ભક્તોની ઈચ્છા પૂર્ણ કરતાં ગણેશ ભગવાન, અહીં મંદિરમાં થાય છે ઘણાં ચમત્કાર જાણો તેનાં વિશે…..

0
180

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારત એક એવો દેશ છે, જે પોતાની વિશેષ સંસ્કૃતિ ના કારણે પુરી દુનિયામાં ઓળખવામાં આવે છે. અહીં દેશ ના ખૂણા-ખૂણા માં એવા -એવા કામ કરવામાં આવે છે, જે ફક્ત અહીં જ દેખવા મળી શકે છે. દેશ ના દરેક ભાગ ની પોતાની એક અલગ માન્યતા છે. તમે તો જાણો જ છો કે ભારત માં ધર્મ ને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. અહીં પર એટલી સંખ્યા માં મંદિર છે કે તેમને ગણી શકવા લગભગ મુશ્કેલ છે. જો આ દેશ ને મંદિરો નો દેશ કહેવામાં આવે તો કંઈ ખોટું નથી. અહીં ની દરેક ગલી માં એક મંદિર દેખવા મળી જાય છે.

Advertisement

મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવેલું ખજરાના ગણેશ મંદિરની કહાની ચમત્કારિક છે. દૂર દૂર સુધી ભક્તોમાં આ મંદિરની આસ્થા જોવા મળે છે. ભક્તોની આસ્થાનું આ પાવન સ્થાન અવાર નવાર ભગવાનના ચમત્કાર ગણાવે છે. સંતાનની કામના, ધનની ઈચ્છા, નોકરીની જરૂરિયાતથી લઈને અનેક વરદાન મેળવવા માટે આ મંદિર જાણીતું છે. આ ચમત્કારિક મંદિર વિશે કહેવાય છે કે આ મંદિરમાં સ્વયંભૂ ગણપતિ ભક્તોની મનોકામના પૂરી કરે છે. ભક્તો અહીં આવીને ઊંધો સાથિયો બનાવે છે અને તેમનું કામ થઈ જાય છે.

જાણો શું છે ઊંધા સાથિયાનો ચમત્કાર.ખજરાના મંદિરમાં ભગવાન ગણેશજીના મંદિરની પાછળ દિવાલ એટલે કે ગણેશજીની પીઠ પર લોકો ઊંધો સાથિયો બનાવે છે અને સાથે જ તેમની ઈચ્છા પૂરી થાય એટલે ફરીથી અહીં આવે છે અને સીધો સાથિયો બનાવે છે. કહેવાય છે કે અહીં વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે. આ મંદિરમાં ઊંધો સાથિયો બનાવવાથી દરેક મનોકામના પૂરી થાય છે તેવી માન્યતા છે. એક અન્ય માન્યતા એવી પણ છે કે 3 પરિક્રમા કરવાથી અને દોરો બાંધવાથી પણ ઈચ્છા પૂરી થાય છે.

મંદિરનો ઈતિહાસ.ખજરાના ગણેશ મંદિરનું નિર્માણ 1735માં તત્કાલિન હોલ્કર વંશની શાસક અહિલ્યાબાઈ હોલ્કરે કર્યું હતું. કહેવાય છે કે ખજરાના ગણેશ મંદિરના નિર્માણ માટે ગણેશ ભગવાને એક પંડિતને સ્વપ્ન આપ્યું હતું. એમાં તેને દેખાયું કે ભગવાન ગણેશની મૂર્તિ જમીનમાં દબાઈ ગઈ છે અને તેને ત્યાંથી કાઢો. આ સપના વિશે પંડિતે અન્ય લોકોને જણાવ્યું, રાણી અહિલ્યા બાઈએ સ્વપ્ન અનુસાર જગ્યા ખોદાવી અને તેમાંથી એવી ગણેશ પ્રતિમા મળી કે તેનું મંદિર નિર્માણ કરાયું.

દેશના ધનિક મંદિરોમાંનું એક ગણાય છે આ મંદિર.ગણપતિનું આ મંદિર દેશના સૌથી ધની ગણેશ મંદિરોમાંનું એક ગણાય છે. શ્રદ્ધાળુઓ મનોકામના પૂરી થયા બાદ અહીં આવે છે અને દિલ ખોલીને દાન કરે છે. રોજ અહીં વિધિ વિધાન સાથે પૂજા કરાય છે પણ બુધવારે અહીં ખાસ રીતે લાડુના પ્રસાદ સાથે પૂજા થાય છે. અહીં વિશેષ પૂજા અને આરતી પણ કરાય છે.

હોલકર રાજવંશની મહારાણીએ કરાવ્યું હતું આ મંદિરનું નિર્માણઆ મંદિરના નિર્માણ વિશે એવું કહેવામાં આવે છે કે સ્થાનિક પંડિતને તેના સ્વપ્નમાં આ મંદિરના નિર્માણ વિશે સંકેત મળ્યો હતો, ત્યારે આ જાણકારી પંડિતે બધા લોકોને જણાવી હતી, રાણી અહિલ્યાબાઈ હોલકરે તેના વિશે સાંભળ્યું તો તેમણે તેની ઉપર ગંભીરતાથી વિચાર કર્યો અને સ્વપ્ન અનુસાર, જ્યારે તે સ્થળે ખોદકામ કરવામાં આવ્યું હતું, તો બરોબર એવી જ ભગવાન ગણેશજીની મૂર્તિ ત્યાંથી મળી આવી હતી.ઇંદોરનું ખજરાણા ગણેશ મંદિરનું નિર્માણ 1735 માં હોલકર રાજવંશની મહારાણી અહિલ્યાબાઈ દ્વારા કરાવવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે ભક્તો આ મંદિરની ત્રણ પરિક્રમા કરી મંદિરની દિવાલ ઉપર દોરો બાંધે છે.

બુધવારે ભગવાન ગણેશજીની થાય છે વિશેષ પૂજા.જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ભગવાન ગણેશજીને પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે અને તેમની પૂજા સૌ પ્રથમ કરવામાં આવે છે, ભગવાન ગણેશજીના ખજરાણા મંદિરમાં દરરોજ ભક્તોની ભીડ રહે છે, પરંતુ બુધવારના દિવસે અહિયાં ભક્તોની ભારે ભીડ રહે છે, બુધવારના દિવસે દુર દુરથી લોકો ભગવાન ગણેશજીના આ મંદિરમાં તેમના આશીર્વાદ મેળવવા માટે આવે છે, બુધવારે અહિયાં વિશેષ આરતીનું આયોજન પણ કરવામાં આવે છે.

ખજરાના ગણેશ મંદિર સંકુલમાં 33 નાના-મોટા મંદિરો.ભગવાન ગણેશજીના આ પ્રખ્યાત અને ચમત્કારિક મંદિરની અંદર ભગવાન ગણેશજી સાથે સાથે અન્ય 33 નાના-મોટા મંદિરો પણ આવેલા છે, આ સ્થળે સાંઇ બાબા, ભગવાન શિવજી, માતા દુર્ગા, ભગવાન શ્રી રામ, હનુમાનજી સહિત અનેક દેવી દેવતાઓના મંદિરો બનેલા છે, આ મંદિરના પ્રાંગણમાં એક પીપળનું જૂનું વૃક્ષ પણ ઉગેલું આવ્યું છે, જેને લોકો ઇચ્છા પૂર્ણ કરનારુ વૃક્ષ કહે છે.

આવુજ એક બીજું મંદિર ભગવાન ગણેશની ઉપાસનાને વધુ ઓળખ આપવામાં આવી છે. જો તમે શહેરના દોડધામભર્યા જીવનથી કંટાળી ગયા છો, તો તમે માનસિક શાંતિ માટે આ મંદિરની મુલાકાત લઈ શકો છો. ભગવાનને શ્રદ્ધાંજલિ આપવા દર વર્ષે ગણેશ ચતુર્થીના ગણપતિ મંદિરમાં હજારો અને લાખો ભક્તો ઉપસ્થિત રહે છે. દેશના વિવિધ ભાગોથી ભક્તો ભગવાન ગણેશ પાસે વ્રતનું ફળ મેળવવા આ મંદિરમાં આવે છે.

આરતી અને પૂજનનું આયોજન કરાયું હોય છે. મોટા ગણપતિ મંદિરમાં, ભક્તો, ભલે તેઓ નીચા વર્ગના હોય અને ઉચ્ચ દરજ્જાના હોય, બધા ભગવાન ગણેશની પાસે ભેગા થાય છે અને પૂજા કરે છે. ભગવાન ગણેશને તેમના પ્રિય લાડુ અર્પણ કરવામાં આવે છે. લોકોનું માનવું છે કે, ભગવાન ખુશ થઇને લોકોના કલ્યાણ માટે આશીર્વાદ આપે છે અને સર્વની ઈચ્છા પૂર્ણ કરે છે.

એવું માનવામાં આવે છે કે જો કોઈ ભક્ત કોઇ માનતા માંગે છે, તો તે પૂર્ણ થાય છે. વિશેષ આરતી-પૂજા છે જેમાં સેંકડો ભક્તો જોડાય છે અને ગજાનનના આશીર્વાદ લે છે. ભગવાન ગણેશ એ બધાં દેવી-દેવતાઓમાં પૂજાય છે. શ્રી ગણેશજીને પ્રથમ પૂજનીય તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યમાં ગણેશજીનું પ્રથમ સ્મરણ થાય છે. ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્ર ગણેશનો મહિમા એકદમ અનોખો છે. જેમ કે, ભારતમાં ગણેશજીના ઘણા મંદિરો છે. જો કે, જ્યારે મોટા ગણેશ મંદિરની વાત આવે છે, ત્યારે તેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. તો ચાલો જાણીએ ભારતના સૌથી મોટા ગણેશ મંદિર વિશે.

ભારતના પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીનું સૌથી મોટું મંદિર ગુજરાતના અમદાવાદ શહેરની નજીક આવેલું છે. આ મંદિર અમદાવાદથી ૩૨ કિમી દૂર મહેમદાબાદમાં છે અને તે ભારતનું સૌથી મોટું ગણપતિ મંદિર કહેવામાં આવે છે. તેની રચના વર્ષ ૨૦૧૪માં કરવામાં આવી હતી. આ મંદિર સિદ્ધિવિનાયક મંદિર તરીકે ઓળખાય છે. મંદિર બનાવવા માટે કુલ ૧૪ કરોડ રૂપિયા ખર્ચ થયા છે.

ગણેશનું આ મંદિર ૬ લાખ ચોરસ ફૂટમાં બંધાયું છે. મંદિર જમીનથી ૨૦ ફૂટની ઉંચાઈએ બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે શ્રી ગણેશજીની મૂર્તિ જમીનથી ૫૬ ફૂટની ઉંચાઇએ સ્થાપિત છે. સિદ્ધિવિનાયક મંદિરની કુલ ઉંચાઇ ૭૧ ફૂટ છે. સિદ્ધિવિનાયક મંદિરનું નામ પણ ગુજરાત અને અંબાજી, સોમનાથ, પાવાગઢ, અક્ષરધામ જેવા અન્ય ધાર્મિક સ્થળોમાં સ્પષ્ટપણે ઉમેરવામાં આવ્યું છે. દર વર્ષે લાખો લોકો અહીં ગણેશજીના દર્શન કરવા આવે છે.

Advertisement