ગરમીઓમાં એસિડિટી અને ડિહાઇડ્રેશનની સમસ્યાથી છૂટકારો અપાવશે આ ડ્રિંક

0
138

વાતાવરણ બદલાવાની સાથે જ ખાણીપીણીમાં પણ ફેરફાર કરવો પડે છે. ખાસકરીને ગરમીની સીઝનમાં ખાવાનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આ વાતાવરણમાં પીણાં પદાર્થોને પ્રાથમિકતા આપવી જોઇએ. બજારમાં મળતી કૉલ્ડ્રિન્ક્સની જગ્યાએ છાસ-લસ્સી પીવું વધારે ફાયદાકારક રહેશે. આ સાથે જ ગરમીની સીઝનમાં સૌથી વધારે જલજીરાનું સેવન કરવામાં આવે છે. જાણો,

જલજીરા પીવાના ફાયદાઓ:

ગરમીના દિવસોમાં આળસ આવતી રહે છે. જલજીરા આ આળસને દૂર કરીને તમને તાજગીનો અનુભવ કરાવશે. આ સ્વાદિષ્ટ રિફ્રેશિંગ ડ્રિન્ક છે. તરસ છીપાવવાની સાથે જ પેટ સંબંધિત બિમારીઓને પણ ઠીક કરે છે. ગરમીમાં તાપમાન વધારે હોય ત્યારે ગરમીથી છૂટકારો અપાવે છે. જલજીરા પીવાથી એનીમિયાની સમસ્યા દૂર થાય છે.

જીરામાં આર્યનનું પ્રમાણ વધારે હોય છે એટલા માટે જલજીરા પીવાથી લોહીની ઉણપની સમસ્યાથી છૂટકારો મળે છે. જલજીરા પીવાથી વજન પણ ઓછુ થઇ જાય છે. જલજીરામાં કેલોરી નથી હોતી અને આ શરીરના ટૉક્સિક પદાર્થને બહાર કાઢે છે. જલજીરા ગેસની સમસ્યાથી પણ છૂટકારો અપાવે છે.

આ ઉપરાંત કબજિયાતની સમસ્યા પણ જલજીરા પીવાથી દૂર થાય છે. જો તમને એસિડિટીની સમસ્યા છે તો જલજીરાને ધીમે ધીમે પીઓ, જ્યાં સુધી એસિડિટી ઓછી ન થઇ જાય. ગરમીમાં ડિહાઇડ્રેશનની પણ સમસ્યા થાય છે. જલજીરા તેમાં પણ ફાયદાકારક હોય છે. જલજીરા આંતરડાની સમસ્યામાં પણ ઉપયોગી સાબિત થાય છે.