શરીર નો થાક લાગવો એ સામાન્ય દર્દ છે પરંતુ જો આવું રોજ થતું હોય તો અમુક લોકો તેના માટે પેઇનકિલર દવા નો સહારો લે છે પણ એ લાંબે ગાળે ઘણી જોખમી નીવડે છે અને પછી મોટી બિંમારી ઓ થાય છે અમુક લોકો થાક દૂર કરવા માટે સ્પા માં જાય છે પૈસા ખર્ચે છે પરંતુ અમે તમને આ ટિપ્સ બતાવીસુ તેના ઉપયોગ માત્ર થી તમને શરીર નો થાક ઉતરી જશે,ઉનાળાના દિવસોમાં ઓફિસ તેમજ અન્ય કામ માટે દોડધામ કરવાથી શરીરને થાક લાગે છે.
આ થાક અને ગરમીની અસર ત્વચા પર પણ થાય છે. સામાન્ય રીતે લોકો બહારથી આવી અને શરીરનો થાક ઉતારી તાજગીનો અનુભવ કરવા માટે નહાવાનું પસંદ કરે છે, પરંતુ થોડીવાર માટે ઠંડા પાણીથી નહાયા બાદ પણ શરીરનો થાક દૂર થઈ શકતો નથી. આ થાકને દૂર કરવા માટે આજે તમને 5 ટીપ્સ વિશે જણાવવામાં આવશે. આ ટીપ્સ ફોલો કરશો એટલે શરીરનો થાક સંપૂર્ણપણે ગાયબ થઈ જશે.
દૂધ
નહાવાના પાણીમાં દૂધનો ઉપયોગ કરશો તો ત્વચા મુલાયમ તો થશે જ પરંતુ તેમાં રહેલા નેચરલ એક્સફૌલિએટ ત્વચાના ડેડ સેલ્સને દૂર કરશે અને શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ થશે.
બેકિંગ સોડા
નહાવાના પાણીમાં 4 થી 5 ચમચી બેકિંગ સોડા ઉમેરવો. આ પાણી શરીરમાં રહેલા ટૌક્સિનને દૂર કરે છે અને શરીરમાં થતી બળતરાને પણ શાંત કરે છે. આ પાણી શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
સંતરાની છાલ
ગરમ પાણી કરી તેમાં સંતરાની છાલ રાખી દેવી. આ પાણી ઠંડુ થાય એટલે તેનો ઉપયોગ નહાવા માટે કરવો. આ પાણી શરીરના દુખાવાને દૂર કરશે અને ત્વચાને ઈન્ફેકશનથી પણ બચાવશે.
કપૂર
એક ડોલ પાણીમાં 2થી 3 કપૂરના ટુકડા ઉમેરી દેવા. કપૂર પાણીમાં ઓગળી જાય એટલે તેનાથી નહાવું તેનાથી માથાનો તેમજ શરીરનો દુખાવો દૂર થશે અને શરીર રીલેક્સ થઈ જશે.
ગુલાબ જળ
1 ડોલ પાણીમાં 2 થી 3 ચમચી ગુલાબ જળ ઉમેરી તેનાથી નહાવું. તેનાથી શરીરમાંથી આવતી પરસેવાની દુર્ગંધ દૂર થશે અને ત્વચા સુંદર બનશે.