ભગવાનને ભોગ ચઢાવતા સમયે ચોક્કસ રાખો આ વાતો નું ધ્યાન…

0
27

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવીએ કે હિંદુ ધર્મમાં તમામ દેવી દેવતાઓની પૂજા વખતે તેને ચડાવવામાં આવતા ભોગનું પોતાનું એક વિશેષ મહત્વ છે. પરંતુ લોકો હંમેશા અજાણતામાં ભોગ ચડાવવામાં ભૂલ કરી બેસે છે, જેના કારણે તેને પૂજાનું સંપૂર્ણ ફળ નથી મળતું. હંમેશા આપણેને એ ખબર નથી હોતી કે આપણે ક્યા ભગવાનને ભોગમાં શું ચડાવવું જોઈએ, અને અજ્ઞાનતા વશ આપણાથી ભૂલ થાય છે. તો આવો આજે તમને આ લેખમાં જણાવીએ છીએ કે ક્યા દેવી દેવતાને કયો ભોગ ચડાવવો શુભ રહેશે.

Advertisement

ભગવાન શિવને ભોગ, વર્ષ આખું અલગ અલગ મહિનામાં ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે. ઘણા બધા વ્રત અને તહેવાર હોય છે. આ બધા વ્રત અને તહેવાર ઉપર ભોલે બાબાને તેની પસંદનો ભોગ ચડાવવાથી લોકોને ઈચ્છા મુજબ ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવને પંચામૃત અને ભાંગનો ભોગ ચડાવવો અતિ ઉત્તમ હોય છે, કેમ કે માન્યતાઓના આધારે શિવજીને ભાંગ અને પંચામૃત ખુબ પસંદ છે. તે ઉપરાંત ભોલે બાબાને ચિરોંજી, સાકર અને રેવડીનો ભોગ પણ ચડાવવામાં આવે છે. શ્રાવણના વ્રત રાખવા વાળા લોકો ભોલે બાબાને ગોળ, ચણા અને ચિરોંજીનો ભોગ ચડાવીને પ્રસન્ન કરી શકાય છે.

હનુમાનજીનો ભોગ, આમ તો બજરંગબલીના ભક્તો દરરોજ તેની ઉપાસના કરે છે, પરંતુ મંગળવારના દિવસે વિશેષ પ્રકારે હનુમાનજીને સમર્પિત છે. જો લોકો મંગળવારના દિવસે બજરંગબલીને પંચમેવા, ગોળ માંથી બનેલા લાડુ કે હળવાનો ભોગ ચડાવવામાં આવે છે, તો બજરંગબલીની તેમની ઉપર વિશેષ કૃપા થાય છે. બજરંગબલીને ચમેલીના તેલમાં પીળું સિંદુર ભેળવીને ચોલા ચડાવવા પણ ઘણું શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો વ્યક્તિ દર મંગળવારે એમ કરે છે તો તેની ઉપર આવી રહેલી તમામ પ્રકારની અડચણો અને તકલીફો માંથી તેને મુક્તિ મળી જાય છે.

ભગવાન ગણેશનો ભોગ, વિઘ્નહર્તા ગણપતિને ખુશ કરવા ઘણા સરળ છે. ભગવાન ગણેશને મોદક, મોતીચૂરના લાડુ, શ્રી ખંડ, છપ્પનભોગ, કેળાનો શીરો, રવા પોંગલ અને પૂરન પોલી જેવા તમામ સ્વાદિષ્ટ ભોગ ખુબ ગમે છે. એ કારણ છે, કે ભક્ત ગણેશ ચતુર્થીના તહેવાર ઉપર ભગવાન ગણપતિને દરરોજ અલગ અલગ પ્રકારના ભોગ ચડાવીને પ્રસન્ન કરે છે. કેમ કે આપણા હિંદુ ધર્મમાં ભગવાનને ભોગ ચડાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

ભગવાન વિષ્ણુને ભોગ, શ્રુષ્ટિના સર્જનહાર વિષ્ણુની પૂજા દરક ઘરમાં કરવામાં આવે છે. દર મહિનામાં આવતી બે અગિયારસની તિથી ઉપર ભગવાન વિષ્ણુની પૂજા થાય છે, વ્રત રાખવામાં આવે છે. ભગવાન વિષ્ણુને ભોગમાં ખીર કે સોજીનો હલવો ઘણો પસંદ છે. એટલા માટે ભક્તોને ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે ખીર કે હલવાનો ભોગ જરૂર ચડાવવો જોઈએ. ભોગમાં તુલસીના પાંદડા જરૂર નાખો. ધાર્મિક માન્યતાઓના આધારે જો વિષ્ણુજીને ભોગમાં તુલસીના પાંદડા ન હોય તો ભગવાન વિષ્ણુ તે ભોગનો સ્વીકાર નથી કરતા.

માતા લક્ષ્મીને ભોગ, સુખ સમૃદ્ધી અને ધનની દેવી માં લક્ષ્મીને સફેદ રંગ માંથી બનેલી વાનગી ઘણી ગમે છે. માં લક્ષ્મીની પૂજામાં ખીર કે પછી સફેદ રંગની મીઠાઈનો ભોગ ચડાવવો જોઈએ. દર શુક્રવારના રોજ થતા વૈભવ લક્ષ્મીના વ્રતમાં ભક્તોએ ભોગમાં ખીરનો પ્રસાદ બનાવવો જોઈએ. જે પૂજા પછી પ્રસાદના રૂપમાં આખા કુટુંબને એક સાથે સાંજે બેસાડીને ગ્રહણ કરાવવો જોઈએ. એમ કરવાથી માં લક્ષ્મીની આખા કુટુંબ ઉપર વિશેષ કૃપા જળવાઈ રહે છે.

શનિદેવને ભોગ, નવ ગ્રહોમાં શનીને સૌથી વધુ ગુસ્સા વાળા અને ખતરનાક ગ્રહ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો શની દેવને ક્યા ભોગથી પ્રસન્ન કરી શકાય છે. આમ તો શની ભગવાનને કાળો રંગ ઘણો ગમે છે, અને તેને કાળા તલ અને અડદની દાળનો ભોગ ચડાવવામાં આવે છે. પરંતુ શનીજીને એક વસ્તુ ઘણી પસંદ છે અને તે છે મીઠી પૂરી અને કાળા અડદની દાળની ખીચડી. જો લોકો શનિવારના દિવસે શની દેવને તેનો ભોગ ચડાવે છે, તો શની દેવની તેની ઉપર વિશેષ કૃપા જળવાઈ રહે છે.

શ્રીમદ્ ભગવત ગીતામાં સ્વયં ભગવાને જણાવ્યું છે કે રોજ ભોજન કરતાં પહેલાં ભગવાનને ભોગ ધરાવવો જોઈએ. દરેક વ્યક્તિનું જીવન શ્રીકૃષ્ણ વિના નીરસ હોય છે. અનેક વર્ષોથી વિવિધ યોનીમાં ભટકતા જીવનો પરમ ઉદ્દેશ માત્ર એટલો છે કે તે શ્રીકૃષ્ણની સેવા-પૂજા કરે.શ્રીકૃષ્ણને જીવનની દરેક ક્રિયા કરી અને પ્રસન્ન કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આ ક્રિયાઓ માંથી જ એક છે ભગવાનને ભોગ ધરાવવો. ભગવાનને રસોઈ માંથી પહેલી થાળી ધરાવવાનો અર્થ તેમને સન્માન આપવાનો એક ભાવ છે.

હિંદુ ધર્મ માં ભગવાન ને પ્રસાદ અથવા ભોજન કરાવવાની પરંપરા છે.અમુક લોકો રોજ વિધિ-વિધાન થી ભગવાન ની પૂજા ભલે ન કરે, પરંતુ એમના ઘર માં ભગવાન ને પ્રસાદ જરૂર ચઢાવે છે. એમ તો આની પાછળ નું કારણ એ છે કે શ્રીમદ ભાગવત ગીતા માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે જોઈ ભક્ત પ્રેમપૂર્વક મને ફૂલ, ફળ, અનાજ, પાણી વગેરે અર્પણ કરે છે. એમાં હું પોતે પ્રકટ થઈને ગ્રહણ કરું છું.

શ્રીકૃષ્ણ કર્ણામૃત ગ્રંથ અનુસાર ભગવાન અભિન્ન છે. તેથી જરૂરી છે કે ઘરે બનતાં ભોજનનો ભોગ ભગવાનને ધરાવવામાં આવે. જો ભોજન લેતી વખતે તમે ઘરે હાજર ન હોય તો થાળીમાંથી પહેલું બટકું તોડો તે પહેલાં પ્રિય ભગવાનને સ્મરણ કરી લેવા જોઈએ. જો કે ભગવાનને એવો ભોગ ધરવાની મનાઈ હોય છે જેમાં લસણ, ડુંગળી, માંસાહારનો ઉપયોગ થયો હોય.

ભગવાનને ફળ, મીઠાઈ અને રોજ બનતું ભોજન વ્યવસ્થિત થાળીમાં પીરસીને ધરાવવું જોઈએ. આ ઉપરાંત જ્યારે પણ જમવા માટે થાળી લઈને બેસો ત્યારે ત્રણ વખત ‘શ્રીવિષ્ણુ, શ્રીવિષ્ણુ, શ્રીવિષ્ણુ’ નામનું સ્મરણ કરવું. આમ કરવાનો અર્થ થાય છે કે થાળીમાં રહેલું ભોજન તમે પહેલાં ભગવાનને અર્પણ કર્યું છે. આમ કરવાથી વ્યક્તિની બુદ્ધિ સુધરે છે તેમજ પ્રભુકૃપા પ્રાપ્ત થાય છે.જ્યારે જ્યારે ભોગ ધરાવો મનમાં સ્મરણ કરો પ્રાણાયાય સ્વાહા, અપાનાય સ્વાહા, ધ્યાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. આમ કરીને ભોજન ધરાવશો તો ભગવાન જરૂરથી પ્રસન્ન થશે અને તમારી સાદી થાળી પણ પ્રસાદ બની જશે.

ભગવાનને ધરાવીને ભોજન કરવાથી ભોજનના દોષ અને વિકાર દુર થાય છે તે માત્ર કલ્પના નથી. રિસર્ચ ઇન્સ્ટીટયુટ ઓફ સ્પિરિત્ચુઅલ સાયન્સ બેંગલુરુના રેસર્ચરો એ ૩૦ વ્યક્તિ પર પ્રયોગ કર્યો અને જાણ્યું કે એક એવું ભોજન કરવા પર તેની વિધિ અને ભાવનાની અસર પડે છે. આ અસર અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે ૩૦ માંથી ૧૨ લોકો ને કેહવામાં આવ્યું કે ભોજન શરુ કરતા પેહલા ભગવાનને ભોગ લગાવવામાં આવે. આઠ લોકોએ ભોગ લગાવ્યા વિના ભોજન કર્યું અને ૧૦ લોકોને ફરતા ફરતા ભોજન કરવાનું કેહવામાં આવ્યું.

સાત અઠવાડિયા સુધી કરાયેલા આ પ્રયોગ મા અભ્યાસીઓના સ્વાસ્થ્યનો અભ્યાસ કરાયો. જે લોકોએ ભગવાનને ભોગ ચઢાવીને જમ્યું તેમને ૭૦% થી વધુ આહાર સારી રીતે પચાવી લીધો હતો. ભોગ નહિ લગાવીને સામાન્ય રીતે ભોજન કરનાર લોકોના સ્વાસ્થ્ય અને પાચનશક્તિ પર તેની વિપરીત અસર પડી.ભગવાન ની કૃપા થી જે પાણી અને અનાજ આપણને પ્રાપ્ત થાય છે. એ ભગવાન ને અર્પિત કરવું જોઈએ અને એની પ્રતિ કૃતજ્ઞતા પ્રકટ કરવા માટે જ ભગવાન ને ભોગ ચઢાવવામાં આવે છે. એવી માન્યતા છે કે ભોગ ચઢાવ્યા પછી ગ્રહણ કરેલું અનાજ દિવ્ય થઇ જાય છે. કારણ કે એમાં તુલસી દળ હોય છે. તુલસી ને પરંપરા થી ભોગ માં રાખવામાં આવે છે. એનું એક કારણ તુલસી દળ નું ઓષધીય ગુણ છે. એકમાત્ર તુલસી માં આ ખૂબી છે કે એના પાંદડા રોગપ્રતિરોધક હોય છે.

ભગવાનને ભોગ ચઢાવીને ભોજન કરવાનું કારણ મનોવિજ્ઞાનીક પણ છે.જણાવ્યા અનુસાર જે કાઈ પણ ખાવા મા આવી રહ્યું છે તે કોઈ ઉચ્ચ આધ્યાત્મિક સત્તાને ભોજન સમર્પિત કરવાથી મન મેહસૂસ કરે છે કે તેને તમામ બલાઓ ભગવાન પર છોડી દીઘી છે. આ અનુભૂતિ પણ ભોજનના નકારાત્મક ગુણો ને ઘટાડે છે. પ્રાચીન આહાર શાસ્ત્રીઓએ ભોજનની સાથે પવિત્રતા ના કેટલાયે નિયમો બનાવ્યા હતા. તેનું કારણ એ જે કાઈ હોય પરંતુ ડો. બેલોરી નું માનવું છે કે આ નિયમોની પેહલી અસર મનમાં એ અહેસાસ જગાવવા માટે મોટું કારણ બને છે કે જે ખાવામાં આવી રહ્યું છે તે દુનિયામાં સુક્ષ્મ શક્તિઓ પર પણ થવાની છે.

જો કોઈ ઠરાવ પસાર થાય તો તે સુક્ષ્મ શક્તિઓ પર પહેલા થશે. અને સાધક તેની ખરાબ અસરથી બચી જશે. પ્રત્યેક વસ્તુ પ્રસાદ માનવાથી વ્યક્તિ નું ભોજન વધુ સાત્વિક અને સ્વચ્છ બની જાય છે.એવી પણ માન્યતા છે કે ભગવાન ને પ્રસાદ ચઢાવવાથી ઘર માં અનાજ નો ભંડાર હંમેશા ભર્યો હોય અને ઘર માં કોઈ અછત આવતી નથી.લક્ષ્મીજી ને ધનની દેવી માનવામાં આવે છે.લક્ષ્મીજીને પીળા અને સફેલ રંગની મીઠાઈઓ અતિ પ્રિય છે. ઉપરાંત તેમને કેસર પણ પ્રિય છે. લક્ષ્મીજીનો આ મનપસંદ ભોગ ચઢાવવાથી ભક્તોને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.વિષ્ણુ ભગવાનને ખીર અને રવાનો શિરો ખુબજ પ્રિય છે. તેમના ભકતો વૈષ્ણવ કહેવાય છે. તેથી તેમના ભક્તો વિષ્ણુ દેવને પ્રસન્ન કરવા આ વસ્તુઓ અર્પણ કરે છે.

ગણપતિ દાદા ને લાડુ અતિ પ્રિય છે. તેથી તેમને પ્રસન્ન કરવા તમે લાડુનો ભોગ ચઢાવી શકો છો. ઉપરાંત બાપાને ઘી, મોતીચૂર, નારિયેળ અને બેસનના લાડુ પણ પસંદ છે.નંદ કનૈયાલાલ શ્રીકૃષ્ણને માખણ અને મિશ્રી પસંદ છે. જયારે તમે કૃષ્ણ માટે પ્રસાદ કરો ત્યારે માખણનો ભોગ ચોક્કસ ચઢાવવો.સત્યનારાયણ ભગવાનની પૂજામાં તેમને રવાના લોટનો શિરો અર્પણ કરવો.ભોળાનાથ ને ભાંગ અને પંચામૃત પસંદ છે. ઉપરાંત તેમને દૂધ, ધતુરો, શેરડીનો રસ, આકડો, બિલ્વપત્ર, ચંદન અને ફૂલો પણ અર્પણ કરવામાં આવે છે.

શિવરાત્રીના દિવસે ભોળાનાથને ભાંગ ચોક્કસપણે અર્પણ કરવી. આનાથી શંકર ભગવાન તમારા પર પ્રસન્ન થશે. દુર્ગા દેવીને શક્તિના દેવી માનવામાં આવે છે. તમે તેમને ખીર, હલવો, માલપુઆ, કેળા અને પૂરણપોળીનો ભોગ અર્પણ કરી શકો છો.શ્રીરામ ને ભાત, ખીર વગેરે પ્રસાદ પસંદ છે.અન્નપૂર્ણા માતાને ખીરનો પ્રસાદ પસંદ છે.તેથી ખીર અર્પણ કરીને અન્નપૂર્ણા દેવીને કરો પ્રસન્ન જ્ઞાનના દેવી સરસ્વીને દૂધ, પંચામૃત, દહીં, માખણ અને સફેદ તલના લાડુ પસંદ છે. સરસ્વી માતાને આ વસ્તુનો પ્રસાદ અર્પણ કરવાથી તમારામાં પણ જ્ઞાન અને વિકાસ આવશે.મહાકાળી માતાને હલવો અને પૂરીનો પ્રસાદ પસંદ છે. ઉપરાંત તમે જલેબીનો પ્રસાદ પણ ચઢાવી શકો છો.

Advertisement