ભગવત ગીતા મુજબ એકવાર મૃત્યુબાદ મનુષ્યને આવી યોનીમાં મળે છે જન્મ,જાણીલો.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે જ્યારે આત્મા પ્રકૃતિ સાથે સત્વ, રાજસ અને તમસ એ ત્રણ ગુણ તરીકે જોડાય છે ત્યારે સૃષ્ટિમાં એક નવા જીવનો જન્મ થાય છે. પ્રકાશ, આનંદ અને જ્ઞાન એ ત્રણેય સત્વ ગુણના લક્ષણ હોય છે. ઈચ્છાઓ, આશક્તિઓ અને તેનાથી જોડાયેલા કર્મ રાજસ ગુણના લક્ષણ હોય છે અને અંધકાર, અજ્ઞાન અને નિંદ્રાએ તમો ગુણના લક્ષણ છે. મનુષ્યમાં તેની ઈચ્છાઓ અને આત્મિક ઉન્નતિના સ્તરના આધારે ઓછા-વત્તા પ્રમાણમાં આ ત્રણ ગુણ હોય છે.

Advertisement

સામાન્ય લોકોમાં તમ ગુણ અન્યના પ્રમાણમાં વધારે હોય છે. આ ગુણ પશુઓ અને નીચ યોનિના જીવોમાં પણ મુખ્ય રીતે હોય છે. ભગવત ગીતા અનુસાર જ્યારે કોઈ માણસ પોતાના શરીરનો ત્યાગ તમો ગુણને આધીન થઈને કરે છે, તો તેનો બીજો જન્મ પશુ યોનિમાં થાય છે અને તે મૃત્યુ પછી નર્કમાં પ્રવેશ કરે છે. એટલા માટે જ માણસે પોતાનામાં રાજસ અને સત્વ ગુણને વધારવાના પ્રયત્નો કરવા જોઈએ.

માણસમાં જ્યારે રાજસ ગુણ પ્રબળ હોય છે ત્યારે તે ઉત્સાહથી પોતાની ભૌતિક ઈચ્છાઓ તેમજ આશક્તિઓને પૂરી કરવા માટે કર્મ કરવા માટે પ્રવૃત્ત હોય છે. દરેક કર્મ સાથે તેની સમાન અને વિરૂદ્ધ પ્રતિક્રિયા જોડાયેલી હોય છે. દરેક ભોગ સાથે રોગ જોડાયેલો હોય છે. રાજસ ગુણના પ્રભાવ હેઠળ મનુષ્ય ભૌતિક ઈન્દ્રિયોના સુખમાં જ ફસાઈને રહી જાય છે અને પછી જીવનમાં અનેક દુ:ખોથી પણ ઘેરાયેલો રહે છે. આવી અવસ્થામાં પણ જે દેહત્યાગ કરે છે તેનો પણ બીજો જન્મ નીચ યોનિમાં થાય છે.

વ્યક્તિમાં જ્યારે સત્વ ગુણ પ્રબળ હોય છે ત્યારે તે સાધના અને ધ્યાન કરવાની શરૂઆત કરે છે. સેવા અને દાન દ્વારા પોતાના મન અને તનને શુદ્ધ કરે છે. જેના ફળસ્વરૂપ તેને જ્ઞાન અને પરમાનંદનો અનુભવ થાય છે. સત્વ ગુણ વધારવા માટે અજાણ્યા વ્યક્તિને ભોજન કરાવવું, ગાય, કૂતરાને રોટલી ખવડાવી શકો છો.

આ ત્રણેય ગુણ ભૌતિક સૃષ્ટિ સાથે સંબંધિત હોય છે અને તેના કારણે તે મોહમાં બંધાય જાય છે. આ ત્રણ ગુણમાંથી પર થઈને આ જન્મ-મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળી શકાય છે. જ્યાં સુધી આપણે તમ, રાજસ અને સત્વ ગુણના પ્રભાવમાંથી ઉપર ઊઠી જઈએ છીએ ત્યારે વ્યક્તિ ગુણ અતીત થઈ જાય છે. આ કામ કરવા માટે દાન અને સેવાને જીવનનું અવિભાજ્ય અંગ બનાવવું જરૂરી છે.

મૃતાત્મા પાછળ દાન પુણ્ય તથા અન્ય વિધિ કરવામાં આવે છે. આ બધાં પાછળનું શાસ્ત્ર આપણાં કોઇ અંગત સ્વજનનાં મૃત્યુ પછી થતું આપણે જોઇએ છીએ, પરંતુ આપણે તેને સમજી શકતા નથી. આવો, આપણાં સ્વજન અથવા આપણા મૃત્યુ પછી કેવી અને કઇ વિધિ શા માટે થાય છે? તે જોઇએ.મૃત્યુ પછી જે તે શરીરનો જીવ તે શરીરની પાછળ પાછળ જાય છે. તે શરીરને સ્મશાનમાં બાળવામાં આવે છે તેથી તેનો જીવ નિરાશ થઇ બીજો દેહ ધારણ કરવા મન વાળે છે. તે તેના રસ્તે પડે છે. બીજો દેહ ધારણ કરે છે.

જો કોઇ જીવે કાળી મજૂરી કરી હોય, રાત દિવસ જોયા વગર વૈતરાં કર્યાં હોય, પોતે ખાધું ન હોય, પુષ્કળ પૈસા પોતાની પાસે હોવા છતાં ફાટેલાં તૂટેલાં કપડાં, ચપ્પલથી ચલાવતો હોય, સારું ખાઇ પી શકતો ન હોય અને પેટે પાટા બાંધી પૈસા બચાવતો હોય અને આવો જીવ જો અચાનક મૃત્યુ પામે તો તે જીવ બીજા કોઇ દેહમાં જતો નથી, પરંતુ અવગતિએ જઇ પોતાનાં ધન માલનું રક્ષણ કરે છે. તેની પાસે પણ કોઇને ફરકવા દેતો નથી. કોઇ વખત આવો જીવ નાગનું શરીર ધારણ કરી પોતાનાં ધનનું રક્ષણ કરે છે. આવા જીવ ભયંકર પાપી કહેવાય છે.

આવી સ્થિતિ ન આવે તે માટે આપણાં શાસ્ત્રોમાં ત્રીજે દિવસે મુંડન તથા દશમું અગિયારમું, બારમું તથા તેરમું કરવામાં આવે છે. દશમા દિવસે પિંડ વહેરવાની વિધિ મૃતાત્મા પાછળ કરાય છે. આ પાછળનું કારણ શાસ્ત્રો કહે છે તે મુજબ જે તે જીવ પોતાના મૃત્યુ પછી તેર દિવસ સુધી તે ઘરમાં રહેતો હોવાથી જુએ છે કે તેના નામનો પિંડ વહેરાઇ ગયો છે તેથી તે પોતાના રસ્તે પડી પોતાનો નવો દેહ પ્રાપ્ત થાય તે માટે મન વાળે છે.

જો દશમાનો પિંડ વહેરાવ્યા પછી પણ જે તે જીવ ભૂત થઇ ભમતો હોય તો તે જીવની સદ્ગતિ માટે અગિયારમા દિવસે ઘડા ભરાવવાની વિધિ કરાય છે. તે બતાવે છે કે હે જીવ, જો તું ભૂત બની અહીં ભમતો હોય તો, તારો જીવ બળતો હોય તો આ પાણીના ઘડા ભર્યા છે તેમાં ભરેલાં જળ વડે તારું મન તે જળ પી શાંત પાડ. હવે આપણા ઋણાનુબંધ પૂરા. તેમ છતાં બારમા દિવસે પણ તે જીવ ભૂત થઇ ભમતો હોય તેમ માની બહેન, ભાણેજને જમાડવામાં આવે છે. તેથી તે જીવને વિશ્વાસ બેસે છે કે તેના મૃત્યુ પછી દુનિયા તથા સ્વજનો તેનાં સંતાનોની કાળજી રાખશે.

તેમને અધવચ્ચે ભટકવા નહીં દે. તેરમાના દિવસે પણ જીવ ભટકે છે તેવું માની તેની સજ્જા પૂરવામાં આવે છે. નવો ખાટલો, ગાદલાં, રજાઇ, ઓશિકાં, અનાજ, શાકભાજી, ચપ્પલ, છત્રી, દીવો, ચાંદીની હોડી, ચાંદીની ગાય, ચાંદીની નિસરણી મૂકવામાં આવે છે.આ બધાં પાછળ જે તે જીવને આ બધું તેની અંતિમયાત્રામાં ઉપયોગી થશે તેમ માનવામાં આવે છે. આ બધું કરવા પાછળ જે તે જીવ પાછળ સ્વજનો દાન પુણ્ય કરે તથા દાન પુણ્યનો મહિમા વધે તે સિવાય બીજો કોઇ નથી. બ્રાહ્મણો તથા અન્ય કોમના લોકોને તે બહાને મદદ થાય તે ઉમદા વિચારધારા પણ છે.

હિંદુ ધર્મમાં માનવામાં આવે છે કે કર્મ મુજબ જ આત્માને શરીર છોડ્યા પછી ગતી મળે છે. આપણા કર્મ મુજબ જ આત્માને પુનર્જન્મમાં શરીર મળે છે. હિંદુ ધર્મમાં વિશ્વાસ રાખવા વાળા પુનર્જન્મમાં વિશ્વાસ રાખે છે. એવું માનવામાં આવે છે કે આપણા આ જન્મના કર્મ જ આપણા આગળના જન્મ ઉપર આધાર રાખે છે. પુનર્જન્મમાં સુખ દુ:ખનું નિર્ધારણ પાછલા જન્મના કર્મો ઉપર આધારિત હોય છે.

પરંતુ ઘણા લોકોનું માનવું હોય છે કે મૃત્યુ પછી આત્માનું કોઈ અસ્તિત્વ નથી હોતું. તે લોકો પુનર્જન્મમાં વિશ્વાસ નથી કરતા ન તો આગળના જન્મમાં માને છે. એ તો સૌની વિચારસરણી છે. પરંતુ મનમાં એક વાત જરૂર આવે છે કે મૃત્યુ પછી અને આગળના જન્મ થવા સુધી આત્મા ક્યાં રહે છે. આજે અમે તેના વિષે ધર્મગ્રંથોના આધારે જણાવવામાં આવેલી વાતો જણાવી રહ્યા છીએ.ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્મા પરલોક જાય છે. આત્માને લઇ જવા માટે બે યમદૂત આવે છે. વ્યક્તિને પોતાના કર્મો મુજબ જ ગતિ મળે છે. જીવન કાળમાં કર્મોના આધાર ઉપર જ આત્માને શરીરનો સાથ છોડવામાં તકલીફ થાય છે.

આત્માને શરીર છોડ્યા પછી યમલોકમાં આત્માને ૨૪ કલાક રાખવામાં આવે છે. ત્યાં આત્માના સારા ખરાબ કાર્યોને દેખાડવામાં આવે છે. ત્યાર પછી આત્માને પાછું તે સ્થળ ઉપર છોડી દેવામાં આવે છે. જે સ્થળેથી આત્માને લાવવામાં આવે છે. તે સ્થળ ઉપર આત્મા ૧૩ દિવસ સુધી રહે છે. આ સમય દરમિયાન આ આત્મા પોતાના દરેક પરિવાર જનો એન સંબંધીઓ ના મનના વિચાર સાંભળી શકે છે. કોણ તેમના વિષે શું વિચારે છે? એ તમામ બાબતો એ સાંભળી શકે છે. 13 દિવસ સુધી રહી એ પોતાના કર્મ પ્રમાણે બીજો જન્મ ધરે છે એ ૮૪ લાખ યોની માંથી કોઈ પણ યોનીમાં હોઈ શકે વધુ ખરાબ કર્મ કર્યા હોય તો નરકની યાતના ભોગવ્યા પછી એને નવો જન્મ મળે છે.

Advertisement