અત્યારેજ કરીલો આ નાનકડો ઉપાય,આ જીવન નહીં પડે કોઈપણ ગ્રહનજ ખરાબ નજર.

0
82

આપણા જીવનમાં સુખ અને દુઃખનું આવવું-જવું ચાલતું જ રહે છે. શું તમે જાણો છો કે આપણે પ્રાપ્ત થતા સુખ અને દુઃખ, નવ ગ્રહોની સ્થિતિ ઉપર નિર્ભર કરે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે નવ ગ્રહોની સ્થિતિઓના આધારે જ આપણને સુખ ને સફળતા કે દુઃખ પ્રાપ્ત થાય છે. આ નવ ગ્રહ છેઃ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ.કોઈ વ્યક્તિની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થાનના આધારે તૈયાર કરવામાં આવેલ કુંડળી બાર ભાગોમાં વિભાજિત રહે છે. આ 12 ભાગોમાં નવ ગ્રહોની અલગ-અલગ સ્થિતિઓ રહે છે. નવ ગ્રહોના શુભ-અશુભ ફળ પ્રાપ્ત થાય છે.

લાલ કિતાબની કુંડળીમાં મંદ, નબળો કે અશુભ ગ્રહ પોતાનો પ્રભાવ જાતક પર નાખતો હોય છે. તેનાથી જાતકને અનેક પ્રકારનાં કષ્ટ ભોગવવાં પડે છે. તેમાંથી બચવા માટે ગ્રહોના મંદ (અશુભ) પ્રભાવની સ્થિતિને બદલવી જરૂરી છે. વિવિધ ગ્રહોના ખરાબ પ્રભાવમાંથી મુક્તિ મેળવવા માટે લાલ કિતાબમાં કેટલાક ઉપાયો પ્રયોજવામાં આવ્યા છે જેને અનુસરવાથી અશુભ ગ્રહ શુભ ફળ આપશે.

કોઈ પણ મનુષ્ય જીવનમાં હેરાન થવા ઈચ્છતો નથી. જો તમે પણ આ દિવાળીએ સુખી થવા ઈચ્છો છો તો તમારે કેટલાક ઉપાયો કરવા જરૂરી બને છે. આ ઉપાયો ખાસ કરીને તમને નવગ્રહોની ખરાબ અસરથી બચાવશે. ગ્રહોના ફેરફાર અને સાથે જ તેની રાશિ પર થતી અસરના કારણે તમારા જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. તો જાણી લો આ દિવાળીએ શું કરવાથી તમને સુખ અને સમૃદ્ધિ મળી શકે છે.સૂર્યને તમામ ગ્રહોનો અધિપતિ માનવામાં આવે છે. જો તમે આ ગ્રહને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તમે આ દિવસે આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો તે ઈચ્છનીય છે.

જો તમે મંગળ ગ્રહને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તમે દિવાળીના દિવસે કોઈ પણ હનુમાન મંદિરમાં જઈને શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો. મહાબલિ હનુમાનની પ્રતિમા પર ચમેલીનું તેલ, સિંગૂર, શુદ્ધ દેશી ઘી અને ચોલા ચઢાવો.
બુધના પ્રભાવથી બચવા ઈચ્છો છો તો તમારે દિવાળીના દિવસે દનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરો અને લીલી મગને પલાળીને પક્ષીઓને ખવડાવી દો.જો તમે ચંદ્રની ખરાબ અસરથી જીવન પર પ્રભાવ નથી ઈચ્છતા તો તમે દિવાળીના દિવસે ભગવાન શિવના નામના મંત્ર ઓમ નમઃશિવાય મંત્રનો 108 વાર જાપ કરવો. તેનાથી ચંદ્રમા પ્રસન્ન થાય છે.તમે ગુરુ ગ્રહને પ્રસન્ન કરવા ઈચ્છો છો કો દિવાળીના દિવસે ચણાની દાળ અને કેસરને કોઈ મંદિરમાં દાન કરો. માથા પર કેસરનું તિલક લગાવો અને સાથે જ તમારા પરથી ગ્રહની નકારાત્મક અસર હટી જશે.

શનિ દેવની ખરાબ નજરથી બચવા માટે દિવાળીના દિવસે પીપળાના ઝાડની નીચે દિવો કરો. આ સાથે કાળ ભૈરવની પણ પૂજા કરો. આ ઉપાય તમને લાભ અપાવશે.શુક્રને ખુશ કરવા માટે દિવાળીના દિવસે ગૌશાળામાં ગોળ, લીલું ઘાંસ, ચણાની દાળને ગાયને ખવડાવો. કનકધારા માં લક્ષ્મીનો પાઠ કરો. તેનાથી શુક્રની નકારાત્મક અસર ઘટે છે.કેતુને પ્રસન્ન કરવા માટે તમે દિવાળીના દિવસે ભગવાન ગણેશની ખાસ પૂજા અર્ચના કરો. આ પછી કાળા શ્વાનને તેલમાં ચોપડેલી રોટલી ખવડાવો. આ સાથે કોઈ મંદિરમાં જઈને સતરંગી ઝંડો અર્પણ કરો તે યોગ્ય છે.રાહુની નકારાત્મક અસરથી બચવા માટે દિવાળીના દિવસે તમે ઘરે બનાવેલું ભોજન કરો તે ઈચ્છનીય છે. જો તમે દિવાળીના દિવસે ઘરે બનેલું શાકાહારી ભોજન કરો છો તો તેનાથી રાહુ ગ્રહ પ્રસન્ન થાય છે.

સૂર્ય ગ્રહ માટે વહેતા જળમાં ગોળ વહાવવો.વિવાહ ૨૪ વર્ષ પહેલાં કરી લેવા.દરેક કાર્ય મીઠું (ગળી વસ્તુ) ખાઈને અને જળ પીને કરવું દાન આપેલી વસ્તુ ક્યારેય લેવી નહીં. પોતે મહેનત કરીને કમાયેલા ધનમાંથી જ જીવિકોપાર્જન કરવું.પક્ષી, મરઘાં અને બાળકોનું પાલન-પોષણ કરવું. પૈતૃક રીતિ-રિવાજોને ક્યારેય બંધ ન કરવા.સૂર્યની વસ્તુઓ તથા બાજરો કોઈની પણ પાસેથી મફતમાં ક્યારેય લેવો નહીં.નારિયેળ, બદામ, તેલ ધર્મસ્થાનમાં આપતા રહેવું. આમ કરવાથી સ્ત્રીનું કષ્ટ દૂર થશે.

ચંદ્ર ગ્રહ માટે દરરોજ માતા અથવા માતા સમાન સ્ત્રીના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લેવા.ચાંદીના વાસણમાં દૂધ કે પાણી ક્યારેય પીવું નહીં. બાવીસમા વર્ષે વિવાહ ન કરવો. વિવાહના સમયે સાસરી પક્ષમાંથી ચંદ્ર સાથે સંબંધિત વસ્તુઓ અવશ્ય લાવવી. જેવી કે ચાંદી, ચોખા વગેરે. નપુંસકતાની સમસ્યા સતાવતી હોય તો સોનાના સળીયાને અગ્નિમાં તપાવી લાલ કરીને દૂધમાં ઠંડો પાડવો. આમ ૧૧ વખત કરવું તથા આ દૂધનો ઉપયોગ કરવો

બુધ ગ્રહ માટે ગાયને લીલું ઘાસ ખવરાવવું. ખાતાં પહેલાં કૂતરાને અને કાગડાને પોતાની થાળીમાંથી પહેલો ગ્રાસ (કોળિયો) આપવો.એક જગ્યાએ સ્થિર રહીને કાર્ય કરવું તથા નશીલાં પીણાંના સેવનથી બચવું.પક્ષીઓની સેવા કરવી, ચણ નાખવું અને ગરીબ વ્યક્તિને બકરીનું દાન કરવું.માટીના વાસણમાં મધ ભરીને વેરાન જગ્યામાં દાટી દેવું.ફકીર, સાધુ પાસેથી તાવીજ સ્વીકારવું નહીં.ફટકડી વડે દાંત સાફ કરવા. જ્યારે પણ મકાન બનાવવામાં આવે ત્યારે તળીયામાં બુધનો પ્રભાવ નીચ હોય તો ધન અને મીન રાશિના ગ્રહોના રંગના પથ્થર લગાડવા કે દાટવા કે જડાવવા દૂર્ગા માતાને ચાંદીનું છત્ર ચડાવવું.ચાંદીની સાંકળ મનની શાંતિ માટે તથા સોનાની સાંકળ ધન-સંપત્તિ માટે શુભ છે. કાચી માટીનો ઘડો જળમાં પ્રવાહિત કરવો. પૈસાનો સિક્કો ગળામાં બાંધવો તેથી ખજાનામાં વૃદ્ધિ થાય છે.નાક છેદાવવું (વીંધાવવું)એ સૌથી ઉત્તમ લાભ આપે છે.

શુક્ર ગ્રહ માટે મન પર કાબૂ રાખવો. પ્રેમ અને એશો-આરામથી દૂર રહેવું. સ્ત્રીનું સન્માન કરવું.૪૩ દિવસો સુધી ગંદા નાળામાં નીલા રંગનાં ફૂલ નાખવાં, કાંસાના વાસણનું દાન કરવું. કોઈના પણ સોગંદ ન લેવા. તેમજ કોઈના સાક્ષી ન બનવું.દિવસે સંભોગ કરવો નહીં.

રાહુ ગ્રહ માટે સંયુક્ત પરિવારમાં રહેવું. સાસરી પક્ષ સાથે સંબંધ બગાડવો નહીં. માથે પર શિખા (ચોટલી) રાખવી.પોતાની પત્ની સાથે ફરી ફેરા ફરવા. ભાઈ-બહેનનું ભૂલથી પણ અહિત ન કરવું. રાતે સૂતી વખતે ઓશીકાની નીચે મોરસ (ખાંડ) મૂકવી. જ્યાં રસોઈ થાય ત્યાં બેસી જમવું.ચાંદી, સોના કે ધાતુની ડબ્બી પોતાની પાસે રાખવી.પુત્રના વજન બરાબર જળ અથવા સરસવ જળ પ્રવાહમાં પ્રવાહિત કરવા. સંતાન માટે ઘરની છત નીચે ચાંદીનું પતરું જડવું. ભૂરો-કાળો કૂતરો પાળવોવહેતા જળમાં નારિયેળ વહાવવું.ચાંદીની કટોરીમાં ગંગાજળ ભરી ઘરમાં રાખવું.