ભાગ્યજ તમે જણતાં હશો કિંજલ દવેના જીવન વિશેની આ વાતો,એકવાર જરૂર વાંચજો…..

0
179

મિત્રો આજે આપણે ખાસ વાત કરીશું કિંજલ દવે નાં જીવનની એવી ખાસ વાતો જે ભાગ્યજ કોઈ જાણતાં હોય આવો જાણીએ આ વાતો વિશે.કિંજલ દવેએ બેક ટુ બેક હિટ સુપરહિટ ગીતો આપીને ગુજરાતી ઉદ્યોગમાં પોતાનું એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે.હાલમાં તેઓ શ્રાવણ માસ નિમિત્તે ‘શંભુ ધૂન લાગી’ નામનું નવું ગીત લોન્ચ કરવાના છે, જે ભગવાન શિવને શ્રદ્ધાંજલિ આપે છે. ગીતનું ટીઝર સમાપ્ત થઈ ગયું છે અને આખું ગીત ટૂંક સમયમાં રિલીઝ થશે.ગાયકે તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર ટીઝર શેર કરતાં કહ્યું છે કે, મારા આગામી ગીત શંભુ ધૂન લાગીનો નવો ટીઝર હવે બહાર આવ્યો છે અને પૂર્ણ ગીત ખૂબ જલ્દી આવી રહ્યુ છે.

આ ગીતમાં કિંજલ દવે ભક્તિભાવથી ભગવાન શંકરનું ભજન ગાતી જોવા મળે છે. જોકે, છેલ્લાં કેટલાંક મહિનાથી ભારતમાં લૉકડાઉન છે અને દિવસે દિવસે કોરોનાના કેસ વધી પણ ગયા છે.કિંજલ નો જન્મ 1999 માં થયો હતો બ્રાહ્મણ કુટુંબ માં થયો હતો. કિંજલ ના માતાપિતા ખુબજ ગરીબ પરિસ્થિતિમાંથી આગળ આવ્યા છે અને એમને આગળ લાવવામાં એક મોટો શ્રેય કિંજલ ને જાય છે.

કિંજલ ના માતા ઉનાળાની બપોરમાં પણ અનાજ(સરકારી રાશન) લેવાં માટે 4-5કલાક તાપ માં ઉભા રહેતા. કિંજલ દવે ને ભલે ચાર-ચાર બંગડી વાળા સોંગ માટે દેશ વિદેશ માં જાણીતી થઈ હોય.પણ એના 100 થી વધુ આલ્બમ આવી ચુક્યા છે. જેમાનાં કેટલાય આલ્બમ સુપરહીટ છે.લૉકડાઉનમાં કિંજલ દવે શું કરતી હતી તે જાણવાની તાલાવેલી તેના ચાહકોને હોય તે સમજી શકાય તેમ છે.કિંજલ દવે લૉકડાઉનમાં પણ 350થી 400 જરૂરિયાત મંદ પરિવારને કરિયાણું આપ્યું હતું.

કિંજલ દવેએ ડીવાયએસી સોનારાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.લૉકડાઉનમાં કિંજલ દવેએ પણ સામાન્ય લોકોની જેમ જ ઘરે રસોઈ બનાવી હતી અને પરિવાર સાથે સમય પસાર કર્યો હતો. અન્ય છોકરીઓની જેમ જ કિંજલ દવેને પણ પાણીપુરી બહુ જ ભાવે છે.કિંજલના પિતા હિરા ઘસતા અને એક રૂમના ભાડાના મકાનમાં રહેતા. કિંજલ માત્ર 7 વર્ષની ઉંમરમાં ગાવાનું શરૂ કર્યું હતું. 21 વર્ષની આજની કિંજલ અને પહેલાંની કિંજલ દવેમાં જમીન આસમાનનો ફેર છે.

આજની કિંજલ એકદમ સ્ટાઈલિસ્ટ બની ગઈ છે. ગામડાની છોકરી કિંજલનો ગ્લમેરસ લુક ભલભલી અક્ટ્રેસિસને પાછળ રાખી દે તેવો છે. કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.કિંજલના પિતાને હિરા ઘસવામાંથી જે આવક થતી તેમાંથી ઘરનું ગુજરાન ચાલતું હતું. આખો પરિવાર એક રૂમ રસોડાવાળા મકાનમાં રહેતો. ગરીબી એટલી હતી કે ઘરમાં આખા દિવસમાં 200 ગ્રામ દૂધ આવતું, જેમાંથી બે વાર ચા બનતી. કિંજલના પિતા હિરા ઘસવાની સાથે ગીતો લખતા.

કમનસીબે હિરાનો ધંધો ભાંગી પડતાં પરિવારની આવક બંધ થઈ ગઈ. પિતાએ સંગીત કાર્યક્રમમાં જઈને ગાવાનું શરૂ કર્યું. પિતાને ગાતા જોઈને કિંજલને પણ સંગીતમાં રસ જાગ્યો.સ્ટેજ પોગ્રામમાં કિંજલ પિતા સાથે જતી હતી. કિંજલ પણ ધીમે ધીમે સોસાયટીઓના પ્રોગામમાં ગાવાનું શરૂ કર્યું. કિંજલને પહેલો મોટો બ્રેક બાળપણમાં ‘જોનડિયો’ નામના લગ્નગીત આલ્બમમાં મળ્યો હતો. આ આલ્બમ ગુજરાતભરમાં હીટ રહ્યું હતું. ધીમે ધીમે કિંજલ દવે પોતાના અવાજના જાદૂથી છવાઈ જવા લાગી. કિંજલ ભણવાની સાથે સ્ટેજ પ્રોગામ કરતી.

કિંજલ દવેને પિતા ઉપરાંત મનુભાઈએ રબારીએ સપોર્ટ કરતાં તેનો સિતારો ચમકવા લાગ્યો. મનુભાઈ રબારીએ કિંજલને અનેક આલ્બમમાં ચમકવામાં મદદ કરી.કિંજલ નાનપણ માંજ ગાયન ની બાબત માં આગળ વધી ગઈ..પિતા સાથે તે દૂર દૂર ના ગામ માં બાઇક ઉપર બેસી ને ગાવા જતી હતી..તેમના પપ્પા ના મિત્ર મનુભાઈ રબારી જેઓ ઉત્તર ગુજરાત માં ખૂબ સારા લેખક ગણાય છે અને તેમને નામી કલાકારો માટે ગીત લખ્યા છે તેઓ કિંજલ માટે ગીત લખતા હતા.

ગત વર્ષે કિંજલ દવે ની સગાઈ અમદાવાદના બિઝનેસમેન પવન જોશી સાથે કરવામાં આવી હતી, ત્યારે પણ લોકોને એક ઉમંગ જાગ્યો હતો.વર્ષ 2017માં ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત ગાયું અને કિંજલ દવે રાતોરાત દરેક ગુજરાતીઓમાં જાણીતી બની ગઈ. આ ગીતથી કિંજલ દવેની કિસ્મત જ બદલાઈ ગઈ. ગુજરાતની સંગીતની દુનિયામાં કિંજલ દવેના નામના સિક્કા પડવા લાગ્યા. સ્ટેજ પ્રોગામ, ગરબા, ડાયરા કે સામાજિક પસંગમાં કિંજલની ડિમાન્ડ ખૂબ વધવા લાગી.

કિંજલના કાર્યક્રમોમાં ભરચક પબ્લિક ઉમટવા લાગી.હાલ કિંજલ દવે વર્ષે 200થી વધુ પ્રોગામ કરે છે. કિંજલ દવે કાર્યક્રમ દીઠ અંદાજે સરેરાશ 1થી 2 લાખ રૂપિયાની ફી લે છે. ગુજરાતમાં જ નહીં ગુજરાત બહાર વિદેશમાં પણ કિંજલ દવેનો ક્રેજ છે. કિંજલે અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિતના દેશોમાં પોગ્રામ કર્યા છે. કિંજલ દવેએ ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું છે.

કિંજલને ચહેર માતાજી અપાર શ્રદ્ધા છે. તે ગામડે આવેલા ચહેર માતાજીના મંદિર અવાર-નવાર દર્શન કરવા જાય છેલાખો ચાહકોના દિલમાં રાજ કરનાર કિંજલ દવેએ એપ્રિલ 2018માં પવન જોશી સાથે સગાઈ કરી હતી. પવન મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે. કિંજલના મંગેતર પવન જોષીના પિતાનો બિઝનેસ બેંગલુરુમાં હોવાથી વર્ષો સુધી તે ત્યાં જ રહ્યો હતો.

પરંતુ છેલ્લા બે વર્ષથી તે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે.કિંજલ દવેએ 100થી વધુ ગુજરાતી આલ્બમમાં પોતાનો અવાજ આપ્યો છે. કિંજલના દરેક ગીત યુટ્યૂબ પર રેકોર્ડબ્રેક વ્યૂ મેળવે છે. તેના વીડિયો જોનારાની સંખ્યા લાખોમાં હોય છે. કિંજલ દવે ગુજરાત બહાર પણ સ્ટેજ પોગ્રામ કરી પોતાના અવાજના જાદૂથી ગુજરાતીઓમાં આકર્ષણ ઉભું કર્યું છે.કિંજલ દવે ગુજરાતી ગાયિકા છે.

જે એના ગીતો ઓ સાયબા, ગો ગો મારો ગોમ ધણી, ચાર બંગડી વાળી ઓડી અને સાંઢણી મારી વગેરેથી યુટ્યુબ પર લોકપ્રિય થયા છે. તેમના ગીતો યુટ્યુબ પર ૧૦ લાખથી વધારે વાર જોવાયેલ છે.જાણો કિંજલ દવે ના ટોપ ટેન સોંગ વિશે જેને કિંજલ ને બનાવી દેશ વિદેશમાં ફેમસનવા ફોટોગ્રાફ સાથે તમે કિંજલ દવે ના સોંગ તો સાંભળ્યા જ હશે પણ આજે તમે 10 જે કિંજલ દવે ના ટોપ ટેન કેહવાય છે એ સોન્ગ સાંભળો વાંચો એ સોન્ગ વિશે.

છોટે રાજા: આ સોંગ તેને તેના ભાઈ માટે બનાવ્યું છે. જેમાં મસ્ત સંદેશ પણ છે. આ સોંગ ના લેખક મનુ રબારી અને જીત વાઘેલા છે. જ્યારે મ્યુઝિક મયૂર નડિયા એ આપ્યું છે.રસીલા રાજસ્થાની સોંગ: આ સોંગ ના લેખક પણ મનું રબારી અને મ્યુઝિક મયૂર નડિયા એ આપેલ છે.માલધારી મોજ માં રેતા: આ સોન્ગ પણ મનુ રબારી એ લખેલ છે.

મોજ માં: આ સોંગ પણ અત્યારે કિંજલ દવે નું ખુબજ પોપ્યુલર છે. અને આ સોંગ પણ મનુ રબારી અને દિપક પુરોહિત એ લખ્યું છે.ગોગો ગોગો મારો ગોમધણી: આ સોંગ પણ કિંજલ દવે એ ગાયું છે અને એના લેખક મનુભાઇ રબારી છે. જોકે એક ધાર્યા આવા 2 સોંગ છે જે અલગ અલગ છે.કનૈયા: આ સોંગ જન્માષ્ટમી વખતે આવ્યું હતું જે ખુબજ ધૂમ મચાવતું હતું. આ સોંગ ના લેખક મનુભાઈ રબારી છે.

ગણેશા: આ સોંગ ગણપતિ મહોત્સવ વખતે આવ્યું હતું અને ગુજરાત ના મોસ્ટલી ગણપતી પંડળ માં આ વાગતું હતું.મથુરા માં વાગી મોરલી: આ ગીત પણ ખુબજ લોકપ્રિય થયું હતું. જોકે આ ગીત ખુબજ જૂનું છે.લહેરી લાલા: આ ગીત એ ગુજરાત માં ધૂમ મચાવી નાખી હતી. જેના લીધે કિંજલ દેશ વિદેશ માં વસતા ગુજરાતીઓ માં લોકપ્રિય બની.ચાર ચાર બંગડી વાળી ગાડી: આજની તારીખે પણ જો કિંજલ ને યાદ કરાતી હોઈ તો એ આ ગીત ના લીધે છે. જેને સમગ્ર દેશ માં ધૂમ મચાવી.