ભાગ્યે જ કોઈ જાણતું હશે બજરંગદાસ બાપાના જન્મ સ્થળ જાંજરીયા હનુમાનની આ હકીકત વિશે….

0
276

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે બજરંગદાસ બાપાના બગદાણા ધામ વિશે વાત કરીશું કહેવાય છે કે બાર ગાઉએ બોલી બદલાય, એમ સૌરાષ્ટ્રમાં દર બાર ગાઉએ સંત-મહાત્મા-મંદિર દેખાય. ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ છે, તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે. બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય.

Advertisement

લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે. બગદાણાનો ઇતિહાસ.ઇસ ૧૯૦૬ દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના ભાવનગર જિલ્લાના અધેવાડા ગામમાં હિરદાસજી અને શીવકુંવરબા નામે રામાનન્દી કુટુંબ રહેતું હતું. શિવકુવર બાને બે ભાઈ હતા, એમાં તેમના મોટા ભાઈ તથા શિવકુવર બાના લગ્ન સાથે થયા હતા, નાના ભાઈના લગ્ન બાકી હતા, નાના ભાઈની યોગ્ય ઉમર થતા લગ્ન નક્કી થયા, પરંતુ તે સમયે શિવકુંવર બાને ગર્ભવાસ હોવાથી નાના ભાઈના લગ્નમાં જઇ સકે તેમ ન હતા.

નાના ભાઈને જાણ થઇ બહેન મારા લગ્નમાં આવવાના નથી, તેથી શિવકુંવર બાના નાના ભાઈએ હઠ પકડી જો બેન બા મારી જાનમાં નહિ આવે તો હું લગ્ન નહિ કરું, શિવકુંવર બાના નાના ભાઈને વડીલોએ ધણા સમજાવ્યા તેમ છતાં તેની જીદ વધતી ગઈ બહેન જાનમાં નહિ આવે તો હું લગ્ન નહિ કરું , વરરાજાને જાજુ વઢીને કહેવાય પણ નહિ, અમુક સમયે જીદ એવી હોય છે, તે બીજી પરિસ્થિતિને સમજતી નથી.

લગ્નના દિવસો નજીક આવી ગયા હોવાથી લગ્નતિથીમાં કોઈ ફારફેર થાય તેમ ન હતું, તે સમયે વડીલોને પોતાની જુબાનીની કીમત હતી, એક વાર સામે વેવાઈને વચન આપે ત્યાર બાદ કોઈ ફરક પડતો ન હતો, વેવાઈને ત્યાં પણ લગ્નની પૂરે પૂરી તૈયારી થઇ ચુકી હતી, તેથી લગ્નની તિથિમાં કોઈ ફારફેર ન થાય તેમ હોવાથી તથા નાના ભાઈની જીદને વશ થઇ ભાઈ ભોજાઈ માલપરા ગામે શિવકુંવર બાને તેડવા આવ્યા હતા.

શિવકુવરબા ભાઈ ભોજાઇ સાથે બળદ ગાડામાં પોતાના પિયર તરફ જતા હતા તે સમયે ભાવનગર વટીને અધેવાડા ગામ તરફ આવ્યા, અધેવાડા પાસે માંલેશ્વરી નદીના કાઠે જાંજરીયા હનુમાનની જગ્યા આવેલી છે, ત્યાં અચાનક શિવકુંવર બાને પ્રસૃત્તિની પીડા થઇ, જાણ થતા નદીમાં કપડા ધોતી સ્ત્રીઓ દોડતી શિવકુંવર બા પાસે આવી, એ જાંજરીયા હનુમાનની જગ્યામાં જ એક કણબીના દુધીમાં નામના ડોશીમાએ કારતક સુદ પૂનમને મંગળવારે શિવકુંવર બા ને પ્રસૃત્તી કરાવી, ત્યાં એક બાળકનો જન્મ થયો, તે બાળક બીજા કોઈ નહિ આપણા સર્વનાં રુદિયામાં રહેનાર બજરંગ બાપા પોતે હતા, બાળકનો જન્મ થતા શીવકુવર બા પોતાના ગામ માલપરા પાસા આવ્યા.

જાંજરીયા હનુમાનની જગ્યા અત્યંત પવિત્ર તથા સુખકારી છે, અમુક ભૂમિ બહુ જ બળ વાળી હોય છે, જાંજરીયા હનુમાનની જગ્યા એટલે એક મહાન ઓલિયા પુરુષ બજરંગ દાસ બાપાના જન્મ સ્થાનની જગ્યા, બાપાના જન્મસ્થાનની પ્રસાદીની જગ્યા, જેઓને બાપા પ્રત્યે શ્રધ્ધા અને વિશ્વાસ છે, તે લોકોએ એક વાર જાંજરીયા હનુમાનની જગ્યામાં દર્શન માટે અવશ્ય જવું જોઈએ, બજરંગ દાસ બાપાને જાંજરીયા હનુમાનની જગ્યા બહુજ પ્રિય હતી, તેવો કાળીચૌદશને દિવસે જાંજરીયા હનુમાનની જગ્યામાં દર્શને અચુક જતા હતા.

ગુરુજ્ઞાન લીધા પછી બજરંગદાસ બાપા. ગુજરાતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ આશરે ૧૯૪૧માં બગદાણા આવેલા. તેઓને બગદાણા ગામની બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ બગડાલવ નામનો કુંડ ગમી ગયા. ત્યારપછી અહીં તેઓ કાયમ માટે રહી ગયા. તેઓએ 1977માં દેહત્યાગ કર્યો. એવું કહેવાય છે કે તેઓએ ૧૯૫૧માં આશ્રમની સ્થાપના કરી હતી. ૧૯૫૯માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું. જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બાપા બગદાણા આવ્યા ત્યારે તેમની ઉમર હતી ૪૧ વર્ષ. બાપાએ બગદાણા ગામમાં ત્રિવેણી સંગમ જોયો. બગદાણા ગામ, બગડેશ્વર મહાદેવ અને બગડાલમ ઋષિ આ જોઈ બાપા કાયમ માટે બગદાણામાં રહ્યા. તેઓ ૧૯૪૧ માં બગદાણા આવ્યા પછી ૧૯૫૧ માં આશ્રમની સ્થાપના કરી,૧૯૫૯ માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું. ૧૯૬૦માં ભૂદાન યજ્ઞ કરાવ્યો અને 1962માં આશ્રમની હરાજી કરાવી ભારત ચીન યુધના સમયે દેશની સેનાને ફાળો આપ્યો,

ત્યારબાદ ૧૯૬૫ આશ્રમ હરાજી કરી ભારત પાકિસ્તાન યુદ્દમાં દેશની સેનાને મદદ આપી. ત્યારબાદ ત્રીજી વખત ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે આ રીતે સતત ત્રણ વખત દેશની સેના અને સરકારને મદદ કરી તેથી તેઓ રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાયા. તેઓ ખુદ આ ફાળો આપવા ભાવનગર કલેકટરને સહાય આપવા માટે કચેરીએ આવ્યા હતા અને કહ્યું હતું કે ફૂલ નહિ તો ફૂલની પાંખડી પણ મારાથી અપાય તેટલી સહાય મારા દેશને આપું છું.

બાપા બગદાણા આવ્યા પછી બગદાણા ધામમાં અનેક ચમત્કારો થયા છે. બાપા બગદાણામાં શરૂઆતમાં બગડેશ્વર મંદિરમાં નિવાસ કરતા હતા. અ પછી તેઓ ગામના ચોરામાં બેસતા અને પછી બાપા પાસે ભક્તોની અને ચમત્કારોથી આકર્શિત થઈને અનેક ભક્તોની ભીડ વધવા માંડી. તેથી બાપાએ હેડમતાણું નદીની ખુલ્લી જગ્યામાં આશ્રમ નાખ્યો હતો. બાપાએ ચાલુ કરેલ અન્નક્ષેત્ર અને સેવા કાર્ય આજે આજે વટવૃક્ષ બનીને લાખો શ્રધાળુંઓને ભક્તિ અને સેવાનું અણનમ ઉદાહરણ પૂરું પાડે છે.

બગદાણા ખાતે વર્ષમાં બે વખત મોટા મોટા ઉત્સવ ઉજવાય છે, એક ગુરુ પુનમના દિવસે લાખોની સંખ્યામાં લોકો મેળામાં આવે છે, જ્યારે બીજી એક તિથી બાપાની પુણ્યતિથિના દિવસે બગદાણા ધામમાં ખુબ ધામધુમથી ઉત્સવ ઉજવાઈ છે. બાપાએ પોષ વદ 4 ના રોજ બગદાણા ધામમાં 1977 માં દેહ ત્યાગ કરી કાયમ માટે બગદાણા ધામમાંથી વિદાય લીધી હતી. તેદી મઢુલી બાપા વગર સુની થઇ ગઈ અને આ દિવસે આખું બગદાણા ગામ, બગડ નદીના નીર અને પંખીઓના કલરવ શાંત થઇ ગયો હતો.

બાપાના આગમન બાદથી બગદાણા ગામનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે. ગુજરાતમાં ગુંજતું નામ એટલે બાપા સીતારામનું બગદાણા ધામ. બાપા સીતારામ જન્મતાની સાથે જ અનેક પરચાઓ થવા લાગ્યા હતા,જેમાં તેના નાનપણ માં સાપ સાથે સુવાનો, ગુરુ સાથે સંઘમાં શ્રી રામની ભક્તિ થી વાઘને ભગાડવાનો વગેરે સામેલ છે, બાપાએ દીક્ષા લીધા બાદ અનેક પરચાઓ આપ્યા છે.

અને હાલ બાપા દુનિયાના દુખિયારા લકોને અવારનવાર મુશ્કેલીના સમયે પરચાઓ આપે છે જેથી લાખોની સંખ્યામાં ભક્તો બગદાણા બાપાના આશ્રમના દર્શન કરવા આવે છે. એક વખતની વાત છે દીક્ષા બાદ ભ્રમણ કરતા કરતા મુંબઈના દરિયા કિનારે આવ્યા હતા, ત્યાં બાપા સાથે અનેક ભક્તોનો પરિચય થયો હતો. એ વખતે ગોરો અંગ્રેજ અમલદાર પોતાની ગાડીમાં ત્યાંથી નીકળ્યો અને આ વખતે બાપા તે રસ્તામાં બીજા ભક્તો સાથે પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા.

તે આ જોઇને બાપાની ભક્તિ અને સેવા વિશે ખરાબ બોલવા લાગ્યો. અને સાથે કહ્યું કે જો તમે ખરેખર સંત હો તો ચમત્કાર બતાવો. આ થી બાપા એ જ વખતે ત્યાં પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા, બાપાએ ખારા પાણીમાંથી મીઠું પાણી કાઢ્યું અને લોકોનું ટોળું ત્યાં આ સમત્કાર જોઇને ભેગું થઇ ગયુ. આ જોઇને ગોરો અમલદાર પણ બાપાનાં પગમાં પડી ગયો અને અનેક લોકો બાપાના પગમાં પડવા લાગ્યા. બાપા વારંવાર એક વાક્ય જરૂર બોલતા જેવી મારા વ્હાલાની મરજી.

બાપાનાં બગદાણા આશ્રમમાં ભક્તોની ભીડ બાપાના ચમત્કારો અને પરચાઓને કારણે ખુબ રહેતી, જેમાં બાપાના આશ્રમમાં ભાલ પંથકના એક માલધારી ભક્ત પોતાને કેન્સરનો રોગ થયો હતો જે અનેક ડોક્ટરોની દવા અને સારવાર કરાવ્યા બાદ પણ મટે તેમ ના હતો, આ કારણે ડોક્ટરોએ હાથ ઊંચા કરી લીધા હતા. આવા વખતે અનેક લોકોએ તેમને બાપાનાં આશ્રમે જવાનું કહ્યું હતું અને પોતાનું દુખ બતાવવાનું કહ્યું હતું. આ સમયે આ વ્યક્તિ અનેક સમસ્યા અને રોગ છતાં તે બગદાણા આવ્યો અને બાપાને વાત કરી. બાપાએ પોતાના આશ્રમની ખીચડી આ ભક્તને ખાવા આપી પરંતુ ડોકટરોએ આ વ્યક્તિને માત્ર અમુક પ્રકારનો ખોરાક અને એ માત્ર પ્રવાહીમાં લેવાની સલાહ આપેલી હતી. તેથી તે આ ખીચડી ખાઈ શકે તેમ પણ ન હતા.

તેથી તે વાત બાપાને કરી ત્યારે બાપાએ કહ્યું હતું કે મારા આશ્રમમાં આવેલો કોઈ ખાધા વગર કે ભૂખ્યો જાય તે કેવી રીતે ચાલે ? અને તેને આ ખીચડી ખાઈ જવાનું કહ્યું તેથી તે ભક્ત આ ખીચડી ખાવા લાગ્યા અને તેનાથી ખીચડી પણ ખવાઈ ગઈ અને તેને કેન્સરમાં પણ ખુબ જ મોટી રાહત થઇ છે, આ પછી તો આ પછી તો આ વ્યક્તિ ઘણીવખત બગદાણા આવ્યા અને ઘણા વર્ષ સુધી જીવ્યા. આવો થતો હતો બાપાનો ચમત્કાર.હાલ બગદાણા આશ્રમનો વહીવટ મનજીબાપાની દેખરેખ નીચે ચાલી રહ્યો છે. તેઓ બજરંગ દાસ બાપાના પરમ શિષ્ય છે. હાલ પણ કોઈ ભક્ત બગદાણા જાય તો પ્રસાદી લીધા વગર પાછો ફરતો નથી.

Advertisement