ભાભીના હતા તેનાજ દિયર સાથે પ્રેમ સબંધ, પરંતુ જ્યારે તેના પતિને જાણ થઈ તો….

0
108

મિત્રો આજકાલ આપણી આસપાસ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે પૂણામાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

શહેરના પુણામાં દારૂ-જુગારની લતે ચડી ગયેલા યુવાન દેવાળીયો બની જતાં ઘરમાં જ જુગાર ધામ શરૂ કર્યું હતું અને એટલું જ નહીં જુગારી વ્યક્તિ તેની પત્ની સાથે વારંવાર ઝઘડા કરી તેના નાનાભાઈની પત્ની સાથે સંસાર માંડા માટે પત્નીને ધમકી આપતો હતો. એક દિવસ તે નાનાભાઇની પત્નીને લઇને ભાગી પણ ગયો હતો અને પુણામાં દેરાણીને ભગાડી ગયેલા પતિએ ઓલપાડ પોલીસની હાજરીમાં પત્નીની ધુલાઇ કરી હતી.

જુગારી પતિ વારંવાર ઝઘડા કરી દેરાણી સાથે સંસાર માંડવા પત્નીને છૂટાછેડા આપવા ધમકી આપતો હતો. સમાધાનની મિંટિંગમાં પણ પતિએ મારપીટ કરી ગળું દબાવવાની કોશિશ કરતા આખરે મામલો પુણા પોલીસમાં પહોંચ્યો હતો.પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે પુણામાં દયારામ સોસાયટી ખાતે રહેતા કુંદનબેન વિપુલભાઇ ચૌહાણ ને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે અને વર્ષ 2009માં તેણીના લગ્ન વિપુલ ચૌહાણ સાથે થયા હતા.

લગ્નના થોડાં સમય બાદ પતિ જુગારના રવાડે ચઢી દારૂ પીને ઘરમાં મારઝૂડ કરતો હતો સાસરિયાં પણ દહેજ માટે કુંદનબેનને ત્રાસ આપતા હતા જેથી કંટાળીને કુંદનબેને પતિ અને સાસરિયાં સામે વતન ભાવનગરમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં તેઓ વચ્ચે સમાધાન થયું હતું અને આ દરમિયાન વર્ષ 2013થી તેઓ પતિ સાથે વરાછામાં ભાડાના મકાનમાં રહેતા હતા જો કે પતિ જુગારમાં રકમ હારી જતા લેણદારો ઉઘરાણી માટે ઘરે આવતા હતા.

અને આ મુદ્દે દંપતી વચ્ચે ઝઘડા પણ થતા હતા પરંતુ બાદમાં તેણી પતિ સંતાનો સાથે પુણામાં પિતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી જોકે પતિની આદતોમાં કોઇ સુધારો જણાયો ન હતો અને આ અંગે વિરોધ નોંધાવ્યો તો પતિ દિયરે તેણીને માર માર્યો હતો અને આ અંગે તેણીએ પુણા પોલીસમાં અરજી પણ આપી હતી અને બાદમાં સમાધાન થઇ ગયું હતું.બાદમાં પતિ વિપુલનો દેરાણી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને તેઓ અવરનવર મળતા હતા.

આ અંગેનો જ્યારે તેના પતિને ખબર પડી તો પતિએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કરી દેરાણી સાથે સંસાર માંડવા છૂટાછેડા આપી દેવા દબાણ કરતો હતો અને કુંદનબેને છૂટાછેડા નહિ આપતા પતિ વિપુલ પત્નીની દેરાણીને લઇ ભાગી ગયો હતો અને બાદમાં ઓલપાડ ખાતે એક દુકાનમાં બંને નાસ્તો કરતા પકડાયા હતા કુંદનબેને 100 નંબર પર કોલ કરી પોલીસને બોલાવી હતી.

ઓલપાડ પોલીસમાં મામલો પહોંચ્યો તો ત્યાં પણ પતિ વિપુલે કુંદનબેનને ઢોર માર મારી છૂટાછેડા આપવા ધાકધમકી આપી હતી અને ત્યારબાદ પરિવારજનો અને સમાજના આગેવાનોની મળેલી મિટિંગમાં પણ પતિએ માર મારી કુંદનબેનનું ગળું દબાવવા કોશિશ કરી હતી, જેથી કુંદનબેનની ફરિયાદના આધારે પુણા પોલીસે પતિ વિપુલ વનમાળી ચૌહાણ સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

જ્યારે મિત્રો આવા જ પતિ પત્ની ના સબંધને શર્મશાર કરતો બીજો કિસ્સો સામે આવ્યો છે જે મોરબી તાલુકાના જુના જાંબુડિયા ગામે બાવળની ઝાડીમાંથી મૂળ મધ્યપ્રદેશની એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી મિત્રો મોરબીના જાંબુડિયામાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે અને આડાસંબંધના કારણે દિયરે જ ભાભીનું કાસળ કાઢ્યું હોવાનું બહાર આવ્યું છે. હત્યારો દિયર હાલ પોલીસ પકડમાં આવી ગયો છે.

મળેલ માહિતી મુજબ મોરબીના જાંબુડિયા ગામે થયેલ મહિલાની હત્યાનો ભેદ પોલીસે ઉકેલીને હત્યા કરનાર દિયરને પકડી પાડ્યો છે. મૃતક ભાભી અને હત્યારા દિયરને આડાસંબંધ હોવાથી ભાભી દિયરને અન્ય જગ્યાએ પરણવા દેતી નહોતી જેથી દિયરે ભાભીના માથા ઉપર પથ્થરના ઘા ઝીંકીને તેનું કાસળ કાઢી નાખ્યું હોવાનું પૂછપરછમા ખુલ્યું છે.

આ અંગે મોરબી પોલીસે તપાસ ચલાવીને એક ટીમને વધુ તપાસ અર્થે મધ્યપ્રદેશ પણ મોકલી હતી. બાદમાં શંકાના આધારે પોલીસે વિષ્ણુપ્રસાદ કરનસિંગ રહે. શાપર વેરાવળ મૂળ મધ્યપ્રદેશવાળાને પકડી પાડી તેની પૂછપરછ આદરી હતી, જેમાં પૂછપરછ દરમિયાન દિયર વિષ્ણુપ્રસાદે હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું.

કબુલાતમાં તેણે જણાવ્યું કે મૃતક મહિલા તેની ભાભી થતી હતી, તેની સાથે તેને આડા સંબંધ હતા. જેથી તેની ભાભી તેના લગ્ન કોઈ અન્ય મહિલા સાથે થવા દેતી ન હતી. જેથી કંટાળીને તેણે માથામાં પથ્થરના ઘા ઝીંકીને તેની હત્યા નિપજાવી હતી. પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.