અયોધ્યા રામ મંદિરની મુલાકાત પહેલા જવું પડે છે આ મંદિરના દર્શને, જાણો કયા આવેલુ છે આ મંદિર…

0
113

નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશુ ભારતના એક એવા મંદિર વિશે જ્યા એવુ કહેવાય છે ભગવાન રામે હનુમાનજીને આ જગ્યા રહેવા માટે આપી હતી મિત્રો જો જોવા જઈએ તો ભારતમા અસંખ્ય મંદિરો આવેલા છે અને આ મંદિરો પાછળ તેમની દંત કથાઓ પણ જોડાયેલી છે અને દરેક ભક્તો પોતાના અલગ અલગ દેવી દેવતાના મંદિરોમા જઈને તેમની આગળ માથુ નમાવે છે અને પોતાના સ્વાસ્થ્ય માટે પ્રાથના કરે છે પરંતુ મિત્રો આજે આપણે હનુમાનજીના એક એવા મંદીર વિશે વાત કરિશુ જે સ્વયં ભગવાન રામે ભગવાન હનુમાનજીને આ જગ્યા રહેવા માટે આપી હતી.

મિત્રો તમામ રામ ભક્તોની પાંચ દાયકાની લાંબી અને સંઘર્ષની રાહ 5 ઓગસ્ટના રોજ સમાપ્ત થઇ ગઇ હતી અને આ રામ શહેર અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણની દિશામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન માટે અયોધ્યા પહોંચ્યા હતા અને આ શુભ પ્રસંગે આ ભૂમિપૂજનમાં કેટલાક અન્ય લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને કોરોનના આ રોગચાળાને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઓછા લોકો ને હાજર રહેવાની અપેક્ષા રાખવામા આવી હતી મિત્રો રામ મંદિરના નિર્માણ પ્રસંગે આખા અયોધ્યામાં ખુશીની લહેર જોવા મળી રહી હતી અને તેથી આ દરમિયાન આજે અમે તમને મંદિરના આ વિશેષ અહેવાલમાં અને ભગવાન હનુમાનના રહસ્ય મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ભગવાન રામના પ્રખર ભક્ત હતા.

મિત્રો હનુમાન જીનું આ મંદિર હનુમાનગઢી તરીકે ઓળખાય છે અને અહિ આજે અહીં સેંકડો ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમજ ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન રામ જ્યારે લંકાથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે હનુમાન જીને રહેવા માટે આ સ્થાન આપ્યું હતું અને આજે પ્રમાણે અહીં ભગવાન હનુમાનનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યુ છે મિત્રો હનુમાનગઢી ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી 100 કિમી દૂર આવેલુ છે અને આ મંદિરમાં હનુમાન જીની મૂર્તિ પવિત્ર અને લાલ રંગમાં બિરાજમાન છે.

મિત્રો અયોધ્યાને ભગવાન રામનુ નગર કહેવામાં આવે છે અને અહિ આ માન્યતા છે કે અહી ભગવાન હનુમાનજી હંમેશા હાજરા-હજૂર હોય છે અને તેથી અયોધ્યા આવીને ભગવાન રામના દર્શન કરતા પહેલા ભક્તો હનુમાનજીના દર્શન જરુર કરે છે મિત્રો આ મંદિર હનુમાન ગઢી શ્રી હનુમાનના મુખ્ય મંદિરો માનુ એક છે અને તે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી ૧૦૦ કિમી દુર સીતાપુર જીલ્લામાં અયોધ્યાની પાસે આવેલુ છે અને અહી હનુમાનજીની મૂર્તિ બલિષ્ઠ અને લાલ રંગમાં છે.

મિત્રો આ મંદિર વિશે એવી માન્યતા છે કે ભગવાન રામ જયારે લંકા જીતીને અયોધ્યા પરત આવ્યા હતા તો તેમણે પોતાના પ્રિય ભક્ત હનુમાનજી ને રહેવા માટે આ સ્થાન આપ્યું હતું અને તેની સાથે જ એ અધિકાર પણ આપ્યો હતો કે જે કોઈ ભક્ત અહી દર્શન કરવા માટે અયોધ્યા આવશે તેમણે પહેલા હનુમાનજીના દર્શન-પૂજન કરવું પડશે અને પછી જ તેઓ મારા મંદિરની મુલાકાત કરશે તેથી અહી આવતા દરેક ભક્તો પેહલા ભગવાન હનુમાનજીના દર્શન કરશે અને પછી રામ મંદિરના દર્શન કરશે.

મિત્રો તમને જણાવી દઇએ કે આ મંદિર ઉચાઇ પર આવેલા છે અને આ મંદિરના ૭૬ દાદર ચડ્યા પછી ભક્ત અહી સૌથી નાના પવનપુત્રના દર્શન કરી શકે છે અને તેમને હનુમાન ટીલા કહેવાય છે જે હનુમાનગઢીના નામથી પ્રસિદ્ધ છે અને અહિયાં પવન પુત્ર હનુમાનજીની ૬ ઇંચની પ્રતિમા છે જે હંમેશા ફૂલ માળાઓથી શણગારેલી હોય છે તેમજ એવુ કહેવાય છે કે હનુમાન ચાલીસની ચોપાઈઓ દીવાલ પર સુશોભિત કરાયેલી છે.

મિત્રો દરેક ભક્તો માટે ખાસ છે આ મંદિર કારણ કે આ મંદિરમાં દક્ષીણ મુખી હનુમાનજી આવેલા છે અને તેની સાથે એવી માન્યતા છે કે જો તમે તમારા જીવનમા ગ્રહોની સમસ્યા હોય તો તે અહી દર્શન કરવાથી અને હનુમાનજી ને લાલ ચોલા ચડાવવાથી ગ્રહ શાંત થઇ જાય છે અને જીવનમાં સફળતા અને સમૃદ્ધિ મળે છે અને કહેવાય છે કે આ હનુમાનજીનું સિદ્ધપીઠ છે.

તેમજ મિત્રો ભક્તોમાં આવી માન્યતા છે કે અહીં ભક્તોએ અયોધ્યા જતા પહેલા હનુમાનગઢીની મુલાકાત લેવી પડશે અને ત્યારે જ તેને અયોધ્યાની મુલાકાત લેવાની મંજૂરી મળે છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર તે સમયે જ્યારે ભગવાન રામેં તે સ્થાન ભગવાન હનુમાનને આપવામાં આવ્યું હતું તે જ દિવસથી આ નિયમ અમલમાં આવ્યો હતો કે જે કોઈ પણ પહેલા અયોધ્યા આવે છે તો તેઓએ પહેલા હનુમાનગઢીને જવું પડશે અને ત્યારથી આ નિયમ અમલમાં છે અને આજ સુધી ચાલુ છે.

મિત્રો હનુમાનગઢીની રૂપરેખા કઇક આવી છે જેમા જો આપણે હનુમાનગઢીની રચના વિશે વાત કરવામા આવે તો ભગવાન હનુમાનના દર્શન માટે વ્યક્તિએ 76 સીડીઓ ચઢવી પડે છે અને આ મંદિરમાં આવેલી હનુમાન જીની મૂર્તિ ફૂલો અને માળાથી શણગારવામાં આવે છે તેમજ આ મંદિરની દિવાલો ઉપર ચાલીસા ચોરસ શણગારેલો છે અને ભક્તો પોતાનો અનુભવ શેર કરે છે અને કહે છે કે લોકો અહીં શાંતિનો અનુભવ કરે છે તેમજ લોકો મંદિર પરિસરમાં બેસીને ત્યાં સુંદર કાંડનો અભ્યાસ કરે છે.

મિત્રો ભગવાન હનુમાનને અયોધ્યા અને રામ ભક્તોના રક્ષક કહેવામાં આવે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે બુધવારના દિવસે ભૂમિ પૂજન માટે આયોધ્યા આવ્યા હતા તો તેમણે સૌથી પહેલા હનુમાન ગઢી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને હનુમાન ગઢી મંદિરના મુખ્ય પુજારી મહંત રાજૂ દાસના અનુસાર ભૂમિ પૂજન માટે જતા પહેલા પ્રધાનમંત્રી હનુમાન ગઢી મંદિરમાં લગભગ 7 મિનિટ સુધી પૂજા-અર્ચના કરી હતી અને તેમના માટે અહીં એક વિશેષ પૂજાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ ભૂમિ પૂજન અનુષ્ઠાન વાસ્તવમાં 4 ઓગસ્ટથી હનુમાન ગઢીમાં શરૂ થઇ ગયુ હતુ અને એવું માનવામાં આવે છે કે કોઇ પણ કાર્યને શરૂ કરતા પહેલા ભગવાન હનુમાનજીની પૂજા-અર્ચના કરવી જોઇએ અને રક્ષાના આશીર્વાદ માંગવા જોઇએ જ્યારે બુધવારના ભૂમિ પૂજન થયાની સાથે લગભગ 166 વર્ષ જૂના વિવાદનો અંત આવ્યો હતો.