ભાઈ મુકેશ દિવસે ને દિવસે વધુ અમીર થતાં જાય છે પરંતુ અનિલ અંબાણીની હાલત એવી થઈ ગઈ કે…..

0
91

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં મુકેશ અંબાણી ભાઈ અનિલ અંબાણી વિશે જણાવવા જઈ રહ્યા છે ને હાલમાં ખૂબ દેવામાં ડૂબેલા છે.મુકેશ અંબાણીએ એ દરેક કલાકમાં 7 કરોડ રૂપિયાની કમાણી પણ કરી છે. આ સૂચિ મુજબ મુકેશ અંબાણી એશિયામાં પ્રથમ ક્રમાંકે છે અને વિશ્વનો નવમો શ્રીમંત વ્યક્તિ પણ છે. આ સૂચિની ટોચ પર એમેઝોનના સીઈઓ જેફ બેઝોસનું નામ છે. અહેવાલમાં મુકેશ અંબાણીની કમાણીમાં 24 ટકાનો વધારો થઈ ગયો છે, જેનાથી તે ભારતનો સૌથી ધનિક ઉદ્યોગપતિ બની ગયા છે.હુરન રિચ લિસ્ટ અનુસાર $$ અબજ ડોલરની સંપત્તિ સાથે, આખા વ્યવસાયિક કુટુંબ અને તેમના પરિવારો માટે પહોંચની બહાર ન હોય તેવું આખા વિશ્વમાં ભાગ્યે જ છે.પરંતુ તેમના ભાઈ અનિલ અંબાણી હાલના સમયમાં દેવામાં ડૂબેલા છે જેમના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.

અનિલ અંબાણી રિલાયન્સ કમ્યુનિકેશન્સના ચેરમેન છે અને તેમનો રિલાયન્સ ગ્રુપ છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. ગ્રુપ પર દેવાનો ભારે બોજો છે, જેના કારણે તે મુશ્કેલીમાં છે. બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, આજ સુધીમાં રિલાયન્સ ગ્રૂપનું 13.2 અબજ (લગભગ 93,000 કરોડ રૂપિયા) નું દેવું છે.

દેવાના સંકટમાં ડૂબેલાં રિલાયન્સ ગ્રુપનાં ચેરમેન અનિલ અંબાણી હવે દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટમાં સ્થિત રિલાયન્સ સેન્ટરમાં શિફ્ટ થશે. હાલમાં, યસ બેંકે દેવાની ચૂકવણી ન કરવા બદલ સાંતાક્રુઝમાં રિલાયન્સ ગ્રુપના હેડક્વાર્ટ પર ક્બ્જો લઈ લીધો છે. હવે અનિલ અંબાણીએ નવા મુખ્યાલયથી કામ કરવું પડશે.

સાન્તાક્રુઝમાં બિલ્ડિંગની સાથે સાથે દક્ષિણ મુંબઈ સ્થિત અનિલ અંબાણીની અન્ય બે ઓફિસો પણ યસ બેંક દ્વારા કબજે કરવામાં આવી છે. આવી સ્થિતિમાં અનિલ અંબાણીએ હવે બેલાર્ડ એસ્ટેટમાં તેમની હેડ ઓફિસ લાવવાની ફરજ પડી છે. 2018 સુધી, તેઓ અહીંથી જ કામ કરતા હતા.

અનિલ અંબાણીની નજીકના બે સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસ સંકટને કારણે અનિલ અંબાણીની હેડઓફિસને શિફ્ટ કરવામાં સમય લાગ્યો છે. હવે અનિલ અંબાણીના ગ્રુપ પાસે ફક્ત અહીંની ઓફિસ ખોલવાનો વિકલ્પ છે. બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર નવી ઓફિસમાં સ્થળાંતર કરતા પહેલા કેટલુંક સમારકામનું કામ ચાલી રહ્યું છે.

જોકે, 6,000 સ્ક્વેર ફીટની આ ત્રણ માળની બિલ્ડિંગમાં એટલાં કર્મચારીઓની સંખ્યાને સમાવવાનું મુશ્કેલ છે, કારણ કે કેટલાંક સાન્તા ક્રુઝમાં બિલ્ડિંગમાં હતા. અનિલ અંબાણીની તે બિલ્ડિંગમાં 7 લાખ ચોરસ ફૂટ જગ્યા હતી. આ સંદર્ભમાં, અનિલ અંબાણીની આ ઓફિસમાં જૂની ઓફિસની તુલનામાં એક ટકા વિસ્તાર પણ નથી. જોકે, રિલાયન્સ ગ્રૂપ દ્વારા હજી સુધી ઓફિસ બદલવા અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

રિલાયન્સ સેન્ટર એક સમયે ક્રેસેન્ટ હાઉસ તરીકે જાણીતું હતું, જેની માલિકી કોલકાતા સ્થિત કંપની આઈસીઆઈની હતી. 1990 માં જ્યારે રિલાયન્સે આઈસીઆઈનું અધિગ્રહણ કર્યુ, ત્યારે બિલ્ડિંગ રિલાયન્સમાં આવી હતી. ત્યારે રિલાયન્સના સંસ્થાપક ધીરુભાઇ અંબાણી જીવંત હતા. આ પછી, 2005માં મુકેશ અંબાણી સાથે ભાગ પડ્યા ત્યારબાદ આ ઓફિસ અનિલ અંબાણીને આપવામાં આવી.

જો કે, આ ઇમારતનો એક ભાગ મહારાષ્ટ્ર સરકારના ફૂડ એન્ડ સપ્લાય વિભાગ પાસે છે. કાયદાકીય લડત બાદ સરકારને આ ભાગ મળ્યો હતો. જણાવી દઈએકે, દેવાનાં સંકટને કારણે રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સાન્તાક્રુઝમાં ઓફિસ વેચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ 7 લાખ ચોરસફૂટની તે ઓફિસ વેચી શકાઈ નહીં.

અંતે યસ બેન્કે તેને તેના કબ્જામાં લઈ લીધી. નોંધપાત્ર વાત એ છે કે અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપનીઓ સતત નાદાર થઈ રહી છે. એક કેસની સુનાવણી દરમિયાન અનિલ અંબાણીએ લંડનની અદાલતમાં પોતાની નેટવર્થ શૂન્ય જણાવી હતી.એરિકસન સાથે પણ આવો જ વિવાદ ઉભો થયો હતો. રિલાયન્સ કમ્યુનિકેશને એરિક્સનને 550 કરોડ ચૂકવવા પડ્યા. સુપ્રીમ કોર્ટે કહ્યું પછી, અનિલ અંબાણી દેવું ચૂકવવા સંમત થયા અને મુકેશ અંબાણીએ આમાં તેમની મદદ કરી.

રિલાયન્સ કમ્યુનિકેશન્સ પર અનિલ અંબાણી ઉપર સૌથી વધુ 50,000 કરોડનું દેવું છે. આરકોમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) તરફથી મહત્તમ લોન લીધી છે. 11 જૂન સુધીમાં, આરકોમ પાસે માર્કેટ કેપિટલાઈઝેશન 462 કરોડ રૂપિયા હતું.

આ સાથે, તમને જણાવી દઈએ કે રિલાયન્સ પાવર પર 31,697 કરોડ રૂપિયાનું દેવું છે અને 11 જૂન સુધીમાં, તેનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 1,669 કરોડ હતું.રિલાયન્સ નેવલ અને એન્જિનિયરિંગ,રિલાયન્સ નેવલ અને એન્જિનિયરિંગ પર અનિલ અંબાણીનું 10,689 કરોડ રૂપિયાનું દેવું છે અને 11 જૂન સુધીમાં તેનું માર્કેટ મૂડી 467 કરોડ રૂપિયા હતું.