બંધનમાં બાંધી દેતા હોઈએ છીએ એ વખતે આપણે તેને નથી કહેતાં કે બેટા સંભાળજે પણ એવું કહીને સમજવતા હોઈએ છીએ કે બેટા સમજીને રહેજે… આજ તો કુદરતની મોહમાયા  છે કે અજાણી વ્યક્તિના  હાથમાં આપણે આપણા કાળજાંના કટકાને સોંપી દેતા હોઈએ છીએ અને એ જ આશયથી  કે તે વ્યક્તિ આપણી દીકરીને હમેશાં ખુશ જ રાખશે.

ગૃહસ્થાશ્રમની આખી આયુષ્ય  યાત્રામાં ઘણા બધા પ્રસંગો છે માણસનો જન્મ પ્રસંગ, બાળપણનો  પ્રસંગ, યુવાનોી પ્રસંગ, લગ્ન પ્રસંગ વૃધ્ધાવસ્થાનો પ્રસંગ અને મરણનો  પ્રસંગ પરંતુ આ બધા જ  પ્રસંગોથી ઉપર કોઈ હોય તો તે છે કન્યા વિદાયનો  પ્રસંગ. કન્યા વિદાય જેવો કરૃણ અને મંગલમય પ્રસંગ આ દુનિયામાં બીજો કોઈ જ નથી. ઘરની મોભા વ્યક્તિ જોષી જી મહારાજને બોલાવીને  કુટુંબના  બીજા સભ્યોને ભેગા કરી ને દીકરીના લગ્ન માટે સારામાં સારી તિથી જોઈએને લગ્નનું મુહૂર્ત જોવડાવે છે મુહૂર્ત નક્કી થાય ત્યારથી ઘરના દરેક ખૂણે દીકરીના લગ્ન માટે થતી તૈયારીઓની ખુશ્બુ આવવા લાગે છે હવે લગ્નને આડે ફક્ત  ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે હજી દીકરીને  પોતાની બહેનપણીઓ સાથે વધારે સમય વિતાવવાની ઈચ્છા થાય છે પણ સમય ક્યાં  રોકાયો હશે તો રોકાશે મમ્મીને ઘણી ચિંતા છે કેમ કરીને સવારે ૧૦ વાગ્યે ઉઠવા વાળી દીકરી સવારે વહેલા ઉઠી શકશે!!

પરંતુ, આ બધામાં એક પિતાની મનોસ્થિતિની જાણ કોઈને નથી હોતી પિતા બધા જ  દુ:ખ પોતાનાં પોેતનાં મનમાં રાખીને હોંશે હોંશે  દીકરીના લગ્નની તૈયારી કરતાં હોય છે.  પિતાએ પોતાના મનની બધી જ વેદનાં પોેતાની અંદર રાખીને બેઠાં હોય છે. જો ઘરની મોભી વ્યક્તિ  એટલે કે પિતા જ અસ્વસ્થ બની જશે તોે દીકરીનોે પ્રસંગ કઈ રીતે ઉકેલશે? દીકરીના લગ્નની નાની મોટી બધી જ તૈયારીઓનું આયોજન પિતા ના મનમાં ચાલતું હોય છે.ચૂડો-પાનેતર, કંકાવટી, માચી બાજોઠ, મા- માટલું દરેક એ દરેક વસ્તુની ખરીદી પિતા ચીવટપૂર્વક કરતા હોય છે. દીકરીના લગ્ન માટે પિતા દાગીના બનાવવા માટે જરાય પણ ઓછું આવવાં નથી દેતા અતિ હરખભેરાં મા-બાપ દીકરીની પસંદગી પ્રમાણેના દાગીના ખરીદતા હોય છે.

ઘરના રંગરોગાનથી લઈને રસોેડાનો સામાન, પૂજાપો જાનનો ઉતારો, લગ્નમાં જમણ માટેનું મેનુ એ બધું જ સારી રીતે ગોઠવાઈ ગયું છે છતાં પણ દીકરીના બાપને થાય છે લાવ ને એક આંટો વેવાઈને ત્યાં મારી આવું જાનમાં કેટલાં લોકોે આવશે અને કેટલાને શું પેહરણની કરવાની છે તે પાકુ કરતો આવું અને આ સિવાય પણ બીજાં વહેવારની  વાતો કરતો આવું ના કરે નારાયણ  અને વેવાઈને  કઈ વાકું પડી જાય તો દીકરીને આખી જિંદગી સાંભળવું પડે મનમાં આવો વિચાર  કરતા દીકરીના પિતા વેવાઈને ત્યાં જઈને બધું જ પાકું કરી આવિયા.થોેડા સમયમાં કંકોતરીઓ છપાઈ નજીકના સગાવ્હાલા ને તેડાવિયા પહેલી કંકોત્રી કુળદેવીને લખી એક પિતા એ એને કહ્યું, ”હે મા. મારી દીકરી પોતાનાં નવા જીવન માં ડગ માંડવા જઈ રહી છે તેને તેની નવી જિંદગીમાં   ઘણી જ ખુશ રાખજે  હમેશાં તારા આશીર્વાદ મારા કાળજાં કટકા સાથે રાખજે.” આટલું કહીને પિતા શુકનના  એકવીસ  રૃપિયા મૂકીને દીકરીના લગ્નની કંકોત્રી  કુળદેવીને ત્યાં આપવા જાય છે.

મમ્મી આડોશ-પાડોશમાં જઈને દીકરીનું કરિયાવર જોવા માટેનું આમંત્રણ આપી આવે છે અતિ ઉત્સાહભેર હવે તો લગ્નને બે દિવસ બાકી રહ્યા છે આવતી કાલના રાસગરબા માં દીકરી  ઘણી થાકી ગઈ છે તો તેન આખો દિવસ  આરામ  કરવાં દો. આ વાક્ય  દરેક દીકરીની માતા પોતાની દીકરીને કહેતી જ હોય છે.બેટા પાણીમાં હાથ ના પલાળીશ નહિ તો તારી મહેંદી જતી રહેસે હું તને મ્રા હાથે જમાડીશ અને જો જે તારી મહેંદીનો રંગ બહુ જ ઘેરો આવશે.આટલું કહીને માં પોતાની દીકરીને જેમ કે  છેલ્લી વાર ના કોળિયા ભરવતાં હોય તેમ અતિ લાગણીશીલ હર્દયે દીકરીને જમાડતાં હોેય છે દીકરીને  પણ જાણે અમૃતનો સ્વાદ આવતો હોય તેમ એ અતિ લાગણીશીલ મનથી માના હાથે હોંશે હોંશે જમે છે.
મા-બાપ તોે દીકરીના લગ્નમાં કોઈ કમી રાખતાં જ નથી ભાઈ પણ અતિ ઉત્સાહ પૂર્વક બહેનના લગ્નમાં  ભાગ લે છે બહેનને કોઈ પણ વાતનું  ઓછું ના લાગે તે જ વિચારથી  ભાઈ બહેનને બધું જ આપે છે અને પોેતાની લાડકી બહેનને જતાં જતાં ચીડાવવાનું  પણ ભાઈ ચૂકતો નથી.

ભાઈ અને બહેનના મીઠા ઝઘડા તો આખી જિંદગી ચાલતા જ રહે છે  છતાં પણ દીકરીના લગ્નમાં જ્યારે ચોરી માં ભાઈ જવ તલ હોમવા માટે આવે છે ત્યારે એવું લાગે છે કે હવે આ બહેન સાથે ખબર નહિ  ક્યારે પ્રેમથી મીઠો ઝઘડો કરવા  મળશે. પરિવાર દીકરી માટે કંઈકને કંઈક લાગણીથી  અને પ્રેમથી   દીકરીને ખુશ રાખવા માટે  કરતો જ હોય છે.હવે  તો લગ્નને આડે એક રાત જ રહી છે મંડપને છેલ્લો ઓપ અપાઈ ગયો છે લાઈટ અને ડેકોરેશન  પણ પૂરું થઈ ગયું છે ચોરી પણ ફૂલોથી સજાવી દેવી છે યુવાન દીકરીના મનના ઉમળકા ને ફૂલોથી  સજાવાઈ રહ્યા છે ચારે કોર આનંદમંગલ વરતાઈ રહ્યા છે  નાનપણમાં જે દીકરી ફૂલો થી બગીચો બનાવીને  રમતી હતી તેજ દીકરી આજે   તેજ ફૂલોની ચોેરીમાં બે ઘરની મર્યાદા રાખીને   પધારી રહી છે. લગ્નની આગલી રાતે વડીલ વર્ગ તો સુતો જ નથી. એ જ વિચારથી કે સવારે વહેલા જાન આવવાની છે.

સવારે  વહેલા જાન આવી પહોંચી.સાસુજીએ હરખ ભેર પોતાના જમાઈને  પોંખી લીધાં. જમાઈને માહ્યરામાં બેસાડયા થોડી જ વારમાં  ગોર મહારાજે કન્યા પધરાવો સાવધાનનો સાદ પાડયો અને દીકરીને લગ્ન મંડપમાં લઈ આવ્યા ભાભી અને  બહેનપણીઓની વચ્ચે દીકરી એકદમ ધીમા પગલે ચાલતી આવે છે જેમ કે  બધી જ શરમ અને મર્યાદા   આજે દીકરીને ઘેરી વળી છે. જે દીકરી ગઈ કાલ સુધી દોડતી કુદતી આવતી હતી તે જ દીકરી આમ અચાનક મર્યાદાના બંધનમાં બંધાઈ જાય છે. વાર કન્યાને માંડવામાં બેસાડયા  ચાર આંખોે મળી અને શરમથી ઢળી પડી. શરણાઈના સૂર ગુંજી ઊઠયા. વરપક્ષ અને કન્યા પક્ષ વચ્ચે ફટાણા  ગાવાના ચાલુ થયા. માતા-પિતા એ અતિ ઉત્સાહ ભેર દીકરીનું કન્યાદાન કર્યું.જમાઈના હાથમાં દીકરીનો હાથ દીધો અને પુરા સમાજની સાક્ષીમાં દીકરીનું કન્યાદાન કર્યું.કન્યાદાન કરતી વખતે મા-બાપની આંખોમાં   આંસુ તો હોય છે જ પણ સાથે મનમાં એક હરખ પણ હોય  છે.  સંસાર ને ભલે ગમે તેવો કરોડપતિ પિતા કેમ ન હોય પણ કન્યાદાન અતિ હરખભેર કરતા હોય છે.

આખરે પુરા છ મહિનાની તડામાર તૈયારી પછી જેના માટે પુરા છ મહિના સુધી તૈયારી કરી હતી એ ઘડી આવી ચડી દીકરીની વિદાય.કોણ રોકી શક્યું છે આ ઘડીને. આખા સંસારમાં જે ઘડી રોકી રોકાતી નથી તે ઘડી એટલે કન્યા વિદાય.ભલે ને ગમે તેવા કઠણ કાળજાંના પિતા કેમ ના હોય પણ તે દીકરીના વિદાય સમયે પોેતાની જાતને સંભાળી શકતા નથી.શા માટે આપણે આઘડીને રોકી શકતા નથી.ઈચ્છવા છતાં પણ આ  આપણા કાળજાનાં કટકાને આપણાથી અળગો કરવો જ પડે છે આજ તોદુનિયાનો દસ્તુર છે જે દરેક વ્યક્તિએ નિભાવવો જ પડે છે. એક આંખમાં ખુશી અને બીજી આંખમાં આંસુ એટલે કન્યા વિદાય.જ્યાર દીકરા માટે વહુ લાવીએ છીએ ત્યારે  બને આંખોમાં હરખની ખુશી  જોવા મળે છે પણ શું ક્યારેય વિચાર્યું છે ખરા જે વ્યક્તિ આપણા ઘરે આવી છે તેની મનોસ્થિતી શું છે?

દીકરીની વિદાયની ઘડી આવી  દીકરી આખાં પરિવાર ભેટીને રડી પડી. જેમ કે પરિવારની તેને અલગ કરવામાં આવી હોય તેવી લાગણી સાથે દીકરીને માથે હાથ ફેરવતાં માતા બોેલી ઉઠયા દીકરી આવજે બેટા! આટલા શબ્દો બોલતા બોલતા તો ધરતી જેમ  કે ધુ્રજી રહી હોય તેવું લાગવા લાગે છે કારણ કે જે દીકરીને ક્યારેક મારાં કાળજાંનો કટકો કીધો હતો તે  જ દીકરીને આજે આવજે બેટા કહેવું મા-બાપ  માટે ઘણું જ અઘરું છે.આંખોમાં આંસુ સાથે દીકરીને ગાડીમાં બેસાડી દીધી. ગાડી દૂર સુધી જતી રહી દીકરીને લઈ ને સગાવ્હાલામાં આજુબાજુ વીંટળાઈ વળ્યા!  કોઈકે કહ્યું કે અરે  પાણી આપો આશ્વાસનના ઘણા બધાં શબ્દોમાં ને કહ્યા બધા એ માં ના મનને થોડી ટાઢક વળી.પણ દીકરીના પિતા ક્યાય દેખાતા નથી.

અત્યાર સુધી કઠણ છાતીએ લગ્નનો  અવસર ઉકેલી રહ્યા હતા તે ક્યાં છેઘરમાં જોેયું! ક્યાય નથી  ક્યાં છે  તે પિતા. અચાનક દીકરીની નાનપણની યાદોને સંકેલતા પિતાના ડુસકા ભરવાનો અવાજ આવ્યો જઈને જોયું તો તે જ પિતા ભગવાનની મૂર્તિ સામે જોઈ ને ડૂસકે ડૂસકે   રડી રહ્યાં છે. એક પિતાનો જાણે હાશકારો જ છીનવાઈ  ગયો હતો.ભગવાન સાથે વાતો કરતા પિતા કહે છે ”ભગવાન, મારી વ્હાલી દીકરીને સંભાળ જો તમે પારકા ઘરમાં શી રીતે રહેશે . મારી દીકરીને તો સવારે વહેલા ઉઠવાની આદત પણ નથી  શી રીતે સવારે વહેલા ઉઠી શકશે   અત્યાર  સુધી જે હિંમત  પિતા એ જાળવી રાખી હતી તેના કણો આંસુ રૃપે સમગ્ર વાતાવરણને અબોલ કરી ગયા .  ઉપરથી સ્વસ્થ દેખાતા પિતાના  હૃદયના ધબકારા બંધ થવાનું  નામ નહોતા લેતા. એટલામાં જ  દીકરી નો ફોન આવ્યો પપ્પા જય શ્રી ક્રિષ્ના  દીકરીના  આ ઉદગારથી જેમ કે દીકરીના પિતા ફરીથી ઉમળકા સાથે ડુસકાં બંધ થઈને હરખથી વાતો કરવા લાગે છે. અને કહે છે  બેટા તું પહોંચી ગઈ.

Advertisement