બદામ-કાજુ અને મવાની મીઠાઈ ખાઈને કંટાળ્યા હોવ તો ઘરે બનાવો મોહનથાળ,ખાસ તહેવાર પર પણ બનાવી શકો છો..

0
69

દરેક વ્યક્તિ ની અલગ અલગ વાનગીઓ પસંદ હોય છે.અને તેમાં ખાસ કરીને મીઠાઈની વાત કરીએ તો , 80 ટકા લોકોને મીઠું ખાવાનું પસંદ હોય છે.તેમણે આ પોસ્ટમાં ખાસ ધ્યાન ધરાવવું જોઈએ.કારણ કે જે વ્યક્તિઓ મીઠું ખાઈને કંટાળી ગયા હોય તેમના માટે એક ખાસ વાનગી લઈને આવ્યા છે.ચાલો તેના વિશે વિસ્તૃત માહિતીમાં સમજીએ.

મોહનથાળ.

મોહનથાળ એટલે ગુજરાતી મિષ્ટાન્નનો રાજા. ભાગ્યે જ કોઈ એવુ હશે જેને મોહનને પણ પ્રિય એવો મોહનથાળ નહિં ભાવતો હોય. મોહનથાળ ઘરે બનાવવો સાવ આસાન છે અને તેને બનાવવામાં અડધો કલાકથી માંડીને એક કલાક જેટલો જ સમય લાગે છે. જો ઘરે જ તમે આટલો સ્વાદિષ્ટ મોહનથાળ બનાવી શકતા હોવ તો બહારથી શું કામ ખરીદવો.

સામગ્રી.

મોહનથાળ બનાવવા માટે તમારે બે કપ ચણાનો લોટ (બેસન) જોઈશે. અડધો કપ દૂધ, પા ચમચી એલચીનો પાવડર, દોઢ કપ ખાંડ, 8થી 10 કતરણ કરેલી બદામ, 8થી 10 પિસ્તાના ટુકડા અને પોણો કપ ઘી.

રીત.

એક વાસણમાં ચણાનો લોટ ચાળીને લો. હવે ઘીને આછુ ગરમ કરીને તેમાં બે ચમચી ઘી અને દૂધ ચણાના લોટમાં ઉમેરો અને તેને બરાબર મિક્સ કરી લો. કડાઈમાં બચેલુ ઘી ગેસ પર ગરમ કરવા મૂકી દો. કેવી રીતે શેકશો ઘી ગરમ થઈ જાય પછી કડાઈમાં બેસનનું મિશ્રણ અને એલચી પાવડર ઉમેરીને આ મિશ્રણ આછા બ્રાઉન રંગનું થઈ જાય ત્યાં સુધી શેકો.

ચાસણી.

બીજા એક અલગ વાસણમાં ખાંડ અને પાણી નાંખીને ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકી દો. 2 તારની ચાસણી બને ત્યાં સુધી તેને ઉકળવા દો. કેવી રીતે મિક્સ કરશો. જ્યારે શેકેલા ચણાના લોટનું મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે તેમાં ધીરે ધીરે ચાસણી નાંખીને તેને સતત હલાવતા રહો. જો તમને આ મિક્સચર થોડુ કડક લાગે તો તેમાં જરૂર મુજબ થોડુ દૂધ નાંખી દો જેનાંથી આ મિશ્રણ થોડુ ઢીલુ પડી જશે.

ચોસલા પાડવાની રીત.

આ મિક્સચરને કોઈ થાળી કે ટ્રેમાં નાંખીને ફેલાવી દો. તેના પર બદામ અને પિસ્તા ભભરાવી સજાવટ કરો. આ પછી મિશ્રણમાં ચોરસ આકારના ચોસલા પડી દો. ઠંડો પડે પછી સ્ટોર કરો.મોહન થાળ સંપૂર્ણપણે ઠંડો પડી જાય ત્યારે તેને એક સાફ વાસણમાં ભરીને સ્ટોર કરો. તમે ઇચ્છો ત્યારે આ મીઠાઈ સર્વ કરી શકો છો.