બે બે લગ્ન કર્યા છતા આ સુંદર અભિનેત્રી પાછળ પાગલ હતો બોલિવુડનો આ મશહૂર સિંગર……

0
750

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા મિત્રો આજે આપણે વાત કરીશુ કે પરણીત હોવા છતા આ અભિનેત્રીના પ્રેમમા પાગલ હતા કુમાર સાનુ તો આવો જાણીએ.

Advertisement

મિત્રો કુમાર સનુ તરીકે વધુ જાણીતા કેદારનાથ ભટ્ટાચાર્ય ભારતીય પ્લેબેક સિંગર છે.હિન્દી સિવાય, તેમણે મરાઠી, નેપાળી, આસામી, ભોજપુરી, ગુજરાતી, તેલુગુ, સહિતની અન્ય ભાષાઓમાં પણ ગાયું છે અને જ્યારે આપણે 90 ના દાયકામાં બોલિવૂડનાં ગીતોની વાત કરીએ છીએ, ત્યારે આપણે સદાબહાર ગાયક કુમાર સનુ કેવી રીતે ભૂલી શકીએ.

તેમણે 90 ના દાયકાના ખૂબ પ્રખ્યાત અને યાદગાર ગીતો આપ્યા જેને આજે પણ લોકો વખાણ કરે છે.કુમાર સનુનો જન્મ 20 ઓક્ટોબર 1957 માં કોલકાતા, પશ્ચિમ બંગાળમાં થયો હતો કુમાર સનુનું અસલી નામ કેદારનાથ ભટ્ટાચાર્ય છે.તેમના પિતા પશુપતિ ભટ્ટાચાર્ય ગાયક અને સંગીતકાર હતા અને તે પિતા અને મોટી બહેન સાથે કોલકાતાના સિંધી વિસ્તારમાં રહેતા હતા.

અને કુમારે તેના જીવનમાં બે લગ્ન કર્યા છે.તેમણે 80 ના દાયકામાં પ્રથમ રીટા ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યા જેણે તેમને ત્રણ છોકરાઓ જેસી, જીકો અને જાન છે તેની કારકિર્દીના સફળ તબક્કામાં તેનું નામ બોલિવૂડ અભિનેત્રી મીનાક્ષી સાથે પણ સંકળાયેલું હતુ જેના કારણે તેમને છૂટાછેડાનો સામનો કરવો પડ્યો હતો.મીનાક્ષી અને રીટા બંનેથી અલગ થયા પછી કુમાર સનુએ બિકાનેર ની છોકરી સલોની સાથે લગ્ન કર્યા જે તેમને બે છોકરીઓ શન્ના અને આના છે.

કુમાર સનુએ 1986 ની બાંગ્લાદેશી ફિલ્મ તીન કન્યાથી ગાવાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જે બાદ તે પોતાની કારકિર્દી બનાવવા માટે કોલકાતાથી મુંબઇ ગયો અહીં તેણે 1989 માં આવેલી ફિલ્મ હીરો હીરાલાલથી બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી આ ફિલ્મમાં તેણે જશ્ન હૈ મોહબ્બત કા ગીતમાં પોતાનો અવાજ આપ્યો હતો 1989 માં જ જગજીત સિંહે કુમાર સાનુનો ​​કલ્યાણજી આનંદજી સાથે પરિચય કરાવ્યો હતો.

અને પહેલી જ મીટિંગમાં તેણે સાનુને તેનું નામ બદલવાની સલાહ આપી. જે પછી તેણે કેદારનાથ ભટ્ટાચાર્યથી પોતાનું નામ કુમાર સાનુ રાખ્યું હતું.સાનુના નામ પાછળ એક મોટું કારણ હતું. ખરેખર સાનૂએ તેના અવાજને કિશોર કુમારથી પ્રેરણારૂપ હતા અને 1990 માં તેને આશિકી માટે પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો અને આ એવોર્ડ પછી, તેને સજન (1991), દીવાના (1992), બાઝીગર (1993) અને 1942 અ લવ સ્ટોરી માટે સતત ચાર ફિલ્મફેર બેસ્ટ સિંગર એવોર્ડ મળ્યા.

કુમાર આનુએ તેની કારકિર્દીમાં અનુ મલિક જતીન લલિત અને હિમેશ રેશમિયા જેવા મોટા સંગીતકારો સાથે કામ કર્યું છે મિત્રો કુમાર સાનુ 90 ના દાયકાના શ્રેષ્ઠ ગાયકોમાંના એક તરીકે જાણીતા હતા. હજી તેમનો ક્રેઝ ઓછો થયો નથી. પરંતુ તે થોડોક અટકી ગયો છે. પરંતુ તેમના પ્રિય ગીતો માટે શ્રોતાઓની કોઈ કમી નથી.

હિન્દી સિનેમાના દિગ્ગજ અને લોકપ્રિય ગાયકોમાં કુમાર સાનુ નામ પણ લેવામાં આવે છે. ૯૦નાં દશકમાં કુમાર સાનુ નું બોલીવુડમાં એકતરફી રાજ ચાલતું હતું. આ દશકમાં તેમણે એક થી એક ચડિયાતા હિટ ગીત આપેલા છે. આજે પણ કુમાર સાનુ નાં સુરીલા અવાજ પાછળ લોકો દિવાના છે. કુમાર સાનુ અવારનવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. આજે અમે તમને તેના અંગત જીવન સાથે અવગત કરાવીશું.

કુમાર સાનુનો જન્મ ૨૦ ઓક્ટોબર, ૧૯૫૭નાં રોજ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાત્તામાં થયો હતો. કુમાર સાનુનું સાચું નામ કેદારનાથ ભટ્ટાચાર્ય છે. બોલીવુડમાં એન્ટ્રી સાથે તેમણે પોતાનું નામ બદલી લીધું હતું. પોતાના સમયમાં કુમાર સાનુ એ ઘણી ફિલ્મોના ગીતો ગાયેલા છે. કુમાર સાનુને તેની શ્રેષ્ઠ ગાયકી માટે “કિંગ ઓફ મેલોડી” પણ કહેવામાં આવે છે. કુમાર સાનુ ખાસ કરીને રોમેન્ટિક ગીત માં પોતાનો અવાજ આપવા માટે જાણીતા હતા.

કુમાર સાનુ એ જ્યાં એક તરફ પોતાના અવાજથી દેશ અને દુનિયાનાં લોકોને દિવાના બનાવ્યા હતા, તો વળી બીજી તરફ પોતાના લગ્નજીવન અને અફેર્સ ને લઈને પણ ચર્ચામાં રહેલા હતા. પરિણીત હોવા છતાં પણ તેમનું નામ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી સાથે જોડાયું હતું. કુમાર સાનુએ એક નહીં પરંતુ બે લગ્ન કરેલા છે. તો ચાલો આ બધી બાબતો ઉપર તમને વિસ્તારપૂર્વક જણાવી છે.

કુમાર સાનુનાં પહેલા લગ્ન ૮૦નાં દશકમાં રીટા ભટ્ટાચાર્ય સાથે થયા હતા. ત્યારબાદ તેઓ પોતાની કારકિર્દી બનાવવા માટે પત્ની સાથે મુંબઈ આવી ગયા. અહીંયા બંનેના બે બાળકો જાકો અને જાન નો જન્મ થયો. જોકે તેની વચ્ચે બોલીવુડમાં કામ કરવા દરમ્યાન કુમાર સાનુ નું નામ અભિનેત્રી કુનિકા લાલ સાથે જોડાવા લાગ્યું.

એક્ટ્રેસ કુનીકા લાલ અને કુમાર સાનુ નાં સંબંધો ચર્ચામાં રહેવા લાગ્યા. કુનિકા લાલ ને હિન્દી સિનેમા કોઈ ખાસ સફળતા પ્રાપ્ત થઈ નહીં, પરંતુ કુમાર સાનુ સાથે સંબંધોને કારણે તે ચર્ચામાં રહી હતી. આ વાત વર્ષ ૧૯૯૩ ની છે. જો કે બંનેનો સંબંધ ખુબ જ જલ્દી તૂટી ગયો હતો. બીજી તરફ કુમાર સાનુ ની પત્ની રીટાને તે વાતની જાણ થઇ ગઇ હતી અને તેનાથી તે સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી.

કુનિકા સાથે સંબંધ ખતમ થયા બાદ કુમાર સાનું નામ તે સમયની મશહૂર અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી સાથે જોડાયું હતું. ફિલ્મ “જુર્મ” નાં પ્રીમીયર દરમિયાન કુમાર અને મીનાક્ષી પહેલી વખત મળ્યા હતા. પહેલી નજરમાં જ કુમાર સાનુ ને મીનાક્ષી સાથે પ્રેમ થઈ ગયો. મીનાક્ષીનું આ ફિલ્મમાં ગીત “જબ કોઈ બાત બીગડ જાયે” કુમાર સાનુ એ ગાયેલું હતું.

કુમાર સાનુ ને ભલે પહેલી નજરમાં મીનાક્ષી સાથે પ્રેમ થઈ ગયો હોય, પરંતુ મીનાક્ષી શરૂઆતના દિવસોમાં કુમાર સાનુ ને પ્રેમ કરતી ન હતી. પરંતુ ધીરે ધીરે બંને એકબીજાની નજીક આવવા લાગ્યા. જો કે બન્નેની વચ્ચેનાં અફેયરને લીધે કુમાર સાનુ લગ્નજીવન તૂટી ગયું હતું. રીટાએ કુમાર સાનુ અને મીનાક્ષી સાથેના અફેરને કારણે છૂટાછેડા આપી દીધા હતા. બાદમાં કુમાર સાનુ અને મીનાક્ષીનું પણ બ્રેકઅપ થઈ ગયું હતું.

એક ઇન્ટરવ્યૂમાં કુમારની પત્નીએ કહ્યું હતું કે, “કુમાર ની ઘણી બધી ગર્લફ્રેન્ડ હતી અને હાલમાં તે મશહૂર એક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રી ની ડેટ કરી રહ્યા છે”. બીજી તરફ મીનાક્ષી તરફથી સબંધોને નકાર્યા બાદ કુમાર સાનુ એ પણ મીનાક્ષી સાથેના પોતાના સંબંધોનો સ્વીકાર કરી લીધો હતો.

એક લગ્ન અને બે અફેર બાદ કુમાર સાનુએ સલોની ભટ્ટાચાર્ય સાથે બીજા લગ્ન કર્યા હતા. કુમાર સાનુ અને સલોની સાનુ ની બે દીકરી છે, જેનું નામ શૈનન અને એના છે. સલોની પોતાની બંને દીકરીઓ ની સાથે લંડનમાં રહે છે. શૈનન પોતાના પિતા કુમાર સાનુ નાં રસ્તા પર ચાલીને દુનિયામાં પોતાનો હાથ અજમાવવા માટે કારકિર્દીની શરૂઆત કરી રહી છે. શૈનને ૨૦૧૪માં પોતાનો એક મ્યુઝિક આલબમ રીલીઝ કર્યો હતો.

Advertisement