બબીતા થી લઈને જેઠાલાલ સુધી ના આ કલાકારો છે કારોડોનાં માંલિક પ્રોપર્ટીનો આંકડો જાણી ચોંકી જશો……

0
167

હાલ તો કોરોનાને કારણે આર્થિક મંદી આવે તેવી ચર્ચા ચાલી રહી છે. જો કોરોના કાળ ના હોત તો અત્યારે ખાનગી કંપનીના લોકો પોતાના અપ્રાઈઝલની આતુરતાથી રાહ જોતા હતાં. આ વર્ષે તો અપ્રાઈઝલ આવે તેવી શક્યતા ઓછી છે. જોકે, માત્ર ખાનગી કંપનીમાં જ નહીં પરંતુ સિરિયલમાં કામ કરતાં કલાકારોને પણ દર વર્ષે અપ્રાઈઝલ આપવામાં આવે છે. ગયા વર્ષે ‘તારક મહેતા..’ના કલાકારોને અપ્રાઈઝલ ઉપરાંત એક સરપ્રાઈઝ આપી હતી.

સૂત્રોના મતે, ‘તારક મહેતા..’ના કલાકારોને દર વર્ષે અપ્રાઈઝલ આપવામાં આવે છે. ગયા વર્ષે અસિત મોદીએ નક્કીએ કર્યું હતું કે હવેથી સીરિયલના તમામ કલાકારોને મહિને 1.5 લાખ રૂપયા મળશે. કલાકારની ફી તે મહિનામાં કેટલા દિવસ શૂટિંગ કરે છે તેના પર આધારિત છે. કલાકારોને એપિસોડ દીઠ ફી આપવામાં આવે છે. મહિનાના અંતે દરેક કલાકારને અલગ અલગ ફી મળે છે. તે મહિનામાં કેટલા દિવસ કામ કરે છે તેના પર આ ફીનો આધાર છે. અત્યાર સુધી ‘તારક મહેતા..’ના કલાકારો અન્ય સીરિયલમાં કામ કરી શકતા નહોતા. જોકે, ગયા વર્ષથી એવું નક્કી કરવામાં આવ્યું કે આ સીરિયલમાં કામ કરતાં કલાકારો બીજી સીરિયલ કે અન્ય પ્રોજેક્ટ્સમાં કામ કરી શકશે. જોકે, આન જાણ અગાઉથી મેકર્સને કરવાની રહેશે.

સબ ટીવી પર પ્રસારિત થતી સૌથી લોકપ્રિય ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લગભગ દરેક ઘરે જોવામાં આવતો શો છે. આ શો ઘણા લોકોની પહેલી પસંદ છે. બાળક હોય કે વૃદ્ધ વ્યક્તિ દરેક આ શો જોવાનું પસંદ કરે છે. જણાવી દઈએ કે સમગ્ર શો ગોકુલધામ સોસાયટીના લોકોને આજુબાજુ ફરતો રહે છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નાં પાત્રો પણ ખુબ જ મજેદાર છે. પરંતુ બધાને હસાવતા આ પાત્રો વિશે ની બધી વાતો તમે જાણતા નહીં હોય. તેમના વાસ્તવિક જીવનના અમુક એવાં પાસાં હોય છે જે દરેક વ્યક્તિ જાણતા નથી. આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવીશું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દેખાતા પોતાના વાસ્તવિક જીવનમાં કેટલા અમીર છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે. સાથોસાથ એ પણ જણાવીશું કે આ સ્ટાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સોના એક એપિસોડ માટે કેટલા પૈસા વસૂલ કરે છે.

દિશા વાકાણીતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી પ્રમુખ પાત્ર એટલે કે દયાબેન નો રોલ નિભાવનાર દિશા વાકાણી પાછલા અમુક સમયથી આ શોમાં દેખાઈ રહ્યા નથી. જણાવી દઈએ કે દિશા હાલના સમયમાં મેટરનીટી લીવ પર છે. રિપોર્ટનું માનવામાં આવે તો દયાબેન એટલે કે દિશા વાકાણી આ શોમાં સૌથી વધારે ફી વસૂલ કરે છે. જણાવવામાં આવે છે કે દિશા વાકાણીની નેટવર્થ ૩૭ કરોડ રૂપિયાથી પણ વધારે છે. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે તેમની ફી અન્ય કલાકારોની સરખામણીમાં ખૂબ જ વધારે છે.જો દિશા વાકાણી સીરિયલમાં કમબેક કરે તો તેને 50 હજારનો વધારો આપવાની વાત કરી હતી. એટલે જો તે સીરિયલમાં આવે તો તેને અઠવાડિયાના 1.70 લાખ રૂપિયા મળે. સીરિયલની અન્ય મહિલા કલાકારો એટલે કે બબિતા (મુનમુન દત્તા), કોમલભાભી (અંબિકા રંજનકર), મિસિસ સોઢી (જેનિફર મિસ્ત્રી), અંજલી ભાભી (નેહા મહેતા) તથા માધવીભાભી (સોનાલિક જોષી)ને પ્રતિ એપિસોડ 40-50 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું.

દિલીપ જોશીશોમાં પોતાના અલગ અંદાજથી બધાને પોતાની તરફ આકર્ષિત કરવા વાળા જેઠાલાલ પણ ખૂબ જ મોટી ફી વસૂલ કરે છે. માનવામાં આવે છે કે દિલીપ જોષીની ફી પણ દિશા વાંકાણીની આસપાસ જ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દિલીપ જોષી એક એપિસોડ માટે અંદાજે ૧.૫ લાખ રૂપિયા વસૂલ કરે છે. દિલીપ જોષીની નેટવર્થ પણ ૩૭ કરોડ રૂપિયા છે.જેઠાલાલને ટીમમાં સૌથી વધુ ફી મળતી હોય છે. તેઓ સૌથી લોકપ્રિય કલાકાર હોવાથી તેમને ગયા વર્ષથી એક એપિસોડના દોઢ લાખ રૂપિયા મળવાના શરૂ થયા હતાં.

મુનમુન દત્તાશો ની સૌથી સુંદર અભિનેત્રી કહી શકાય તેવી મુનમુન દત્તા પણ ખૂબ જ લોકપ્રિય છે. તે આ શોમાં બબીતાનુ પાત્ર નિભાવે છે. શો માં જેઠાલાલ તેમના પ્રત્યે ખૂબ જ આકર્ષિત રહે છે. જેના કારણે તેમની અને જેઠાલાલ ની મસ્તી લોકોને ખૂબ જ પસંદ આવે છે. વળી ફીના મામલામાં મુનમુન દત્તા પણ ખૂબ જ ઊંચી ફી વસૂલ કરે છે. જણાવી દઈએ કે મુનમુન એક એપિસોડ માટે ૫૦ હજાર રૂપિયા જેવી ફી લે છે. તેમની નેટવર્થ ૭ કરોડ રૂપિયા છે.

શૈલેષ લોઢાશો માં જેઠાલાલ ના સૌથી પ્રિય મિત્ર કહી શકાય તેવા તારક મહેતા નો રોલ શૈલેષ લોઢા નિભાવે છે. શૈલેષ લોઢા પણ તારક મહેતા શો માં ખૂબ જ મહત્વનું પાત્ર છે. તેમને જેઠાલાલનું ફાયરબ્રિગેડ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે શૈલેષ લોઢા ટીવી દુનિયાના એક મોટા કલાકાર છે, સાથમાં તેઓ એક મશહૂર હાસ્ય કવિ પણ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં એક એપિસોડ માટે અંદાજે તેઓ ૧ લાખથી ૧.૫ લાખ રૂપિયા વસૂલ કરે છે. ચોંકી ન જાવું, પરંતુ આ હકીકત છે. શૈલેષ લોઢા એક જાણીતા એક્ટર છે અને તેમની નેટવર્થ પણ અંદાજે ૭ કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે.

ટપુસેનાસીરિયલમાં ટપુસેનામાં (ટપુ, ગોગી, સોનુ, ગોલી, પીન્કુ તથા સોનુ) છે. સીરિયલમાં ટપુનો રોલ રાજ ઉનડકટ પ્લે કરે છે. તે આ સીરિયલમાં નવો છે અને તેને 10-15 હજાર ફી આપવામાં આવે છે. સોનુ બનતી પલકને પણ આટલી જ ફી આપવામાં આવે છે. જ્યારે બાકીના બે ગોગી એટલે કે સમય શાહ તથા ગોલી બનતો કુશ શાહ અને પીન્કુ એટલે કે અઝહરને 20 હજાર રૂપિયા આપવામાં આવે છે.

મંદાર ચંદાવરકરઆ શોમાં અભિનેતા મંદાર ચંદાવરકર આત્મારામ તુકારામ ભીડેની ભૂમિકા ભજવે છે. તે સિરિયલમાં ગોકુલધામ સોસાયટીનો સેક્રેટરી હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આત્મારામની ભૂમિકા ભજવનારા મંદાર દર એપિસોડના 80 હજાર રૂપિયા ફી લે છે.

અમિત ભટ્ટતમે ચંપકલાલ ગડાની ભૂમિકામાં અમિત ભટ્ટને જોઇ શકો છો. તે શોમાં જેઠાલાલનો પિતાનું પાત્ર ભજવે છે. તે સિરીયલમાં સૌથી વૃદ્ધ વ્યક્તિની ભૂમિકામાં છે. તેમની દર એપિસોડની ફી 80 હજાર રૂપિયા છે.તનુજ મહાશબ્દેઐયર અભિનેતા તનુજ મહાશબ્દેની ભૂમિકામાં છે. હા, ઐયર જેની પત્ની બબીતાને જેઠાલાલ પસંદ કરે છે. ઐયર પણ દર એપિસોડ્સ માટે 80 હજાર રૂપિયા ફી લે છે.